Raja Vikram ane Tran Chor books and stories free download online pdf in Gujarati

રાજા વિક્રમ અને ત્રણ ચોર

રાજા વિક્રમ અને ત્રણ ચોર

ઉજજૈનિ નગરીમાં વિક્રમ રાજા રાજય કરતાં હતાં ત્યારે થોડા દિવસો થી ચોર નો ઉપદ્રવ વધી ગયો હતો. આથી વિક્રમ રાજા તેમની પાસે રહેલી અદ્રશ્ય થવાની વિધા દ્વારા અદ્રશ્ય બનીને રાત્રે પહેરો ભરી રહ્યા હતા. પહેરો ભરતાં ભરતાં રાજા નગરનાં દરવાજા બહાર ગયા તો એક વૃક્ષ નીચે ત્રણ ચોર કંઈક વાતો કરતા જણાયા.

પછી વિક્મ રાજા અદ્રશ્ય થઈ ને તેમની નજીક જઇને ચોર ની વાતો સાંભળવા લાગ્યા. પહેલાં ચોરે કહ્યું,”હું પશુ-પંખીઓ ની ભાષા જાણું છું’. બીજો એ કહ્યુ,”હું ભુ-વિધા ની મદદથી જમીનમાં દટાયેલું ધન જોઇ શકું છું. ’ત્રીજો ચોર બોલ્યો,”હું એવી વિધા જાણું છું કે ગમે તેવાં મજબૂત માનવીને પળવારમાં બેભાન કરી શકું છું અને તે ધણો સમય સુધી ભાનમાં ન આવે’.

ત્રણેય ચોરો ની વિધા ચોરી નાં કામમાં ખૂબ જ મદદરૂપ થાય તેવી હોવાથી તેમણે ઉજજૈનિ નગરીમાં જ ચોરી કરવાનું નક્કી કર્યું. ચોરો ચોરી કરવા નીકળ્યા અને રાજા વિક્રમ પણ તેનો પીછો કર્યો. ચોરો વારાફરતી બાહ્મણ વાડામાં, વાણિયા વાડમાં, કુંભાર વાડામાં અને ચારણવાડ માં ગયા પણ તેમને દયા આવી એટલે તેમણે ત્યાં ચોરી કરવાનું ટાળી દીધું અને જયાં જાય ત્યાં પાછા પડે આખરે ચોરો એ રાજા ના મહેલમાં ચોરી કરવાનું નક્કી કર્યું. ચોરો હવે મહેલ આગળ ગયાં. રાજા મનમાં હસતાં-હસતાં અદ્રશ્ય સ્વરૂપે તેમની પાછળ ગયાં. મહેલ ની ચારેય બાજુ સિપાહી ઓ ખુલ્લી તલવાર સાથે પહેરો ભરી રહ્યા હતાં. જે ચોર બેભાન બનાવવાની વિધા જાણતો હતો તેણે બધાં સિપાહી ઓને બેભાન બનાવી ને ચોર સરળતાથી રાજા વિક્રમ નાં મહેલમાં ઘુસી ગયાં.

જે ચોર જમીનમાં દટાયેલું ધન શોધી કાઢવાની વિધા જાણતો હતો તેણે પોતાની વિધા ની મદદથી કહ્યું,”રાજા વિક્રમ ની પલંગ નાં ચારેય પાયા નીચે ધન-ઝવેરાત થી ભરેલા ચાર કળશ ભરેલા છે તેમાં અઢળક પ્રમાણમાં ઝર-ઝવેરાત ભરેલાં છે’. વિક્રમ રાજા અદ્રશ્ય સ્વરૂપે આ બધી વાત સાંભળી રહ્યા હતા. હવે ચોરોએ પલંગ નીચે થી જમીન ખોદી ને ચારેય કળશ ઉપાડીને મહેલની બહાર નીકળી ગયા. વિક્રમ રાજા એ તેનો પીછો અદ્રશ્ય થઇ ને કર્યો. ચાલતાં-ચાલતાં ચોર નગરનાં દરવાજા ની બહાર ગયા હશે ત્યાં નદી કિનારે એક વૃક્ષ પર પશુ-પંખીઓ વાતો કરતા જોવામાં આવતાં પશુ-પંખીઓ ની ભાષા જાણનાર ચોરે તેઓ ની વચ્ચે થતી વાત સાંભળવા માંડી.

એક પંખી બોલ્યું,”એલ્યા !આ ચોર તો મૂર્ખ છે કારણ કે જે ચોરી કરી ને લઈ જઈ રહ્યા છે એ કળશ નો માલિક પણ તેની સાથે જ છે?’. આ સાંભળી ને પશુ-પંખીઓ ની ભાષા ના જાણકાર ચોરે પોતાના સાથીઓને કહ્યું,”ગજબ થયો!પંખીઓ ના કહેવા પ્રમાણે આ કળશ નો માલિક આપણી સાથે જ છે. પણ આપણે તેને જોઇ નથી શકતાં. કદાચ તેમની વાત ખોટી પણ હોય. છતાં સાવધાન રહેવું સારું આપણે હવે ગુપ્ત જગ્યાએ જવું નથી પણ બીજી જગ્યાએ આ કળશોને છુપાવી આવીએ. ત્રણેય ચોર એક પહાડ ની ગુફામાં ગયાં અને ત્યાં ચારેય કળશ છુપાવી ને બહાર નીકળી ને ત્રણેય ચોર જુદાં-જુદાં રસ્તે જતાં રહ્યાં. હવે અદ્રશ્ય સ્વરૂપે હાજર રાજા વિક્રમ મુંઝવણમાં પડી ગયાં કે ત્રણ માં થી કયાં ચોર ને પકડવો?તેથી ભગવાન ભરોસે તે જગ્યા ને છોડી ને મહેલે ચાલ્યાં ગયાં.

મહેલમાં સિપાહીઓ દોડધામ કરી રહ્યાં હતાં ધન ઝવેરાત થી ભરેલાં કળશ ચોરાયા ની ખબર પડતાં જ મહેલમાં અરેરાટી વ્યાપી ગઇ હતી પરંતુ વિક્રમ રાજા ચોરી વિશે બધું જાણતાં હોવાથી તેમને કાંઇપણ આશ્ચર્યજનક લાગ્યું નહીં અને અન્ય કોઇ ને પણ ઠપકો આપ્યો નહીં. બીજી રાત્રે રાજાવિક્રમ બળદ ગાડી લઇને પેલી ગુફા તરફ ગયા અને ત્યાં પડેલા ચાર કળશ ને બળદગાડામાં નાખી ને પાછા ફરતાં હતાં ત્યાં રસ્તા માં ચાર માણસો ને રડતાં જોઈને રાજા એ બળદગાડુ રોકી ને ઓળખાણ આપીને પૂછ્યું, ”તમને શું દુઃખ છે કે આમ વગડામાં રડી રહયા છો?તમારૂં દુઃખ મને જણાવો હું મદદ કરીશ”. એક વૃદ્ધ બોલ્યો,’અન્ન દાતા!થોડા દિવસ પછી મારા દિકરાના લગ્ન છે, પણ અમારી પાસે લગ્ન થઈ શકે એટલું ધન નથી. જેની પાસે માગણી કરીએ તે’નવ મણનો ન્નો’સંભળાવે છે. મળતું કાંઈ નથી ને ઉલટું અમારી આબરૂ ઉઘાડી પાડે છે. આથી અમે આ નગર છોડી ને દૂર રહેવા જઈ રહ્યા છીએ,’જો આપ મદદ કરો તો અમે નગરમાં પાછા જઈને લગ્ન ની તૈયારી કરીએ’.

વિક્રમ રાજા એ ગાડામાં પડેલા એક કળશ માંથી થોડું ધન ઝવેરાત કાઢીને વૃદ્ધ માનવી ને આપ્યું તો તેણે તે લેવાનો ઈનકાર કર્યો અને બોલ્યો,’હે રાજા વિક્રમ, આપના ખજાના માં ખોટ નથી. તમે જે ધન આપી રહ્યાં છો તેનાથી કંઈ વળશે નહીં પરંતુ ચારેય કળશ અમને આપી દો તો આમારૂ આખું જીવન નીકળી જશે’. વિક્રમ રાજા એ જરાય આનાકાની વગર ચારેય કળશ આપવાની કબુલાત કરી અને તે ચારેય જણને બળદગાડામાં બેસાડી ને નગર તરફ દોડાવ્યું. ગાડામાં બેઠેલાં ચારેય બ્રાહ્મણ ખૂબ જ આનંદિત મૂદ્રા માં હતાં કારણે કે થોડી જ વાર માં તેઓ અઢળક સંપત્તિ નાં માલિક બનવા ના હતા. રસ્તા માં એક મકાન આગળ બ્રાહ્મણોએ ગાડુ ઉભું રખાવી ને ચારેય બ્રાહ્મણ એક-એક કળશ ઉપાડી વિક્રમ રાજા નો આભાર વ્યક્ત કરી અને ઘર માં જતાં રહ્યાં. ઘરમાં જઇને તેમણે ચારેય કળશ ને એવી ખુબીઓ થી છુપાવી દીધા કે કોઇ ને પણ ખબર ના પડે. વિક્રમ રાજા પછી મહેલમાં ગયા અને મંત્રી અને ખજાનચી, સેનાપતિ વગેરે ને બોલાવી ચોરી વિષે ની તમામ હકીકત જાહેર કરી તેથી કળશ ની ચિંતા દૂર થઈ અને છુટકારા નો દમ લીધો.

પેલાં ત્રણ ચોરો જયારે ગુફામાં કળશોને લેવા ગયા તો ત્યાં કળશ ગુમ થયેલા જોઈને ચોકી ગયાં. તુરંત પેલા એ છુપાયેલી વસ્તુ પોતાની વિધા ની મદદથી શોધી કાઢી અને બોલ્યો, ”કળશોને ઉજજૈનિ નગરીમાં આવેલા રાજમાર્ગ પર આવેલા લાલ રંગના મકાન માં આ ચારેય કળશોને છુપાવેલા છે ત્યાં ચાલો. ત્રણેય ચોર જુદી-જુદી વિધા ના જાણનાર હતા તેથી પેલાં બ્રાહ્મણ નાં ઘરમાંથી ચારેય કળશોને શોધી કાઢી તે ઉઠાવી ને પોતાના ગુપ્ત રહેઠાણે પહોંચી ગયા. સવાર પડતા બ્રાહ્મણ નેખબર પડી કે ઘરમાંથી કળશ ચોરાયા છે. તેઓ સમજયા કે આ વિક્રમ રાજા એ જ ચોરી કરાવી ને કળશો ને પાછા લઇ લીધા છે. એમ સમજી તે ચારેય બ્રાહ્મણ રાજા વિક્રમ ના દરબારમાં પહોંચ્યા અને જેમ ફાવે તેમ બકવાસ કરવાં લાગ્યા આથી રાજા ને આશ્ચર્ય થયું. તેમણે ચારેય બ્રાહ્મણ ને શાંત પાડી ને કહ્યું,”હે બ્રાહ્મણ દેવતા!મે તમને સહાય કરી છે તમારું મેં કંઈ બગાડ્યું નથી છતાં મને શા માટે વગોવો છો?’.

એક વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યો,’એ ચારેય કળશ મારા ઘરમાં નથી લાગે છે કે તમે તેને ઘર ભેગા કરી દિધા છે. આ શું તમારા જેવાં પરદુખભંજનહાર ને શોભે?’. વિક્રમ રાજા એ કહ્યું,’હેબ્રાહ્મણ દેવતા!એ કળશો તમને સોપ્યા પછી તેનું શું થયું તેની ખબર નથી છતાં તમે મારા પર આરોપ મૂક્યો એટલે હું તમને વચન આપું છું કે આજ થી દસ દિવસ માં હું તમને એ ચારેય કળશ શોધી ને આપી દઇશ’. પેલો વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યો,’વિક્રમ રાય તમે કળશ શોધ કરો કયારે ને અમારો દિવસ કયારે વળે?લગ્ન નો સમય ખૂબ જ નજીક છે એટલે અત્યારે તૈયારી નહી કરીએ તો કેવી રીતે પહોંચી વળશું?’

વિક્રમ રાજા એ પોતાના ખજાના માં થી એક હજાર સોનામહોર ભરેલી થેલી મંગાવી ને વૃદ્ધ બ્રાહ્મણ નાં હાથમાં આપી તો પણ ચારેય બ્રાહ્મણ કચવાતા મને ત્યાંથી રસ્તે પડી ગયા. બીજા દિવસથી રાજા ગુપ્તવેશે ચોરો ની શોધમાં નીકળેલા વિક્રમ રાજા એ ત્રણેય ચોરની ટોળકી પકડી પાડી અને પોતાની ઓળખાણ આપી બધી હકીકત કહી તેથી ચોરો અચંબામાં પડી ગયા પછી ત્રણેય ચોર કેમ બન્યા તે વિશે પૂછ્યું તો દરેકે પોતાની વિતક કથા જણાવી. ચોરો નાં સત્ય આચરણ પર પ્રસન્ન થઇને વિક્રમરાજા એ કહ્યું,’તમે ત્રણેય જણ પોત-પોતાની વિધા ની મદદથી મારા મહેલમાં ચોરી કરવા ગયા ત્યારે અદ્રશ્ય સ્વરૂપે હું તમારી સાથે જ હતો તમે ગુફામાં થી કળશ મુકીને છુટા પડ્યા ત્યાં સુધી હું તમારૂં ધ્યાન રાખતો હતો મે જોયું કે તમે ચોર છો છતાં તમારા માં માનવતા, દયા જેવાં ગુણો છે. મને દુઃખ એ વાતનું છે કે તમે તમારી વિધા નો ગેરમાર્ગે ઉપયોગ કરી રહ્યા છો તમે તેનો સારા કાર્ય માં ઉપયોગ કરો તો સારા નાગરિક બની શકો. મેં પહેલાં બ્રાહ્મણો ને કળશો પાછા આપવાનું વચન આપ્યું છે તો હવે તે ચારેય કળશ લાવીને મને સોપી દો’.

થોડીવાર માં ત્રણેય ચોરો ચારેય કળશ રાજા ને સોંપી દીધાં એટલે વિક્રમ રાજા તેમને પેલાં બ્રાહ્મણો ને ઘેર લઇ ગયા. વિક્રમ રાજા ને સાથે આવેલ જોઇને ચારેય બ્રાહ્મણો એ વિક્રમ રાજા ની ક્ષમા માંગી અને કહ્યું,’અન્નદાતા!આપે અમને ઘણું બધું દાન આપ્યું છે એટલે અમને આ ધન ઝવેરાત થી ભરેલા કળશો ની જરૂર નથી એ તો આપના મહેલમાં જ શોભે!

વિક્રમરાજા એ કહ્યું,’હે બ્રાહ્મણ દેવતા!મને તમારાં બોલવા પર જરાય દુઃખ નથી હું તો દરેક નું ભલાઈ નું કાર્ય સારી રીતે કરતો રહું છું. લોકો નું સાંભળવા બેસું તો મારાથી એકપણ ભલાઈ નાં કાર્યો ન થઈ શકે. હવે તમે લગ્ન પ્રસંગ રંગેચંગે ઊજવો અને જયારે પણ મારી મદદ ની જરૂર પડે તો મારી પાસે આવજો’.

આટલું કહી વિક્રમરાજા ત્રણેય ચોરો પાસે કળશ ઉપડાવીને મહેલે લઈ ગયા ને દરેક ચોરને ચોરી નો ધંધો મુકી પ્રામાણિક ધંધો કરવાની ભલામણ કરી દરેકને એક હજાર સોનામહોરો આપી વિદાય કર્યા. હવે ચોરોનું હ્દય પરિવર્તિત થયુ હતું તેથી તેમણે પ્રામાણિક ધંધો કરીને જીવન વિતાવ્યું. આમ વિક્રમરાજા ની આવા પરગજુ અને વિધાના જાણનાર હોવાથી લખવાનું મન થાય કે,

“હે ઉજ્જૈની નગરી નો રાય, વિક્રમ તે કહેવાય

પરદુખભંજનહાર, પ્રભાવશાળી, તે ચોર ને પણ સજ્જન કરે,

અને બાધા ટાળે સર્વ ની ,ધન્ય ધન્ય વિક્રમરાય.

@જય માં સરસ્વતી@