Raja Vikram ane Vanraj ane Hans books and stories free download online pdf in Gujarati

રાજા વિક્રમ અને વનરાજ અને હંસ

1 - રાજા વિક્રમ અને વનરાજ

“હે પરકાજ કરતો એ કર્મ,વિક્રમ તે મહારાજ

હે મોક્ષદાતા ,પરદુખભંજન ધન્ય ધન્ય વિક્રમ રાય”.

આજ થી ૨૦૭૩વર્ષે પહેલાં માલવ નામનાં દેશમાં ક્ષિપ્રા નદી વહી જતી હતી. આ ક્ષિપ્રા નદીના નામ પ્રમાણે ઉજજૈનિ નગરી પણ ખૂબ જ વૈભવશાળી, પ્રતાપી આ નગરી માં વિક્રમ નામે રાજા રાજ્ય કરતો હતો. કહેવાય છે કે ક્ષિપ્રા નદીને કિનારે આવેલું સ્મશાનમાં આવેલા સિદ્ધ વડમાં બાવન વીરો, ચોસઠ જોગણી, વીર વૈતાળ, કાળ ભૈરવ, મહાકાળી અને ઘણાં બધાં સિદ્ધ મહાત્મા ઓનો વાસ હતો.

હરસિદ્ધ માતાની પ્રસન્નતા અને વિર વૈતાળ ની મદદથી વિક્રમ રાજા ગમે તેવાં કપરાં કાર્ય પાર પાડતાં હતાં. આ એજ વિક્રમ રાજા જે પરદુખભંજન, પરાક્રમી અને દેવાંશી રાજા માનવામાં આવે છે. જેનાં ગુણગાન આજે પણ આપણા પંચાગ માં વિક્રમ સંવત ચાલે છે. તો આ વિક્રમ રાજા ના અદભૂત પરાક્રમ ની વાર્તા જોઈએ.

ઉજજૈનિ નગરમાંશિકારીવનરાજપોતાના પરિવાર સાથે એક ઝુંપડી માં રહેતો હતો. તે જાત જાતના પશુ-પંખીઓ ના શિકાર અને ખેલ કરીને પોતાના પરિવાર નું ભરણપોષણ કરતો હતો. એક સાંજે શિકારે ગયેલો વનરાજ કંઈ શિકાર ન મળવાથી ઉદાસ થઇને એક વૃક્ષ પર ચડી બેઠો. મધ્ય રાત્રી પસાર થતાં તે વૃક્ષ આગળ સૌપ્રથમ નવ માણસો મશાલો લઈને આવ્યા. તેમની પાછળ બીજા માણસો પણ હતાં. તેઓ ત્યાં આગળ ગોળાકાર ઉભા રહ્યા ને થોડી વારમાં ત્યાં આગળ એક અદભૂત દૈવી સિંહાસન ઉપસ્થિત થયું. પછી એક હરણ આવીને તે સિંહાસન પર બેસી ગયું. એ હરણ સામાન્ય હરણ નહીં પણ દૈવી હરણ હતું. તેનાં શિંગડા સોનેરી હતાં અને ડોકમાં નવ રત્નો ની માળા હતી.

દૈવતાઈ હરણે ચારેય બાજુ એ જોયું તો ચમત્કાર થયો અને ત્યાં એક સુંદર મજાની નગરી બની ગઇ. પ્રજાજનો સાથેનું સુંદર હવેલી વાળું નગર!

વૃક્ષ પર બેઠેલો શિકારી વનરાજ આ કૌતુક જોઇ ખૂબ જ નવાઈ પામ્યો હતો. તેને વધુ આશ્ચર્ય એ વાતનું થયું કે સિંહાસન પર પેલું હરણ રાજા ની જેમ દમામ બેઠું હતું એક સેવક તેનાં મસ્તક પર છત્ર ધરીને ઉભો હતો તો બીજો સેવક ચમ્મર ઢોળી રહયો હતો. થોડી વાર માં ત્યાં હરણ સમક્ષ નર્તકી ઓ દ્વારા નૃત્ય-ગાન થવાં માંડયા ને હરણ ગુલતાન બનીને નાચવાં લાગ્યું. હવેતો વૃક્ષ પર બેઠેલો શિકારી વનરાજ પણ મુગ્ધ બનીને ડોલવાં લાગ્યો હતો. સૂર્યાદય નો સમય થતાં હરણે સભા વિસર્જન કરી અને નગર પણઆશ્ચર્યજનક રીતે ગાયબ થઈ ગયું જાણે ત્યાં કંઈ જ નહોતું બન્યું. વનરાજ વૃક્ષ પર થી ઉતરી ને તેની ઝુંપડી એ ગયો તેણે તેની પત્નીને બધી વાત કરી તો તેણીએ એ વાત રાજા વિક્રમ ને જણાવવાની સલાહ આપી.

વનરાજે વિક્રમ રાજા ને એ વાત જણાવી એટલે ખાત્રી કરવા તેઓ રાતના સમયે વનરાજ શિકારીને સાથે લઈ પેલાં વૃક્ષ પર જઇને બેસી ગયાં. તે રાત્રી ના સમયે પણ આગલી રાત્રી ની માફક ત્યાં લીલાં થઈ. વિક્રમ રાજાને આ બધું જોઇને ધણું જ આશ્ચર્ય થયું વિક્રમ રાજા એ બધું સગી આંખે જોયું અને જયારે સૂર્યોદય થવાનો સમય થતાં પહેલાં પેલું હરણ જેવું જવા તૈયાર થયું એટલે વિક્રમ રાજાએ હરણને તીર મારી મારી નાખ્યું પણ દેવતાઈ નગર જેમનું તેમ રહયું, તે સિંહાસન પર જઈને વિક્રમ રાજા બેસી ગયાં.

એવામાં ત્યાં આગળ એક દેવી વિમાન આવ્યું અને પેલાં મરેલાં હરણને ઉઠાવવા દેવદૂતો આવ્યાં ત્યાં વિક્રમ રાજા એ દેવદૂતો ને રોકીને પુછયું,’આ હરણ કોણ છે અને તેને કયાં લઈ જઈ રહ્યા છો?’દેવદૂતો એ કહ્યું,’હે વિક્રમ રાજા!તમે આ દૈવતાઈ હરણ જુઓ છો તે તો પશુ નાં રૂપમાં ઈન્દ્ર નો પુત્ર છે અને શાપને કારણે આ પૃથ્વી પર આવવું પડ્યું તેણે ઈન્દ્ર ને બહુ કાલાવાલા કર્યા ત્યારે શાપનાં નિવારણ માં કહ્યું કે, પૃથ્વી ઉપર રહેલાં ઉજજૈનિ નગરી ના રાજા વિક્રમ ના હાથે તારું મૃત્યુ થશે ત્યારબાદ તને સ્વર્ગમાં પ્રવેશ મળશે અને તેમ બન્યું એટલે અમે વિમાન લઈને તેને સ્વર્ગમાં લઈ જઈ જવા આવ્યા છીએ.

દૈવી વિમાન ગયાં બાદ સિંહાસન પર બેઠેલા વિક્રમ રાજા એ વનરાજ ને કહ્યું,’વનરાજ!હું તારા પર પ્રસન્ન છું, તારી ઈચ્છા હોય તે માંગ…

વનરાજ ઉદાસ ચેહેરે બોલ્યો,’હે રાજા વિક્રમ મેં તમને આ બધી લીલાં બતાવી ને તમે રાજા થઈ બેઠા,હું તો એવો ને એવો જ રહ્યો’. વિક્રમ રાજા એ કહયું,’મારી કયાં ના છે, તું આ સિંહાસન પર બેસી જા’આમ કહીને વિક્રમ રાજા સિંહાસન પર થી ઉતરી ગયા અને વનરાજ હર્ષ પામી સિંહાસન પર બેસી ગયો,પણ પાછો તે ઉદાસ બની ગયો. વિક્રમરાજા ને આશ્ચર્ય થયું, અરે તને રાજગાદી પર બેસાડયો હવે શું બાકી રહયું છે?’વનરાજ બોલ્યો,’મહારાજ, હું ભલે રાજા બન્યો પણ રાજકુળ નો રાજવંશી ન ગણાઉ માટે મને આપની કુંવરી સાથે પરણાવો.

“વચન આપી વિક્રમે,હૈયે ધારી હામ,

કુંવરીને પરણાવતાં ,યશસ્વી થયું નામ

ધન્ય ધન્ય વિક્રમ રાય’’

વિક્રમ રાજા એ મોટું મન રાખીને પોતાની કુંવરીને વનરાજ શિકારી સાથે પરણાવી પછી રાજા બનેલો વનરાજ પોતાને મળેલાં દૈવી રાજયમાં સુખપૂર્વક દિવસો વિતાવવા લાગ્યો…

૨. રાજા વિક્રમ અને હંસ

એક દિવસ રાજા વિક્રમ જંગલમાં શિકાર કરવા ગયાં હતાં. ત્યારે તેણે એક ખેડૂત ને ખેતરની વચ્ચે ઉભો રહી ગોફણ વડે પક્ષીઓ ઉડાડતો જોયો. બિચારા પક્ષીઓ ભયનાં માર્યા ફફડાટ કરતાં આમ તેમ ફાંફાં મારી રહ્યા હતા. રાજા ને આ દ્રશ્ય જોઇને મુંગા પશુ-પક્ષીઓ પર ખુબ જ દયા આવી અને રાજા ને વિચાર આવ્યો કે રાજ્ય ની પ્રજા સુખી અને મુંગા જીવો દુઃખી એ બને જ કેમ?

બીજા જ દિવસે રાજા એ પશુ-પંખીઓ માટે વન-વગડામાં અને ઠેક ઠેકાણે તળાવો, પરબો, હવાડાઓ બનાવી દીધા આથી પશુ-પંખીઓ ને રાહત થઈ ગઈ. દેશ પરદેશમાં રાજા ના આવા ભલાઈ નાં કાર્ય ના કારણે તેની વાત પ્રસરી ગઇ. તે સાંભળીને માનસરોવર માં મોતી નો ચારો ચરતાં હંસોનો આગેવાન તેની પત્ની હંસલી ને લઈ પરોપકારી વિક્રમ રાજા નાં દર્શન કરવા ઉજજૈનિ નગરી માં રાજા ની મહેલની અગાશીમાં ઉતર્યો. રાજા એ હંસ-હંસલી ને જોઇને નવાઈ પામ્યા અને તેઓએ ડોક નમાવી બોલ્યા,’હે વિક્રમરાય!તમારા દર્શન માત્ર થી અમે પાવન થયાં છીએ. અમે માનસરોવર નાં હંસલા છીએ. અહીં માત્ર તમારાં દર્શન કરવા આવ્યા હતા. હવે અમે જઇએ છીએ. વિક્રમ રાજા એ તેમને જવાં ન દિધા અને સારસ્વત સરોવર નાં કિનારે ઉતારો આપ્યો અને એક દિવસ વિક્રમ રાજા એ વિચાર્યું કે,’હંસ પાણી અને દુધને અલગ પાડી દે છે. તેથી ખાત્રી કરવાં માટે બે મોટા કુંડાઓ માં પાણી મિશ્રિત દુધ ભરાવ્યું અને તે બન્ને કુંડા હંસો આગળ મૂક્યાં. વિક્રમ રાજા નજીક ઉભા રહીને તેઓ શું કરે છે તે આતુરતા થી જોઇ રહ્યા હતા.

હંસ-હંસલી એ પાણી તારવીને દૂધ પી ગયા અને પાણી હતું તે કુંડામાં રહી ગયું. આથી વિક્રમ રાજા એ ખાતરી થઈ કે હંસ માટેની લોક વાયકા ખરી છે. થોડા દિવસો પછી હંસો સ્વર્ગમાં પહોંચ્યા અને ઇન્દ્ર સભાના ખંડ પાસે જઇને રોકાયા. હંસ ઇન્દ્ર સભામાં જવા ઇચ્છતો હતો પરંતુ હંસલી એ તેમ કરતાં અટકાવ્યો તો પણ હંસ એકલો જ ઈન્દ્ર સભામાં પહોંચી ગયો અને ઈન્દ્ર રાજા પાસે વિક્રમ રાજા ના ખૂબ જ વખાણ કરવા લાગ્યો તો ઇન્દ્ર રાજા ખુશ થવાને બદલે ક્રોધિત સ્વરે બોલ્યા,’હે પામર હંસ, એક તો તુંમારા દરબારમાં વગર રજા એ આવ્યો અને પાછો મૃત્યુલોક નાં એક માનવીના ગુણ ગાન કરી રહ્યો છે. તે અમારો અપરાધ કર્યો છે તેથી તારે અહીં પિંજરામાં પુરાઇ ને રહેવું પડશે,પછી હું જોવું કે પરદુખભંજન વિક્રમ રાજા તને કેવી રીતે છોડાવે છે?હંસલી ને આ વાત ની ખબર પડતાં તેમણે વિક્રમ રાજા નેબધી વાત જણાવી એટલે રાજા વિક્રમ એ હંસલી ને વચન આપ્યું કે હું જયાં સુધી હંસ ને સ્વર્ગમાં થી મુક્તિ ન અપાવું ત્યાં સુધી આ ઉજજૈનિ નગરમાં પગ ન મુકું આમ કહી ને રાજા તો જંગલમાં નીકળી પડ્યા ત્યાં જંગલમાં ગુફામાં રહસ્યમય સંજોગોલાગતાં તે ત્યાં જ રાતવાસો કર્યો અને મધ્ય રાત્રે એક વિમાન ત્યાં ગુફામાં પ્રવેશ્યું આ સાથે જ રાજા પણ પાછળ ગયાં અને વિમાનનો એક પાયો પકડી લીધો અને વિમાન પાતળ લોકમાં રાજા ને લઈ ગયું અને આ વિમાન માં થી એક દેવ ઉતરી ને શેષનાગ ને કહ્યું,’મહારાજ!અમે સ્વર્ગમાં એક યજ્ઞનું આયોજન કર્યું છે તો તમે આ યજ્ઞમાં પધારો તો શેષનાગ બોલ્યાં,’હે દેવ હું અત્યારે તમારી સાથે ન આવી શકું તેમ છું કારણકે મારો પુત્ર ગુમ થઈ ગયો છે તેની ચિંતા માં છું તે ન મળે ત્યાં સુધી હું બહાર નીકળી શકું તેમ નથી. આ વાત સાંભળીને રાજા વિક્રમ ને એક પ્રસંગ યાદ આવ્યા અને પછી શેષનાગ ને કહયું કે જો તમારા પુત્ર નો રંગ લાલ છે તો તેનુ મૃત્યુ મારા હાથે મેં તેને એક કુંવરી નાં પેટ માથી મારી ને કાઢયો હતો. આ સાંભળી ને પેલી રાજા ના હાથમાં પોટલી જોઈને બોલ્યા,’હેરાજા વિક્રમ આ મારા પુત્ર નાજ શરીરનાં કટકા છે તેથી લાવો અને હું તેને અમૃત દ્વારા સજીવન કરી દીધો અને પછી રાજા વિક્રમ નો આભાર માન્યો અને બન્ને દૈવી વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા અને ત્યાં ઈન્દ્ર રાજા ને પ્રણામ કર્યા ત્યારબાદ રાજા વિક્રમ પર પ્રસન્ન થઈ ને માગવાનું કહયું તો રાજા એ હંસ ની મુક્તિ માંગી અને રાજા વિક્રમ હંસ ને મુક્ત કરાવી બન્ને દૈવી વિમાન માં બેસીને માનસરોવર ગયા તો ત્યાં હંસલી હંસના વિયોગ માં તડપતી હતી તેથી તેની આંખો માં હર્ષના આંસુઓ આવ્યા અને પછી બધા જ હંસો એ રાજા વિક્રમ નો આભાર માન્યો અને રાજા વિક્રમ ઉજજૈનિ નગરી નાં પંથે નીકળી પડ્યાં.

“કહે હંસા, માનવી, એવા થાયે વીર;

વચન પાળે નિજનું,ધર્માત્મા વિક્રમ રાય” .

@જય માં દેવી સરસ્વતી@