Ye Rishata tera-mera books and stories free download online pdf in Gujarati

યે રિશ્તા તેરા-મેરા-1

યે રિશ્તા તેરા-મેરા-1

 

એ ગઇ ગઇ ગઇ...

 

એમ થોડી ન જવા દવ તને.તારે મારી સાથે સાતભવ નિભાવવાના છે.જયદિપ એમ બોલ્યો.

 

ઓહો.....એમ....સાત ભવ ...મહેક બોલી...

 

કેમ તને?...

 

મહેક બોલી જયદીપને રોકતા મને વિશ્વાસ અને પ્રેમ બંને છે.

 

આ કાળા વાદળોથી છવાયેલુ આકાશ,આ રીમઝીમ ટપકતો વરસાદ...આહ...આ વિજળીના ચમકારા....આમ બોલતા જ એક કડાકો થયોને.....મહેક સડસડાટ જયદીપની બાહોમાં ભરાય ગઇ (ડરીને બોલી) જયદિપ મને વિજળીથી ખૂબ જ ડર લાગે છે.....

 

જયદિપે એક હાથ તેના ખભ્ભા પર અને બીજો હાથ મહેકના માથા પર મૂકી બોલ્યો ‘હુ છુ ને!!!મહેક?’

 

મહેક માત્ર એટલુ જ બોલી હમમમમ..

 

થોડીવારના આલિંગન બાદ બંને છુટા પડી બાજુ-બાજુમાં ઉભા રહ્યા.

 

ધોધમાર વરસાદ પડી રહ્યો છે, થોડે થોડે અંતરે કોઇને કોઇ જગ્યા શોધી ઉભું છે.આ બંને પણ એક દિવાલને અટકીને ઉભા છે.જયદિપે મહેકનો હાથ તેના હાથમાં લીધો.એક પ્યારી પપ્પી આપી બોલ્યો મહેક i love you.

 

મહેક બોલી love you too always આગળ બોલી... મને આ ચોમાસુ,વરસાદ અને હરિયાળી ખૂબ જ ગમે છે. એ કશું આગળ બોલે એ પેલા જ

 

જયદિપ બોલ્યો ‘’મને આ બધાની સાથે તુ જોઇએ જ’’.

 

મને આ ચોમાસુ,વરસાદ અને હરિયાળી માત્રને માત્ર ‘તુ હોય’ તો જ ગમે છે.જયદીપ બોલ્યો....

 

મહેક બોલી ‘હુ હંમેશા તારી સાથે જ છુ dear’.

ત્યા જ એક સાઇકલવાળો નીકળ્યો અને જતો રહ્યો.તેને જોઇ મહેક બોલી; આટલા ધોધમાર વરસાદમાં કેટલી સરળતાથી સાઇકલ ચલાવી જાય છે.મને પણ તારી સાથે સાઇકલમાં ફરવુ છે.પણ આટલા ધોધમાર વરસાદમાં નહી.ટીમટીમ બારિશમાં...હો....?

 

જયદિપ મહેકને તાકી રહ્યો છે હમમમ.

 

મહેક ધીમેથી બોલી આમ શું જુએ છે?

 

જયદિપ થોડું શરમાઈને બોલ્યો તને?

 

મહેક શરમાય ગઈ એ બોલી તુ તો મને રોજ જુએ છે, તો પછી આજ આમ તાકી...તાકીને...?

 

જયદિપ બોલ્યો ;પણ આમ તારી સાથે વરસાદમાં હુ પે’લીવાર ભીંજાયો છુ.અને તુ પણ ....તુ સુંદર તો છો જ પણ.......જયદીપ આગળ ન બોલી શકયો.

 

મહેક ધીમેથી બોલી પણ...શુ?

 

જયદિપ મહેકની નજીક જયને, તેનો હાથ તેના વાળમાં હલાવતા તારા આ કાળાવાળ ...પછી જેમ જેમ હાથ ફેરવતો ગયો તેમ બોલતો ગયો.....

 

તારી આંખો,તારુ નાક,તારા આ ગાલ,તારા લાલ હોઠ,(મહેક હવે જયદિપને પૂરેપૂરો મહેસુસ કરવા લાગી)તારો આ દુપટ્ટો અને ...

 

જયદિપ આગળ બોલ્યો તારો આ દુપટ્ટોને ખીલતું યૌવન.એમ કહી વળગી પડ્યો મહેકને!!!!!!!!મહેક પણ જયદિપના એહસાસને માણી રહી.જયદિપની કિસનુ હરખ ભેર સ્વાગત કરતી રહી.જયદિપે મહેકને વધારે નજીક ખેચી ને અકડુ બની huge આપ્યુ.બંનેનો નજીકનો પ્રથમ એહસાસ,બંને માણી રહ્યા......આ વિજાતીય આકર્ષણ કેમેય કરીને રોકાતું ન હતું.આ ઉંમર જ એવી છે કે ન કરવાની ભૂલ થઈ જાય.

 

થોડીવારે વરસાદ ધીમો પડ્યો.

 

મહેક ધીમેથી હલકો ધક્કો મારતા બોલી જયદિપ બસ..... મને છોડ.....

 

જયદિપ જાણે મહેકનો વિરોધ કરતો હોય એમ..બોલ્યો છોડવા માટે નહી.તને તો આમ પ્રેમ કરવા માટે જ.....

 

મહેકે પોતાનો દુપટ્ટો સરખો કરી બોલી ચલ હટ.પછી પોતાના એકટીવા પાસે ગઈ જયદીપને જવાનો ઈશારો કર્યોને પોતાનું એકટીવા લઇ ઘર તરફ નીકળી ગઇ.જયદિપ પણ જતો રહ્યો.

 

 

થોડીવારમાં જ મહેકના મોબાઇલમાં મેસેજ આવ્યો.મહેક કામમાં છે  એટલે recived ના કરી શકી.થોડીવાર પછી બીજો...ત્રીજો...ચોથો.....પૂરા 30 મેસેજ. Whatsapp માં આવી ચુક્યા.

 

મહેક એકલી જ રહે.આથી ઘરનુ કામ, રસોઇ, ઓફિસ આ બધુ જ જાતે મેંટેઇન કરવુ પડે.કામ કરીને થાકી ગય તો સુઇ ગય.

 

સામે છેડે તેના મેસેજના reply ની કોઇ રાહ જોતુ હતુ.મેસેજ પહોચી ગયા.પણ read ન તા થયા.એ વ્યક્તિને નીંદર કેમ આવે જેના 30-30 મેસેજ પહોચી ગયા પણ read ન થયા હોય? ને reply પણ ન આવે તોશુ થાય?તેની હિંમત ન ચાલી કે call કરે.તે માત્ર વરસાદી માહોલમાં ગેલેરીમાં બેઠા-બેઠા ઇંતઝાર કરી રહ્યો.

 

એ પલને ફરીવાર મહેસુસ કરી રહ્યો. વિચારી રહ્યો કેવો સુંદર!!! એ સ્પર્શ હતો.પહેલી વાર હું તેને અક્કડ બની વળગી પડયોને તેનું યૌવન મને સ્પર્શતું રહ્યું...શાયદ લોકો એટલે જ પોતાના પર કાબુ નહીં રાખી શકતા હોય.?

 

પણ ભૂલ ન કરવી જોઈએ. એ ખોટું છે.પ્રેમને કાબુ નજીક ગયા પછી મુશ્કેલ છે,અઘરું પણ.જરૂરી પણ...એટલું જ.

 

સાંજના 5 વાગી ગયા.મહેકે આંખ ખોલી.અધખૂલી આંખો એ mobile હાથમાં લીધો. Whatsapp open કર્યુ.પૂરા 30 મેસેજ unread પડ્યા.તેની આંખો ફાટી ગઇ.ગાદલામાં બેઠી થઇ ગઈ,શેટીને ટેકો આપી read કરવા લાગી.

 

sorry

2.sorry sorry sorry sorry again....

3.હુ મારી ભુલ સ્વીકારુ છુ.

 

4.ખરેખર મારે થોડો કાબૂ રાખવો જોઇએ પણ...

sorry yaar

 

 

6.હવે,હુ ધ્યાન રાખીશ.

 

.

 

.

 

.

 

30.શુ તુ મને આના માટે માફ કરી શકીશ?હુ તને ખરેખર ખૂબ જ પ્રેમ કરુ છુ.તેમ જ બીજા છોકરાની માફક body....વાળો પ્રેમ નહી.હુ તને ચાહુ છુ,તારા વિચારોને ચાહુ છુ,તારી સમજણને ચાહુ છુ,અને છેલ્લે દરેક પુરુષની માફક તારી ખૂબ સૂરતીને...તારા સ્પર્શને... તારા એહસાસને.... તુ મને માફ કરી દેજે sorry.

 

મહેક એકલી-એકલી જ ખડખડાટ હસી પડી.....

 

મહેકે reply આપ્યો;જયદિપ,,,,,,ખરેખર આજે તે મારો વિશ્વાસ તોડ્યો છે. તેની કિંમત પણ તારે જ ચુકવવી પડશે.હુ તારી સાથે વાત નહી કરુ......bye bye....

 

મહેક મેસેજ ટાઈપ કરતા કરતા હસી રહી છે...

 

ફરી ક્યારેય .....કોઈ મેસેજ,કોલ કે મળવાનું નહીં....

 

પછી મહેકે નેટ બંધ કર્યુ.mobile sweech off.પછી પાછી ખડખડાટ હસતાં હસતાં બોલી મિસ્ટર આજ તો જાતે જ ગાળિયો ગળામાં લીધો છે.મને ખોટું લાગ્યું એવું વિચારીને...પાછી હસવા લાગી.

 

જયદિપની હજાર કોશિશ,એક કલાકની મેહનત,આ બધાની વચ્ચે 6;30 થઈ ગયા.જયદિપ પોતાની જાતને ધિક્કારવા લાગ્યો.તેણે જે કર્યુ તેનાથી મહેકને આટલું બધુ ખોટું લાગ્યુ. જયદિપની દુનિયામાં આ બધુ સામાન્ય છે.

 

તે એક અમીર મા-બાપનુ સંતાન અને અમીર મા-બાપની છોકરીઓ અને છોકરાઓ તો થોડી ઘણી નહી બોવ બધી છુટ લેતા,છોકરીઓ તો પોતાના bf ને ખુશી ખુશી પોતાની જાતને સોપી દેતી. એવુ પણ જયદિપે ક્યાક જોયેલુ.બધા સરખા પણ નથી હોતા.કોઈ પણ દુનિયા હોય.અમીર,મધ્યમ કે ગરીબ.

 

તેણે તત્કાલ નિર્ણય લીધો.સીધો મહેકના ઘરે.સીધો ત્રીજા માળે, લીપ હતી પણ ઉતાવળમાં ભુલી ગયો અને કરોડપતિ બાપનો નબીરો ફટાફટ ત્રણ માળ ચડી ગયો.

 

ડોર બેલ વાગી...

 

મહેકે દરવાજો ખોલ્યો.જાળીની બીજી બાજુ જયદિપને અંદરની બાજુ મહેક..

હવે,મહેક જાળી ખોલતા જ બોલી અરેરે!!! જયદિપ તુ?..આમ.....?

 

ત્યા તો જયદિપે જાળી ખુલી રાખી દરવાજો બંધ કરી દીધો અને બોલવા લાગ્યો.

 

મહેક i am sorry

 

હુ પણ એ કરોડપતિ બાપના નબીરા જેવો બની ગયો કે તને આ...રીતે વરસાદમાં...

 

જયદિપ આટલું બોલ્યો પણ પોતાની નજર ઉંચી ન કરી શક્યો.મહેક તેના બંને હાથ વડે તેનો ચહેરો ઉંચો કરી બોલી...

 

એ પાગલ...હુ તો મજાક કરતી હતી....

 

મહેકે તેની દુપટ્ટો ફેકી દીધોને બોલી એ વરસાદવાળી ઘટનાને તુ ફરીવાર......

 

જે છોકરા સાથે હુ 5-5 વર્ષથી છુ.જેના પ્રેમમાં છુ.હુ એકલી છુ,છતાય તેણે મારા ઘર પર આવવાની કોશિશ નથી કરી,ઓફિસમાં એક કેબીનમાં હોવા છતા મારો ઉપયોગ નથી કર્યો,મારા શરીર સાથે કોઇ પણ પ્રકારની છુટ નથી લીધી,તેની માત્ર આટલી હરકતથી છોડી દઉં?.......?

 

એટલી હું નાદાન નથી..એટલો તો તારો હક છે...અરે...તુ પણ એક પુરુષ છે.!!! તુ આટલી નાની વાતમાં આટલી મોટી ગીલ્ટી કેમ ફીલ કરે છે?

 

આર યુ મેડ?

 

મને તારા પર વિશ્વાસ છે....જયદિપ...મારા શ્વાસ કરતા વધારે....મહેક જયદીપને પકડીને બોલી રહી...

 

જયદિપે દુપટ્ટો લઇને મહેકેને ઓઢાડી બોલ્યો; ‘’મહેક;મારા પર હંમેશા આટલો જ વિશ્વાસ રાખજે’’ હુ તારી દિલથી ઇજ્જત કરુ છુ અને આવી મજાક...

 

ક્યારેય નહી કરુ બસ મહેકે જયદીપનું અધૂરું વાક્ય પૂરું કર્યું.

 

તુ જમીને જ જે મહેક બોલી.

 

જયદિપ.સલામ કરી બોલ્યો oky m’m

 

મહેક હુકમ કરતા બોલી હું જમવાનું બનાવીશ પણ તુ મારી help કરીશ તો જ !!!!

 

જયદિપ મહેકના હુકમનું પાલન કરતો હોય એમ નરમાશથી બોલ્યો  ok m’m આપ જેમ કહો તેમ.

 

જયદિપ અને મહેક રસોઈ બનાવે છે.જયદિપ અમીર માતા-પિતાનુ સંતાન અને મહેક એક સામાન્ય વર્ગ માંથી આવતી એજ્યુકેટેડ,& ગામડાની છોકરી.જયદિપ હંમેશા કોફી જ પીતો પણ મહેકના સંગાથે તે ચાય પીવા લાગ્યો.

 

મહેક પ્રેમથી બોલી જયદિપ આપણા લગ્ન પછી હુ ચાય બનાવતી હોય,.તું સવાર-સવારમાં ન્હાયને બહાર આવે અને મને ખબર ના હોય તેમ પાછળથી જકડી લે અને હું આહ્હ્હ...કરું  અને તુ પૂછે દાઝી ગઈ....?હુ કહુ ના... તેમ છતાંય તુ મારી આંગળી પર ફૂક મારે,કિસ કરે.....

 

જયદિપે મહેકને પાછળથી જકડી બોલ્યો  અચ્છા મે’મ આવુ કે ?

 

મહેક જયદીપને મીઠો ધક્કો મારી જયદીપ સામે ફરી  કહ્યું યસ બોસ, હુ અને મમ્મી રસોઈ બનાવતા હોઇએ અને તુ છુપાય છુપાયને મારા ચાળા કરતો હોય.....

 

જયદિપનું હવે છટક્યું........એટલે તું મારા મમ્મી સાથે એક kitchen માં રસોઈ બનાવીશ એમ?એ આશ્ચર્ય સાથે બોલ્યો...

 

આ બધુ ફિલ્મમાં હોય પાગલ...મહેકને કપાળ પર આંગળીના ટેરવેથી સહેજ ધક્કો મારતા કહે.....

 

સાચુ તો સાસુ વહુ ભેગા રહે જ નહી.બે માળ હોય તો ઉપર-નીચે,બાજુ-બાજુમાં યા તો થોડા-થોડા દુર જ રહેતા હોય સમજી.

 

(આ નાદાન છોકરાને શું ખબર કે મહેકની દુનિયામાં તો સાસુને વહુ સાથે જ રહે છે અને અલગ થાય તો ગામના બધા વાતો કરે,ઠેકડી ઉડાવે અને અપ શબ્દ બોલે...)જયદિપ મહેક ઉપર હસે છે.

 

મહેક હવે ગુસ્સે ભરાઈ ગઈ,હુ તારા મમ્મી-પાપાને નહીં રાખુ તો કોણ રાખશે?

 

પછી થોડી સ્વસ્થ થઇને બોલી જો જયદિપ બે છોકરા હોય તો માતા-પિતા નાના છોકરા ભેગા રહે યા તો બંને સાથે થોડો-થોડો સમય રહે,જેને જરુરિયાત વધુ હોય ત્યા રહે એવુ હોય....બરાબર,પણ તુ તો એક જ છે સારુ છે એક જ છે મમ્મી-પાપા.....હંમેશા મારી સાથે જ રહેશે...?એ ખુશ થતા બોલી રહી...એમ પણ છોકરા તો એ જ સંભાળેને?

 

જયદિપ વિચારતો હતો કે આજકાલની છોકરીઓ ને એકલો છોકરો હોય ત્યા જ મેરેજ કરવા એટલે કરોડોની સંપતિની માલિક એ એકલી બને ખરેખર અમીર માતા-પિતાના સંતાન જેવા જ આના પણ વિચાર છે પણ થોડી મર્યાદામાં રહે છે....મહેકના પાછળના શબ્દો તો જયદિપે સાંભળ્યા જ નહી કે સારુ મમ્મી-પાપા હંમેશા....છોકરા રાખશે.

 

આજ સુધી જયદીપ મોટો થયો.પરિવાર તૂટતાં જોયા છે.દીકરાની વહુ એ સાસુ-સસરાને કાઢી મુક્તા જોયા છે.એક પરિવારમાં એક સાથે નહીં.જયદીપ જે વાતાવરણમાં ઉછર્યો એ બહુ જ અલગ છે.મહેકના ઘરનું ગામડાનું વાતાવરણ પ્રેમથી ભરેલું છે.

 

મહેકને એવુ લાગ્યુ કે જયદિપનુ વાતમાં ધ્યાન નથી એટલે તેણે જોરદાર ધક્કો માર્યો જયદિપને જયદિપ આ ધક્કાથી બે-ત્રણ ડગલા પાછળ ખસી ગયો....મહેક તેને પકડવા જતા ઓયે...ઓયે પડતો નઈ...

 

જયદિપ  વિચારોમાંથી બહાર આવી બોલ્યો ..ok બોલ શુ?

 

મહેક આગળ બોલી સારુ, તુ એક જ છે.મમ્મી-પાપા હંમેશા મારી સાથે જ રહેશેને? આપણા બાળકો રાખશે અને હા, પેલો છોકરો આવશે તો પણ આપણે બે સંતાન તો કરવાના જ છે.

 

બીજુ તમારા અમીર લોકોમાં બાળકો માટે અલગ રૂમ હોય છે. એમ આપણા ઘેર નહી હોય, એમ થોડા નાના ભૂલકાને એકલા સૂવા દેવાય? રખેને કશુ થાય તો? ના, ના એમ નહી; તારા મમ્મી પાપા સાથે જ આપણા બાળકો સૂઇ જશે. એમ પણ આપણા બાળકો થાય પછી, શું દાદા-દાદી એકલા એકલા સુવે એ થોડુ સારુ ન લાગે?

 

એટલે આપણા બાળકો મમ્મી-પાપા સાથે final....મહેક રાણી એ પોતાનો નિર્ણય સંભળાવી દીધો....

 

જયદિપ આગળ આશ્ચર્ય સાથે બોલ્યો એટલે તું તારા બાળકોને મારા મમ્મી-પાપા પાસે સુવા મોકલીશ?

 

મહેકે ફરીવાર ધક્કો માર્યો, ફરીવાર જયદિપને પડ્તો નહી કહ્યુને બોલી; તે મારે સવારમાં નાસ્તો, ઓફિસ,રસોઈ અને બાળકો. "હુ તે કાઈ મશીન છુ કે તુ ગોળ-ગોળ ફેરવે ને હુ ફરુ?"

 

તારા મમ્મી-પાપાને શું કામ ને જવાબદારી હોય તે આપણા છોકરા પણ ન રાખી શકે?

 

અને હા હુ, મારા બાળકો ને પૂરા બે વર્ષ આજુબાજુ ફિડિંગ કરવી, બરાબરને?

 

જયદિય ફરી આશ્ચર્યથી બે વર્ષ? પણ આજકાલ તો છોકરીઓ 6મહિના જ...

 

મહેકે ફરીવાર ધક્કો.......ને બોલી લે તે કાંઈ તારી મોજ માટે કે મારા શરીર માટે મારા બાળકોને હુ ફિડિંગ ન કરવું. એવુ નહી બને હા? અત્યારથી જ કહી દઉં છુ આગળ માથાકુટ મને નહી પોસાઈ હા.....મહેક મીઠો ઠપકો આપી રહી.

 

આ બધુ સાંભળી જયદિપ બોલ્યો કેટલુ સરસ સ્વપ્ન છે નઈ મહેક?

 

મહેક કશુંક વિચારતી હોય એમ બોલી  હા, અત્યારે તો સપનુ છે પણ થોડા સમય પછી હકીકત હશે?

 

મારા પાપા એમ કહે છોકરી ભાગી જાય તેના કરતા એ કહે ત્યા મેરેજ કરી દેવાય. કેમ કે અમારા ગામમાંથી 4-5 છોકરીઓ ભાગી ગઈ તો તેના માતા-પિતાને નીચા જોયા જેવુ થયું ,

 

પછી મારા પાપા એ ગામ ભેગુ કરી વાત કરીને પેલી પરવાનગી મને આપી કે મારે જ્યા લગ્ન કરવા હોય ત્યા કરી આપશે. મારા પાપા પાછળ ૮૦% એ છુટ આપી છે.

 

આ બધુ બોલતી મહેકને જયદિપે એટલી જોરથી ખેચીને વળગી પડ્યો કે મહેકથી ચીસ પડાઈ ગઈ પછી. જયદિપે તેના બંન્ને હાથ થોડા લૂઝ કર્યા કેમ કે મહેક જે બોલતી હતી જયદિપે ક્યાય જોયુ ન હતુ.

 

અમીર બાપનો દિકરો લગ્ન કરે કે અલગ કે બહાર ધંધા માટે જતો રહે. તેના સંતાનો પણ દાદા-દાદી પાસે ન આવવાદે કેમ કે લાડલડાવે તો પાછા જિદ્દી બની જાય કે શાળા એ ન જવા માટે જીદ કરે.આ બધુ તેની મમ્મીને ન પોસાઈ એટલે એક મેહમાનની માફક બાળકો દાદા-દાદી પાસે જાય ને આવતા રહે.

 

જયદિપ પ્રેમથી બોલ્યો હુ પણ તુ ઇચ્છે છે એમ જ ઇચ્છુ છુ મહેક. 3-4 કલાક પછી જયદિપ જતો રહે છે આ ઘટનાને એક week પછીની વાત છે એક દિવસની...

 

જયદિપના ટેબલ પર એક લેટર પડ્યો છે.તે લેટર એ આવીને તરત જ વાંચે છે તે ખૂબ જ ખુશ થય જાય છે.થોડીવારમાં મહેક આવે છે કે તે મહેકના ગળામાં હાથ પરોવી કહે એક પાર્ટી હો જાયે મેડમજી????

 

મહેક આશ્ચર્યથી બોલી કે...મ!!!!!

 

જયદિપ બોલ્યો  સિલ્વર યુનિર્વસિટીમાંથી લેટર છે અને તને એક વર્ષના તારા કોર્સનું એડમીશન મળી ગયુ છે.!!!

 

મહેક ઉછળતા બોલી wow!!!!!!! જયદિપ, જયદિપ તારી અને તારા મમ્મી પાપાની ઇચ્છા પૂરી થઈ...જયદીપને હગ કરી રહી....

 

જયદિપને વિચાર આવ્યો;આટલી ખૂશીમાં પણ તેને મારા મમ્મી-પાપા યાદ આવે છે ખરેખર ત્યા જવાની અને નોલેજ મેળવવાની ઇચ્છા તો તેની પણ હતી જ... ખરેખર આનાથી વધારે સારી છોકરી મારા વર્ગમાં મને ન મળે એ પાક્કુ.

 

જયદિપે તેને વધારે નજીક ખેચીને congratulationsકહ્યુ ને huge કરી રહ્યો.

થોડા સમયમાં બોવ બધી તૈયારી કરવાની છે. મહેકે તેના મમ્મી- પાપાને કહ્યુ તે પણ ખુશ થયા ગયા અને દિકરીને જોઇતી વસ્તુની તૈયારી કરવા લાગ્યા. મહેક બીજા જ દિવસે ગામડે જતી રહી ત્યાથી જોઇતી વસ્તુ લીધી, બાકીની તૈયારી જયદિપે અને તેના મમ્મી-પાપા એ કરી.

 

બે દિવસમાં એ પાછી આવી જયદિપે માત્ર ચાર જ દિવસ તેના સાથે મન ભરીને દિલ ભરીને વીતાવ્યા. એ પણ respect થી... આખરે મહેકને જવાનો દિવસ આવી જ ગયોને જયદિપ અને તેના મમ્મી-પાપા છોડવા ગયા.

 

ત્યારે જયદિપે કહ્યુ મહેક હુ તને ત્યા અભ્યાસ માટે મોકલું છુ નહી કે મારી યાદમાં ...હેરાન થવા. એક વર્ષ આપણા વચ્ચે contect નહીં હોય પણ heart connection રહેશે જ.તું  જ્યારે સિલ્વર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી આવે ત્યારે તારા હાથમાં વિદેશીઓના દેશમાં તારુ રાજ એટલે તારો નંબર 1 થી 5 માં છે એવું રિઝલ્ટ જોવે.

 

મહેક બોલી ઓકે એમ જ થશે. રડતી આંખો એ તે ઉડી ગઈ.. વાદળાઓના દેશમાં.......

 

જયદિપના શબ્દો યાદ રાખી એ અભ્યાસમાં લાગી ગઈ. અહીં, જયદિપ બીઝનેસમાં લાગી ગયો.બન્ને એકબીજાને યાદ કરે.પોતપોતાનું કામ કરે.એકબીજા સાથે વિતાવેલો સમય યાદ કરે....સમય પસાર કરે....

 

  • ●●

 

એક વર્ષ જતું રહ્યુ.પ્રેમીઓ માટે અઘરું હોય છે આમ દૂર રેહવુ.વિયોગ સેહવો અઘરો પડી જાય છે.મહેકને exam આવી તેને વિચાર આવતો હતો કે એક call કરીને જયદીપની wish મેળવી લે પણ પછી વિચાર આવે... ના હુ તેને મારા result ની surprise આપીશ.

 

તેણે exam આપી...પછી resultની રાહમાં 1 મહિનો એ વિદેશીઓના દેશમાં જયદીપને યાદ કરતા ફરી....અને result પણ જયદીપને ગમતુ લઇ આવી 2જા નંબર સાથે તેને નવાઝવામાં આવીને પોતાના ડૉક્યુમેનટસ લઇને છૂ ઉડી પડી જયદીપ પાસે સીધી જ ગોલ્ડનસીટી.

 

જયદીપની ઓફિસ સામે.કોઈ જ સામે જોયા વગર સીધી જ second flor પર જયદીપની એમ નહી, બંનેની કેબીન સામે,ધડામ દઇને દરવાજો ખોલ્યોને ઉભા રહેલા જયદીપને બાથ ભીડી ગઈ.

 

જયદીપ...જયદીપ...જયદીપ..... ... my result is second number at silver univesity.

 

પાર્ટી હો જાયે.......

 

જયદીપે ધક્કો મારી મહેકને દૂર કરી.ગુસ્સામાં ખૂબ જ લાલચોળ થઈ,આંખો મોટી કરી બોલ્યો...

 

યાદ છે તને ..એ દિવસે તે મને મારેલા બધા જ ધક્કા?તારા ઘર પર..વાત કરતાં-કરતાં...

 

મહેક અદબવાળી બોલી મિસ્ટર હું મજાકના મૂડમાં બિલકુલ નથી, હુ આવી તેની ખુશીના બદલે ધક્કા યાદ કરે છે.હું એક વર્ષે પછી આવી છું.મેં તને ખૂબ જ મિસ કર્યો.એ વિદેશીઓના દેશમાં એકલા રહેવું આપડું કામ નહીં.... પાછી વળગી પડી.

 

પાછો ધક્કો માર્યો જયદીપે, તે મને મારેલા એ બધા જ ધક્કાનો હિસાબ હુ લઇશ.એ ફરીવાર ગુસ્સાથી બોલ્યો.

 

તે લે જે ને હિસાબ દરેક ધક્કાનો કોણ ના પાડે છે?

પણ અત્યારે મને દિલભરીને તને માણી લેવા દે;મહેક એક વર્ષ દિવસે ગાંડી બનીને આવી.જયદીપ વગર.મમ્મી-પપ્પા ભાઈ બધાએ કોલ થતા પણ જયદીપે ના પાડેલી એટલે કોન્ટેક વિહોણી પાગલ બની ગયેલી મહેક જયદીપ વગર.

 

પાછી વળગી પડી. જયદીપે પાછો ધક્કો માર્યોને કહ્યુ please mahek don’t tuch me and this is my feance nirva.....

 

મહેક what? તેના હદયમાં ધ્રાસકો પડ્યો,ધબકારા વધી ગયા,શ્વાસ ચડી ગયો,આંખે અંધારા આવી ગયા,આંખોમાં જળજળીયા આવી ગયા, પગ નીચેથી જમીન જાણે ખસી ગઈ.

 

તેમ છતા એ રડતા રડતા બોલી બાર મહિનામાં તુ આટલો બધો બદલાય ગયો કે તે એંગેજ પણ કરી લીધી.પ્રેમ મારી સાથે અને સગાઈ કોઇ બીજી.....

 

જયદીપ અક્કડ બની ઉદ્ધતાઈથી બોલ્યો મહેક તે મને પ્રેમ કર્યો એ જ શાયદ, કહી શકાય તારી ભૂલ.આખરે હું પણ કરોડોમાં ઉછરેલો એ છોકરો છુ જે મોજ શોખનો દીવાનો છે.છોકરીઓમાં પણ રસ છે.

 

તારી પાસેથી મને ક્યારેય કશું જ ના મળ્યુ.જે મારે લગ્ન પેલા જોઈતું હતુ. પણ તુ તો અસુલોનું પૂછડું  નીકળી. ક્યારેય મારી જરુરિયાત ના સમજી.તારા બાપ પાસે છે શું? એ તાડુંક્યો.

 

તારા અને તારા ભાઇ સિવાય? નિરવાના પાપા 5 compny ના માલિક છે અબજોમાં રમે છે નિરવા. તારા અસુલો મેરેજ પેલા આ નહીં પેલું નહીં. જો આમ કરીએ તો મેરેજ પછી સસ્પેંસ શું રહે જયદીપ.?

 

આજે હુ 4-5 છોકરીઓ સાથે ફરું છુ અને એ બધી મારા બેડ સુધી આવે છે અને નિરવાને કોઇ પ્રોબ્લેમ નથી.

 

મહેક પોતાના કાન પર હાથ મૂકી બોલી બસ....હુ વધારે એક શબ્દ પણ સાંભળવા માંગતી નથી.હુ સમજી ગઈ.તુ શુ કેહવા માંગે છે?

 

જયદીપ આખરે તુ પણ.........બસ ભગવાનનો આભાર માનુ છુ કે હુ તારો શિકાર ન બની. એ રડતી રડતી સીધીજ ઓટોમાં સામાન લઈને ઘરે.

 

એ છોકરીની સ્થિતી અકલ્યીય છે, તેના આંસુ,તેનુ દુઃખ અને 4-5 છોકરીઓ..... આ વાતે તેનુ હદય વખોડી નાખ્યું.કાચના ટુકડા વેરવિખેર થઈ જાયને પછી ભેગા કરો તો વાગે; એમ મહેકનુ દિલ એક સમયે આંનદ આપતુ એ જ ખુચવા લાગ્યુ.

 

તેની આંખોમાંથી આંસુ નહી લોહીની ધારા વહી રહી હોય એટલો વલોપાત છે...ઓટોવાળો બધુ જોય રહ્યો કશુ જ ન બોલ્યો અને મહેકને જવું છે ત્યા છોડી આવ્યો.મહેકના બાજુવાળા એ ઘર સાફ રાખેલુ તેણે માસીને વાત કરેલી એટલે સીધી જ દુનિયાનો છેડો ઘર એમ પોતાના ઘેર જઇને, બેડ પર પટકી પડી.હદયફાટ રડ્તી રહી.......

 

Continue with me next episod