ye rishta tera-mera - 10 books and stories free download online pdf in Gujarati

યે રિશ્તા તેરા-મેરા-10

10

"ઇશ્વરને પણ શુ વેર હશે ખબર નહી,

હતી એટલી ઇજ્જત સ્ત્રીને જ આપી."

કામથી થાકેલીને લોથપોથ થયેલી મહેકને પ્રિયા ગિફ્ટ શોપમા લઇને ગઇ.આ ગોલ્ડેનસીટીનુ મોટુ ગિફ્ટશોપ.મોટા માણસો આવેને આ ગિફ્ટ પર પૈસાનો વરસાદ કરે.ચારેબાજુ ગિફ્ટની એવી ગોઠવણ કે જોતા જ આંખોને સંતોષને દિલને સુકુન મળે.મનને શાંતિને વિચારોને વેગ મળે.

Every day new gift .... Shopનું નામ

આવનારનુ સ્વાગત કોઇ પણ કોલ્ડીંક્સથી થાય.શોપમા એંટ્રી થાવ એટલે કોઇની જરુર જ ન પડે ગિફ્ટની એવી ગોઠવણ કે ભાવ સાથે વસ્તુ તમે જોઇ શકોને તમે જ તેના સ્થાને પરત ગોઠવી પણ શકો.મોટી જગ્યામા આ શોપ.તમામ પ્રકારની ગિફ્ટ મળી રહે.

પ્રિયા એ જરા હટકે બુકે જોયો એ બોલી ;મહેક આ બુકે કેવો છે.?

મહેક હાથથી સરસ બતાવી બોલી બેસ્ટ...ધી...બેસ્ટ.

[પ્રિયા સાઇડમા રાખે છે.એક પછી એક એમ બધી જ ગિફ્ટની ખરીદી થઇ જાય છે ને પેકીંગ કરીને આપેલા એડ્રેસ પર પહોચાડવા માટે કહીને બંન્ને જતા રહે છે]

મહેક થાકી ગઇ છે.તે અંશને કહે છે કે તે ઘેર જમવાનુ નહી બનાવે.તે બહારથી જ જમવાનુ લઇ આવે છે.

અંશ મહેકના વાળમાં તેલ લગાવતા બોલ્યો થાકી જવાય છે ને?

મહેક બોલી હમ્મ.

અંશ પ્રેમથી બોલ્યો તું ચિંતા ન કરતી થોડા દિવસ બહારથી જ જમી લઈશું.

મહેક બોલી હમ્મ.

અંશ કહે તું બોવ ના વિચારતી હવે લોકો બોવ બીમાર નથી પડતા એટલે મારે કામ પણ ઓછું રહે છે.

મહેક બોલી હમમ.

 

અંશ હવે જોરથી બોલ્યો શુ હમમ હમમ.કશુંક તો બોલ.

મહેક અંશ સામે ફરી બોલી તું મારા કારણે હેરાન થાય છે ને? મહેકની આંખોમાં જળજળીયા આવી ગયા.

અંશે મહેકનો હાથ પકડતા કહ્યું તને કોણે કહ્યું?

મહેક ધીમેથી બોલી હું સમજી શકું છું.તારે મને કહેવાની જરૂર નથી.

અંશ બોલ્યો ખુશ થતા હું તારા હાથનું બોરિંગ જમવાનું જમીને એમ પણ કંટાળી ગયો તો સારું થયું પ્રિયા તને રોજ લઈ જાય છે.

મહેક અંશની નજર સામે નજર માંડી બોલી મને ખબર છે તું મજાક કરે છે.

અંશ બોલ્યો મહેકના કપાળ પર કિસ કરતા આઈ લવ યુ.

મહેક અંશના બન્ને હાથ પકડી બોલી આઈ લવ યુ....

હવે,મહેકને છેક લગ્ન સુધી ડી ના ઘેર જવાનુ છે.ડીનુ બીહેવ બોવ મસ્ત છે,એટલે મહેક ન જાય તેવુ કશુ છે જ નહી.હવે,બંન્ને ડી ને લઇને નિશ્ચિંત થઇ ગયા.

આજે ત્રીજો દિવસ મહેક ડી ના ઘેર પહોચી.તે પ્રિયા પાસે ઉપર રૂમમા જ જતી હતી કે સીડી પર

જયદિપ પાછળથી બોલ્યો મહેક....

મહેક પાછળ જુએ છે પછી કશુ બોલ્યા વગર સામે જુએ છે પછી સીડી ચડવા લાગે છે.

જયદિપ પાછળ જ હોય છે ને બોલે મહેક...તુ હજુય નારાજ છે.?

મહેક પાછળ ફરી સહેજ ગુસ્સામાં બોલી કામ સિવાય મને ન બોલાવો તો મને ગમશે સર.પછી મહેકે મો મચકોડયું.

જયદિપ પોતાના હાથમાં રહેલા મોબાઈલમાં જોઈ બોલ્યો પણ આમ 5;30 તુ એકલી અહીં કે અંશ પણ છે? જયદીપે મહેકની ચિંતા કરતા પૂછ્યું.

મહેક ગુસ્સામાં બોલી હમ્મ્મ્મ...તારા જેમ ડી પણ મારા ગળે વળગ્યો છે.

જયદિપથી હસાય ગયું પછી બોલ્યો ;કેમ?

મહેક અનિચ્છતા છતાંય બધી જ વાત કરે છે.

જયદિપ ધીમેથી બોલ્યો ;હમ્મ...ખરેખર બોવ અઘરુ છે આમ પ્રિયા માટે...

મહેક જયદીપની વાતમાં સૂર મિલાવતા બોલી જી....પણ શુ થાય? અમૂક વ્યક્તિ બીજાને હેરાન કરીને જ ખુશી મેળવી શકે છે ખરુને?

જયદીપને સંભળાવતા બોલી.

જયદિપ જાણે સમજ્યો જ નથી એમ રાખ્યું ને બોલ્યો ;હમ્મ..પણ આમ તુ અહીં એકલી...

મહેક બોલી હુ મારુ ધ્યાન રાખુ છુ ને યાદ કરાવી આપુ અંશ જીવિત છે..તા..રે..ચિંતા કરવી નહી.

જયદિપ થોડો નિરાશ થઈ બોલ્યો મારો હક પણ નથી.

મહેક અક્કડ બની બોલી ;ચોક્કસ,તુ હક ગુમાવી ચુક્યો છે પણ થેંક્સ.

જયદિપ બોલ્યો એ પાછુ વળી કેમ?

મહેક બોલી તે મને ડી વિશે જણાવેલુ તે સાચુ.. યાદ છે તને?

જયદિપ ડરી ગયો.તેણે ડરીને પુછ્યુ તને ડી એ મજબૂર તો નથી કરીને?

મહેક બધી જ વાત કરે છે.ચિંતા ન કર.મને ડી એ મજબૂર નથી કરી.

મહેકે જયદીપ સાથે વાત કરી તેનું એક જ કારણ જપદીપે અગર ડી નો પરિચય ન આપ્યો હોત તો ડી મહેક જોડે ગુંડાગીરી કરેત. પણ એ બચી તેનું કારણ જ જયદીપ છે.એટલે એ જયદીપને સંભળાવવા પણ બોલી.

જયદિપ ઉંડો શ્વાસ લઈ હાશકારો કરતા શ્વાસ  છોડી ; ઓકે...

મહેક બોલી જયદિપ

જયદિપ બોલ્યો ધીમેથી ;બોલ

મહેક ધીમેથીને ડરતા ડરતા બોલી મને તારો માત્ર એક સા....થ જોઇ...એ...છે.

જયદિપ પ્રેમથી મહેક સામે જોઈ બોલ્યો બોલ.

 

મહેક ધીમેથી બોલી તુ એવુ કંઇક વિચાર કે ડી સુધરવા માટે વિચારવા લાગે.પ્રિયાને તેના મમ્મીને તેના હકની ખુશી મળે.મને ચેન નથી પડતું.જ્યારથી મેં સીમામામીને ઉર્મિફઈની વાત સાંભળી.

જયદિપ ખુશ થઈ ગયો મહેકની વાતથી એ બોલ્યો કાલ સુધીમા હુ વિચારી રાખીશ.

મહેક બોલી થેંક્સ.

જયદિપને મહેક હલ્દી ડે પતાવી નીકળી ગયા.જયદિપ આખી રાત વિચારતો રહ્યો.આખરે એવુ શુ કરે કે ડી તેના તમામ કામ છોડવા માટે વિચારે?

હુ મહેકની મારા તરફની આ ઇચ્છા પુરી કરવા માંગુ છુ.હુ મહેકને આ સાવ સામાન્ય એવી ગિફ્ટ આપવા માંગુ છુ.હુ મહેકના વિશ્વાસને પાત્ર બનવા માંગુ છુ.હુ તારો એક પવિત્ર દોસ્ત બનવા માંગુ છુ.હુ તારા દરેક દુ:ખમા સાથ આપીને મારી ગલતીની સજા ભોગવવા માંગુ છુ.હુ તને ખુશ કરવા માંગુ છુ પણ કેમ?

કેમ?

કેમ?

આજ ઘણાય સમય પછી મોડે મોડે પણ જયદીપને ગાઢ નિંદર આવી ગઈ.

સવારનો સોનેરી તડકો જયદિપની આંખ પર બારી પર લગાવેલ પડદા ઉંચા-નીચા થાય તેમ આવી રહ્યો છે.મહેકે સોપેલા કામને વિચારતો મોડી રાત સુધી ઉંઘી ન  શકેલો જયદીપને વધારે વધારે ગાઢ નિદ્રા બનતી જાય છે.

જયદીપના મમ્મી દરવાજો ખોલીને જયદીપ માટે ચાય લઇને અંદર પ્રવેશી જાય છે.જયદીપને આમ ગાઢ નિદ્રામા સુતેલો જોઇ તે ખુશ થય જાય છે.ટેબલ પર ચાયની ડીશ મુકી.

જયદીપની બાજુમા બેડ પર બેસી જાય છે.દિકરાના માથા પર હાથ ફેરવતા – ફેરવતા બડબડે છે.

જયદીપના મમ્મી આરતીબેન બોલ્યા મારો દિકરો ક્યારે મોટો થઇ ગયો એ મને ખબર જ ન પડી.મને હતુ હુ મારા દિકરાની નજીક છુ,પણ બેટા હુ તારુ દીલ ન સમજી શકી.

જયદીપ જાગી જાય છે.તેને વાસી મો એ બોલવું બિલકુલ પસંદ નથી.મોં ધોઇ પાછો બેડ પર બેસે છે.

જયદીપ આશ્ચર્ય સાથે બોલ્યો મમ્મા અત્યાર અત્યારમા વહેલ વહેલા

મમ્મા આરતીબેને હસીને જવાબ આપ્યો "ચાય લાવી તારા માટે"

ઓહ

દિકરા i am sorry હુ તારા દિલને ક્યારેય ન સમજી શકી.

શુ થયુ મમ્મા?

મને હતું હુ જાણી લઇશ કે તુ કોને પ્રેમ કરે છે! ને હુ તને તારા જ પ્રેમની ગિફ્ટ આપીશ.પણ દિકરા તે વાત એટલી બધી આગળ વધારી કે મને કોઇ સમય જ ન રહ્યો.

જયદીપને વાતમાં કોઈ ગતાગમ ન પડી એ બોલ્યો મમ્મા,સાફ સાફ બોલોને શુ વાત છે? મને કશુ જ સમજાતુ નથી.

રાહુલભાઇ જયદીપના પાપા જયદીપના રૂમમાં આવી ગયાને બોલ્યા "બેટા,જે  થયુ તે ખરાબ થયુ,તુ ચિંતા ન કર.હું જીવુ છુ.હુ સંભાળી લઇશ."

જયદીપ ડરી તે ઉભો થઇને બોલ્યો પણ વાત શુ છે? એ તો કહો?

પાપા.રાહુલભાઈ બોલ્યા તારી સગાઇ 15 દિવસમા જ છે ને પછીના દોઢ મહિનામાં મેરેજ. મે અને નિરવાના પાપા એ બધુ જ ફાઇનલ કરી દીધુ છે તો હવે તારી ઇચ્છાનો કોઇ સવાલ જ નથી.પપ્પા એ પોતાનું ફરમાન આપી દીધું.

જયદીપ વિરોધ કરતા બોલ્યો ;પણ શા માટે?

રાહુલભાઈ નીચું જોઈ જયદીપને કહે છે હજુ તું પૂછે છે? શા માટે? નાલાયક.તારું મો જો તું.કાળું કરીને આવ્યો છે.

જયદીપ ડરી ગયો.

રાહુલભાઈ એ પોતાના દીકરાના ટિશર્ટને બન્ને હાથે સજ્જડ પકડી કહ્યું નાલાયક ફાર્મ હાઉસ પર જે બન્યુ તેની વાત નિરવા એ તેના મમ્મીને,તેના મમ્મી એ તેના પાપાને તેના પાપા એટલે મારો જિગરી માંરી જાન આકાશ[નિરવાનાપાપા]એ મને કરી.

જયદીપ હજુય પોતાની જાતને પવિત્ર માનતો કહે છે કે પણ...પાપા દુનિયા તો કંઇ પણ કહે તો શુ માની લેવાનુ?

પપ્પા ગુસ્સે થઈ બોલ્યાં તો શુ નિરવાની ઇજ્જતનુ કશુ નહી?તેના પાપાના માન-સન્માનનુ કશુ નહી એમ?

પ...ણ...જયદીપની વાતને અટકાવતા રાહુલભાઈ બોલ્યા.

બસ,એક શબ્દ નહીં.

પછી તેના પપ્પા ધીરા પડી બોલ્યા બેટા...ઇજ્જત ઇજ્જત હોય છે.તારે બેન નથી પણ હોયને તેની સાથે આવુ થાય તો?

જયદીપ તેના પપ્પાને સમજાવતા બોલ્યો પાપા મારે બેન નથી એટલે.બાકી હોય તો એ નિરવા જેવી નીચ હરકત ક્યારેય ન કરે.ક્યારેય નહિં. એ પ્રેમને સમજે.કોઈને મજબૂર ન કરે જયદીપ ગુસ્સામાં બોલી રહ્યો.

[રાહુલભાઇ એ જયદીપને સટ્ટાક એક ગાલ પર આપી]

આરતીબેન વચ્ચે ઉભા રહીને બોલ્યા;જયદીપ, પ્લીઝ.તમે ચુપ રહો,હુ જયદીપને સમજાવીશ પ્લીઝ.

ગુસ્સો કરતા રાહુલભાઈ બોલ્યા તો સમજાવ આ નાલાયકને કે એક દિકરીની ઇજ્જત શુ હોય? એમ સમજાવ તારા નાલાયક દિકરાને.હું એક નહીં 5-5  કંપનીનો માલિક છું.જો ફાર્મ હાઉસ પર બનેલી ઘટનાનું કોઈ એ વીડિયો રેકોર્ડિંગ કરી ફરતું કર્યું હોત તો શુ થાત? કોઈ બીજી છોકરીનો બાપ હોત તો શું કરેત? સારું થયું એ નિરવા હતી નહિતર,પછી જયદીપને મારવા દોડે છે.

આરતીબેન તેને પકડી રાખે છે કહે છે મારાં દીકરાને હું મનાવીશ, તમે જતા રહો.મારા માટે જતા રહો plz....plz

તે જતા રહે છે.

જયદીપ જોરથી બોલ્યો પાપા,સાંભળતા જાવ મારી દીદી હોય તો એ નિરવા જેવી નીચ હરકત ન જ કરે,ન જ કરે,કેમ કે પાપા તેના શરીરમા તમારુ લોહી વહેતુ હોય પાપા તમારુ.

જયદીપની ખુશી એક પળવારમાં તો દુઃખમાં ફેરવાઈ ગઈ...આરતીબેન પણ જતા રહ્યા.

જયદીપની આંખોમાં આંસુ આવી ગયા.એ પલ યાદ આવી જાય જ્યારે નિરવાને જૂઠ કહ્યું તું કંપનીમાં કે નિરવા મારી ફિઆન્સી છે.ખરેખર આવું હતું જ નહીં. પણ તે નિરવા સાથે જે બન્યું તેનાથી દુઃખી હતો,એ સમયે. એ પોતાના કુકર્મ મહેક સામે ખોલવા નહોતો માંગતો.

જયદીપ બેડ પર બેઠો બેઠો રડી રહ્યો.

આંખમાંથી તો વરસાદનો ધોધ વરસી રહ્યો.જયદીપની રડેલી આંખોના પાણીમાં પડવાથી પલળી નહીં પણ બીમાર થઈ જવાય એવા આંસુ આવી ગયા.જયદીપને પરેશાન કરવાની એકપણ હદ જિંદગી એ છોડી નહીં. નિરવા એ કહ્યું એમ જ થયું તારા પપ્પા જ બધું કરશે....સાચું પડ્યું.

1કલાક પછી  ફ્રેશ થઈને......

મહેક બોલી તું ચિંતા ન કરતો જયદીપ પણ ત્યાં આવે છે.મને કંપની મળી રહે છે.

અંશ બોલ્યો એ સુધરે એવું તને લાગે?

મહેક બોલી શું?

અંશ બોલ્યો મતલબ, એ સમજાવવાથી માની જાય એવું હોય તો એ કરાય.મતલબ ટ્રાય કરાય.એમાં વાંધો નહીં. કેમકે પ્રિયાને માસી બન્નેની જિંદગી સુધરે.

મહેક બોલી અંશ હું ને જયદીપ પ્રયત્ન કરીશું ચોક્કસ.

અંશ બોલ્યો સારા તો બધા થાય મહેક.સારું કામ કરવું જ મુશ્કેલ છે.

મહેક અંશના ખભ્ભા પર માથું રાખતા બોલી હમમ.મહેક આગળ બોલી અંશ નિરાબાપુ બોવ જ સારા માણસ.તેણે લોકોની ખૂબ સેવા કરી.તેની દીકરી કાજલબા,ભગીરથસિંહ અને મહારાણી એ પણ.એમણે એવું રાખ્યું જ નથી કે અમે બધા સામાન્ય લોકો છીએ ને એ એક મહારાજા.

અંશ બોલ્યો એટલે જ લોકશાહીમાં પણ નિરાબાપુ પાસે ચાર ગામનો વહીવટ છે ને આપણા ચાર ગામમાં રાજાશાહી છે.

મહેક બોલી હમમ...

એ ખેડૂતોની પણ ખૂબ જ મદદ કરે છે.

અંશ બોલ્યો હા,એ એક સારી વ્યક્તિ છે.

મહેક બોલી બોવ જ સારા માણસ છે.જેમને કારણે હું તારી પાસે પાછી આવી શકી.

અંશ બોલ્યો હા... નિરાબાપુ એ મને મારી જિંદગી પાછી આપી છે.