Ye Rishata tera-mera - 4 books and stories free download online pdf in Gujarati

યે રિશ્તા તેરા-મેરા- 4

યે રિશ્તા તેરા-મેરા-4

(મહેક અને અંશની સગાઇ થાય છે,મહેક એક દિવસ માર્કેટ જાય છે,ત્યા મગનકાકા મળે છે.બીજા દિવસે 10 વાગે મળવા બોલાવે છે.....હવે આગળ.....)

મહેક તેનુ કામ પતાવી ફટાફટ માર્કેટ જાય છે.મહેકના મનમાં હજાર સવાલ છે ને જ્વાબેક પણ મળતો નથી.તે મગનકાકાની રાહ જોતી હોય છે.15મિનિટમાં કાકા ધીમે ધીમે આવતા દેખાય છે.કાકા આવતાની સાથે જ મહેક શરુ થઇ જાય છે..

મહેક હડબડાહટમાં કાકા શું હકીકત છે?

તમે શા માટે જયદીપને સાચો માનો છો?

બોલો કાકા બોલો મારો જીવ જાય છે?

ક્યાંક મારી બેચેની મારો જીવ ન લઈ લે...

કાકા નરમાશથી બોલ્યા ;બેટા!!! તુ આજે પણ એવીને એવી જ છે.બદલાય બિલકુલ નથી,મને શ્વાસ તો લેવા દે બેટા!!!હાશકારો કરતા બોલ્યા..

મહેકને પોતાને પોતાના વર્તનથી અજુગતું લાગે છે તે શાંતિથી કહે છે;સોરી કાકા,બોલો,શાંતિથી...!!!! (હસે છે)

કાકા તૈયાર થઈ બોલ્યા હળવો ખોંખારો ખાઈ ;બેટા,સાંભળ!!! શાંતિથી સાંભળ

તારા ગયા પછી થોડા જ સમયમાં નિરવા આવી.આ એ જ નિરવા જે કોલેજ સમયમાં તારી અને જયદીપની સાથે હતી!!

મહેક વિચારી ને બોલી ;હા..હા હા ..એ...જ હું ઓળખું છું.

મગનકાકા આગળ બોલ્યાં એ માત્ર જયદીપને મળવા જ આવતી,શરારત કરવા.તૈયાર થઈ,ટુંકા કપડા પહેરી,જયદીપની સાથે મજાક-મસ્તી કરી 1કલાક 2કલાક રહી જતી રહે,આવુ થોડા સમય ચાલ્યુ.એમ પણ પૈસાવાળા ગમે તેવા કપડાં પહેરે આપણા સમાજમાં તો નાક કપાય જાય. મરવાનો વારો આવે એવું કરી દે સમાજ.

પછી ધીમે-ધીમે તે થોડી જયદીપની નજીક જવા લાગી.વાતવાતમાં તેને સ્પર્શ કરવા લાગી,પણ....આ જયદીપ..જે તને પ્રેમ કરે છે છતા પણ તારી રીસ્પેકટ કરતો એ આ નિરવાનું આવુ વર્તન કેમ સહન કરે?

મગનકાકા સંવાદ યાદ કરે ....

જયદીપ થોડો ગુસ્સે થઈ બોલ્યો ;plz,નિરવા, ડોન્ટ ટચ મી. મને એ મને પસંદ નથી.

નિરવા ઘુરાય ને બોલે કેમ...મહેક જ સારી લાગે છે?

(તેના ગાલ પર આંગળી ફેરવીને)

જયદીપ થોડો વધારે ગુસ્સે થઈને ખબર જ છે તો પૂછે છે કેમ?(હાથને ધીમેથી ધક્કો મારીને)

નિરવા ખોટું હસે છે બોલી ઓકેય

(નિરવાનું ટૂંકા કપડા પહેરીને આવવુને સ્પર્શ કરવુ એ ચાલ કામયાબ ન થઈ.જયદીપ તારા અને તેના ટેબલનું વર્ક કરીને સાંજ પડે ત્યા કૂણવાય ગયેલા લોટ જેવો થઈ જતો.જમવાની પણ તાકાત ન રહેતી.હુ તેને ઘેર છોડી આવતો.

એક દિવસની વાત છે તે(નિરવા) ઓફિસ આવે છે જયદીપની ઘણી રાહ જૂએ છે પણ જયદીપ આવતો નથી,તે કંટાળી ગઈ પણ જયદીપ ન આવ્યો,ઘણા આટા-ફેરા લગાવ્યા પછી તારા ટેબલની બાજુની ચેઅર પર બેસી ગોળ-ગોળ ફરવા લાગી...ઓહો..મહેક તારો જાદૂને તારા અસૂલ....ઉફ.....તંગ આવી ગઇ છુ યાર....ફાઇલ પર પેન પછાડતા જયદીપની ફોટોફ્રેમ સામે જોઈ બોલી..

મારી ઇચ્છા નથી તેમ છતાય તારા ટેબલનું વર્ક કરવુ પડશે કેમ કે જયદીપ લેટ આવીને ક્યારે કામ કરશે? ક્યારે ફ્રી થશે? ને ક્યારે મારી સાથે વાત કરશે?

એમ બોલી એ તારા ટેબલની બે ફાઇલનું કામ પતાવે છે ત્યા જ જયદીપ આવી જાય છે.તે આવતાની સાથે જ તેના ટેબલનું વર્ક પતાવે છે. પછી તારા ટેબલની એક જ ફાઇલ બાકી રહે છે મેનેજમેંટની એ કામ પતાવે છે છેલ્લે જયદીપ બે કલાક ફ્રી થઈ જાય છે.

જયદીપ ખુશીથી બોલ્યો થેંક્સ નિરવા.

નિરવા આછું હસી;don’t worry

(નિરવા વિચારી રહી મનમાં આ તો જાદુ થઈ ગયો, ઈચ્છા ન્હોતીને  કામ કર્યુને જયદીપ બે કલાક ફ્રી ફ્રી ઓહ નો....તો તો કાલથી આ ટેબલ નિરવા જ સંભાળશે જયદીપ અને તુ ફ્રી ફ્રી મારા માટે...યસ..યસ...)

જયદીપ બોલ્યો શું વિચારે છે?

નિરવા બોલી; ચલ ચા પી આવીએ એમ?

જયદીપ હસીને બોલ્યો ઓકે.

(બંને જાય છે પછી જયદીપ નિરવાને ઘેર છોડી આવે છે,બીજા દિવસે રેડી થઇને ઓફિસના સમય પર આવી જાય છે,જયદીપ પાસે તારા ટેબલનું વર્ક સમજે છે.પછી એ તારા ટેબલનુ વર્ક શીખી લે છે ક્યારેક ક્યારેક કંટાળી જાય ત્યારે સિગારેટ ફૂકવા લાગે છે.)

જયદીપ બોલ્યો ;નિરવા..આ બરાબર નથી.તને ખબર તો છે મને સ્મોકિંગ પસંદ નથી.

નિરવા સહજ ભાવે બોલી;હુ સિગારેટ વગર કામ ન કરી શકુ જયદી...પ ....હમ્મ્મ્મ....પણ તારા માટે હું ગેલેરીમાં જઈ ને પી આવીશ બસ.નિરવા તેના સ્લીવલેસ ને બેકલેસ શોર્ટસમાં ખૂબ જ સુંદર દેખાય રહી.

જયદીપ છતાંય બોલ્યો; no smoking.

નિરવા જયદીપને ગાલ પર ટચ કરી.તેના ટૂંકા સ્કર્ટથી સહેજ નીચે જયદીપનો હાથ મૂકી જયદીપની ચેઅર પર એક પગ વાળી બોલી જય...દીપ ...

જયદીપ મુંજાયો ok ok દૂર રહે. ઓછી હો બોવ બધી નહી..

નિરવા જયદીપની સામે આંખ મારી બોલી ઓકે.

ધીમે ધીમે નિરવા તેની મનમાની કરવા લાગે છે.સિગારેટ, મસ્તી મસ્તીમાં જયદીપને સ્પર્શ અને તેની ઇચ્છા મુજબ ચા-નાસ્તો.નિરવાને ધીમે-ધીમે સમજાવા લાગ્યુ કે જયદીપ કોઇ પણ કામ જબરદસ્તીથી નહી કરે પણ જો શાંતિથી કરવામાં આવશે તો એ સકસેસ જરૂર થશે?

તે જયદીપને સમજવા લાગી. આથી તે ખૂબ જાળવીને શાંતિથી જયદીપ પાસે કામ કરાવી લેતી.તે આવુ કોઇને ફોન પર કેહતી હતી.એ મે મારા કાનથી સાંભળેલુ છે.

 

મહેક બોલી સાચી વાત મગનકાકા. જબરદસ્તી જયદીપ જોડે ન ચાલે.એ ખુદ પ્રેમનું માણસ છે.

કાકા થાકી ગયા છતાંય બોલે જાય છે.ધીમો શ્વાસ પણ ચડે છે.ક્યારેક ઉધરસ પણ આવે છે.

કાકા આગળ બોલી રહ્યા ધીમે-ધીમે નિરવા એ જયદીપને સિગારેટ ફૂક તો કરી દીધો. જેનો ખ્યાલ જયદીપ ને પણ ન આવ્યો.તે પોતાની કામયાબીની વાતો કોઇ સાથે ફોનમાં કરતીને પછી તેની સફળતા પર ખડખડાટ હસ્તી,મને ખબર હોવા છતા પણ કશુ કરી શકુ તેમ ન હતો કેમ કે નિરવાને ખોટી સાબિત કરવા મારી પાસે સાબિતી ન હતી.

બીજુ મારે નોકરીની પણ જરૂર હતી એ સમયે આથી હુ સાંભળતો પણ વિચાર્યુ ચુપ રેહવામાં મજા છે એ બોલવામાં નથી. ન બોલ્યા ના નવ ગુણ.

મહેક નિરાશ થઈ બોલી ;ઓહ નો!!!!

કાકા બોલ્યા અચાનક શુ થયુ?

મહેક બોલી અંશનો કોલ છે? બોલ શું છે?

અંશ સીધો જ બોલ્યો ક્યા છે તુ અત્યારે?

મહેક ગભરાતા બોલી બસ,એમ જ બહાર છુ કેમ?

અંશ બોલ્યો હુ તારી કંપનીમાં ગયેલો...

મહેક વચ્ચેથી જ બોલી હા...પણ મને આજે નાસ્તો કરવાની ઇચ્છા...એ થોડું જૂઠ બોલી ગઈ.

અંશ બોલ્યો મને કેહવાયને?

મહેક બોલી ઓહ ડૉ.તમને?

અંશ આદેશ કરતો હોય તેમ બોલ્યો ચલ,ઘેર આવી જા,મને ભૂખ લાગી છે!!

મહેકને ઉતાવળ થઈ ગઈ એ બોલી ઓકે,બાય....કાકા..મારે જવુ પડશે,આપણે સેમ ટાઇમ કાલે મળીશુ...

કાકા ધીમેથી હા,બેટા!!! તુ જા..

 

(મહેકના મનમાં કેટલાય વિચારો આવી રહ્યા,નિરવા પણ કેટલી નાલાયક નીકળી અને જયદીપ ‘સિગારેટ’ પીવાની ના ન કેહવાય?   દોષ તો જયદીપનો જ છે આખરે તેણે આ કદમ ભર્યુ?    તે નાસ્તો લઈને ઘેર આવી જાય છે.)

અંશ મહેકને જોઈ આશ્ચર્યથી ઓહો..મેડમ...નાસ્તો લઇને આવી ગયા?

મહેક લટકા કરતી યસ ડૉકટર.

અંશ બોલ્યો love you.

મહેક બોલી love you.

ડાઇનિંગ પર ડિશ,બાઉલ,ગ્લાસ,બધુ જ તૈયાર છે,મહેક જોઈને બોલી વાહ.........

અંશ બોલ્યો પોતાને હુકમનો એક્કો બતાવતા કેમ આપણુ કામ?

મહેક બોલી ટકાટક...

(બંને નાસ્તો કરે છે.હસતા-હસતા,એકબીજાને નાસ્તો ખવડાવતા નાસ્તો પૂરો કરે છે.બંને પોતાના કામ પર જાય છે.)

(ઓફિસ પર મહેક પહોચે છે)

મહેક બોલી hi friends

All hi mahek

(મહેક પોતાના કામમાં લાગી જાય છે.તેના કામમાં પરફેક્ટતા પહેલેથી જ રહેતી,મોજથી અને શોખથી જ કામ કરવાવાળી)

મહેક ચિંતિત થઈ બોલી oh my god?

આ બધુ શું છે? What? ..oh no? શીટ...મળવું પડશે સરને.ક્યાંક આ બધું મારા પર ન આવી જાય.

(દોડાદોડ સર પાસે જાય છે અને બધી જ વાત કરે છે.સર ફટાફટ મીટીંગ બોલાવે છે. અંશ હોસ્પિટલ પહોચી તેનુ કામ કરવા લાગે છે)

ડૉકટર અંશ બોલ્યા માજી જમવામાં ધ્યાન આપો! તમને ડાયાબીટીસ છે અને જો સ્વીટ ખાશો તો....

માજી ગર્વથી બોલ્યા તે ભલેને ઓછું જીવાય. મારા દિકરાને ત્યા દિકરા છે.

ડૉકટર અંશ બોલ્યા ;માજી વાત એમ નથી.

માજી;(વચ્ચેથીજ) બોલ્યા સાહેબ વાત ભલે ગમે તેમ હોય પણ હુ તો ખાવાની!!

માજીનો દિકરો ચિંતા કરતો બોલ્યો સાહેબ,બા કોઇનુ માનતા જ નથી.?

ડૉકટર અંશ બોલ્યા;માડી....માડી,તમારા દિકરાને તમારી જરૂર છે.તેના છોકરા મોટા તમારે જ કરવાના છે,બીજું જ્યા સુધી ચાલો છો ત્યા સુધી જ વહુ બા,બા...કરશે પછી તો કેહશે...ડોશી મરતીએ નથી? અંશે એક હકીકત રજૂ કરી.એ પણ હસતા હસતા.

માજી ચિંતા કરતા બોલ્યા હા;આજ-કલ સેવા કરવી તોક્યા કોઇને ગમે જ છે?

ડૉકટર અંશ બોલ્યા તો એટલે તો કહુ છુ કે તમે ધ્યાન રાખો?

(અંશને એક કોલ આવે છે,ડૉ,રિસીવ્ડ કરે છે)

મિહિર બોલે છે સર, એક વીક પછી તમારે મારી શોપના opening માં આવવાનુ છે.

કાર્ડ હુ પછી આપી જઇશ.

ડૉ.અંશ બોલ્યા સર વાળીના સીધુ જ કે ને તારે આવવાનુ છે.?

મિહિર બોલ્યો ઓકે, પાક્કુ

ડૉ.અંશ.બોલ્યા ઓકે,પાક્કુ જ.

માજી બોલ્યા હા.....સાહેબ,

અંશે દવા લખી આપીને માડીને હસી મજાકમાં સમજાવ્યા.અંશનો સ્વભાવ જ એવો કે પેશન્ટ હમેશા તેની OPD માંથી હસતું હસતું જ બહાર આવે.

  • ●●

સર મિટીંગ હોલમાં બોલ્યા આ બધુ શુ ચાલે છે કંપનીમાં?તમને એમ કે જે કરશો એ જ બરાબર ? મને ખબર જ નહી પડે એમ? 10 કરોડનો ગોટાળો? What is this? ખૂબ જ ગુસ્સો કર્યા પછી મહેકને ગોટાળો શોધવા માટે કહેવામાં આવે છે.મિટીંગ પૂરી જાહેર કરે છે.મહેક લગભગ 30 જ મિનિટમાં ગોટાળો શોધી કાઢે છે.

સર મેનેજરને બોલાવે છે.તેની કેબિનમાં

સર ગુસ્સો કરતા બોલ્યા;દિલીપ, આ શુ? તારા પર ભરોસો રાખ્યોને તે જ?મારે કોઇ બહેસ ના જોઇએ.તને હવે નોકરી છોડવી જ પડશે? એ સિવાય કશુ ન થઇ શકે.સરે પોતાનો હુકમ આપી દીધો.

દિલીપ બોલ્યો સર,પ્લીઝ!!!સર હવે આવુ નહીં થાય.હુ હવે ભૂલ નહી જ કરુ તેની ગેરંટી આપુ છુ.

(કશુ જ સર સાંભળતા નથીને દિલીપને છુટો કરી મૂકવામાં આવે છે મહેકને મેનેજરની પોસ્ટ મળે છે,50,000 માંથી 70,000  પગાર કરવામાં આવે છે.)

સર ગર્વથી બોલ્યા;મહેક, તારુ કામ પરફેક્ટ છે.આશા રાખુ કે તુ તારી જવાબદારી ઇમાનદારીથી નિભાવીશ?

મહેક શાંતિથી બોલી ;જી સર. thanks sir

(કામમા ને કામમા સાંજ પડી જાય છે.ઘેર આવી જમવાનુ બનાવી બંને જમીને બારી બાજુ રહેલા સોફા પર બેસે છે.અંશે મહેકનો હાથ પકડતા કહ્યું તારી તબિયત કેમ રહે છે.

મહેક હસીને બોલી બિલકુલ ઠીક.

અંશ બોલ્યો મહેક જો આમ જ ઈશ્વર કૃપાને પેશન્ટના આશીર્વાદ રહ્યા તો ટુક સમયમાં જ હું લોન ભરી દઈશ.

મહેક બોલી અંશ પૈસા કરતા મહત્વ તારા પેશન્ટને આપજે. એ છે તો જ તુ છે,એવો મનમાં ભાવ રાખજે.ડોક્ટરનું કામ સેવાનું છે.તું તારું કર્તવ્ય નિભાવીશ તો ઈશ્વર પોતાની જવાબદારી અવશ્ય નિભાવશે.

અંશ મહેકને બેઠા બેઠા હગ આપતા જ બોલ્યો તારી વાત સાચી છે. તો મહેક હું જાવ છું.

મહેક બોલી હમ્મ...ટેક કેર.

અંશ જતો રહે છે,મહેક સૂતા સૂતા જયદીપના જ વિચાર કરતી નિંદર આવી જાય છે.સ્વપ્નમાં પણ જયદીપના જ આવે છે.જયારે રિઝલ્ટ લઈને આવીને મહેક સાથે જયદીપે બીહેવ કરેલું એ.

સવારે કામ કરતાં કરતાં પણ જયદીપના જ વિચારોમાં મન ગુંચવાયું છે.રાત્રે નિંદર પણ બરાબર ન થઈ શકી.કામ પતાવી 10વાગે માર્કેટ પહોચે છે ત્યા કાકા રાહ જોતા જ હોય છે)

કાકા આગળ બોલ્યા ;સાંભળ,બેટા!!! એક દિવસ નિરવા ઓફિસમા જ વાઇન લઇને આવે છે.જયદીપ ખૂબ જ ગુસ્સો કરે છે.નિરવા રડવા લાગે છે,એક તો તેના શોટ્સના હિસાબે જયદીપ પણ તેને ટચ કરતા અચકાયછે.જયદીપ તેને શાંત પાડે છે.તેને મનાવે છે.નિરવાને તેની બાહોમાં છાતી સરસી ચાંપે છે.તેના માથા પર હાથ ફેરવે છે.અમીર લોકો માટે હગ સામાન્ય છે,એ વાતથી તું ક્યાં અજાણ છો?

નિરવા આંખોમાં દર્દ ભરી,આંખો ભીની કરી બોલી જયદીપ, આ વાઇન મારા દર્દની દવા છે.મારો ઈલાજ છે. પ્રેમનું દર્દ તું શું જાણે?

જયદીપ આશ્ચર્ય સાથે બોલ્યો what?

નિરવા ધીમેથી બોલી હુ જ્યારે જ્યારે disturb હોવ છુ ત્યારે પીવ છુ,મારા મગજના વિચારો શાંત થઇ જાય છે ને ગમ ભુલાય જાય છે યા તો નિંદર આવી જાય છે.યા ફિર કામ કરવાની તાકાત આવી જાય છે.તને નહીં સમજાય જયદીપ.તને તો મહેકનો સહારો છે.

જયદીપ નિરવાની વાત નો વિરોધ કરતા બોલ્યો પણ એ તો ખોટુ છે.વ્યસન એ કોઈ પણ દર્દની દવા નથી નિરવા.તું એજ્યુકેટેડ છોકરી છો.

નિરવા બોલી અડગ થઈ તો આ દુનિયામા સાચુ પણ કોણ છે?આપણે જેને ચાહિયે એ મળતુ નથી,મળે છે તે ગમતુ નથી,અને જે ગમે છે એ બીજાનુ છે,તે લોકો ભીખમા પણ આપણને ગમતુ આપવા તૈયાર થતા નથી.દિલને શાંત પાડવા ગમે તે કરવુ પડે છે મિસ્ટર આ વાત તમને પણ એક દિવસ સમજાય જ જશે?એ જયદીપને દિલ પર હથેળીથી ધક્કો મારતા બોલી.

આજે તારે મારી એક વાત માનવી જ પડશે કેમ કે મારો બ’ડે છે..!!!!જયદીપ સાથે ધીમી છતાં પ્રેમથી જબરદસ્તી નિરવા એ કરી.

જયદીપ બોલ્યો ઓહ સોરી હેપી બ’ડે my dear friend.

【મહેકનો બ’ડે યાદ આવે છે ઓહ સોરી મહેકુ મને ભુલાય જ ગયુ કે આજે તારો બ;ડે છે.પ્લીઝ!!!માની જા.

હ,મ્મ્મ્મ્મ પણ એક શરત પર..મહેક બોલે,

હા, બોલ કઇ શરત ?;જયદીપ બોલે,

 

તારે છે ને મને હેરાન નહી કરવાની ;મહેક અદબવાળી કહે,

જયદીપ મહેકને ગલી ગલી કરી બોલે ;કઇ રીતે આમ,આમ, કે આમ......

મહેક હસતી-હસતી  કહે ;ઓહો પાગલ પાગલ છોડ છોડ બસ આમ જ હેરાન નહી કરવાની.

જયદીપ ફરીવાર એ જ કરીને હુ આમ આમ ને આમ તને હેરાન તો કરીશ જ?આ સિવાય તારે જે માંગવુ હોય તે માંગ.

મહેક જયદીપના ગળામાં હાથ નાખી બોલે ;ના, મારે તારી આ જ મસ્તીને આ જ મર્યાદા જોઇએ છે,જયદીપ આ તો જિંદગી છે,બાકી મરવાનુ તો,,,,,

જયદીપ મહેકના મો પર હાથ રાખતા ;બસ ચુપ!!! હવે નહી એટલે નહી જ, મહેકની નજીક જઇને,તેની પાસે મો રાખીને બાકીનુ મને બધી જ ખબર છે પણ તુ એવુ ના બોલ,હુ તારા વગર નહી રહી શકુ!!!

અત્યારે તો એવુ ના બોલ,જ્યારે એવુ થશે ત્યારે જોયુ જશે, પણ જે નથી તે અત્યારે નથી જ મહેકુ એવુ બોલવાનુ કે વિચારવાનુ પણ નહી. ચલ તારો બ’ડે સેલીબ્રેટ કરીએ.

મહેક જયદીપનું નાક ખેંચી બોલી પછી જયદીપનો હાથ પકડી બોલે હુ આ નાલાયકને છોડી જવા પણ માંગતી નથી】

નિરવા જયદીપનું દિવાસ્વપ્ન તોડતી બોલી સોરીથી કામ નહી ચાલે,મારી વાત તો સ્વીકારવી જ પડશે? નિરવા તેના બંને હાથ જયદીપની ડોકમા રાખીને બોલી.

જયદીપ.બોલ,તારે શુ જોઇએ છે?

નિરવા સહજ ભાવે બોલી એક કિસ

જયદીપ આશ્ચર્ય સાથે વોટ....પછી આપે છે,ઓકે ખુશ.

નિરવા ફરીવાર બોલી હજુ એક વાત....

જયદીપ બોલ્યો હજુ શુ બાકી રહે છે.બોલ,શુ?

નિરવા બોલી આજે તારે મને કંપની આપવાની છે.

જયદીપ બોલ્યો કશુ સમજાયુ નહી.

નિરવા બોલી આજે તારા ફાર્મ હાઉસ પર જવુ છે.

જયદીપ આશ્ચર્યથી ;કેમ?

નિરવા બોલી જયદીપના હાથમાં હાથ ભરાવતા તુ ચલ પછી બધી વાત...

જયદીપ બોલ્યો ઓકે

[બંને જાય છે]

【ત્યા જઇને જયદીપ મહેકની વાતો કરવા વળગી જાય છે.જયદીપ બોલ્યો મહેકને હું આ ફાર્મ હાઉસ પર લાવેલો.તેને અહીંનું કુદરતી વાતાવરણ ખૂબ જ ગમેલું અને પછી મેં મહેકનો હાથ પકડ્યો.મોબાઇલમાં સોન્ગ સ્ટાર્ટ કર્યું.પછી મેં મહેક સાથે કપલ ડાન્સ કર્યો.મહેકના શરીરનો કોમળ સ્પર્શ મને બે-ત્રણ રાત્રિ સુધી જગાડે. હું મારી મર્યાદા પાર ન કરું ને એ મર્યાદા મૂકે નહીં. કેવો સંબંધ અમારો!!! કેટકેટલાય સ્વપ્ન જોયા.સાથે રેવાના, ફરવાના,એકબીજા સાથે સમય વિતાવવાના પણ..... એ તો સ્ટડી પૂરું કરીને આવે એટલે હું ફરી તેને અહીં લાવીશને ફરીવાર કપલ ડાન્સ કરીશ.

નિરવાને ખૂબ જ ગુસ્સો આવે છે,પણ શુ કરે? તે સાંભળતી જ રહે છે અને પીતી રહે છે,જયદીપ ના પાડે તો પણ પીવે જ છે અને જયદીપને પણ કહે છે તુ પણ પી તને મહેકની યાદ આવે છે એટલે પી. તને મહેકની કસમ પી. આજે તો મારુ માનવુ જ પડે.જયદીપને આ પહેલો અનુભવ આથી થોડી પીવે છે ત્યા જ ચડી જાય છે અને નિરવા વધારે પી જાય છે એટલે તેને પણ】

નિરવા પાગલની જેમ બોલી હુ તને બોવ જ પ્રેમ કરુ છુ. પણ તુ પેલીની પાછળ પડ્યો છે,મારામા ને તેના મા શુ ફર્ક છે બોલ?

જયદીપ બોલ્યો લથડીયા ખાતો બસ આ જ ફર્ક છે એ પાગલ નથી ને તુ પાગલ છે. હસવા લાગે છે.

【થોડી વધારે પીવે છે બંનેને કશી સુધ-બુધ રહેતી નથી,આખરે એક સિરિયલ કે ફિલ્મની કહાની જેવુ જ થયુ નિરવાની ઇચ્છા હતી કે જયદીપને પૂરે પુરો મેળવેને જયદીપની ઇચ્છા મહેકને મેળવવાની અને તેને જોવાની પાગલની માફક નિરવાને પણ મહેક મહેક કરવા લાગે છે.

મહેક આટલી દૂર છે. પણ જયદીપના મનમા સતત તેના વિચારો જ રહેતા થોડા ફ્રી સમયમા પણ તેના જ વિચારો કરતો પણ મહેક હેરાન ન થાય એટલે તે કોલ તો ન જ કરતો તેની જાત પર કંટ્રોલ રાખી લેતો.મહેકનું સ્ટડી તે ખરાબ ન્હોતો કરવા માંગતો એ સમયે】

સવારે જાગે છે નિરવાને તેની અને જયદીપની સ્થિતિ જોતા હેરાન થઇ જાય છે,તેના દિલમા ધક-ધક વધી જાય છે,આખરે,તેણે જે ન કરવાનુ હતુ એ જ કરી નાખ્યુને જોર જોરથી રડવા લાગે છે,જયદીપ જાગી જાય છે તો એ પોતાને બેડશીટથી કવર કરવાનો પ્રયત્ન કરે છે.

નિરવા સતત રડતી હોય છે પણ જયદીપ દિલાસો આપવાને બદલે બે જાપટ લગાવી દે છે અને બોલે છે આ છે તારા દર્દની દવા?

આ છે તારો મલમને?

આ જ છે તારા વિચારોની શાંતિ?

કોઇની ઇજ્જ્તને દાવ પર લગાવવાની અને પોતાની ઇજ્જ્તને વેચવાની આ છે તારી હરકત?

નિરવા રડતા રડતા બોલી રહી જયદીપ,તારી સાથે મારી ઇજ્જ્ત ..પ...ણ...નિરવા બ્લેન્કેટ ઓઢીને ઉભી છે.

જયદીપ ગુસ્સાથી બોલ્યો ;પણ,શુ? મારે તારી વાત માનવાની જરૂર જ ન હતી

નિરવા રડતા રડતા જ બોલી રહી ;તુ વાત માન કે ન માન પણ હવે શુ? બોલ,મારી અને તારી ઇજ્જ્ત ગઇ તે ગઇ.હવે મારી જિંદગી તો બરબાદ જ ને?

જયદીપ અભિમાનથી બોલ્યો ;એમ કેમ બરબાદ થાય હુ છુ ને?

નિરવા [વિચારીને પછી બોલી] તુ છે તો શુ મારી ઇજ્જ્ત પાછી આવશે?

શુ મહેક તને અને મને માફ કરી દેશે?

શુ મારી સાથે કોઇ છોકરો લગ્ન કરવા તૈયાર થશે?

શુ અસૂલોનુ પાલન કરનાર મહેક તારી આ ભૂલ સ્વીકારી લેશે?

તને એ અપનાવી લેશે પણ મને?

મહેક,તને અપનાવશે પણ વિવશ,બનીને કેમકે એ તને પ્રેમ કરે છે તારા વગર એ જીવી નહી શકે એટલે પણ........ � તેના અરમાનો તો તે સળગાવી દીધાને?

જયદીપ જોરથી બોલ્યો ;બસ,આ કોઇ ફિલ્મ સ્ટોરી નથી કે તુ કે ને હુ માની લઉ ઓકે?

હુ મારા ફ્રેડને કોલ કરૂ છુ ને તારુ ચેક-ઉપ થશે ને એ કહેશે તો જ હુ માનીશ બાકી હુ માનવા તૈયાર નથી. મહેકના અસૂલ આજે પણ મારી સાથે જ છે,હુ ગમે તે સ્થિતિમા હોવ તેની પ્રાર્થના મારી સાથે છે,એની દુઆ મને ક્યારેય નહી ફસાવા દે મારો વિશ્વાસ છે.

ત્યાં જ જિગર આવે છે ને બોલ્યો શુ કરો છો બંને?

રાત્રે તો બંને આરામથી સુતા હતા.મેં જોયેલુ.

જયદીપ આશ્ચર્યથી બોલ્યો; what? પણ તુ શુ કરતો હતો અહીં?

જિગર નિખાલસ ભાવે બોલ્યો લે જયદીપ,� બાજુમા મારુ પણ ફાર્મ હાઉસ છે. આજે રાત્રે અમે ત્યા જ હતા. તારી લાઇટ શરુ હતી એટલે હુ તને બોલાવવા આવ્યો પણ તુ ને નિરવા શાંતિથી સુતા હતા એટલે?

નિરવા રડતા રડતા બોલી જિગર,પ્લીઝ આ વાત કોઇને ના કરતો?����હું તારા પગે પડું છું.

જિગર બોલ્યો;મારે એવી ક્યા નવરાય છે નિરવા.?

જયદીપ હવે ઢીલો થઈ બોલ્યો;જિગર,પ્લીઝ આપણે કંપની બાબતે ગમે તેટલી ભલે હરીફાઇ હોય પણ મારી નહી નિરવાની ઇજ્જ્ત માટે તુ શાંત જ રહેજે.

જિગર જતો રહે છે.