ye rishta tera-mera - 11 in Gujarati Love Stories by VANDE MATARAM books and stories PDF | યે રિશ્તા તેરા-મેરા-11

યે રિશ્તા તેરા-મેરા-11

યે રિશ્તા તેરા-મેરા-11

જયદીપે મહેકને કોલ કર્યો.મારી પાસે એક આઇડીયા છે.એ મહેકને બધી જ વાત કરે છે.જે થશે એ જોયુ જશે.આપણે ટ્રાય તો કરીએ?

મહેક જયદીપની વાત સ્વીકારતા બોલી હા....બસ,એક ટ્રાય તો કરીએ.

આજે મહેંદી ડે છે ને કાલે મેરેજ.આજે પ્રિયાનો છેલ્લો દિવસ આ ઘરમા છે ને તેની આંખો રડી-રડીને સવારની થાકી ગઇ.

તેની આંખના આંસુ પણ સુકાઈ ગયા.અમૂક હદ કરતા વધારે રડો તો આંખના આંસુ પણ સુકાય જાય છે.એ વાત બિલકુલ સાચી છે.

[પ્રિયાની રૂમમા દબાતે પગલે દયાબેન ગયા]

દયાબેન બોલ્યા પ્રિયા...બસ બેટા.શાંત થઇ જા.દરેક દિકરી એક દિવસ તો સાસરે જાય જ છે.હમ્મ,તો આમ રડીને તારા દિલને ઠેસ ન લગાવ.

મમ્મા...હુ તો આ ઝુલ્મની દુનિયામાંથી નીકળી ગઇ પણ તુ?...

તુ તો આજીવન કેદી છે.મમ્મા આજીવન.

તને તો કાળા પાણીની સજા મળેલી છે.તારે આ ઘરમા રહેવુ પડશે.જોવુ પડશે,સહેવુ પડશે.

તુ બચી ગઇ,નીકળી ગઇ આ નર્કમાંથી મને એ જ ખુશી છે દિકરા.એમની આંખમાં પણ આંસુ આવી ગયા.

મમ્મા...પાપા આજ ઘરમા જુગાર રમશે,દારુ પીશે,મહેફિલ સજાવશે,નાચ-ગાન થશે અને તુ? તુ કોઇ ખુણામા પડી રહીશ-રડી રહીશ.તને ચુપ કરાવવા માટે પણ કોઇ નહી આવે મમ્મા કોઇ જ નહી.

દયાબેન આંખ પહોળી કરતા છાતી ફુલાવી બોલ્યા હા દિકરા તેમ છતાય મને તારા પાપા પર ગર્વ છે દિકરા ગર્વ.

પ્રિયા આંસુ લૂછતાં આશ્ચર્ય સાથે બોલી મમ્મા...એવી કઇ વાત કે તુ પાપા પર ગર્વ મહેસુસ કરે છે.?

છે દીકરા એક વાત એવી છે ;હા દિકરા...એક વાત છે જ એવી કે મને નહીં તને પણ ગર્વ થશે.

કઈ?

;તારા પાપાને પરસ્ત્રી સંગ નથી.આ ઘર વેશ્યાવાડો નથી,કેમ કે આ ઘરમા તુ છે દિકરા તુ છે.

પ્રિયા હીબકાં ભરતા બોલી એટલે?

દિકરા,તારા પાપા એ મને એકવાર ઢોર માર મારીને કહ્યુ હતુ કે તારા પાપાને પરસ્ત્રી સંગ નથી તેનુ કારણ એક માત્ર કારણ તુ છે.

આશ્ચર્યથી પ્રિયા છાતી પર જમણી હથેળી મુકતા બોલી હુ?

હા,તુ...

કેમ કે તુ દિકરી છેને એક દિકરીનો બાપ પરસ્ત્રીસંગ કેમ કરે? ઇશ્વરે તેને પણ દિકરી આપી છે.આવુ તારા પાપા માને છે.કાલે સવારે તારા સંસ્કાર ન બગડે એટલે...

ઓહ....હા મમ્મા આજ પાપાની સારી બાબત છે.ગર્વ લેવા જેવી.

દુનિયા જે સમજે તે પ....વચ્ચે જ પ્રિયા બોલી.

મમ્મા,સીમામામીને ઉર્મીફઇ તેમની રૂપાળી છોકરીઓને ન લાવ્યા તેનુ એકમાત્ર કારણ પાપા.જો પાપાની નજર તેમની પર પડેને પાપા તેને હવસનો શિકાર ન બનાવે.તેમને ક્યા ખબર છે કે પાપા પવિત્ર પણ છે.?

હા,મને ખબર છે.મને એ જ ગર્વ છે કે તારા પાપા પવિત્ર છે.

[ આ વાત બહાર "ડી" સાંભળે છે.તેને આજે સવારે મહેકને જયદીપે મળવા બોલાવેલા એ યાદ આવે છે......]

મહેક બોલી સર,હુને જયદીપ તમને એ વાત કેહવા જઇ રહ્યા છીએ કે એ તમે સાંભળી નહી શકો,સહન નહી કરી શકો,ગુસ્સો આવશેને કદાચ ઘણુ બધુ કરશો.

જયદીપ બોલ્યો પણ હુ ને મહેક બધા કરતા અલગ છીએ.આ વાતને અમે અમારી ફરજ સમજીએ છીએ.તમારો પરિવાર તમને જે હકીકત નથી જણાવી શક્યા એ તમને કહીશુ.

ડી આશ્ચર્ય સાથે મારા ફેમીલી ને ખબર જ છે કે હું ગુંડો છું. બીજી કોઈ નવી વાત છે? તો કઇ?

મહેક ડી ની નજીક જઇ બોલી પહેલા વચન આપો કે તમે ગુસ્સો નહી કરોને અમને હેરાન નહી કરો.

જયદીપ બોલ્યો ;ને આજે જે વાત કરીશુ તેના વિશે વિચારશોને નિરિક્ષણ પણ કરીશો.

મને અજુગતું લાગે છે.તમારા બંનેનું અહીં આવવું.મને મળવું.એક ગુંડો દુનિયાભરના માણસો ને પોતે જ્યાં હોય ત્યાં બોલાવે ને હું પાગલ આજ તમારા કહેવાથી અહી આવ્યો તે પગ  પર પગ ચડાવી બાંકડા પર બેસતા બોલ્યો .......હવે બોલો  ડી'...નું વચન બસ...

મહેક બોલી ;સર,તમે સારા માણસ નથી.

મને ખબર છે

મહેક આગળ બોલી સારા પિતા કે સારા પતિ પણ નથી જ.

મને ખબર છે.

જયદીપ બોલ્યો ખબર હોવીને સુધરવું.એમાં જમીન આસમાનનો ફર્ક છે...

;સર,દારુ,જુગાર,નાચ-ગાન,મારપીટ,ગુંડાગીરી એ તમને એટલા હલકટ બનાવી દીધા કે તમારા ઇસ્ત્રી ટાઇટ કપડા,તમારી શોહરત,પૈસા,બંગલો,ગાડી આ બધુ જોવાને બદલે આ બધાની પાછળ રહેલો એ હલકટ વ્યક્તિ જુએ છે જે નીચ કામ સિવાય બીજુ કશુ કરતો જ નથી.મહેક બોલી.

મહેક હવે ડી ને એ હકીકત કેવા જઈ રહીએ જેનાથી તે અજાણ છે

તમારી દિકરીના લગ્નમા તમારા ખુદની ઉર્મીબેન પોતાની બે દિકરી એટલે ન લાવી કેમ કે તમે તેને હવસનો શિકાર ન બનાવો.

ડી હવે ગુસ્સામાં ઉભો થઇ મુઠ્ઠીવાળી બોલ્યો તે ભણે છે સ્ટડી કરે છે એટલે ન લાવી આ જુઠ છે.તેણે પોતાની બેનનો પક્ષ લીધો.આગળ બોલ્યો સરાસર જૂઠ.. અગર વચન ન આપ્યું હોતને મારા દીકરીના મેરેજ ન હોત તો તમારા બંનેના ટાંટિયા ભાંગી નાખ્યા હોત. પોતાનો ગુસ્સો કાબુ કરતા ડી બોલ્યો.

જયદીપ એટલે તો સમય જોયો ડી.અમે ગુંડા નથી પણ માણસ છીએ આગળ હકીકત સાંભળો....

ને તમારો સાળૉ પોતાની દિકરી ન લાવ્યો તેનુ કારણ પણ એ જ

[ડી એ ખુદ આજ પ્રિયાના રૂમ આગળ દયાબેન અને પ્રિયાની વાત સાંભળી કે સીમામામીને ઊર્મિફઇ એટલે છોકરા ન લાવ્યા એટલે જયદીપ અને મહેકની કરેલી વાત માટે ચમકારો થયો મા દિકરીની વાત સાંભળતા-સાંભળતા ડી ને થયું મહેકને જયદીપ સાચુ બોલતા હતા]

હજુય ડી ને પ્રિયાના રૂમ આગળ છુપા છુપા બંનેની વાત સાંભળતા મહેક-જયદીપની વાતો યાદ આવે છે.

મહેક બોલી આજે પ્રિયા જોડે એક પણ ફ્રેંડ નથી,ને હુ ન આવુ તેના વિચાર માત્રથી કંપી જાય છે પ્રિયા.તેનુ એકમાત્ર કારણ તમે જ છો! સર! તમે.

જયદીપ બોલ્યો પ્રિયાના લાખો પ્રયત્ન છતા પણ તેની એકપણ ફ્રેંડ ન આવી તેનુ એકમાત્ર કારણ તમારી હવસનો શિકાર ન બને એ માટે.

ડી ગુસ્સે થઈ બોલ્યો હુ એ બધાને પ્રિયા લગ્ન પછી જોય લઇશ,જેણે મારી પ્રિયાને સાથ ન આપ્યો.

જયદીપ બોલ્યો બસ આવું જ કરવા જન્મ્યા છો તમે કે?

;જો તમે જોઇ લેશે તો પછી તમારો સાળૉ કે તમારા બેનના પતિ પણ નહી આવે.એ સંબંધ પણ તૂટશે.

મહેક બોલી પછી સમાજમાંથી ફેકાય જશો.

જયદીપ બોલ્યો તમારું નહીં પણ દયમાસીને પ્રિયાનું વિચારો;સર,સમાજમાથી ફેકાઇ જનાર સામે કોઇ નથી જોતુ સર...

મહેક બોલી રડમસ થઈ ક્યારેક સમય મળે તો દયામાસીને પ્રિયાની વાતો સાંભળ જો કેટલી દર્દનાક એ ઘડી હોય છે.હુ તો કલ્પના કરતા પણ ડરુ છુ.3 દિવસથી આવતી હું તમારા ઘેર એ બે ના દુઃખ હું નથી જોઈ શકતી છતાંય એ બન્ને હસતી જોવા મળે એ સારું કેવાય.દુનિયાથી દર્દ છુપાવી ને જીવતા જાણે છે એ બે.

જયદીપ હળવેકથી બોલ્યો સર!! તમે મારાને મહેક સાથે શુ કરવુ એ વિચાર્યા વગર અમે જે બોલ્યા તેના પર વિચાર કરજો.

 

ડી આ બધુ સાંભળીને તેના હદયમા પણ મમતા જાગવા લાગે છએવો એ નહોતો પણ પોતે સાચું અવશ્ય જાણવા માંગતો હતો..દિકરીને પત્ની પ્રત્યે સહેજ લાગણી ઉભરાય છે તે ચાલવા લાગે છે.એ જવાબ પણ આપતા નથી.વિચારોનું વેગવંતુ ટોળું હદયમાં ઉભરાય છે.

મારા વખાણ કરતા મારા બનેવી ને સાળો થાકતા નહોતા કે હું છું તો એમને સારું છું.ગમે ત્યારે દાદાગીરી કામ આવે.ને મહેકને જયદીપ શુ કહી રહયા?

એ લોકો મને નીચનો હલકટ જ ગણે પણ મારી દાદાગીરીનો લાભ લઇ મને બધા સામે હલકો કરે છે.

મહેક પાછળ પાછળ જઈ બોલી ;સર બીજુ,

[ઉભો રહે છે ડી]

બને તો તમારી પ્રિયાને તમે સુધરી ગયાને તેની મમ્મીને પ્રિયાની ખોટ નહી આવે તેવી ગિફ્ટ આપજો.પ્રિયાની સૌથી મોંઘીને મોટો કરિયાવર આજ હશે.જે તમે સુધરી ગયા....

ડી ઘેર જાય છે તે સવારનો જ બેચેન છે,જયદીપને મહેકે તેને એ સત્ય કહ્યુ જેનાથી તે અજાણ છે.ડી ને આવો આવો સર કરતા સમાજના લોકો કેવા નીકળ્યાને કેવો શક કરે છે તેના પર તેવા જ વિચાર આવતા રહે છે.

ડી પોતે પવિત્ર છતા લોકો વિચારે છે કે ડી હવસ ખોર છે.જે લોકો વિચારે છે એ ખોટુ છે તેમ છતાય તેમા કોઇ ફર્ક પાડી શકાય તેમ નથી.

તે અધીરો બનીને એક નિર્જીવની જેમ જ જતો હતો કે દયાબેનને તેણે પ્રિયાના રૂમમા જતા જોયાને મા-બેટીની વાત સાંભળી.તેને લાગી આવ્યુ કે પોતે સમાજમા બદનામ હોવા છતા પણ પ્રિયાને દયા એ વાત પર ગર્વ કરે છે કે હુ પરસ્ત્રી સંગ નથી કરતો,હુ વેશ્યાવાડામા નથી જતો.આવુ તો પોતાના જ કરી શકે બીજા નહી.

ડી ચોધાર આંસુ એ રડી પડ્યૉ.તેને હવે પોતાની તમામ ગલતીનો પ્રિયાની વાત સાંભળ્યા પછી એહસાસ થઇ ગયો

.[પ્રિયાને કોઇ બહાર હોય એવુ લાગે છે] એ દોડીને જોવા જાય છે

પ્રિયા બોલી અરે! પાપા..તમે?

ડી [પડી જાય છે] રડતા-રડતા બોલ્યો હા...દિકરા હુ.

[પ્રિયા ઉભા કરી તેના અંદર લઇ જાય છે]

બેટા....તુ રડીશ નહી.તારા પછી દયા સાથે તો હુ છુ ને

[પ્રિયાની આંખને દયાબેનની આંખો ચમકી, આવુ પાપા બોલે છે આવુ ડી બોલે છે? કોઈ દિવસ પ્રિયાને બેટા ન કેહનારો બાપ સુધરી ગયો કે કોઈ નાટક કરે છે કે પછી કોઈ રમત રમે છે.]

તારી મમ્મીનુ હુ ધ્યાન રાખીશ.એ પોતાના હાથને છાતી પર મુકતા બોલી રહ્યો... હું હું હું

તારી મમ્મીને તેના પતિ પર ગર્વ છે કે તેને પરસ્ત્રી સંગ નથી તો હુ દયાનુ અભિમાન બનીશ.

પ્રિયા આશ્ચર્યથી બોલી એટલે પાપા તમે..

ડી રડતા જ બોલ્યો મે બધી જ વાત સાંભળી દિકરા.દિકરા હુ તારા માથા પર હાથ મુકી કસમ ખાવ છુ કે હવે,પછી આ ડી દિલિપ બની જશેને......દયાને પ્રિયાનું અભિમાન બનશે અભિમાન.

દયાબેન ગુસ્સે ભરાયા, રડેલા એટલે આંખો લાલચોળને આંખો ફાડી બોલ્યા....દુર્ગા જેવા લાગી રહ્યા.પ્રચંડ કોપવાળા ડી..મારી દિકરીની જુઠી કસમ લેવાની મંજુરી હુ આપતી નથી,એ મારો એકમાત્ર સહારો છે,જેની સાથે હુ માત્રને માત્ર મારા દુ:ખ વહેચી શકુ છુ.તેને તો જીવિત રહેવા દે "ડી."

ડી એ રડતા આગળ બોલ્યો હા...દયા...હુ સવાર સુધી પ્રિયાથી છુટકારો જ ચાહતો હતો પણ હવે નહી.બે કલાક પહેલાથી હવે હુ મારી દિકરીને પ્રેમ કરવા ચાહુ છુ. હુ તેને મારા ખોળામા બેસાડી વ્હાલ કરવા ચાહુ છુ.જેને મેં ક્યારેય દીકરાના મોહમાં નથી તેડી કે નથી છાની રાખી તેને હું જિંદગીભર વ્હાલ કરવા માગું છું.

દયાબેન ફરીવાર બોલ્યા જુઠ બધુ જ.કુતરાની પૂછડી કોઇ એ કહ્યુ વાંકી માથી સીધી થઇ?

ડી નિરાશ થઈ બોલ્યો હા....તુ માને કે ન માને પણ હુ કરી બતાવીશ જ.

[ત્યાજ પ્રિયાની સાસરીમાંથી યશના પાપા પ્રવિણભાઇનો કોલ આવે છે એક અણધાર્યા સમાચાર લઇને]

"★

આ બાજુ મહેકને અંશ રસોઈ બનાવતા હોય છે.મહેક અંશને બોલી રહી કે મેં અને મારા સર જયદીપે ખૂબ સમજાવ્યા.હવે જે થશે એ પ્રિયા અને દયામાસીના લક.

અંશ ગરમ ગરમ રોટલી ડિસમાં મુકતો બોલ્યો મેડમજી તમે સમજાવોને એ ન સમજે એવું તો શક્ય જ નથી. હું પણ જુઓને કેવો તમારો ગુલામ થઈ ગયો.

મહેક અંશને ધક્કો મારતા બોલી જા હવે.

અંશ મહેકનો ગાલ ખેંચતા બોલ્યો લાવ હું રોટલી બનાવું તું શેક.

મહેકે પાટલી-વેલણ આપ્યા.પછી અંશે રોટલી પાટલી જેવડી વણી.

મહેક જોઈ રહી,હસી રહી બોલી આ શું બનાવ્યું?

ભારત-ચીન કે લંકાનો નકશો એ ખડખડાટ હસવા લાગી.

અંશ બોલ્યો તું જો તો ખરી હું શું બનાવું છું.તારા કરતા પણ ગોળ રોટલી. અંશે ડ્રોઅરમાંથી મોટું સ્ટીલનું બાઉલ કાઢયુંને પાટલી પર ટપ મૂકી. ભાર આપી.આજુબાજુની વધારાની રોટલી લઈ લીધીને પછી બાઉલ ઉંચુ કર્યું મહેકનો હાથ પકડીને બોલ્યો જુઓ મેડમજી.

મહેક આશ્ચર્ય સાથે વાહ ડોક્ટર તને તો બોવ બધું ફાવે છે.

અંશ બોલ્યો ઘણું બધું.કહું શું શું આવડે?

મહેક બોલી ચલ હટ મારે નથી સાંભળવું.

મહેકને પકડીને અંશ બોલ્યો plz plz....

 

Rate & Review

Bhakti Bhargav Thanki
Rajiv

Rajiv 3 years ago

Kinjal Thakkar

Kinjal Thakkar 4 years ago

Vidhi ND.

Vidhi ND. 4 years ago

B DOSHI

B DOSHI 4 years ago