ye rishta tera-mera - 5 in Gujarati Love Stories by VANDE MATARAM books and stories PDF | યે રિશ્તા તેરા-મેરા-5

યે રિશ્તા તેરા-મેરા-5

યે રિશ્તા તેરા-મેરા-5

[આગળ જોયુ નિરવા અને જયદીપ વચ્ચે અજુગતુ બની જાય છે,હવે આગળ....]

અંશ અને મહેક એક બેડ પર બેઠા છે.

અંશ બોલ્યો  my janu dear, janu..... i love you...

મહેક બોલી; i love you.... આજે તો ઘણો મૂડ છે કંઇ..

અંશ બોલ્યો હા...હમણા લોકો એ બિમાર પડવાનુ ઓછુ કર્યુ છે બોવ જ શાંતિ છે...હાશ...એક ઉંડો શ્વાસ છોડ્યો.

મહેક કશુંક વિચારતા બોલી ઓ...હો...તો...તો....ડૉ.ને કમાણી ઓછી થતી હશે?

અંશ બોલ્યો ;મહેક!!! કમાણીનુ તો શુ છે? એ આજે છે અને કાલે નથી!!પણ....જિંદગીમાં મહત્વ છે તો પોતાની વ્યક્તિનુ,પોતાનુ અને સંબંધોનુ!!!

મારી પાસેથી દવા લઈને જાય એ મને યાદ કરવા જોઈએ. મને સારી સારવાર, ઓછી દવા અને  ઓછો ખર્ચ.

આ વાત મને સમજાય ગઇ છે,ઓછા પૈસા હશે તો હુ ચલાવી લઇશ પણ???

મહેક બોલી પણ શુ અંશ?

અંશ બોલ્યો ;પણ...હવે મને તારી આદત થઇ ગઇ છે,તુ મારી સાથે એવી રીતે જોડાય ગઇ છે કે free time મા પણ તારા જ વિચાર આવે છે.તુ એવી રીતે મારી સાથે જોડાય ગઇ છે કે જે રીતે મારા શ્વાસ મારી સાથે,બસ,હવે તુ-હુ અને આપણો પરિવાર...

મહેક અંશના ખભ્ભા પર ટેકો દઈ બોલી હમ્મ્મ

અંશ આગળ બોલ્યો હુ થાકી જાવ છુ,મહેક ક્યારેક મારા જ દર્દીઓના મોં એથી સાંભળી ડૉ.લૂટે છે.મને એ નથી સમજાતુ આ સીટીમા સૌથી ઓછી તપાસ ફી મારી,મેડીકલ બિલ ઓછુ,શક્ય એટલી સારી અને સસ્તી દવા,સરકાર સાથે કરાર તેમ છતાય લોકો ઉંડો નિ:સાસો નાખે છે મારુ કેવુ બોલે છે?

મહેક બોલી અંશ,તુ તો એવી વાત કરે છે કે...

’’સિંહ મારું મારણ કરે નહી કા.કે હુ શાકાહારી છુ’’

‘’બોલ,આમા સિંહને શાકાહારી ને ક્યા સંબંધ છે?’’

અંશ નર્વસ થઈ બોલ્યો મહેક બધુ જ સમજવા છ્તા અમૂક વખત આ વાત accept થતી નથી.

મહેક અંશનો ફેસ પોતાના તરફ કરતા બોલી ;સાચી વાત પણ....કોઇ તો એવુ છે જેની સાથે તુ આ બધુ જ ભુલી શકે છે?

અંશ બોલ્યો [મહેકનો હાથ પકડીને]  કોઇ એક જરૂર છે; પણ એ મારાથી દુર છે.

મહેક ;બંને હાથે અંશના ગાલ પર્‍ ચિટિયા ભરીને ના,એકદમ નજીક છે.

અંશ  કિસ કરીને બોલ્યો  કેટલી?

મહેક અંશનો હાથ પકડી બોલી ;તુ જેટલી સમજે?

અંશ બોલ્યો ઓ હો [મહેકને ગીલી પીચી કરીને રાડારાડ કરાવી મૂકી છે]

મહેક બોલી રહી બસ બસ બસ અંશ હુ થાકી ગઇ હુ થાકી ગઇ.

અંશ કિસ કરીને બોલ્યો થાક ઉતારી દઉ.

મહેક બોલી જો તારે થાક આમ જ ઉતારવો હોય તો ના.

અંશ બોલ્યો ;લો બોવ કરી...

મહેક [ action સાથે ] બોલી લો ઓછી કરી.

[બંને હસી પડ્યા]

અંશ હવે શાંત થઈ બોલ્યો કાલે આપણે મારા friend ની opening મા જવાનુ છે.

મહેક બોલી ઓકે.

અંશ બોલ્યો;તુ સાડી પહેર જે.

મહેક બોલી હમ્મ્મ.

અંશ બોલ્યો હુ 9 વાગે લેવા આવીશ.

મહેક બોલી હવે,કશુ કે’વાનુ છે?

અંશ બોલ્યો ;ના.

[બંને રાત્રે કેંડલાઇટ ડીનર માટે જાય છે.ખુબ મજાક-મસ્તી કરતા-કરતા ડીનર કરીને મહેકને અંશ ઘેર મુકી જાય છે.મહેકને તો ઘેર પહોચી ગયા પછી પણ અંશ સાથેના સીન યાદ આવતા રહે છે,જાગીને પણ એ જ યાદો મહેકને ઘેરી વળે છે.

અંશ તેને ખવડાવે છે.તુ ચિંતા ના કરતી futureમાં બધુ થઇ જશે અને હા જે સંબંધ સચ્ચાઇ પર બાંધ્યોને તેને તોડવો એ આમ લોકોના હાથની વાત નથી બસ,તુ ખુશ રહે એટલે હુ ખુશ જ છુ અને હા મને કિસ કરતી રહે એટલે મારી બેટરી આપણા મેરેજ સુધી charge થતી રહે.

મહેક શરમાતા બોલી  અંશ. જા,નથી બોલવુ.

[મો મચકોડ્યુ].

અંશ બોલ્યો હવે બોલવાથી કે ન બોલવાથી કશુ થવાનુ નથી. હુ તારા ગળે જ પડેલો છુ.

મહેક બોલી અંશ,તુ પાગલ છે.

અંશ બોલ્યો ક્યારનોય.આમ તો તુ મને નાનપણથી જ ગમતી પણ ખબર નહી કેમ ક્યારેય પ્રેમ જેવુ ન લાગ્યુ અને લાગ્યુ ત્યારે હુ તને કહી જ ન શક્યો.]

[ત્યા તો ડોર બેલ વાગી] મહેકનું દીવાસ્વપ્ન તૂટ્યું.ડિનરની યાદોમાં ખલેલ પડી.

મહેક બોલી ક્યારનીય બોલુ છુ આવુ છુ આવુ છુ સંભળાતુ નથી કે

અંશ;[માથુ હલાવીને] બોલ્યો ના પાડે છે.

મહેક બોલી પા..ગલ.

અંશ;[મહેકનો હાથ ખેચીને] wow!! So cute so beautiful બાપરે!! આજની તારી આ અદા તો કાતિલ અને આ આશિકને મારી નાખે એવી જ છે.

મહેક બોલી બસ હવે લો.

અંશ બોલ્યો એમ કેમ છોડી દઉ ,જાનુ દિલ કરે ક્યાય જવુ જ નથી બસ આમ જ તને જકડીને પકડીને રાખુ.મહેકને બાહોમાં લઈ બોલ્યો.

મહેક બોલી ;ઓહો really.

અંશ બોલ્યો યસ

મહેક બોલી ડોબો...નાલાયાક....પાગલ....બેશરમ....ચક ચક ન કર આ નેકલેસ પકડ ને બંદ કર.

અંશ બોલ્યો ;લે આવુ મને ન આવડે?

મહેક કાચ સામે દેખાતા અંશને જોઈ બોલી મિસ્ટર બધુ જ કરવુ પડે.

અંશ બોલ્યો ;really, હુ બધુ જ શીખી લઇશ.

મહેક બોલી તારી સાથે તો વાત કરવી જ બેકાર છે.

અંશ કહે ;ઓકે ઓકે મજાક કરુ છુ,તુ તો સાચો ગોસ્સો કરે છે.[બંને ready થઇ જાય છે]

  • ●●

[ફંકશનમાં પહોચે છે ત્યા બંનેના friend’sહોય છે.બંને મળે છે.]

મિહિર બોલ્યો જેને ત્યાં ઓપનિંગ છે એ. અંશ આ જયદીપ છે.

અંશ હેન્ડશેક કરતા બોલ્યો hi, જયદીપ

જયદીપ બોલ્યો ; hi ડૉ.અંશ

અંશ બોલ્યો ;યા

મિહિર બોલ્યો  જયદીપ '!સ્વર'! કંપનીનો માલિક છે.

અંશ કહે ઓહો જયદીપ, ત્યા મહેક જોબ કરતી એ જ.

 

જયદીપ મહેકનું નામ પડતા જ ઝબકીને કહે છે હમમ

અંશ બોલ્યો મહેક મહેક[મહેક આવે છે]

મહેક આવીને બોલી બોલ.

અંશ કહે ;જયદીપ...[જયદીપ પાછળ ફરીને ઉભો છે, આગળ ફરે છે]

મહેક;[થોડા ગુસ્સામા હોય તેમ]બોલી ઓહો સર! તમે?

જયદીપ હસીને બોલ્યો હા, મિહિર મારો friend છે.નાઈસ ટુ મીટ યુ.

મહેક ખોટું હસીને ઓહ

મિહિર બોલ્યો  જયદીપ, અહીંયા આવ જો.આ મારો દોસ્ત હુ તને કહેતો હતોને કે અમેરિકા છે એ [અંશ જતો રહે છે]

જયદીપ હવે થોડો સ્વસ્થ થઈ બોલ્યો ;સગાઇ કરી લીધી?

મહેક આડાઆવળું જોઈ બોલી હા....તને એમ કે હુ તારી યાદમા રહીશ? રડી...શ એમ? મારી લાઇફ અને મારી ડીગ્રી પર પાણી ફેરવી દઇ...શ એમ? હવે તને જલન થશે એટલે તુ મારી લાઇફમા દખલ કરી...શ એમ.? મે આપણી વાત અંશને કરેલી છે તુ ચિંતા ન કરતો.

જયદીપ;[હસીને] બોલ્યો મહેક...હુ આવુ કશુ જ વિચારતો નથી.તુ તારા મગજને ખોટો તણાવ આપે છે.

મહેક ઘમંડમાં બોલી થાય તોય શુ કરે?

જયદીપ બોલ્યો ;પણ મને એવુ કશુ....

મહેક ગુસ્સામાં બોલી  તોય શુ?

જયદીપ મહેક સાથે ઝઘડો કરવા નહોતો માંગતો બોલ્યો ઓકે બસ...

મહેક બોલી ;નિરવા અને બેડ સુધી આવનાર બીજી બધી કેમ છે?

જયદીપ ખૂબ જ ખુશ થતા બોલ્યો ;જક્કાસ, તારે પુછવુ પડે? એ જયદીપ સાથે છે બેહતર જ હોય ને? કરોડપતિ જયદીપ.

એ ગર્લફ્રેંડને દુઃખી ન થવા દે.તારા મનમાં વહેમ હોય તો કાઢી નાખજો.

મહેક જયદીપને સંભળાવતા બોલી વહેમ નથી. ચિંતા ન કરતો.પણ પછી મારા જેમ જ છોડી મુકી રખડતી ?મહેકે ઘમંડી બની સવાલ કર્યો.

તમારી પત્ની નથી સર? મહેક બોલી.

જયદીપ બોલ્યો ;તેના friends સાથે છે.

મહેક ફરીવાર સંભળાવવા બોલી હા સર, હુ ભુલી ગઇ. તેના friends સાથે જ હોય ને!!! તમારા બેડ સુધી 4-5 છોકરીઓ આવતી હોય ને નિરવાને કોઇ પ્રોબ્લેમ ન હોય તો, નિરવાના બેડ સુધી 4-5 છોકરા આવતા હોય તો તમને પણ પ્રોબ્લેમ તો ન જ હોય ને સર ? અને નિરવા તે લોકો સાથે જ છે એમ કહોને સ...ર....?

જયદીપ;[થોડા ઉંચા અવાજે] બોલ્યો મહેક,

મહેક  ફરીવાર અભિમાનથી બોલી  ચુપ..... આ તારી કંપની નથી કે તુ મને ધક્કો મારીને કાઢી મુકે, બીજુ ના હુ તારી કંપનીમા છુ કે ના તારી gf.

હુ ડૉ.અંશની ફીઆંસી છુ. ત્રીજુ સર હુ ખોટુ શુ બોલી? જવાબ તમે જ આપો સર?

ડૉ.અંશના બેડ સુધી કોઇ આવતી નથી કેમ કે એ મને પંસદ નથી,આથી મારા બેડ સુધી કોઇ આવતુ નથી કેમ કે અંશને પસંદ નથી.

પણ સર તમને તો આ બધુ ગમે છે.બંને બાજુ સરખુ હોય તો જ વાત બને સર.મને પાગલ સમજો છો કે? મહેક જાણે જયદીપને સમજાવતી હોય એમ બોલી.

જયદીપે વાત બદલી બોલ્યો  ‘ડી’ તેની જગા એથી જતો રહ્યો,ત્યા તુ આવી?

મહેક હજુ પણ ઘૂરરાય ને બોલી તમે વાત બદલો છો સર? !ઓહો!!! મારુ આટલુ ધ્યાન રાખે છો સર?

જયદીપ શાંતિથી બોલ્યો ;હુ પણ એક કંપનીનો માલિક છુ ને તેના કૌભાંડની વાત મારા સુધી આવી છે. તુ ધ્યાન રાખજે ‘ડી’ સારો માણસ નથી.જયદીપ મહેકની ચિંતા કરતો બોલી રહ્યો.

મહેક હજુય ગુસ્સામાં બોલી ઓહ...એટલે હવે,તને મારી પોસ્ટ જોવાતી નથી.?

જયદીપ બોલ્યો હુ તને સાચી વાત કરુ છુ,મજાકમા ન લે?

મહેક હસીને બોલી સર કેવો માણસ છે ‘ડી’? પાક્કુ તમારા જેવો તો નહી જ હોય? પછી ખડખડાટ હસી.તેના બેડ સુધી 4/5 તો નહીં જ આવતી હોય.

જયદીપ મહેકને મનાવતો હોય તેમ ચિંતામાં બોલ્યો ;મહેક, હુ સાચુ કહુ છુ બસ, એ ગુસ્સો કરે તો તુ તેને પ્રેમથી અને જાણે તારે આ પોસ્ટની કોઇ જરુર જ નથી અને સર તમે ગયા પછી મારી તકલીફ વધી છે એવા બહાના કરજે. બીજુ અંશનુ અને તારુ ધ્યાન રાખજે.

મહેક ફરીવાર બોલી તમે મારા પર ઉપકાર કરો છો?

જયદીપ ભીની આંખે બોલ્યો ;ના મારી ભુલનો પશ્ચાતાપ.

મહેક બોલી બોવ,મજાક થઇ સર.

જયદીપ આગળ બોલ્યો;   કોઈ ‘ડી’નુ નામ લેવા  તૈયાર નથી આતો active કંપનીનો માલિક પોતે એટલો સક્ષમ છે એટલે બાકી એ ગમે તે કરી શકે છે ડી.

મહેક બોલી ;નાટક બધુ જ નાટક...

જયદીપ બોલ્યો ;તુ અંશને પુછી લે?ત્યાં જ

અંશ દૂરથી બોલ્યો ;મહેક...

તે જતી રહે છે

[જયદીપ પાછળ ફરે તો નિરવા હોય છે બંને જતા હોય છે ને વાતો કરતા હોય છે.

નિરવા પ્રેમથી બોલી  આ બધી જ ભુલ મારી છે જયદીપ.

જયદીપ નર્વસ થઈ બોલ્યો ;ભુલ મારી પણ છે જ પણ હવે,સ્વીકારવાથી કોઇ ફાઇદો નથી.એક નિ;સાસો નાખે છે.

[મહેક અને અંશ નીકળતા જ હોય છે કે મહેકના મમ્મીનો કોલ આવે છે]

મહેક બોલી બોલો મમ્મી શુ કરો છો?

મમ્મી રેખાબેન બોલ્યા સારુ,બેટા.

 

મહેક બોલી હુ ને અંશ એક ફંકશનમાથી નીકળીયે છીએ.

 

મમ્મી બોલ્યા એક વાત કરવી હતી પણ રેહેવા દે અત્યારે નહી.

 

મહેક બોલી ; ના બોલો મમ્મી.હું ને અંશ બે જ છીએ.

મમ્મી બોલ્યાના બેટા એવુ કશુ જરૂરી નથી, પછી વાત કરુ કોલ કટ.

અંશ બોલ્યો ;શુ થયુ?

 

મહેક કહે ;મમ્મી નો કોલ હતો, કશુ કામ હતુ મે કહ્યુ: ફંકશનામાથી નીકળીયે છીએ તો કે જરૂરી કામ નથી પછી વાત કરુ.

 

વાત કંઇક એવી છે એટલે જ મમ્મી નિરાંતે વાત કરવા કહ્યુ અંશ.

 

મહેક ચિંતાના અવાજમાં ધીમું બોલી.

 

 

Rate & Review

Rajiv

Rajiv 3 years ago

Swati Kothari

Swati Kothari 4 years ago

Vidhi ND.

Vidhi ND. 4 years ago

Divya Talsaniya

Divya Talsaniya 4 years ago

B DOSHI

B DOSHI 4 years ago