ye rishta tera-mera - 8 books and stories free download online pdf in Gujarati

યે રિશ્તા તેરા મેરા-7/8

7

સુવર્ણનગર કોંટેક વિહોણુ બની જાય છે.ચારે બાજુ પાણી-પાણી થઇ જાય છે.રસ્તાઓને ઘરમા પણ પાણી ઘુસી જાય છે.ચો-તરફ દરિયો બની જાય છે.વિજળી પણ જતી રહે છે.વરસાદ રુકવાનુ નામ લેતો નથી.

એકબાજુ મુસાફરો ફસાયેલા છે તો બીજીબાજુ ઘરના સભ્યો પણ ફડફડાટમા છે ક્યાક ઝારખંડમા થયુ એવુ ન થાય,યાત્રામા ગયેલા પાછા જ ન ફર્યા.

ન્યુ ગોલ્ડન સીટીમા અંશે તેની હોસ્પિટલ સેકેંડ ફ્લોર પર શીફ્ટ કરી.બધે જ એટલો વરસાદ છે પણ વરસાદના પાણીનો નિકાલ સુવર્ણનગરમા થઇને છે તો સુવર્ણનગર પાણી-પાણી થઈ ગયું છે.

સતત વરસાદને ઠંડીને કારણે લોકો બિમાર પડવા લાગ્યા.ત્રણ દિવસમાં તો વરસાદ અને ગંદકીની અસર વરતાવા લાગી.ડૉ.અંશ દવા લેવા આવતા પેશંટની સારવારમા કોઇ કસર ન છોડે .ગરીબ પાસેથી તો પોતાની ફીઝ પણ ન લે.�અંશ પણ મનમાં મુંજાય રહ્યોંને એક બાજુ પાણી કે મારું કામ.હું જ સર્વત્ર.હજુ તાજા ઘા માંથી જ સ્વસ્થ થયેલી મહેક પર પાછું સંકટ આવ્યું.

માણસોને પોતે કશું જ નથી એવો એહસાસ થઈ ગયો.મારું મારું કરનાર માણસ ઈશ્વરને યાદ કરવા લાગ્યા.એક ક્ષણ માટે પોતાને ઈશ્વર સમકક્ષ સમજનાર વ્યક્તિ પોતાને ગરીબીનો એહસાસ કરાવી રહ્યો એ ઈશ્વર.

એક ડૉકટર અભિમાનથી બોલ્યા.; ડૉ.અંશ આમ હેરાન થવાની શી જરુર છે? હજુ વધારે બે દિવસ હોસ્પિટલ બંદ રાખો પછી જો જો જે કમાણી થાય તે!લોકો કૂતરાની જેમ પૂંછડી પટપતાવતા દોડી આવે જોઈ..એ પણ આપણને ભગવાન સમજીને.પછી આપણે કહેશું એટલા રૂપિયા આપશે...પછી એ અભિમાની ડોક્ટર ખડખડાટ હસ્યો.

ડૉ.અંશ બોલ્યા ;થેંક્સ સર!!! ફોર એડવાઇઝ! પણ મારાથી એવુ નહી થાય,હુ તો અત્યારે જ કમાઇ લેવા માંગુ છુ.આપ જઇ શકો છો.� ડો.અંશે પોતાની પ્રેમિકાને ગુમાવી. આવા સમયે કોઈ હેવાન પણ ઇન્સાન બની જાય.આ તો અંશનું સ્વપ્ન છે કે દર્દીની સેવા કરવી.બહુ જ મોટા અરમાન સાથે એમણે સપનાઓ બનાવ્યા મહેક સાથે.

 

જતા જતા એ ડૉ.બીજા ડૉ.ને કેહતા ગયા તેને સારા થવુ છે ભલે થાય,નવો નવો છે,પછી એ આપણી જોડે જ ભળી જવાનો છે બંને ડૉ.હસી પડ્યા.

ડૉ.અવની ડૉ. અંશ તુ જુઠ કેમ બોલ્યો?

【આમ તો અટકની જોડે ડોકટર લાગે પણ નામની સરળતા માટે નામ આગળ ડોક્ટર લગાવ્યું છે】

ડો.અંશ એક સત્ય હકીકત બોલી રહ્યો; મારા જોડે જીભા જોડી કરવાનો સમય જ ક્યા છે? તુ ન્યુઝ ચેક કરતી રહે સુવર્ણ......વચ્ચે જ અટકી ગયો..

મહેક ક્યાં છે?

શુ થયું?

કોઈ માહિતી નથી પણ એ તેમ છતાંય પોતાના ટેંશન વચ્ચે પ્રેક્ટિસ કરી રહ્યો લોકોની સેવા કરી રહ્યો.આજ ચોથો દિવસ છે ને હજુય અંશની આશા જીવંત છે.માત્ર કેહવા પૂરતું જ જમતો અંશ.ડો.સ્પેશિયલ બનાવતી મનાવતી છતાંય એ ન જમતો.બન્ને જોડે ડોક્ટરનું એક જ કોલેજમાં સ્ટડી કરેલું. હવે અંશની હોસ્પિટલમાં જ અવની પ્રેક્ટિસ પણ કરે છે.

અવની દુઃખ સાથે બોલી;તારુ કામ ઇશ્વર પણ જુએ છે અંશ.ગમે તેમ થાય પણ મહેક પાછી અવશ્ય આવશે.

અંશ આંખ ભીની કરી બોલ્યો ગોડ બ્લેસ યુ મહેક!!!

એક કોલ આવે છે અવની રિસીવ કરે છે.વૃંદાવનથી કોલ હોય છે એટલે કહે છે અંશ,વૃંદાવનથી કોલ....

સવિતાબેન બોલે છે ;બેટા,રેખાબેનને કશી ખબર નથી તો તુ ન કહેતો....એમને તો એમ જ છે કે ચોથા દિવસે પણ એ લોકો ફસાયેલા. કોઈ જ માહિતી નથી એવી ખબર નથી.એમને તો એમ જ છે કે આજે મહેક આવી જશે.પછી ખુદ રડી પડ્યા.

અંશ નિરાશ થઈ ધીમે અવાજે બોલ્યો હા....મમ્મા પછી વાત કરુ.

એક બાજુ ઘરના લોકો,બીજી બાજુ દર્દીની ભીડ.ન્યુ ગોલ્ડન સીટીમા દવાખાનામા હાજરી આપનાર એક માત્ર અંશ.આથી દુર-દુર થી લોકો દવા લેવા પહોચી જાય.હાલનો ઈશ્વર તો લોકો માટે અંશ જ છે.લોકોની ગીચતાવાળા પ્રદેશમાં કોઈક દવાખાના ક્યાંક ખુલ્લાને એક ડોક્ટર અંશ.

 

  • ●●

બીજી બાજુ વૃંદાવનમાં......

સવિતાબેન બધી જ ખબર હોવા છતાંય સ્વસ્થ અવાજે બોલ્યા ચલો,ફટાફટ જમી લો.

રેખાબેન રસ્તો તાકી રહ્યા.આટલો વરસાદ, ચોતરફ પાણી-પાણી, દીકરી રસ્તામાં કોઈ મમ્મી કેમ જમી શકે?આજ ચોથો દિવસ.સમાચારમાં બધા ઠીક જ છે એમ બતાવે છે.આજ આવી જશે, એવું પણ બોલે છે.થોડી થોડી વારે ઉભા થઇ મહેકનો રસ્તો જોઇલે પણ...નિરાશા.મહેક ન દેખાય પણ પાણી  જરૂર દેખાય.

રેખાબેન બોલ્યા મહેક આવે છે તો...

સવિતાબેન સ્વસ્થ થઈ જીદ કરતા બોલ્યા એ તો વરસાદની ક્યારેય પહોચશે, આપણે તો ગરમ ♨ગરમ જમી લેવાયને?

મીત બોલ્યો ;ના...દી...દી..આ....વે..પ....છી.

સવિતાબેન;(ટી.વી બંદ કરીને)બોલ્યા પહેલા જમવાનુ પછી જ વાત.

સવિતાબેને બધાને જીદ કરીને જમવા બેસાડ્યાને જીદ કરીને જમાડ્યા પણ ખરા♨પોતે બધું જ જાણતા હોવા છતાંય અજાણ બના રહ્યા.

વર્ષોથી સાથે રહેતા આ બન્ને કુટુંબ.બન્ને એક સાથે સાસરે આવીને અંશ-મહેક પણ એકાદ વર્ષના અંતે નાના થયેલા.અંશ-મહેક જોડે રમેલા ને મોટા થયેલા.

સવિતાબેન બોલ્યા ;લો રેખાબેન...એમ થોડુ હોય...

રેખાબેન કહે ;તમે પણ લો.

સવિતાબેન કેમ મો..મા એક પણ બટકુ મુકે?એ સુવર્ણનગરનુ પાણી, તેની આંખ સામે જ તરવરે છે એ ન્યુઝમા આવતુ ગાંડુ તુર બનેલુ પાણીને ફસાયેલી મહેક....પોતાની દીકરી સમાન વહુ.

રેખાબેન હવે યાદ આવતા બોલ્યા મીત,સમાચાર કર વરસાદના�

નરેશભાઇ સાથ પુરાવતા બોલ્યા ;હા.....કરને મીત...એ તો ભુલાય જ ગયું.ચિંતામાં.એક નિસાસો નાખ્યો ધડકતા હદયે બોલ્યા.

સવિતાબેન હડબડાહટમાં બોલ્યા ; (જોર થી) ના...મી..ત...ના.....બધા સવિતાબેનની આવી હરકતથી હેરાન થઇ ગયા.તેની સામે જોવા લાગ્યા.

 

રેખાબેન ડરી ગયાને બોલ્યા ;લે......કે...મ?

સવિતાબેન વાતને વાળતા બોલ્યા ;જમતી વખતે કોઇ ચાળા નહી..એ જમવા બેસી ગયો હવે,ઉભુ ન થવાય બસ ન થવાય�પછી ધીમેથી કહે મિત બરાબર નહીં જમે.મહેક લેવા આવે તેની રાહ જુએ છે માટે.

રેખાબેન હસીને ;મીત આ નવો નિયમ તાજો બહાર પડ્યો છે.(બધા હસવા લાગ્યા.)

નરેશભાઇ સવિતાબેનની વાતનો વિરોધ કરતા બોલ્યા તે એ ક્યા ઘરડો છે?

સવિતાબેન બોલ્યા ના મીત,જમીલો એક કામ પતે વરસાદનુ.

મીત બોલ્યો પેલા નક્કી કરો હા કે ના? ત્યા સુધીમા હુ જમી લઉં

બધાને ભર પેટ જમાડ્યા પછી સવિતાબેનના પેટમા માંડ થોડુ ગયુ.તુ લે સવિતા થોડુ લે....રેખાબેન બોલ્યા.ચોથા દિવસે પણ કોઈના ગળે બટકું ન્હોતું ઉતરતું પણ.આજ મુસાફરો પહોંચી જશે એવા સમાચારથી સવિતાબેને જમાડ્યા.

સવિતાબેન કહે ના, હુ મારા ઘેર "શીંગ" ખાતી’તી હવે બિલકુલ જગા નથી.આ તો વરસાદ છે તો આપણે જલ્દી જમી લઇએ.

 

બધા જમીને બેઠા જ હતા ત્યા બાજુમાંથી લીનાબેન આવ્યા.

લીનાબેન પલળતા પલળતા જ આવ્યા.ગોઠણથી નીચે નીચે પાણી છે.એ બોલ્યા મહેકના કશા સમાચાર કે? આજ ચોથો દિવસ છે.

સવિતાબેન ફટાફટ કહે હા...હા....એ આવે જ છે.

લીનાબેન છતાંય કશું સમજ્યા વગર કહે છે પણ ન્યુઝમા તો ટ્રેન...

સવિતાબેન ફરીવાર વાત અટકાવતા બોલ્યા હા...હા...એ અમને ખબર જ છે.

લીનાબેન હવે ચિંતા કરતા બોલ્યા ભારે કરી, મહેકનુ શુ થશે?

સવિતાબેન લીનાબેનને ..ઇશારો કરે છે...પણ એ સમજતા નથી.

રેખાબેન ચિંતામાં બોલ્યા શુ ન્યુઝમા...ને શુ ખબર મહેક...?કેમ આવું બોલો તમે? શું થયું?

લીનાબેન કહે શુ તમે ટી.વીમા નથી જોયુ?અરે!!! આખું સુવર્ણનગર પાણીમા ગરકાવ છે.

રેખાબેન ડરતા બોલ્યા ના...હોય.....મારી.....મહેક...

લીનાબેન આગળ બોલે જ જાય છે ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ.....એક પણ મુસાફર સલામત નથી.

રમણભાઇ આશ્ચર્યથી હે.........

રેખાબેન હવે જોર જોરથી રડવા લાગ્યા.નહી..ન...હી...મારી મહેક ને કશુ નહી થાય.....કશું નહીં.

સવિતાબેન હવે બોલ્યા;શુ લીનાબેન ઘરમા કોઇને ખબર ન હતી તમે પણ?એ ખિજાતા હોય એમ બોલ્યા.

રેખાબેન રડતા રડતા બોલ્યા એટલે જ, એટલે જ તે જમવાની આટલી ઉતાવળ કરી.મારી મહેકને તુ હંમેશા જમાડીને જમનારી એવી તુ, આજે મારી સાથે રમત રમી ગઇ.મને વાત પણ નથી કરતી.રેખાબેન હીબકાં ભરવા લાગ્યા.

મારી મહેકને કશુ નહી થાય, કશુ જ નહી.ચોંધાર આંસુ એ રેખાબેન દિલ તુટી જાય એવા આક્રંદ સાથે રડવા લાગ્યા.ત્યા જ.... શિલ્પાબેન,જ્યાબેન,પારુલબેન આજુબાજુની સ્ત્રી ભેગી થઇ ગઇ.બધાની આંખમા મહેક માટે આંસુ આવી ગયા.

મહેકનું વ્યક્તિત્વ શાંત છોકરીનું રહ્યું.આજુબાજુવાળા પણ તેને પ્રેમ કરે.

હજુય રેખાબેન જોર જોરથી હદયફાટ રડે છે.ધ્રસકેને ધ્રસકે મહેક મહેક કરતા જાય છે.થોડીવાર માટે તો તેંનો આવાજ પણ જતો રહે છે.એટલુ દુ:ખ લાગી જાય છે.માત્ર હિબકા જ ભરે જાય છે.બેભાન જેવી હાલત થઇ જાય છે.મીત ડરી જાય છે ને એ પણ રડવા લાગે છે.

જ્યાબેન બોલ્યા ;આપણી મહેકને એમ કશુ નહી થાય.તેણે જે કામ કર્યા તે અવર્ણીય છે.ઇશ્વર પણ જાણે છે,તેને કશુ નહી થાય.ઇશ્વર એકવાર નહી સો વાર વિચારશે કે જો એ મહેકને ઉપર બોલાવી લેશે તો મહેકની જવાબદારી પુરી કોણ કરશે?

મારી ધૃવાની જિંદગી તેણે તો બચાવી છે, બાકી કોઇની તેવડ છે કે છેક પે’લા હરદેવના ઘેર જઇ બોલી શકે? જયાબેન પણ રડી પડ્યા.હિંમત આપતા-આપતા પોતે જ રડી પડ્યા.

ધૃવા રડતા-રડતા બોલી હા,મમ્મી,આજે મારી તમામ ખુશીનુ કારણ મહેક છે.મારો દિકરો જીવે છે તેનુ કારણ પણ મહેક જ છે.નહીતર હુ જન્મ આપતા પહેલા જ મારી કુંખમા મારી દેત.જો મહેકે મારાને હરદેવના લગ્ન મંદિરમા ન કરાવ્યા હોત?!ઘૃવા બોલી.

જ્યાબેન બોલ્યા ;હા,દિકરી હા....

પારૂલબેન બોલ્યા આંખ ભીની કરી ;ને મારો જય!!! દારૂડિયામાંથી ઇંસાન તો મહેકે જ બનાવ્યો...

  • ●●

અંશ બોલ્યો ;અવની

અવની બોલી સોરી

અંશ રડી પડે એવો થઇ જાય, અવની બોલે સોરી.ત્યારે અવની જ તેને સંભાળી લે.હિંમત બનીને અંશની.અંશને પ્રેમથી કહે ન્યુ ગોલ્ડન સિટીનો એકમાત્ર આધાર તું છે.plz.

અવની અંશને ક્યારેક જીદ કરી પોતાના હાથથી જમાડી પણ લે.અવનીને અંશ કોલેજ સમયના સારા friend. જીદ કરીને જ્યુસ,સરબત પણ પાતી રહે જેથી અંશની તબિયત ખરાબ ન થાય.

અવની બોલી અંશ,મને લાગે આ પ્રેમની પરીક્ષા છે.

અંશ ધીમેથી બોલ્યો કેમ?

અવની બોલી મહેક સતત સારા જ કામ કર્યા કરેને તુ દર્દીની હેલ્પ.વિચાર આ પ્રેમની પરીક્ષા નથી તો બીજુ શુ છે?એ પણ રડમસ થઈ બોલી.

અંશ દુઃખને પી જતા બોલ્યો પણ,બીજાને ખુશ કરતા-કરતા, પણ દુ:ખ જ મળે એ મે જોય લીધુ.અંશે એક ખૂણામાં ઈશ્વર પ્રત્યે રહેલી નારાજગી વ્યક્ત કરી.

અવની અંશની વાતનો વિરોધ કરતા બોલી વહેમ...એક માત્ર...વહેમ...તારો.

અંશ વાતમા ધ્યાન ન દેતા દર્દી તપાસવા લાગે છે.

અવની અંશ અને વૃંદાવન....

તુ નહી ...એમ કહી સવિતાબેન આગળથી રેખાબેને મોબાઇલ લઇ લીધો.

રેખાબેન બોલ્યા દિકરા....રડી પડ્યા...

અંશ ચેઅર માંથી ઉભો થઇ બોલ્યો;કાકી......મહેક બિલકુલ ઠીક છે તમે ચિંતા ન કરો.

રેખાબેન બોલ્યા તને,,,કોણે કહ્યુ? ન્યુઝ કે? એ બોલી રહ્યા.

અંશ હવે જૂઠ ન બોલી શક્યો ના....એમ જ તેનો અવાજ ભારે થઈ ગયો.

રેખાબેન ભારે અવાજે બોલ્યા મને સારુ ન લગાવ કોલ કટ...

અંશ બોલ્યો કાકી..કાકી..પણ..કોલ તો કટ થઈ ગયો.

આજ ચોથો દિવસ.ટ્રેન પાણીમા ગરકાવ મુસાફરો સલામત પણ પછી હજુ સુવર્ણનગર વિશે આગળ કોઇ news એક પણ ચેનલે આપ્યા નથી.

****

 

8

કોઇ ચેનલ દ્વારા પાણીમા ગરકાવ ટ્રેનની માહિતી મળી નથી.

અંતે સરકાર દ્વારા એક હેલીકોપ્ટર મુકવામા આવ્યુ.

સુવર્ણનગરના રાજમહેલ પર ઉભુ રહ્યુ, ને ચાર-પાંચ વ્યક્તિ નીચે ઉતર્યાને મહેલમા પ્રવેશ્યા.

આ મહેલ રાજાશાહી સમયનો. અહીં તેના વારસદાર હજુ પણ રહે જ છે.તે ચાર ગામના પ્રશ્નનો ઉકેલ પણ એ જ કરે છે.

નીરાબાપુને એક સુંદરપરી જેવી દીકરી.તેનુ નામ "કાજલબા".એક દિકરો, તેનુ નામ "ભગીરથસિંહ".અહીં આવીને જુએ તો આવનાર આશ્ચર્યાચકિત થય ગયા.

માય ગોડ....અહીં બધા સલામત છે.? ચેતન બોલ્યો; પ્રણામ રાજાસાહેબ.

નીરાબાપુ માનથી બોલ્યા પ્રણામ.

(મિલન, ભાર્ગવ, નિસર્ગ, બધા એ બાપુને પ્રણામ કર્યા.)

નીરાબાપુ ગર્વથી બોલ્યા સર, આ એ સલામત જગ્યા છે, જ્યા આખે આખુય સુવર્ણનગર પાણીમા ગરકાવ થઇ જાયને તોય એક જંતુનો પણ જીવ ન જાય.

[રાજમહેલનો પહેલો માળ ડૂબી ગયો, બીજા માળ પર ઢોર સલામત છે ને પંખીઓનો કલરવ થતો સંભળાયો.ત્રીજામાળ પર ફસાયેલા લોકો સલામત છે ને ચોથામાળ પર રાજદરબાર]

ચેતને કોલ કરી જણાવ્યુ કે અહીં બધા સલામત છે.જાનહાની થઇ નથી,અમુક જીવને બાદ કરતાં.પણ માલહાની જરુર થઇ છે.એક માળ જેટલુ સુવર્ણનગર પાણીમા ગરકાવ છે.હજુ આખો દિવસ પાણી ઉતરે એવુ લાગતુ નથી.આ સમાચાર બધે જ વાયરલ થઇ ગયા.

ટી.વી પર આવવા લાગ્યાને અંશ તેમજ તેના પરિવાર અને જેટલા લોકો ફસાયેલા છે તેના પરિવારને મળ્યા.બધા ખુશ-ખુશાલ થઇ ગયા.બધા જ ઇશ્વરનો "તહેદિલથી" આભાર માનવા લાગ્યા.

જયદિપને આ વાતની જાણ છે.આથી તેણે ઇશ્વરનો આભાર માન્યોને અંશ-મહેકની જોડીને સલામત રાખવા પ્રાર્થના પણ કરી.

 

આ બાજુ અંશનો પરિવાર ખુશ-ખુશાલ થઇ જાય છે.

અવની બોલી અંશ, જોયુને તારી દુઆ રંગ લાવીને...

અંશ ધીમેથી બોલ્યો  ના, એ લોકોની દુઆ રંગ લાવી જે લોકો એ મારા માટે દિલથી ઇશ્વરને પ્રાર્થના કરી.

અવની માથું હલાવતા  હા...

【બધા જ લોકોને હેલિકોપ્ટર દ્વારા સલામત જગ્યાએ ને ત્યાંથી પોતપોતાના ઘર સુધી પહોચાવાની વ્યવસ્થા કરવામાં આવે છે. મહેક અંશ પાસે પહોચીને ઘણા બધા માણસોની વચ્ચે  અંશ ઉભો હોય છે, મહેક આવે છે.તે દોડતો મહેક પાસે જાય છે ને મહેક પણ દોડીને અંશ પાસે  આવવાની કોશીશ કરે છે.】

અંશ મહેકને તેની બાહોમા લઇને બોલ્યો

’’મે તને કહ્યુ હતુ કે સવારે જ જે, હવે, મારામા તુટવાની બિલકુલ હિંમત નથી’’

અંશ અને મહેક એકબીજાને વળગી પડ્યા. સભ્ય સમાજની સભ્યતા તો ક્યાંય ઉડી ગઈને ફેંકાય પણ ગઈ.બે તૂટેલા દિલ મળ્યાને ઈશ્વરે વિખુટા કરી ફરી પાછા ચોથા દિવસે મળાવ્યા.

મહેક ધીમેથી બોલી અંશ, "પરીક્ષા એક જ વાર હોય વારંવાર નહી..."

અંશ મહેકના બે ગાલ પર હાથ મૂકી બોલ્યો હા,

અવની કશુંક પોતાનું દૂર જતું હોય એવું ફિલ કરી રહી.. અંશ સાથે વિતાવેલા એ ત્રણ દિવસ આવ્યા.અંશનો હાથ પકડેલો તો ક્યારેક માથું દબાવેલૂ તો ક્યારેક દીલાસોને ક્યારેક ગાલ પર મારેલી થપલી તો પોતાના હાથથી અંશને જમાડેલો

આર યુ ઓકે મહેક અવની બોલી?

મહેક હસીને બોલી  સો ફાઇન અવની.

અવની બોલી અંશ, તો ખુબ જ ડરી ગયેલો.

અંશ બોલ્યો હા..મહેક...પણ આ સમયે અવની મારી હિમંત બનીને " મને ગુંથી રાખ્યો.કામમાને તેની નકામી બડબડમા". પછી એ હસ્યો.

[ત્રણેય હસી પડ્યા]

અવની સહજભાવે બોલી  અંશ તો શુ કરુ?

તુ મારો દોસ્ત પણ છે, હુ તને કેમ દુ:ખી જોય શકુ?

મહેક પ્રેમથી બોલી સાચી વાત, અવનીએ ઘેર કોલ કર્યોને વાત શરુ કરી...

મમ્મી રડતા રડતા ભારે અવાજે બોલ્યા મહેક કેમ છે? બેટા, તને કશુ થયુ નથીને?

વચ્ચે જ

પાપા ડરતા ડરતા બોલ્યા તુ પહોચી ગઇને?

વચ્ચે જ

મીત બોલ્યો દી..દી...દી...દી..

વચ્ચે જ

સવિતાબેન હિંમતથી બોલ્યા તુ અંશ પાસે છે ને?

વચ્ચે જ

રમણભાઇ બોલ્યા  તુ બરાબર છે ને કશુ થયુ તો નથી ને?

મીત હવે યાદ આવતા બોલ્યો  સ્પીકર કરો સ્પીકર

(મોબાઇલ સ્પીકર કરેલું અવની એ એટલે અવની, અંશ, મહેક સાંભળતા હોય છે એ લોકો હસી પડ્યા)

મહેક હસતા હસતા બોલી હુ સલામત છુ, ગોલ્ડનસીટી.અંશ પાસે.

[ ત્યા હાજર બધાને શાંતિ થઇ કે મહેક સલામત છે.]

 

 

હુ બરાબર છુ એ બોલી.

સવિતાબેન બોલ્યા  હવે, હમણા ન આવજે.એક મહિના પછી.

અંશ હસીને બોલ્યો મમ્મી હા...હા....તુ ચિંતા ન કર.તમે કોઇ ચિંતા ન કરો

મહેકનો હાથ પકડતા બોલ્યો મહેક મારી પાસે સલામત છે.હુ તેનુ ધ્યાન રાખીશ.હુ હવે તેને મારાથી દુર નહી થવા દઉં.આ સમયે અવની થોડી દુર જતી રહી અંશને મહેકથી.અંશના મોબાઇલમા એક નંબરનુ વેઈટીંગ બતાવે છે એટલે તેણે મમ્મીને બાય કહી તે નંબર પર કોલ કર્યો.

જયદીપ ધીમેથી ને ચિંતાના સ્વરમાં બોલ્યો  "અંશ, મહેક મહેફુઝ છે ને?"

અંશ.મહેકનો હાથ દબાવતા બોલ્યો જી બિલકુલ તેની બાજુમા મહેકને ખેચી તેના ખભ્ભા પર હાથ મુક્યો પછી મહેકને મોબાઇલ આપ્યો.

મહેક બધાને સંભળાય તેમ હસતા હસતા બોલી તને એમ કે જીવથી ગઇ એમ?

જયદીપે ફરી પૂછ્યું તુ સલામત છે?

મહેક હસતા હસતા અંશથી થોડી દુર જઇને બોલી.... અંશની દુઆથી ઓકે છુ.બોલુ-ચાલુ છુ.ચિંતા ન કર.તુ માત્ર નિરવાની ચિંતા કર, તેને જાળવીને રાખજે? ક્યાક તેને પણ કોઇના બેડ સુધી જવાની આદત ન ...

જયદીપ ગુસ્સે થઈ ગયો એ બોલ્યો  "ફાલતુ વાતો કરવા મારે સમય નથી બાય..."

[જયદીપની આંખમાંથી આંસુ પડી જાય છે.આ વખતે મહેક પર જયદીપને જોરદારનો ગુસ્સો આવી જાય છે.થોડી ક્ષણો તો મહેક માટે નફરત થવા લાગી.એક સમય પૂરતું એમ થઈ ગયું કે મેં જ મહેકને પસંદ કરેલી કે? પછી થયું ભૂલ મારી છે.એ ગમે તે સંભળાવે ધીરજની જરૂર મારે છે,તેને નહીં. સંસ્કારની જરૂર મારે છે,તેને નહીં.

નિરવા આ જુએ છે તે જયદીપની નજીક જતી હોય કે એક કોલ આવ્યોને તે રિસિવ કરવા માટે થોડી દુર જતી રહી.

નિરજ ઘમંડમાં બોલ્યો ઓ..હો તારો તો જુનો પ્રેમ જાગી ગયો."આજકલ તુ પ્રેમાવશ છે?"

નિરવા ગુસ્સામાં પણ ધીમેથી બોલી નિરજ, "હા, હુ પ્રેમ કરુ છુ તો કરુ જ છુ".

નિરજ બોલ્યો તું ગમે તે કર તેની સાથે પણ શાંતિ હો...આપણુ ગોલ ભુલાય નહી.

નિરવા ગુસ્સે થઈ બોલી બસ, નિરજ...બસ.

નિરજ હવે નિરવાને એક સચ્ચાઈ બતાવીને જયદીપ પ્રત્યે ઉકસાવવા પ્રયત્ન કરે છે કે નિરવા, તુ બદનામ તો થઇ ગઇ છે, યાદ છે ને?

નિરવા  અભિમાની બની બોલી ભલે, મને કોઇ પરવા નથી.

નિરજ હકીકત બોલી રહ્યો આપણા સમાજમાં ને કંપની માલિકોમાંને લોકોના મો પર તારી જ વાતો છે.

નિરવા બોલી રિપોર્ટ નોર્મલ છે.મારીને જયદીપ વચ્ચે કોઇ સંબંધ બંધાયો જ નથી."હુ આજે પણ પવિત્ર જ છુ."

નિરજ ખડખડાટ હસ્યોને બોલ્યો પણ....જયદીપ....તારી સાથે મેરેજ ક્યારેય નહી કરે.પાછો હસ્યો ને એક હાથ ટેબલ પર પછાડ્યો.

નિરવા બોલી તેણે મને પ્રોમિઝ કર્યુ છે, એ મને બદનામ થવા નહી દે.

નિરજ ફરી ખડખડાટ હસી પડ્યો, "હુ...હુ પોતે નિરજ તેને તારી સચ્ચાઇ જણાવીશ."

નિરવા હવે ચિંતિત થઈ ગઈ એ ડરી ગઈને બોલી નહી...નિરજ તુ એવુ નહી કરે!!! નિરજ!!! નિરજ!!

નિરજ જોરથી બોલ્યો તે મારી સાથે ગદ્દારી કરી, જયદીપને બરબાદ કરાવાના બદલે તુ મારો સહારો લઇ તેની નજીક પહોચી.હુ બદલો અવશ્ય લઇશ.મને ગદ્દારી પસંદ નથી.

નિરવા હવે ઢીલી પડી ગઈ બોલી "એ મારો પ્રેમ છે".

નિરજ બોલ્યો ને એ મારો દુશ્મન. મારા કરતાં આગળ નીકળી ગયો.હું તેને આમ ઉપર જતો જોઈ નથી શકતો.

નિરજ આગળ બોલ્યો જયદીપ ધોકેબાજને મહેકથી દુર કરનાર ચુડેલ સાથે લગ્ન ક્યારેય નહી કરે.

 

નિરવા બોલી નિરજ, તુ ગમે તેમ કરીશ પણ હવે, હુ તારો સાથ નહી આપુ.જયદીપને બરબાદ નહી કરુ.જયદીપ માટે હુ જયદીપ સાથે એક રાત રહી છુ.સમાજમા બરબાદ થઇ છુ.જયદીપને બરબાદ કરવા મે તારી સાથે મળીને આટલુ મોટુ નાટક કર્યુ, નિરજ મેં  તેને બરબાદ કરવા નહી પણ મે તારો ઉપયોગ કરી, જયદીપને મેળવવા  માટે આ નાટક કર્યુ.માત્ર તેને મેળવવા માટે જ....કોલ કટ....કર્યો નીરવા એ.

જયદીપે નિરવાને તેની નજર સામે ફેરવી ગળેથી પકડી નિરવા તુ, તુ આવુ કરીશ, તેની મને શંકા પણ હતી જ એટલે જ હું તારા પર નજર રાખતો મને લાગ્યું તું મારી વિરુધ્ધ ષડયંત્ર રચે છે એટલે કેટલાક દિવસથી હું તારા પર નજર રાખતો રહ્યો તને પકડી પાડવા.

(જોરથી ધક્કો માર્યોને ફરીવાર વાળ પકડ્યા )નાલાયક તુ મને પ્રેમ કરી જ ન શકે?

અરે!!! તે મને મેળવવા માટે એક સંબંધનુ બલિદાન અપાવ્યુ? પ્રેમ આટલો ખુદ ગર્જ ન હોય.નિરવા ન હોય.મે તારી ઇજ્જ્ત બચાવવા માટે મે મારા પ્રેમ સાથે દગો કર્યો.નિરવા મારા પ્રેમ સાથે!!

નિરવા ગુસ્સે થઈ બોલી મારી પાસે બીજો કોઇ રસ્તો પણ ન હતો.તે વાળ છોડવવા કોશીશ કરતી રહી.

જયદીપે એક જોરથી ચટ્ટાક ગાલ પર લગાવી તે આવુ કરવાનુ?

નિરવા રડતા રડતા બોલી હા...હા.... મહેક માટે તુ પાગલ હતો એ સમયે ને હુ તારા માટે!! તુ મારી જોડે મહેકની વાત કરતોને હુ દુ;ખી.

હુ તારી સાથે રમીને મોટી થઇને તુ મહેકનો થઇ ગયો.તે વિચાર પણ ન કર્યો કે નિરવા તારા વગર શુ કરશે?

હુ હંમેશા તને મારો જ બેસ્ટ માનતીને તુ મહેક મહેક કરી દોડી જતો.

મારો એકવાર તો વિચાર કર્યો હોત?

જયદીપ ગુસ્સામાં બોલ્યો  એટલે તે મને મેળવી લીધો એમ?

નિરવા જયદીપની સામે બોલવા લાગી હા....મેળવી લીધોને મેળવીને જ રહીશ.કેમ કે તુ મારી સાથે રાત હતો.એમ વાતો થવા લાગી છે.આ વાતની મારા પાપાને જાણ થતા જ એ તારા પાપાને વાત કરશે જ.

જયદીપ બોલ્યો હુ તેને હકીકત જણાવી દઇશ.

 

નિરવા અભિમાનથી બોલી પ..ણ...હા...રાત વિતાવી એ વાત.?

જયદીપ સહજપણે બોલ્યો કહીશ કે કશુ નથી થયુ.

નિરવા હસીને તારી વાત સાચી માનશે?

ને માનશે તો સમાજ?

તારા પાપા, મારા પાપાની ઇજ્જત માટે બધુ જ કરી છુટશે.

જયદીપ નિરવાને ધક્કો મારીને નિકાળી દે છે ને રડવા લાગે છે.

તેની આંખો રડી રડીને લાલચોળ થઇ ગઇ.મો સૂજી ગયુ.આંખે અંઘારા આવવા લાગ્યા.નિરવા માટે મહેકને છોડીને નિરવા એ નિરજ સાથે મળીને કેવી ગેમ રમી?

 

કોઇ કોઇને મેળવવા માટે આટલી હદ સુધી જઇ શકે છે?

 

કોઇને આટલી હદ સુધી પરેશાન કરી શકે છે?

 

એ પણ મારી દોસ્ત નિરવા?

 

જેને હુ મારાને મહેકના તમામ સંબંધની વાત કરતો રહ્યો. કોઇ પણ જાતનુ અંતર રાખ્યા વગર.જે મારી બચપણની દોસ્ત છે.તેણે મને મેળવવા હદથી વધારે મને તોડી નાખ્યો.

આ બાજુ નિરવા ઘેર પહોચીને જયદીપ કોઇ બીજુ કદમ ઉઠાવે એ પહેલા જ તેની અને જયદીપ વચ્ચે જે થયુ તેની વાત માંડીને રીપોર્ટ સુધીની બધી જ વાત તેની મમ્મીને કરે છે.

આથી નિરવાની મમ્મી તેને બેચાર લગાવી દે છે.તે દોડીને ઉપર નિરવાના પાપા પાસે ગયા ત્યા પહોચતા જ હાફી ગયા, ડરી ગયા, એક દિકરી મા ને કહે કે કોઇની સાથે રાત વિતાવી ચુકી છતા કશુ નથી થયુ, એવુ કહે એ માતા કેમ શાંત રહી શકે?

તેના દિલની વ્યથાને કેમ શાંત કરી શકે?

 

અરે!!!એ પોતાની જાતને કેમ સંભાળી શકે?

 

તેણે વાત કરવાની શરુઆત કરી પણ અ...અ....અ... કશુ જ ન નીકળ્યુ.

આકાશભાઈ નિરવાના પાપા  લે પાણી શુ થયુ?

 

કેમ આમ આટલી દોડીને આવી?

 

નીચેથી જ બૂમ ન કરાય?

 

નિરવાના મમ્મી.રડતા રડતા નિરવા...નિરવા....

 

આકાશભાઈ ડરી ગયા શુ થયુ નિરવાને?જલ્દી બોલ.

 

નિરવાની મમ્મી એ બધી જ વાત કહી.(રડતા રડતા)

 

આકાશભાઈ એક ઉંડો શ્વાસ લઈ બોલ્યા ઓકે.તે પણ દુ:ખી થય ગયા તરત જ સ્વસ્થ થઇને બોલ્યા એ મારી દિકરી છે, કોઇ છોકરા જોડે રાત રહી છતાય પવિત્ર છે.મને ગર્વ છે મારી દિકરી પર.પોતે અંદરથી તૂટી ગયેલા હોવા છતાંય બોલી રહ્યા.

નિરવાના મમ્મીપણ ...સમાજ....

આકાશભાઈ બોલ્યા અરે!! એ તો બોલ્યા કરે તેનુ તો કામ જ એ છે, તુ ચિંતા ન કર હુ હમણા જ મારા મિત્રને આ વાત કરુ છુ કે હવે, મને લાગે આપણા બાળકો મોટા થઇ ગયા છે.તે જયદીપના પાપાને આ વાતની જાણ કરવાને સગાઇ માટે કોલ કરે છે...

એક આખુંય ષડયંત્ર બહાર આવ્યું નિરવા અને નિરજનું.

નીરજ અંશ બિઝનેસમાં આગળ થઈ ગયો એટલે તેને પછાડવા માંગતો હતોને નિરવા નિરજને સીડી બનાવીને તેની પાસેથી આઈડિયા મેળવી લીધો કે

અંશને કાબુમાં કેમ કરી શકાય?

કેમ તેને વશ કરી શકાય?

કેમ નિરવા અંશ જોડે બદલો લઈ શકે?

આ બધું જાણી લીધા પછી નિરવા એ નીરજને દગો કર્યો.

એકબાજુ મહેકના આવવાથી અવનીને ખૂબ જ દુઃખ થયું.તો એક બાજુ જયદીપ ઓફિસમાં જ નિરવાને ષડયંત્ર કરતા પકડી પાડે છે.તો બીજી બાજુ બધાથી અલગ મહેકને અંશ ચોથા દિવસે એકબીજાને મળીને ખૂબ જ ખુશ થઈ ગયા છે.

આગળના સ્ટેપમાં અવની કશું કરશે કે નહીં?

જયદીપ મહેકને હકીકત કહેશે કે નિરવાના પપ્પા વાત કરવાના છે તો પોતાના પપ્પા આગળ ત્યાં વિરોધ કરશે કે પછી આગળ ક્યુ સ્ટેપ લેશે?

તો વળી ચોથા દિવસે મળનાર મહેકને અંશ મિલનની ખુશીમાં ક્યુ સ્ટેપ લેશે.?