Ye Rishata tera-mera - 2 books and stories free download online pdf in Gujarati

યે રિશ્તા તેરા-મેરા - 2

યે રિશ્તા તેરા-મેરા-2

પોતાની જાતને સંભાળી મહેક ઉભી થાય છે ફ્રેશ થાય છે.કશુ જમવાની ઇચ્છા ન હતી,જયદિપની યાદો સાથે રાત્રી થઇ જાય છે. એ પણ ખબર રેહતી નથી અને પોતાના અતિતને યાદ કરતી રડીને આંખો ઘેરાય જાય છે.

મહેકને સ્વપ્ન આવ્યું..હુ ચાય બનાવતી હોય,પાછળથી તું મને....મહેક નિંદરમાં જ ઉભી થઇ જયદીપ રાડ નાખે છે પણ કોઈ જ નથી. નાઈટ લેમ્પ શરું છે.ત્રીજા માળની બારીમાંથી સડસડાટ પવન આવે છે...એ પાછી આંખ લૂછી સૂઈ ગઈ.

સવારમાં જાગીને જ ગામડે જવાનો નિર્ણય લઇ લે છે.પોતાનુ ગામ પોતાનુ જન્મ સ્થળને નામ પણ વૃંદાવન. તે જયદિપ માટે લાવેલી બધી જ વસ્તુ ત્યા જ છોડી જાય છે અને તે ટ્રેનમાં નીકળી પડે છે.બે કલાકમાં પોતાની જાતને કન્વેન્સ કરવાની પૂરી કોશિશ કરે છે.દિલમાં ધરબાયેલા ઘા બહાર ન આવે એ માટે પોતાની જાતને સ્ટ્રોંગ કરે છે.

બે કલાકની સફર પછી તે વૃંદાવન પહોચી જાય છે.

મહેકનો ભાઇ હજુ તો આવતાની સાથે જ મારા માટે શું લાવી દીદી..? તો મમ્મી-પાપા ખુશ થઈ જાય છે દિકરી વિદેશમાં નંબર લઇને આખરે આવી પહોચી.મહેક પહેલા મમ્મી-પપ્પાને પગે લાગી,ભઈલાને બાથભીડી પછી,તેના ભાઇને બધી જ વસ્તુ આપી,મમ્મી-પાપાને તેની વસ્તુ આપે છે. બધા ખુશ થઈ જાય છે.ઘરમાં ખુશીનું વતાવરણ સર્જાય છે પણ મહેકના દિલમાં દુ;ખનો સાગર ઘુઘવાય છે....હદયની સુનામી કોઈ જોઈ શકતું નથીને તેના માટે જીરવવું પણ મુશ્કેલ છે.

મહેક મમ્મી મારે ન્હાવાનું બાકી છે હુ ફ્રેશ થઇને આવુ.પોતાનો ટોવેલ હાથમાં લઈ બોલી.

હા....બેટા.....

આ દરમિયાન મહેકના મમ્મી-પાપા અને ભાઇ બધી વસ્તુ જોઈને મહેકના વખાણ કરે છે.પરિવાર સાથેનો આ પહેલો દિવસ સાંજમાં ક્યારે ફેરવાય ગયો તે ખબર જ ન પડી.

પછી મીત કહે દીદી આજે ટોસ્ટેર બનાવને?

મહેક તેનું નાક ખેંચતા હા પાડે છે અને રસોઇ બનાવવા જાય છે....મહેક અને તેના મમ્મી..

આ સમયે મહેકને જયદીપ સાથેનો સંવાદ યાદ આવતા તેની આંખમાં ઝળઝળીયા આવી જાય છે અને મમ્મીને ખબર ન પડે એ રીતે ફ્રેશ થય જાય છે.મહેકનું દિલ જબબર ધડકવા લાગે છે.

બધા સાથે મળીને હસી મજાક કરતા-કરતા જમવા બેસે છે.

મહેકને તેના મમ્મી પપ્પા ખૂબ જ પ્રેમથી પીરસે છે તો મિત વિરોધ કરતા કહે છે.હું પણ છું.એનાથી નાનો.

રેખાબેન તેનો કાન ખેંચતા કહે છે...લે...તું પણ ખા.

પછી બધા હસવા લાગે છે.

મહેક કામ પતાવીને બાજુમાં સવિતામાસીને ઘેર બેસવા માટે જાય છે.

રમણકાકા કહે આવી ગઈ દિકરી કેમ છે?

બસ મજામાં હો...મહેક હસીને બોલે છે.

થોડીવાર વાતો કરે છે અને ઘેર આવી જાય છે અને મીત સાથે મસ્તી કરે છે.પછી બધા નિરાંતે સુઈ જાય છે.મહેકનો એકમાત્ર સહારો રાત્રિ જ છે.દિનભર બધાને ખુશ હોવાનું દેખાડી રાત્રે નિરાંતે રડી શકાય છે.નિરાંતે દિલને ઠંડુ પાડી શકાય છે.એક વર્ષમાં કેટલું બધું બદલાઈ ગયું.પણ હું તો એવીને એવી જ છેક જઈને આવી તોય.

મહેકના પાપા નરેશભાઈ સવારમાં વાડી એ જતા રહે છે.મહેક 8 વાગે જાગી ફ્રેશ થય નાસ્તો કરી મમ્મીને કહે છે

હુ વાડી એ જઈ આવુ છુ.

મમ્મી ખુશ થતા બોલ્યા હા...હા... જઇ આવ.તને વાડી એ ગયા વગર ક્યા ચાલે જ છે? પાછી કંપની-કંપની કરતી જતી પણ રહીશ.

તે વાડી એ જઇને આટા મારે છે.પાપા અને રમણકાકા સાથે વાતો કરે છે.તે નજરના પહોચે એટલા લાંબા અને પહોળા ખેતરમાં હરિયાળી જોઈ રહી ‘’મને આ બધાની સાથે તુ જોઇએ જ’’.જાણે પાછળથી પકડીને જયદીપ મહેકને કહી રહ્યો હોય.જયદીપની યાદ આવતા અસ્વસ્થ થઇ જાય છે.તે ઉભી જ હોય છે કે પાછળથી અવાજ આવે છે.

સિલ્વર યુનિવેર્સિટી second નંબર gold મેડાલીસ્ટ વાડીએ એમ?

ઓ...હો....તુ પણ M.B.B.S M.D ped. છે નાપાસ ક્યા છે?

ઓ..હો... મહેકુ... હુ તને ક્યારેય નહીં પહોચી શક્યો?

પણ તુ જગડે જ એ રીતે કે હુ જ જીતુ?

સામે વાળી વ્યક્તિ હસે છે.

Hi તુ ક્યારે આવી?

હુ કાલે આવી પણ તુ? હમણા તો તું ઘેર ન તો દેખાતો?

હુ... હુ..ને, એક કલાક પહેલા જ આવ્યો.આપણે બારમાં ધોરણ પછી માંડ માંડ 5-6 વાર જ મળી શક્યા. 5-6 વર્ષમાં નઈ?

હા...તુ મારાથી એક વર્ષ આગળ હતો એટલે તે એક વર્ષ વહેલા વૃંદાવન છોડ્યુને મે એક વર્ષ પાછળ.મહેક બોલી.

હમ્મ્મ્મ્મ્મ્મ સાચી વાત મહેકુ

મારુ નામ....મહેક બોલવા જઈ રહી ત્યાં

વચ્ચે...ખબર છે ને મને મહેક છે પણ મહેકુ કેહવાની ...એમ નહી તને ચીડવવામાં જે મજા આવે છે તે મહેકમાં નથી આવતી...

મહેક શાંત થઈ બોલી જ્યા સુધી સાથે રહ્યા બસ જગડ્યા જ છીએ.મહેક વીતેલા દિવસો યાદ કરતા બોલી.

અંશ...

એ આવનારનું નામ અંશ છે.ડોક્ટરનો અભ્યાસ પૂરો કર્યો છે.....

એ બોલ્યો હસીને બોવ સાચી વાત, પણ મજા બોવ આવતી હો...અને તુ દરેક વખતે મને હરાવતી. ગમે તેમ કરીને અને બધા જ એટલે બધા જ મને ખીજાતા યાદ છે?

મહેકું....

મહેક નર્વસ થઈ બોલી પાપ કરેલા કેમ ભુલાય? પણ તને ખબર છે હવે હુ બધી જ બાઝી હારી જાવ છુ કેમ કે સામે તું નથી હોતોને?

સામેવાળી એ વ્યક્તિ હું જીતુ એવુ જ કરે અને મને જીતાડે?

એવુ કોઇ નથી મળ્યુ આજ સુધી,એક નિ:સાસો નાખતા બોલી.

અંશ મહેકની વાત ઉડાવતા બોલ્યો શું તુ પણ?  ફિલોસોફીની વાતો કરે છે.એ બધુ જ કામ પર છોડીને આવવાનું અહીં આપણા વૃંદાવનમાં માત્ર ખુશ થવા જ આવવાનુ.

મહેકે માત્ર હમમ કહ્યું.

M.B.B.S RIGHT......મે એવુ સાંભળ્યુ કે તારુ hospital new golden city મા બને છે.?

અંશ બોલ્યો સાચી વાત છે...હવે થોડો કલર જ બાકી છે.

હું છ મહિના ડોકટરી પ્રેક્ટીસ માટે ગયો.અને છ મહિનાથી ગામમાં જ પ્રેક્ટીસ કરુ છુ.સાથે ન્યુ ગોલ્ડેન સીટીમાં હોસ્પિટલ બનાવું છું.હુ ત્યા જ હતો અભી જ આવ્યો.તારે કેમ ચાલે છે? તે ક્યાય ન્યુ જોબ માટે એપ્લાય્ કરી છે?

મહેક ઉંડા વિચારોમાં હોય એમ બોલી ના, મારે જોબ નથી કરવી મારો next plaan માત્ર ઘર જ સંભાળવાનો છે.

અંશ આશ્ચર્યથી બોલ્યો what? means house wife?

મહેક અંશની સામે જોઇને હમમમ

અંશ મહેકને કપાળ પર ધક્કો મારતા બોલ્યો તુ પાગલ થઇ ગય છે કે શુ?

થોડું જોરથી બોલ્યો તારી આ બધી ડીગ્રી શું કામની?

મહેનત શું કામની?

તારા મમ્મી-પાપાની મહેનતનો શો અર્થ?

એવુ ના કરતી,તુ જ્યા છો ત્યા જ યા બીજી જગ્યા એ જોબ તો કરજે જ યાર......મહેકું

મહેકે જવાબમાં માત્ર માથુ જ હલાવ્યુ.

અંશ બન્ને હથેળી ઘસતો બોલ્યો ચલ,હવે ચા બનાવ...

મહેક ખુશ થતા બોલી હા,,,,,,ચલ,,,,,,તો......

રમણભાઈ (અંશના પપ્પા)આવ્યા આશ્ચર્યથી બોલ્યા લે અંશ તુ ક્યારે આવ્યો?

અંશ તેની સામે ફરી બોલ્યો પાપા હમણા જ...

મહેક મજાક ઉડાવતા બોલી લે!!!! હમણા ક્યાથી બોવ વર્ષોથી આવ્યો છે તો?

બધા હસી પડ્યા.

રમણભાઈ આગળ બોલ્યા ;મહેક તે અંશ સાથે જગડી લીધુ કે?

બોવ જગડ્યા છો તમે બંને હો......બોવ જ હેરાન કર્યા છે અમને....અને મહેક તુ.....તુ....તો બોવ જ જિદ કરતી હો....

નરેશભાઇ બોલ્યા હવે તો મળવાનું જ ક્યા થાય કે જગડે?

અંશ નિરાશ થઈ બોલ્યો હા કાકા....

રમણભાઈ લેહકાથી બોલ્યા તે બોવ જગડેને તેને એમ જ થાય મળવાય ન પામે હો!!!!!!!

નરેશભાઈ બોલ્યા એ = છે.

અંશ હસતા-હસતા બોલ્યો પાપા જગડો યાદ આવેને ત્યારે હસવુ આવે કે અમે આવુ પણ કરતા?

નરેશભાઈ એકદમ બોલ્યા તે હજુય ક્યા ઓછા છો?

અંશ યાદ કરતા બોલ્યો તારા હાથની ચા તો ક્યારે પીધીને એ પણ યાદ નથી?

મહેક તેને ખીજવતા બોલી તે લે ને કીટલી ભરી જ છે પી જા, નવરાય જ છે....

નરેશભાઈ બોલ્યો મેં કહ્યુંને કે હજુય ક્યા ઓછા છો?

અંશ અને મહેક 7-8 દિવસ સાથે રહે છે.ખૂબ જ હસી મજાક કરી અને ખૂબ વાડીમાં ફર્યા.વાતે વાતે મહેકને જયદીપના નામની યાદ આવેને રડાય પણ જાય. કોઈ ન જુએ એ રીતે દિલ ખોલીને તો રાત્રે જ રડી શકાય.એક પણ રાત એવી નથી કે મહેકને જયદીપની યાદ ન આવી હોય ને તે રડ્યા વગર રહી હોય..

મહેકનુ દિલ સતત દુભાતુ.આખરે જયદીપે કેમ આવુ કર્યુ?સવાલ માત્ર એક જ હતો કેમ? કારણ કે જયદીપ પર શક કરી શકાય એવો એક પણ પ્રસંગ ન હ્તો.કેમકે જયદીપે હંમેશા મહેકના દિલની કાળજી લીધી છે ,મહેકને ન તુ ગમતુ એ ક્યારેય કર્યુ જ ન હતુ.

જયદીપ પણ એમ ન તો ઇચ્છ્તો કે માત્ર વિશ્વાસધાત કે શકની બુનિયાદ પર મહેક તેને છોડે.

તાજો ઘાવ એમ કેમ રુઝાય?

અંશ ચોક્ક્સ તેને ખુશી આપતો પણ દિલથી દુભેલ વ્યક્તિ એમ કેમ દર્દ ભુલી જાય?અંશ મહેકનો પ્રેમી તો નહોતો જ.

સામે છેડે જયદીપની હાલતથી મહેક અજાણ છે.

○●○

 

એક દિવસ રાત્રે મહેક પાપા સાથે ફળીયામાં બેઠી હોય છે.તેના હાથમાં મોબાઇલ છે તે ગેમ રમેં છે. હવે તેની પાસે એ સિવાય કામ પણ શુ છે?

પાપા નરેશભાઈ કહે શાંતિથી ;મહેક બેટા, હવે તુ મોટી થઈ ગઇ છે અને સમજદાર પણ....મહેકે પૂરું ધ્યાન પપ્પાની વાતમાં કેન્દ્રિત કર્યું...

કાલે હુ અને રમણકાકા બેઠા હતા....તેણે કહ્યુ જો મને તેના પરિવાર અને અંશથી કોઇ પ્રોબ્લેમ ન હોય તો તને એ તેના ઘરની વહુ બનાવવા માંગે છે.હુ તને પૂછવા માંગુ છુ કે તને શું ઇચ્છા છે બેટા.....?

મહેક રડમસ થઈ બોલી ;પાપા....શું હું  આપનો બોઝ છુ.?

પાપા તેના માથા પર હાથ મુક્તા બોલ્યા ના બેટા,તું મારી ખુશી છે અને મારી ખુશી હું બીજાને આપવા માંગુ છુ.

મહેક અંદરથી તૂટી ગઈ.દિલમાં એક ધ્રાસકો બેઠો.હવે કોઈ લડાઈ લડવા નહોતી માંગતી.જે સંબંધ પૂરો થઈ ગયો પછી પપ્પાને વાત કરવાની કોઈ જરૂર નથી. મહેકના પપ્પાને લવમેરેજથી કોઈ પ્રૉબ્લેમ નથી એટલે જ દીકરીને તેની ઈચ્છા પૂછી....

મહેક બોલી પાપા .....આપ જેમ કહો તેમ પણ અંશને પૂછી લેજો એ શુ ઇચ્છે છે? માત્ર આટલું જ બોલી. બધું જ અંશ પર છોડી દીધું.

પાપા બોલ્યા ચોક્ક્સ, બેટા હુ પાછળથી કોઇ ગોટાળો થાય એવુ નથી ઇચ્છતો.તું તારા નિર્ણયમાં સવાર થાય ત્યાં સુધીમાં ફેરફાર કરી શકે પણ મારી ઈજ્જત....

મહેક વચ્ચે જ બોલી... પપ્પા વિશ્વાસ રાખો.... ધીમેથી બોલી..

(નરેશભાઇ જતા રહે છે સુવા માટે)

(મહેક ખુબ જ રડી. ન ધારેલુ કેવુ થવા માંડ્યુ? તે પાપાને પોતાની અધૂરી લવ-સ્ટોરી કહેવા ન'તી માંગતી અને અંશ સાથે હા પણ પાડવા ન તી માંગતી.તેમ છતાય તેણે અંશને પૂછવા માટે પણ પાપાને કહી દીધુ)

રોજની માફક આજે પણ અંશ અને મહેક વાડીએ મળ્યા.;

અંશ વાડીમાંની હરિયાળીને જોતા બોલ્યો...

કાલે રાત્રે તારા પાપા એ જે વાત કરી એજ મારા પાપા એ કરી.હુ હવે જિંદગીથી કંટાળી ગયો છુ ન જાણે કેમ એક સંબંધ બાંધતા ડર લાગે છે.?

કોઇ સાથે જિંદગીભરની રીલેશનશીપ બાંધતા મને એક વિશ્વાસઘાતનો ખૂબ જ ડર લાગે છે.તને નહીં સમજાય હું શું બોલુ છુ પણ સાંભળ......

સત્યઘટના છે...મારી.....તેના વિશે જાણીને જ તારે નિર્ણય લેવાનો છે....મહેકું

હુ M.B.B.S માં હતો ત્યારે મને એક છોકરી સાથે લવ થયેલો તે મારી ફેકલ્ટીની ન હતી પણ તે અભ્યાસ જ કરતી હતી,તેની સાથે મારુ લવ બે વર્ષ ચાલ્યુ પછી અમે અલગ થઈ ગયા એ પછી મે ક્યારેય કોઇનીય સાથે કોઇ ફ્રેડશીપ કે લવશીપ કરી નથી.

આ ઘટના પછી મે બધુ જ મમ્મી-પાપા કરશે એમ વિચારી મારી કરીઅર આગળ ધપાવી. આજે એવી પરિસ્થિતિ આવી કે મારે મારી ફ્રેંડ સાથે જ એક સંબંધમાં બંધાવાનુ થયુ તો જુઠથી કેમ શરુઆત કરુ?

નિર્ણય તારે લેવાનો છે. તુ ના કહીશ તો હુ ગમે તેમ કરીને ઘરના લોકોને મનાવી લઇશ. પણ તુ કોઈ પણ પ્રકારના દબાણમાં આવીને સંબંધ માટે હા ન કેહતી. હુ થાકી ગયો છુ આમ મજબૂરીઓથી.

મહેક માત્ર સાંભળી રહી એ હવે હિંમત કરીબોલી હવે,તુ મને સાંભળીશ...

અંશ માત્ર હમમમ ...બોલ્યો

મહેક ધીમેથી બોલી હું એમ કહું તો કે મારી સાથે પણ તારા જેવું જ થયું છે તો શું તું મારી સાથે સંબંધમાં આગળ વધીશ?

અંશ આશ્ચર્યથી ઉભો થઇ બોલ્યો what?  કોણ છે એ ? મને કે હુ તેને મનાવીશ અને તારા લગ્ન તેની સાથે કરાવી આપીશ એટલે જ તુ આમ આટલી ઉદાસ અને .....? હુ સમજી જ ન શક્યો શી...ટ... યાર...ખરેખર તુ.....

મહેક બોલી બસ,,,,હુ તેની સાથેના તમામ સંબંધ તોડી આગળ વધવા માંગુ છુ,મને ‘’વિશ્વાસધાત’’ બિલકુલ પસંદ નથી અંશ,,,

આપણે આ દુનિયામાં એક વ્યક્તિ સાથે પણ વફાદારી ન નિભાવી શકીએ?

શુ એ પ્રેમ છે?

શુ આપણી વ્યક્તિને જે નથી ગમતુ એ આપણે ન છોડી શકીએ કે પછી આપણે જાણી જોઇને આપણી વ્યક્તિને તડપાવવા માટે તેની વિરોધમાં જઈએ?

શું સચ્ચાઇ માત્રને માત્ર ફિલ્મના પડદા પર જ છે? રીઅલ લાઇફમાં નથી?

શું એક છોકરો, એક છોકરીને એમ કહી શકે હુ મારી લાગણી વ્યક્ત નથી કરી શક્તો, કે હુ તારા માટે,,,,, મારા બીજા સાથે મારા સંબંધ બગાડુ?એમ કહે એ કેટલુ વ્યાજબી અંશ?

છોકરો બધા માટે બધુ જ કરી શકે એમ કહીને કે એ કહાનીમાં આપણે બે નથી એટલે લોકો આપણી  વાતો નહી કરે પણ એ જ છોકરો એમ કેમ નથી વિચારતો કે પોતાની વ્યક્તિને તેના આવા જવાબથી કેટલુ દુ;ખ થશે?

બીજાના માટે બધુ જ થાય પણ પોતાના પ્રેમ માટે કશુ નહી તો પછી સામે વાળી વ્યક્તિને સાફ સાફ શબ્દોમાં કેમ કહી દેવામા નથી આવતુ કે હુ તારા ઉપયોગ સિવાય કશુ જ નથી કરતો?

અરે જો કોઇને પામવા માટે પ્રેમ હોય કે સમજવા માટે કે પછી ઉપયોગ કરવા માટે?

આટલું બોલતા તો એ ઢગલો થઈ પડી. આજે અંશ સમજ્યો મહેક કેમ ફિલોસોફીની વાતો કરતી હતી અને પોતે ડાહ્યો થઈને ના પણ પાડતો હતો?

અંશે માત્રને માત્ર મહેકને તેની છાતી સરસી છાપી એક જ હિંમત આપતા કહ્યુ મહેક હું પૂરી કોશિશ કરીશ તને પ્રેમ કરવાની અને તેમા સફળ પણ થઇશ અને હા, સ્ત્રી ઉપયોગ માટે નહી માત્રને માત્ર પ્રેમ કરવા અને સમજવા માટે જ હોય છે .

બીજુ જે વ્યક્તિ કોઇ છોકરીને ઉપયોગની વસ્તુ સમજે છે તો તેને પણ બહેન અને પોતાની માતા હોય જ છે. મને તારાથી કોઇ જ પ્રોબ્લેમ નથી.હુ તૈયાર છુ તારી સાથે મારી જિંદગી વિતાવવા, શાયદ એ જ વ્યક્તિ તને ન સમજી શકી જેને તે આટલો પ્રેમ કર્યો શાયદ તુ મારા નસીબમાં છો એટલે જ તુ તેનાથી દૂર થઈ.

બે માંથી કોઈ એ નામની ચોખવટ જ ન પાડી કે સામેવાળી વ્યક્તિના નામ શું હતા? બંને એ પોતાના દિલની વાત કરી દીધી......બંને એ એકબીજાનો સ્વીકાર કર્યોને આગળ વધવા તૈયાર થયા.અંશે હિંમત ન કરી હોત તો મહેક પણ કશું ન બોલી શકી હોત.બંનેનો ભૂતકાળ દબાય ગયો હોત.આમ જુઓ તો બન્ને દોસ્તો એ પોતાનો ભૂતકાળ ધરબી દીધો.

બંને એ પોતપોતાની મરજી ઘેર જણાવીને ઘરના સભ્યો તો આમ જ ચાહતા હતા કે પરિવારનો સંબંધ વધારે મજબૂત બને....

બીજા દિવસે બંને ગોલ્ડેન સીટી જવા નીકળે છે અંશને હોસ્પિટલનું કામ છે ને મહેક ને ઇંટેરવ્યુ આપવા જવાનું છે. આમ તો આ ઇંટેરવ્યુ માત્ર ઓપચારીક જ છે. ન્યુ ગોલ્ડેન સીટી પહોચી મહેકે ઇંટેરવ્યુ આપ્યોને જોબ માટે હાજર થવા માટે કેહવામાં આવ્યુ.

મહેકે અને અંશે મહેકની રૂમ ન્યુ ગોલ્ડેન સીટી ફેરવીને મહેકે કંપનીમાં જવાનુ શરુ કર્યુ.અંશની હોસ્પિટલનું  કામ પૂરૂ થવા પર જ છે.

રોજ સવારમાં વોકિંગ,નાસ્તો,સાંજના ચાલતા-ચાલતા ફરવા જવુ. ડિનેર.મહેકના દિલમાં એક વસવસો જયદીપના નામનો.તાજો ઘા ભૂલી શકતી નહોતી.અંશને તો પ્રેમ તૂટ્યો તેને ઘણો સમય નીકળી ગયો ને પછી તો પૂરું ધ્યાન સ્ટડીમાં કેન્દ્રિત કર્યું એટલે તે મહેક સાથેના સંબંધથી ખૂબ જ ખુશ છે.

આ બધાની વચ્ચે 15 દિવસ ક્યા જતા રહ્યા એ જ ખબર ન રહી?

મહેકની લાઇફમાં પાછા પ્રેમના દિવસો આવ્યા.એ પણ પોતાના અસૂલોની સાથે.એક સારો છોકરો અંશ,એક સારી છોકરી મહેક, એક પ્રેમ કહાની શરુ થઈ..બે દિવસની રજા છે તો બન્ને ઘેર વૃંદાવન આવ્યા...ને...ફરીવાર એ જ સમય.વાડી એ આવવાનું અંશ કેટલીય વાર સુધી મહેકનો હાથ પકડીને બેસી રહે.મહેક એક શબ્દ ન બોલે.

અંશ પોતાનો હાથનો હળવો સ્પર્શ મહેકને કરે.મહેકને એ પસંદ ન આવે.એ પોતાનો હાથ દૂર કરે એટલે અંશ ફરીવાર સ્પર્શ ન કરેને બીજી વાતો કરવા લાગે.મહેક ઊંડો નિસાસો નાખે.અંશને ખબર પડી જાય કે મહેકને અતીત સતાવી રહ્યું.એ મહેકને કોઈને કોઈ કામ સોંપી દે.મહેકને સમજવાનો પ્રયત્ન કરે.

બે દિવસ પુરા થયા.મહેક ન્યુ ગોલ્ડેન સીટી આવતી રહીને અંશ હોસ્પિટલની ઓપનિંગની તૈયારી કરવા ત્યા જ વૃંદાવન રહ્યો.

અંશે વૃંદાવનમાં રહીને બધી જ તૈયારી કરી.કેટલા લોકોને ઇનવાઇટ કરવા? કેવું આયોજન હશે? જમવાની વ્યવસ્થા?સંપૂર્ણ કાચો ફરમો જાતે તૈયાર કર્યો.આ બધાની વચ્ચે મહેકનો સંપર્ક તો ખરો જ.ફ્રી સમયમાં મહેક સાથે હસી મજાક કરે.વાતો કરેને તૈયારી વિશે પૂછે.

1 વીક પછી એ પણ આવતો રહ્યો.મહેકની જોબ શરુ છે,તે બંને એ સાથે મળીને બીજી તૈયારી પણ કરી. જોરદાર હોસ્પિટલનું opening થયુ.તેની hospital નુ નામ ‘’સર’’ રાખવામાં આવ્યુ.અંશના મમ્મી-પાપાના નામના પહેલા અક્ષર પરથી સવિતાબેન-રમણભાઇ.અંશે સફળ ડોક્ટરીની શરુઆત કરી........

બધુ જ બરાબર ચાલતુ રહ્યુ મહેક અને અંશ પણ ખુશ છે,

મહેક અને અંશના સગાઇની date પણ ફિક્સ થઇ ગઇ.થોડી-થોડી તૈયારી પણ શરુ થઇ ગઇ.અંશ રોજ સાંજના call કરે તૈયાર થઈ જજે, આજે આમ ખરીદી કરવા જવુ છે આજે તેમ જવાનુ છે.shoping/shoping બસ બીજી વાત નહી....

○●○

 

એક દિવસ મહેકના mobile માં call આવ્યો ,call અંશનો જ,

મહેક બોલી બોલ શું છે?

અંશ બોલ્યો મહેક i am sorry......

મહેક આશ્ચર્યથી બોલી પણ કે..મ...?  શા ના ,માટે...?

અંશ આગળ.બોલ્યો મને મારો પ્રથમ પ્રેમ મળી ગયો છે,તેણે તેની તમામ ભુલ કબૂલી છે,માફી માંગી છે,હુ તેના વગર રહી શકુ તેમ નથી....તુ તો જાણે છે પ્રથમ પ્રેમનું  મહત્વ શું છે?

હમ જીતે હૈ એકબાર,

 

મરતે હૈ એકબાર,

પ્યાર એકબાર હોતા હૈ ઓર;

શાદી ભી એક હી બાર હોતી હૈ.....

મહેક હુ તારી સાથે એંગેજ નહી કરી શકુ પણ હા, એક વફાદાર દોસ્ત અવશ્ય બની રહીશ ,શક્ય હોય તો મને માફ કરી દેજે....?

મહેક ડરી ગઈ,પરસેવો થઈ ગયો.ફરી એ જ દિવસ આવ્યો એ જ સમય એ જ પલ.જયદીપ સામે ઉભા-ઉભા જે હાલત થઈ હતી એ જ હાલત એ આગળ જીભ લથડીયા ખાતી બોલી પણ.......

સગાઇની તારીખ, શોપિંગ, કાર્ડ આ બધુ તો થઈ ગયુ છે?

બીજી બાજુ આપણા પરિવાર અને માતા-પિતાની આબરુનું શું?

બસ હવે તો જોર જોરથી રડી પડે એટલી જ વાર....

અંશ બોલ્યો આબરૂનું તો શું છે મહેક ?

આ બધું થોડીવારનું છે પણ મહેક એ છોકરી જતી રહેશે તો પાછી ક્યારેય નહીં  મળે.....?

call cut

મહેક બોલી રહી.......

બસ,બોવ થઈ ગયુ.....

હુ હવે કોઇ પણ દર્દ સહન કરવા સક્ષમ નથી....બસ એક જ દર્દ સહન કરીશ એ પણ મરવાનું, આત્મહત્યાનું........