ye rishta tera-mera - 9 in Gujarati Love Stories by VANDE MATARAM books and stories PDF | યે રિશ્તા તેરા-મેરા-9

યે રિશ્તા તેરા-મેરા-9

9

અંશે તેની હોસ્પિટલમા મહેક આવી ગઇની ખુશીમા પાર્ટીનુ આયોજન કર્યુ.આ પાર્ટીમા ગોલ્ડેનસીટીના તમામ ડૉ.ને ઇંવીટેશન આપવામા આવ્યુ.અંશની હોસ્પિટલના હોલમા આ આયોજન કર્યું.તમામ સ્ટાફને દર્દીને પણ આમંત્રણ આપવામા આવ્યુ.અંશને એક પછી એક અભિનંદન આપવા લાગ્યા.

એક દર્દી જેણે અચાનક જ માઇક્રોફોનમા બોલવા લાગ્યો સાહેબ,તમે વરસાદના છેલ્લા બે દિવસમા બોવ બધા દર્દીની સેવા કરી છે.એ પણ એવા સમયે જ્યારે ન્યુ ગોલ્ડેન સીટીના કહેવાતા બધા જ દવાખાના બંદ હતા.

બીજુ જે લોકો એમ કહેતા હતા કે સાહેબ કમાણી કરવા માટે હોસ્પિટલ ખુલ્લુ રાખ્યુ તો હુ તેને કહી દઉં સાહેબે આ બે દિવસ કોઇ ફીઝ લીધી નથી.તેણે લાખોપતિ કે અબજોપતિ બનવાના સપનાને જોયા વગર જ આ કામ કર્યૂ છે.

અમુક ડોકટર જાતે જ સમજી ગયા ને નીચે જોઈ ગયા.

અંશ એ દર્દી પાસે આવ્યો ને બોલ્યો "આભાર આપનો,મે મારી પ્રશંસા માટે આ કામ નથી કર્યુ.મારી ફરજ સમજી છે."

એમ માનો મેં મારું સ્વપ્ન પૂરું કર્યું છે.

દર્દી પ્રેમથી કહે સાહેબ,પણ એક ડૉ.તમને કહેતા હતા કે તમે પૈસા માટે હોસ્પિટલ ખુલ્લુ રાખ્યુ તો હુ તેને જ જાણ કરુ છુ કે સાહેબે એક પણ રુપિયો લીધો નથી.માટે જ સાહેબની પ્રાર્થના ઇશ્વરે સાંભળીને તેની જિંદગીને સહી-સલામત પાછી મોકલી આપી.

મહેક બધાની સામે જ અંશના ખભ્ભા પર હાથ મૂકી અંશને હિંમત આપતા બોલી ;કાકા,આ તમે સાચી વાત કરી.અંશ કોઇ ચાહે કંઇ પણ કહે તુ માત્ર તારુ કામ કર ઉપરવાળો (ઉપર આંગળી કરીને] રિજલ્ટ જરુર આપશે.

બધા એ આ વાતને તાળીના ગડગડાટ સાથે વધાવી લીધીને જમવાનુ શરુ થયુ મહેકને અંશ મહેમાનો સાથે વાતોમા ખોવાઈ ગયા.

 

અવની આ બધું જ જોઈ રહી,સાંભળી રહી. કોણ જાણે કેવી માયા લાગી.દિલ ધડકવા કરતા ધડકે છે જાજુ.પોતાના મનને કેટલુંય કાબુમાં રાખવા છતાં એ પોતાનો જ કક્કો ભણે છે.

આ તે કેવી સંવેદના જાગી કે અવનીથી મહેકને અંશને જોડે જોઈ નથી શકાતા.આંખોમાં પાણી આવી જાય.દિલમાં દુઃખ થઈ આવે ને પોતાનું ખોવાનો ડર.

મહેકને અંશ તો પોતાની જ મસ્તીમાં છે.બન્ને એ હવે પાર્ટીમાં પણ એકાંત શોધ્યું.

અંશ બોલ્યો આ 4 દિવસ તો મેં રાત-દિવસ જાગીને જ કાઢ્યા છે.ક્યાં ખોવાઈ ગયતી આમ મને એકલો મૂકીને?

તને કેટલી વાર ના પાડી મને તારા વગર એકલું નથી ગમતું.

મહેક મેં તારા માટે જ ઈશ્વરને પ્રાર્થના કરી તારા સુધી પહોંચી ત્યાં સુધી.મારો અંશ એકવાર તૂટી ચુક્યો હવે તેને હિંમત આપજો.

અંશ બોલ્યો શાયદ તારી પ્રાર્થનાના હિસાબે જ મારું દિલ છેક ઉંડેથી કહેતું હતું મહેક સલામત છે.પણ લોકોની વાતો, અફવાને ન્યુઝ વાળા મારા દિલના ટુકડે-ટુકડા કરી નાખતા હતા.

મહેક અંશને રોકતા બોલી બસ જમી લે આવું ન બોલાય.

અંશને મહેક ઘેર પહોંચ્યા.

અંશે મહેકને હગ આપ્યુને જકડી રાખી. બોલ્યો તું પાગલ છે.મને સમજતી જ નથી. તું હમેશાં નાનપણની જેમ જ પરેશાન કરે છે.જેમ નાના હતા ત્યારે તારી બેગ પણ મારે લેવી પડતી.

મહેક અંશની કમર પકડી બોલી. ધીમેથી તો શું મને બોવ જ મજા આવતી હતી એમ?

ચાર દિવસ ત્રણ રાત્રિ તારા વગર,તારા જ વિચારોમાં કાઢી છે.

અંશ મહેકના ફેસ નજીક પોતાના લિપ લાવતા બોલ્યો હું ક્યાં કહું છું કે.....

મહેકના શ્વાસની ગતિ વધી ગઈ,તે.નીચું જોઈ શરમાય રહી. અંશે તેનું મો ઉંચુ કરી કશું જ મ બોલ્યો બસ...મહેકને કિસ કરતો રહ્યોંને મહેક શરમાતી રહી...

○●○●○

આ બાજુ જયદીપના કહ્યા મુજબ "ડી" એક પણ બાબત ભુલ્યો નથી."એક્ટીવ" કંપનીના માલિક "હરી" કરતા વધારે ગુસ્સો મહેક પર છે.મહેકે તેની પોલ બહાર પાડી.તે જ્યારે પણ મહેક મળે તેને કંઇક કહેવા કે ધમકાવવા માંગે છે.એક બાજુ વરસાદ પછી રોગચાળા એ જોર પકડ્યુ. "ડી" હાફળો ફાફળો થઈ ગયો મહેકને ધમકાવવા.તેને સંભળાવવા,પોતે કંઈક છે એવું સાબિત કરવા.

અંશને નામનો પણ સમય રહેતો નહી.મહેક કંપની પરથી આવી થાકી જાય.એક દિવસની વાત છે મહેક તેનુ "એકટીવા" લઇને જતી હોય છે.એક કાર વાળો સહેજ ટક્કર લગાવે છે.

મહેક ગુસ્સે થતા જોરથી બોલે છે એય દેખતો નથી કે....એ કારવાળા એ સાઈડ કાચમાં જોયું એ પાછો પાછો આવ્યો તે મહેકને ઓળખી ગયો આથી જ કારને પાછી પાછી આવવા દીધી.તે બહાર નીકલ્યોને બોલ્યો..આ સમયે મહેક એક્ટીવા સરખુ જ કરતી હોય છે....પેલો પાછો આવ્યો તેની ખબર જ નથી

એય! બોવ બક બક નહી કર નહીતર...? એ ગુસ્સે થઈ જોરથી બોલ્યો

બધાની નજર આ બે પર અટકી. મહેક પણ બધા સામે જુએ એટલે ડરી ગઈ... આ તો "ડી!" જયદીપની વાત પર મહેકે મજાક ઉડાવેલી .આ એ જ "ડી" તેના પર "રાક્ષસ" બની ઉભો રહ્યો.હાથમા કશુક કાર્ડ જેવુ છે.કમર બેલ્ટ પર ચપ્પુ લગાવેલુ છે.જોયામાં પણ રાક્ષસ કરતા વધારે ખતરનાક લાગે છે બીજું બધા લોકો ડી ને ઓળખે પણ છે.

મહેક ડરતા ડરતા બોલી ઓહ!!!! સર ત...મે? મને ખબર ન હતી,નહીતર થોડી બોલુ? આપ તો મારા પાપાની ઉંમરના છો,મને થયુ કોઇ કોલેજીયન જેવુ હશે?

[ડી થોડીવાર શાંત રહ્યો પછી બોલ્યો...]

ડી અભિમાનમાં મહેક સામે જોય બોલ્યો તુ તો મરતા-મરતા પાછી આવી?

મહેક બોલી ;જી સર ઇશ્વર ઇચ્છા મહાબળવાન!

ડી આગળ બોલ્યો તુ મેનેજર બની ગઇને તારો પગાર અધધધ... 70,000 પગાર.?

પૈસા પૈસા..

અંશને તુ પૈસા પૈસા...

મહેક  કોમળ અવાજમાં બોલી હા,સર! અમારે ભગવાનની દયા છે પણ...સર તમારા કારણે હુ ફસાણી.ડી મહેક સામે જોઈ રહ્યો. આજે હુ જેટલી મુશ્કેલમા છુ તેનુ એકમાત્ર કારણ તમે જ છો!એ જાણે પ્રેમથી ખીજાય રહી...

ડી બોલ્યો લે કેમ?

મહેક તેના બન્ને હાથ પોતાની કમર પર રાખતા લે કેમ શુ? મને જબરદસ્તી તમારા જવાથી મેનેજર બનાવી. હુ કેટલી હેરાન થાવ છુ? મારે મારુ ઘર પણ ચલાવવાનું છે.

ડી ફરીવાર આશ્ચર્ય સાથે ;કેમ વળી?

મહેક બોલી સાંભળો અંશ ડૉકટર....હુ મેનેજર.અમને બંન્નેને એકબીજા માટે સમય જ નથી રહેતો.તમે વધારે માફી માંગી હોત તો હુ પોસ્ટ પર ન આવેત ને હુ અંશ માટે સમય નીકાળી શકી હોત?  પણ કાશ...તમે હોત...મને ખબર હોત કે આવું થશે તો...મહેક એટલા ગળગળા અવાજે બોલી કે ડી ઉતરી ગયો અંદર...

ડી મહેકની વાતને ટેકો આપતા બોલ્યો હા..એ છે મહેક

મહેક બોલી  જવાદો એ વાત...સર! આ તમારા હાથમા શુ છે? તમે કોઇ કંપની...?

ડી બોલ્યો અરે!!!!ના..ના....આ મારી બેબીના મેરેજનુ કાર્ડ છે.

મહેક આશ્ચર્ય સાથે બોલી ઓહ

ડી બોલ્યો ;રવિ,મહેક ના નામ પર કાર્ડ લખી આપ.લખી આપે છે લે તુ ચોક્કસ આવજે હો મહેક.મહેકના હાથમાં કાર્ડ આપે છે.

મહેક પ્રેમથી જી સર!

ડી ખેંચ કરતા બોલ્યો ચોક્કસ હો મારી લાડલી તારા જેવી જ છે.

મહેક મનમા વિચારી રહી એક દિકરીનો બાપ આવો પણ હોય શકે? બોલી હા જી સર પાક્કુ.

ડી બોલ્યો શુ વિચારે છે?

 

મહેક વિચારો ને તોડતા બોલી અરે!!! કંઇ નહી. મને અંશે કહ્યુ હતુ કે હોસ્પિટલ આવજે...પણ હવે સમય...

ડી બોલ્યો ;મારા જેવા લોકોના ઘેર તમે પ્રોફેશન લોકો ન આવો એમ?

મહેકને જાણે ડી ને સમજી ગયો એવો ડર મહેકને લાગ્યો એ બોલી ;અરે ના સર.તમને કહ્યુ તો ખરુ કે,,,,હુ આવીશ જ...

ડી બોલ્યો આજે ડેકોરેશનની રસમ છે તો આવી જ જે.

મહેક બોલી સર કેટલા વાગે?

ડી બોલ્યો ભારપૂર્વક આજે સાંજના પાંચ વાગે.

મહેક બોલી હુ આવીશ ને આવજો કહી બંન્ને પોત-પોતાના રસ્તે જતા રહ્યા.

【પછી તરત જ કંપની પહોચીને મહેકે કોલ કરી અંશને બધી જ વાત કરે....

અંશ બોલ્યો તને ડી એ કાર્ડ આપ્યુ તેનો સીધો જ અર્થ કે તેને કોઇ વેર-ભાવના નથી.બસ,તુ જઇ આવજે જવા ખાતર.એમાં શું? એમ પણ એ કંપનીમાં હોત તો જવું જ પડેત. એમ સમજે.

મહેક બોલી ;જી બાય】

【મહેકને વિચાર આવે છે કે જયદીપે મને ન કહ્યુ હોત તો હુ ડી ને ગમે તેમ બોલી ગઇ હોત? પણ પણ એ રહ્યો ગુંડૉ માણસ. આપણા જેવા સોફ્ટ પીપલનુ કામ નહી તેની સામે બાથભીડવાનુ.તેમ છ્તા હુ આવી બાબત માટે જયદીપને માફ ન જ કરી શકુ.તે નિરવા જોડે મેરેજ પેલા છી...】

 

○●○

સાંજના 5 વાગી ગયા.હજુ મહેક ઓફિસમા જ છે.તે સરને ચાલતા-ચાલતા જ બોલતી ગઇ સર મારે કામ છે હુ જાવ છુ.તે સીધી જ ડી ના ઘેર પહોચી ગઇ.

 

ત્યા ડી ને તેનો પરિવાર વાતોમા મશગૂલ છે.કોઇ ડેકોરેશન કરે છે,કોઇ સફાઇ,બાળકો રમે છે,સ્ત્રીઓ કોઇ અંદર તો કોઇ બહાર આવે છે,તો કોઇ વાતો કરે છે.

ડી તેની પત્ની દયા,દિકરી પ્રિયા , ઉર્મીફઇ, સીમામામી, સહેવાગમામા.આજે ડેકોરેશ અને વહેવાર માટે સાડી લેવા જવાની છે તો તેની વાતો કરે છે.એવામા ડી મહેકને જોઇ ગયો.

ડી આશ્ચર્ય સાથે ઉભો થઇ આવ,બેટા આવ.

મહેકે બધાને નમસ્તે! કર્યું

દયાબેન બોલ્યા નમસ્તે બેટા.

ડી એ ઇન્ટ્રોડક્શન આપતા કહ્યું એકટીવ કંપનીમા મેનેજર છે.

પ્રિયા ડી ની દીકરી બોલી ઓહ......

મહેક બોલી hi

પ્રિયા બોલી ;hi

દયાબેન બોલ્યા નીલા મેડમને પાણીને ચાય આપ.

પ્રિયા બોલી મહેક,તુ આવી તો મને કંપની મળી ગઇ.

[મહેક ડી ના બંગલાને નીહાળી રહીને પ્રિયાને જવાબ આપી રહી હમમમ

પ્રિયા બોલી આજે ડેકોરેશન અને શોપીંગ ડે છે. તુ અમારા જોડે આવે છે.એમ પણ સાંજ થઇ ગઇ છે, તુ આવે જ છે હવે,કોઇ કામ ન હોય એટલે બહાનુ નહી ચાલે!પ્રિયા મહેકને મનાવી રહી,સમજાવી રહી, જીદ કરી રહીને આદેશ પણ.

મહેક બોલી તેના હાથ પર હાથ મૂકી પ્રિયા જીદ ન કર,મને સમય નથી.હું એકલી રહું છું.મારા ફિઆન્સ પણ છે તો....

ડી આ વાત સાંભળી જતા બોલ્યો મને ખબર જ છે,પણ પ્રિયાની કંપની માટે તારાથી વધારે બેસ્ટ કોઇ નથી.એટલે તારે તો આવવુ જ પડશે.ડી તરત જ અંશને જાણ કરે છે કે મહેકને ઘેર તે છોડી આવશે.

અંશ આવા લુચ્ચા, લાફનગા, હરામી માણસને કેમ હા પાડે કે મૂકી જ જે...એ બોલ્યો ...નહીં...નહી તમે જ્યા શોપીંગ જવાના હોય મને જાણ કરી દેજો હુ આવીશ.

ડી ખુશ થઈ બોલ્યો બિગ બઝાર મોલ શોપીંગ સેંટર

અંશ બોલ્યો જી સર.હુ લઇ જઇશ,એમ પણ ડીનર માટે આજે અમે બહાર જવાના છીએ તો....

(બધા તૈયાર થવા જાય છે બજારમા જવા માટે એ સમયે મહેક બંગલામા ફરતી હોય છે.સાંજના સમયનું ડેકોરેશન આખા બંગલાને રાજમહેલથી કમ નથી લાગતું.હમણાં જ નિરાબાપુના રાજમહેલમાં જઈ આવી પણ ત્યાં બધું જ પાણી પાણી કશું જોઈ ન શકાયું.)

ડી કહે છે ઓકે ડૉકટર હુ તમને ના કેવી રીતે પાડી શકુ?

【બધા મોલમા જાય છે.વહેવાર માટે સાડી બધા જુએ છે,બધા એકબીજાની પસંદની સાડી એક બીજાને બતાવે છે કોઇ સાડીના વખાણ તો કોઇ સામે જોઇને મો મચકોડે છે.બધી સાડી પસંદ થઇ જાય પછી જ્વેલર્સને ત્યા જાય છે.પ્રિયાના બધા ઘરેણાની ખરીદી બાકી હતી તો મહેકે પ્રિયાને સીલેક્ટ કરવામા ખૂબજ હેલ્પ કરી.પ્રિયાને તેમજ ઘરના લોકોને મહેકની પસંદ ખૂબ જ ગમીને તેના વખાણ કર્યા】

પ્રિયા ખુશ થઈ બોલી મહેક,તારી પસંદ લાજવાબ છે.

ઉર્મીફઇ બોલ્યા હા,મહેક તને ઘણી બધી ખબર પડે છે.

દયાબેન વ્હાલથી બોલ્યા ડાહી પણ એટલી જ છે.

સહદેવમામા વખાણ કરતા બોલ્યા એ તો ડાહી દિકરી દેખાય જ આવે છે

સીમામામી એ સુર પુરાવ્યો સાચી વાત.

આ બાજુ મહેક ઈચ્છે છે કે આ બધું જલ્દી પતે તો સારું.જેટલી વાર ડી ને જુએ મહેકનો જેવવ તાળવે ચોંટી જાય છે પણ કોઈ મહેકના ડરને ન જાણી શક્યું.એનાથી ઉલ્ટું મહેક જોડે આવી તો બધા ખૂબ જ ખુશ થયા.રાત્રિના 11:30 તો થઈ ચૂક્યા છે.

મહેક હળવેથી બોલી ખરીદી થઇ ગઇ તો હવે અંશ રસ્તામા જ છે એ મને લઇ જાય

પ્રિયા કરગરતા અવાજે બોલી કાલે.....આવજે

મહેક પ્રિયાની વાતનો વિરોધ કરતા બોલી;પણ.....મને આખો દિવસ સમય જ નથી

ડી બોલ્યો ના,મહેક તારે આવવુ જ પડશે.

મહેક અચકાતા બોલી પ..ણ.....

ડી ફરીવાર બોલ્યો મહેક...આવવુ તો ....

મહેક મૂડ ઓફ થઈ બોલી ઓકે

પ્રિયા ખુશ થઈ બોલી કાલે ગીફ્ટ ડે છે તો મારા દોસ્તોને માટેને યશ માટે ગીફ્ટ લેવા જવાની છે.

દયાબેન બોલ્યા હા,બેટા.તુ આવીશ તો પ્રિયાને કંપની રહેશે.

પ્રિયા બોલી ;હા,મહેક!

પ્રિયા કોઈ ઉંડી ચિંતામાં, દુઃખમાં ને કોઈ બળતરામાં હોય એમ જ રહેછે.મેરેજ પેલા એક છોકરી જેટલી ખુશ હોવી જોઈએ એટલી એ ખુશ બિલકુલ મહેકને ન દેખાઈ.

મહેક બોલી ઓકે  [અંશ આવી જાય છે]

ડી બોલ્યો ;મહેક તારી ગાડી તારા ઘેર પહોચી જશે તુ જતી રહે.રવિ આવશે મુકવા.

અંશ ફોરવિહિલ માંથી ઉતરી હાય,હાથ મેળવીને શોપિંગ વિશે પૂછી અંશ કહે છે ઓકે સર, બાય! ! !

જતા રહે છે.

મહેક નિરાશ થઈ બોલી અંશ

અંશ મહેકને ઓળખી ગયો તે બોલ્યો કશુ થયુ?

મહેક બધી જ વાત કરે છે કે ડી ને તેનુ ફેમીલી મહેક પાછળ હાથ ધોઇને પડ્યુ છે.

***

સીમામામી  ઉર્મીફઈ એક રૂમમા વાતો કરતા હોય છે.

સીમાબેન બોલ્યા ઉર્મીબેન ખોટુ ન લગાવતા પણ તમારો ભાઇ...

ઉર્મીબેન જાણે સીમાબેનને સમજી ગયા હોય એમ બોલ્યા ખોટા કામ કરે છે,મને ખબર જ છે ને એટલા માટે જ હુ મારી બે દિકરીઓ "નેત્રાને" "ત્રિશાને" મેરેજ કરવા ન લાવી.મામાને ઘેર મેરેજ મા જવા દરેક ભાણકીને શોખ હોય પણ....એ નિરાશ થઈ બોલ્યા....

સીમામામી બોલ્યા ;ને હુ મારી "ચિત્રા"ને "ચેતના"ને ન લાવી.મારા દિકરો "ચિરાગ"ને પણ ન લાવી.તેના પર ખરાબ અસર પડે.

ઉર્મીબેન બોલ્યા ;હા,આવેલા તમામ મહેમાન તમે જોયુ નહી બધા નાના છોકરા લાવ્યા જોડે, પણ યુવાન દિકરા-દિકરી ઘેર જ રાખ્યા.ડી ને બધાજ ઓળખે છે.મારાભાઈના નામે નહિ પણ ડી ના નામે.

સીમામામી બોલ્યા ;ખબર નહી પણ ડી કુમાર ની ભુલ છે.તેને સુધરી જવુ જોઇએ.હવે એ દીકરી પરણાવે છે.

ઉર્મીફઇ નિરાશ થઈ નિસાસો નાખતા બોલ્યાં હા,બેન પણ શુ થાય? મારી પ્રિયાના નસીબ જ જડ જેવા છે.મારે તો મા-બાપ પણ નથી.મારો ભાઇ એક જ છે પિયરમા.

***

મહેકે તેને સાંભળેલું અંશને કહ્યું...

અંશ મહેકને હિંમત આપતા બોલ્યો મહેક,ચિંતા ન કર.ઇશ્વરે તને મોત સામે લડીને મને પાછી આપી છે તો ડી તો મનુશ્ય છે.અંશ પોતાની વાત અધૂરી છોડી દેતા બોલ્યો...

"તુ શુ વિચારે છે?.હુ વાત કરુ છુ ને તુ તો ખોવાયેલી છે?"

મહેક બોલી ડી કેવો માણસ છે.ખરેખર ન સમજી શકાય તેવો.

અંશ આછું ખોટું હસીને બોલ્યો હા,મહેક આજ દુનિયાનુ સત્ય છે.ડી ને તેનો પરિવાર પણ સાથ આપતો નથી એ જ સત્ય છે.

મહેક બોલી મને તારી ચિંતા થાય છે.

 

અંશ બોલ્યો તું મારી ચિંતા ન કર.ચલ હવે શાંતિથી જમી લે.બધુ ટેબલ પર આવી જાય છે.

  • ○●

ડી ની વાતો કરતા-કરતા ઘેર પણ પહોચી જાય છે.

○●○

(બીજા દિવસે મહેક ઓફિસને અંશ હોસ્પિટલ પહોચે છે.)

સાંજના 5 વાગે એ પહેલા પ્રિયાના 10 કોલ મહેકને આવી જાય છે.મહેકને પણ ઓફિસમા સખત કામ રહે છે,તેની પોસ્ટ જ એવી તો કામ તો રહેવાનુ જ.જોડે તેના કંપની માલિક બોસનો પૂરો વિશ્વાસ મહેક પર.

મહેકવ કહ્યું પ્રિયા હુ 5 વાગા પહેલા કોઇ પણ રીતે નીકળી શકુ એમ નથી સોરી

પ્રિયા બોલી  મારે યશ માટે ગિફ્ટ લેવા જવાની.....

મહેક પ્રિયાની વાતની સ્વીકાર કરતા બોલી મને ખબર છે પણ સોરી હુ ક્યા ના કહુ છુ પણ મારે હાલ કામ છે...

પ્રિયા બસ હવે રડી પડી એટલી જ વાર એ ગળગળી થઇ જાય છે પણ આવીશ તો ખરીને?

મહેકે પ્રિયાના અવાજમાં રહેલી દર્દનાક કહાની જાણે સમજી ગઈ હોય એમ બોલી ;હુ આવીશ જ બસ

પ્રિયા બોલી થેંક્સ

દયાબેન પ્રિયા પાસે આવી જાય છે ને પૂછે છે પ્રિયા!શુ થયુ?દિકરા!

પ્રિયા રડમસ થઈ મમ્મીને ગળે બાઝી જતા બોલી.મમ્મા! શુ થાય?

દયાબેન પોતાના જળજળીયા લૂછતાં બોલ્યા એવુ ન બોલ!!! શુ થયુ? દીકરી.

પ્રિયા એ હવે હીબકાં ભરી રહી બોલી મહેક ને કામ છે એ વહેલા નહી આવે!

દયાબેન અસમંજસમાં બોલ્યા પણ આવશેને સાંજના?

હા,મમ્મા...તેને પાપા ના કામની ખબર નથી એટલે એ તો.....આવવાની જ પ્રિયા દુઃખી હદયે બોલી.

દયાબેન પોતાની લાડકવાઈને બાથ ભીડી હા દિકરા ત્યા સુધી આવશે પછી એ પણ....

મમ્માને ગળે લાગેલી જ રહીને મમ્મા ખબર છે સીમામામીને ઉર્મીફઇ દીદીને કેમ ન લાવ્યા?

હા,,,બેટા. હું બધું જ જાણું પણ કહેવાનું ક્યાં?

ઘરનો ખુટિયો જ હોય તો શું કરવાનું બેટા.

પ્રિયા રડતા રડતા બોલી ;મમ્મા!!!

દયાબેન;રડતા-રડતા જ દિકરીને સાંત્વન આપતા ગયા

પ્રિયા બોલી મમ્મા,યશના ઘેર ખુશી નહી દુ:ખ રંધાતુ હશે, કેમ કે પાપા એ તેના જોડે પણ જબરદસ્તી કરી છે ને લગ્ન માટે હા પડાવી છે.એ ઘરમા તો માતમ હશે!! માતમ.

દયાબેન દીકરીને રોકતા બોલ્યા બસ દિકરા બસ. આવુ અપશગુન ન બોલ!!! તારા આ શબ્દો ક્યાક તને જ ન ભરકી જાય.....

પ્રિયા ગુસ્સો કરતા બોલી ;શુ ફર્ક પડે?  પાપાને તો દિકરો જોઇતો હતો હંમેશા દિકરોને હુ દિકરી થઇને આવી કાશ ભગવાને મને દિકરો બનાવ્યો હોત.

કાશ!!!!કાશ!!!મમ્મા!!!! કાશ!!!કા!!!!!!શ.......

Rate & Review

Usha Dattani Dattani
Bhakti Bhargav Thanki
Rajiv

Rajiv 3 years ago

Jigisha

Jigisha 3 years ago

Sapna

Sapna 4 years ago