Maltiben Saraiya books and stories free download online pdf in Gujarati

Maltiben Saraiya

નીતા કોટેચા

Neetakotecha.1968@gmail.com

9867665177

9699668394

માલતીબહેન સરૈયા..

આજે ૮ માર્ચ "મહિલા દિન" તરીકે ઉજવાય.. છેલા ૧૫ દિવસથી માલતીબહેન ને કેટકેટલા ફોન આવતા હતા કે બસ તમે અમારાં પ્રોગ્રામમાં અતિથિ વિશેષ તરીકે ભાગ લ્યો ને લ્યો..પણ માલતીબહેનને તો આ દિવસ જ નહોતો ગમતો.એમને ગુસ્સો આવતો હતો કે શું કામ દેખાડા કરવાના.

કોઇ પુરુષ કોઇ સ્ત્રીને માન આપતો જ નથી ક્યારેય પણ તોય મહિલા દિવસ ઉજવવાનો..અને એમાં પાછાં પુરુષો પણ હાજર હોય એ વધારે ગુસ્સો આવે માલતીબહેનને..

પણ આજે ફોન આવ્યો એમાં ના પડાય એમ જ ન હતું, વર્ષો જૂનો સંબંધ ,એક પળ એવી હતી જ્યારે એમના લીધે આ ક્ષેત્રમાં એમને જગ્યા મળી હતી . એમની સામે તો કાંઇ જ બોલાય એમ ન હતું.

એટલે એણે પોતાની શર્તો સાથે આવવા માટે હા પાડી. આમ એ એમને ખબર હતી કે જ્યાં સુધી એક જગ્યાએ જવાનું નક્કી થઈ જાય ત્યાં સુધી આમ જ ફોન આવતા રહેશે એટલે એમણે "સ્ત્રીત્વ સંસ્થા" વાળાઓને આવવા હા પાડી.

માલતીને પણ ખબર હતી કે અહીંયા બહુ મહાનુભાવો આવશે અને જેમણે એમને બોલાવ્યું હતુ એમને પણ ખબર હતી કે માલતીબહેન સરૈયા એટલે આગ ઓકવાવાળા વ્યક્તિ, તોય એ લોકોએ માલતીબહેન ને બોલાવ્યા હતા.માલતીબહેનને પણ એનું અચરજ તો હતુ પણ એમણે ખબર હતી કે એમેને એમનુ કામ કરવાનુ હતુ અને નીકળી જવાનું હતુ. એમની પહેલી શર્ત હતી કે જ્યાં તેઓ જાય ત્યાં છેલ્લે સુધી જાહેર કરવાનું નહી કે તેઓ ત્યાં અતિથિ વિશેષ તરીકે જવાનાં છે કારણ જો ખબર પડે તો કોઇ પુરુષો ત્યાં આવે જ નહીં. સ્ત્રીત્વ સંસ્થા વાળાઓ આજે બહુ ખુશ હતા કે આજે એમનો પ્રોગ્રામ ખૂબ ધમાલથી ભરેલો રહેવાનો હતો.

સાંજ પડી અને પ્રોગ્રામનો હોલ ખીચોખીચ ભરેલો હતો.એનું એક કારણ એ પણ હતુ કે આ પ્રોગ્રામ ટીવી પર લાઇવ ટેલીકાસ્ટ દેખાડાતો એટલે

વધારે મહાનુભાવો આવતા.

માલતીબહેનની એન્ટ્રી હંમેશ છેલ્લી રહેતી. નહી તો પ્રોગ્રામ ચાલુ થાય એની પહેલાં જ હોલ ખાલી થઈ જતો.

અને આખરે પ્રોગ્રામની શરૂઆત થઇ..સંચાલકે માઇક હાથમાં લીધું અને પહેલા એમણે સ્ત્રી શક્તિ ની વાતો કરી, હમણાં સ્ત્રીઓ એ શું કર્યું છે એ જણાવ્યું.. તાળીઓનાં ગડગડાટ સાથે બધાએ એમની વાતોને વધાવી લીધી.

અલગ અલગ સંસ્થાઓનાં પ્રમુખ આવ્યા એમણે અલગ અલગ પ્રવચન આપ્યા સ્ત્રીઓને આગળ વધવું જોઇયે એવી સલાહ આપી. મહિલાઓનાં વખાણ કરવામાં આજે જાણે પુરુષો વચ્ચે હરિફાઇ લાગી હતી.બધાનાં પ્રતિભાવ પછી સંચાલક પાછાં સ્ટેજ પર આવ્યાં અને કહ્યું આજનાં દિવસે સ્ત્રીઓનાં હ્રદય સમા માલતીબહેનને વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારીને પોતાનાં વિચાર રજુ કરે.

અને આખા હોલમાં ગણગણાટ શરુ થઈ ગયો અને કેટલાયે પુરુષોએ તો પોતાના પસીના લૂછવા પડ્યાં, કારણ બધાં પુરુષો જાણતા હતા કે હવે પછી એમનાં શું હાલ કરશે આ માલતીબહેન સરૈયા. પણ હવે તો જવાય પણ નહી અને બેસાય પણ નહી એવી હાલત હતી, સ્ત્રીઓનાં મોઢાં પર ખુશી અને ડર બંને હતા..

માલતીબહેન સરૈયા જેવા સ્ટેજ પર આવ્યાં ને ગણગણાટ થતો બંધ થઈ ગયો..ખાલી અમનાં ચપ્પલની એડીનો અવાજ સંભળાતો હતો અને બસ ચારે બાજુ એમનાં વ્ય્ક્તિત્વનો પ્રભાવ પડતો હતો સફેદ મરુન કલરની બોર્ડરવાળી સાડી અને ટટ્ટાર શરીર,કોઇ કહી ન શકે કે આ બહેન ૬૦ વર્ષનાં થઈ ગયા હતા.

સંચાલકે એમનું સ્વાગત શાલ અને શ્રીફળ થી કર્યુ અને કહ્યું “ હવે માલતીબહેનને વિનંતી કે તેઓ પોતાનાં શબ્દોથી આ પ્રોગ્રામની શોભા વધારે. “

જેવું માઈક માલતીબહેનનાં હાથમાં ગયું સોઇ પડે એટલી શાંતિ છવાઇ ગઈ અને એમની વાતો હોલમાં સંભળાવવા લાગી.

"આજે મહિલાદિન ને , તો મને ખબર નથી પડતી કે પુરુષો અહીંયાં શું કરે છે ?કે પછી મારી સખીઓ એ જેમણે આ પ્રોગ્રામ અહીંયાં રાખ્યો છે એમને પણ એમ થયું કે પુરુષો બિરદાવે તો જ આ દિવસ બરોબર ગણાય, અને તો જ આપણું માન વધે.

આ હતો પુરુષોને પહેલો તમાચો.

ત્યાં માલતીબહેને પાછુ બોલવાનું શરુ કર્યું,અહીંયા કદાચ બધાં પુરુષોને એમ થતુ હશે કે હું ઉભો થઈને ચાલ્યો જાવ..તો એવા બધાં પુરુષોને અહીંયાં થી જવાની રજા છે કે જે પોતાની પત્ની પર હાથ ઉપાડતા હોય, જે દિવસ રાત પત્ની પર ગુસ્સો કરતા હોય હંમેશ સ્ત્રીઓનું અપમાન કરતા હોય..એ કોઇ અહીંયાં ન બેસે.અને માલતીબહેન ચુપ થઈ ગયાં કે શું કરે છે પુરુષો?

અને પુરુષો વિચારવા લાગ્યા કે જો જશું તો કહેવાશે કે પત્ની ને હેરાન કરીયે છે અને ન જાઈયે તો માલતીબહેનનાં ચાબખા તો ખાવાના છે જ, બધી બાજુએ થી માર તો પડશે જ.

પાંચ મિનિટ રાહ જોઇને માલતીબહેને પાછું માઈક હાથમાં લીધું,અને હસતા હસતા બોલ્યા કે બહાર જવાનું અપમાન લેવું એના કરતા બધાને મારી વાતો બહુ ગમે છે,સારું ચાલો હવે આજની વાત શરૂ કરીયે, આજે મહિલા દિવસ આપણે શું કામ મનાવીયે છે , ક્યાં જો્યું છે આપણે પુરુષ દિવસ મનાવતા ?

બીજું મારે કહેવાનું કે જે પુરુષો અહીંયાં થી બહાર નથી ગયાં એમાંથી કોઇ પુરુષ એવો નહીં હોય કે જે પોતાની પત્ની પર ગુસ્સો નહી કરતો હોય,અપમાન નહી કરતો હોય ,પણ એ બહાર ન ગયા.અને શરમની વાત તો એ છે કે મહિલાદિવસે પણ કોઇ મહિલામાં એ હિંમત નથી કે તેઓ પોતાનાં પતિને કહે કે તમે બહાર જાવ.આજે પણ સારાં ઘરનાં પુરુષો પત્નીઓ પર હાથ ઉપાડે છે અને જે નહી ઉપાડતા હોય તેઓ શબ્દોથી તો મારતા જ હશે,અથવા ગુસ્સામાં હોય ત્યારે ઘરની વસ્તુઓ તો ફેંકતા જ હશે, પણ સ્ત્રીઓ કંઇ જ કરી અને કહી શક્તી નથી કારણ એમની માટે હવે પિયરમાં સ્થાન હોતુ નથી અને જે સ્ત્રીઓ કમાતી હશે એમનાં માં પણ એટલી તાકાત નથી હોતી કે તેઓ પુરુષો થી છુટ્ટા રહીને એકલા જીવે.. અને એ જ વાતને લઈને પુરુષો હજી સ્ત્રીઓને વધારે હેરાન કરે છે.

તમને બધાને ખબર નહી હોય પણ આજે પણ ૧૦૦% માંથી ૯૫% સ્ત્રીઓ જિંદગીને બસ પુરી કરે છે અને જો કોઇ એક્ષરે મશિન હોય તો જોઇ શકાય કે ૨% સન્માન મેળવે છે અને બીજી ૩% સ્ત્રીઓ ખોટુ બોલે છે કે એમને સન્માન મળે છે અને તોય આપણે મહિલાદિવસ હર વર્ષે ઉજવશું જ ને.. હું આજે અહીંયાં થી જાહેર કરુ છુ કે જો આવતા વર્ષે હું જીવતી હોવ તો આ દિવસ માટે મને કોઇ ફોન ન કરતા મારે આ પ્રોગ્રામમાં નથી આવવું. કારણ બોલીને કંઇ જ મતલબ નથી નથી પુરુષો બદલાવવાના અને નથી સ્ત્રીઓ બદલાવવાની,તો શું કામ હું અહીંયાં મારા શબ્દોને વેડફું. ચલો હવે હું રજા લઊ છુ..

હજી પણ હોલમાં સ્મશાન જેવી શાંતી હતી અને માલતીબહેન સરૈયા એક વ્યંગથી ભરેલી મુસ્કાન સાથે બધા સામે જોયું અને નીચે ઉતારવાનું શરુ કર્યું ત્યાં હોલમાં બેસેલા એક પુરુષને થયુ કે કાંઇક તો બોલવુ જ જોઇયે એટલે એમણે ઉભા થઇ ને કહ્યું "મેડમ મને એક સવાલનો જવાબ આપશો ?"

માલતીબહેન ઉભા રહ્યાં અને કહ્યું" આમતો કોઇ પુરુષોને કંઇ પૂછવાનો હુ હક્ક નથી આપતી પણ આજનાં દિવસે ચલો તમારી ઇચ્છા પૂરી કરી લ્યો. પણ મારો જવાબ નક્કી તમને દજાડશે, પછી ખરાબ ન લગાવતા, એ ભાઈએ એમની વાત પર કંઇ ધ્યાન ન આપ્યું અને પુછ્યું "મેડમ , તમે લગ્ન નથી કર્યા એનું કારણ શું ? તમને કોઇ ન ગમ્યું કે કોઇને તમે ન ગમ્યાં ?

આખા હોલમાં બધાને એમ થયું કે હવે શું જવાબ આપશે માલતીબહેન આ વાતનો?

માલતીબહેન હસ્યા અને જવાબ આપ્યો " ભાઈ આ દુનિયામાં મને કોઇ પણ પુરુષ એવો ન મળ્યો કે જે મારા શરીરને અડ્યા વગર મને પ્રેમ કરે, જો તમારાં ધ્યાનમાં હોય તો કહેશો, હું એવા જ કોઇ પુરુષની રાહ જોવ છુ." અને એ ભાઇ માથું નીચે કરીને ઉભા રહી ગયાં અને માલતીબહેન નીચે ઉતરવા લાગ્યા..અને પાછું આખા હોલમાં ફ્ક્ત એમનાં ચપ્પલની એડીનો અવાજ જ હતો..