Perfumeni Bottle books and stories free download online pdf in Gujarati

પરફ્યુમની બોટલ...

પરફ્યુમની બોટલ...

નીતા કોટેચા

નિત્યા

neetakotecha.1968@gmail .com

9867665177


1/1, Garcha House,

Opp., Rajavadi Post Off, Ghatkoapar East,

Mumbai - 77.


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પરફ્યુમની બોટલ...

આજે સવીતા અને મીના વર્ષો પહેલાની વાતો ને વાગોળતા બેઠા હતા.. પહેલા અને આજ માં કેટલુ અંતર હતુ.. પહેલાં જ્યારે મીના પરણીને આવી ત્યારે મીના પોતે હજી ૨૧ વર્ષ ની હતી અને એને ત્યાં કામ માંગવા માટે આવેલી સવીતા ફકત ૧૯ વર્ષ ની.. મીના નો પતિ લોકેશ નું કામ નાશીક માં હતુ.. અને એનાં મમ્મી પપ્પા સુરત માં રહેતા હતા.. એટલે મીના અહીયાં એકલી હતી એનું પીયર પણ જામનગર માં હતુ.. એટલે અહીયાં એની માટે સહારો એક જ હતો કે જે એનાં ઘરે કામ કરે.. કારણ લોકેશ પણ વધારે પડતો ટુર પર રહેતો.. અને સવીતા એનાં જ ઉંમર ની હતી એટલે એને પણ થયું કે એને ફાવશે એની સાથે..અને એણે સવીતા ને રાખી લીધી.. થોડા દિવસ ડર લાગ્યો કે મને એકલી જોઈને કાંઇ કોઇ ફાયદો ન ઉપાડે તો સારૂ... કારણ માણસ માત્ર ને પહેલા ખરાબ અને ખોટા જ વિચાર આવે પછી સમય અને સંજોગો ને લીધે એ વિચારો સારા માં પરિવર્તન પામે.

નાશિક બંને ને ગમવા લાગ્યું હતું બંને પોતાના લગ્નજીવન થી ખુશ હતા. દીકરો થયો નામ સાગર રાખ્યું હવે એમના ત્રણ નો સંસાર હતો અને સાથે સવિતા પણ એક કુટુંબી ની જેમ ઉમેરાતી જતી હતી લગ્ન જીવનનું સુખ વધારે ટક્યું નહિ લગ્ન ના દસમાં વર્ષે લોકેશ એને એકલી મુકીને ચાલ્યો ગયો હતો..અચાનક એટેકે થી એનું મ્રૂત્યું થયું હતુ. સાગર ને પણ મીના એ એના સારા ભવિષ્ય માટે વિદેશ ભણવા મોકલ્યો .સાગર પણ વિદેશ ભણવા ગયો પછી ત્યાં જ સારૂ કામ મળી રહેતા એ ત્યાં જ સ્થાઈ થઈ ગયો હતો બાળક થયા પછી સાગર એ વિચાર્યું કે એનું બાળક વિદેશ માં મોટું ન થાવું જોઈએ એટલે તે પાછો સ્વદેશ ફર્યો હતો .પણ કેટલા વર્ષો આજે એ અને સવીતા એકલા રહેતા હતા..અને આજે સવીતા નું મન પહેલાની વાતો જ વાગોળતુ હતુ..અને એ બોલતી હતી અને મીના આરામ ખુરશી પર આંખો બંધ રાખીને સાંભળતી હતી..મીના આરામ ખુરશી પર બેસીને નવલકથા વાંચતી હતી ત્યાં સવિતાનું આ બધું બોલવાનું શુરૂ થયું મીના ને પણ આશ્ચર્ય થયું કે આજે સવિતાને કેમ વળી ભૂતકાળ સાંભર્યો

ભાભી આજકાલ કરતા તમારા ઘરે કામ કરતા મને ૪૦ વર્ષ થઇ ગયા , ખબર પણ નથી પડતી કે ક્યાં દિવસો મહિનાઓ અને વર્ષો વીતી ગયા સાગરબાબા ને સાચવવા તમને રાખી હતી અને આજે જુવો જુનીયર સાગરબાબા ને પણ સાચવું છુ સવિતા જ્યારે સાગર નાં દીકરા શુભ ને જુનિયર સાગરબાબાં કહેતી શુભ સવિતાને જુનિયર દાદી કહેતો. એ જેટલો મીના નો લાડકો હતો એટલો જ સવિતાનો પણ લાડકો હતો આ બનેની વાતો દુર ઉભો રહીને ચુપચાપ શુભ સાંભળતો હતો ત્યાં સવિતા એ કહ્યું ને ભાભી તમને યાદ છે એ દિવસ ,જ્યારે મારા હાથ માં થી તમારી નવી આવેલી પરફ્યુબોટલ પડી ગઈ હતી ..

હવે મીના ને લાગ્યું કે સવિતા વધારે લાગણી નાં પ્રવાહ માં તણાય એના કરતા આ વાત ને બદલાવી નાખું એટલે મીના એ કહ્યું ચલ સવિતા આ અવાતો હવે બંધ કરીએ અને ગરમ ચાય અને ગરમ નાસ્તો કરીએ , પણ ત્યાં શુભ દોડતો આવ્યો અને મીના નાં ખોળામાં બેસી ગયો અને બોલ્યો " જુનીયર દાદી તમે કહો ને પછી શું થયું ? મારે સાંભળવું છે. મીના અને સવિતા બને એક બીજા સામે જોર થી હસ્યા અને બોલ્યા હવે તો બોલવું જ પડશે. સવિતા એ મીના સામે જોઇને પાછુ શુરૂ કર્યું

તમે સાગર બાબા ને મારી પાસે મુકી ને શાક લેવા ગયા હતા..અને તમારી એ ઉમર વળી કઈ વધારે હતી ..તમે એ તે ફકત ૨૧ વર્ષ નાં જ તો હતા.અને હુ ૧૯ ની. તમારો જન્મ દિવસ ની ભેટ, ભાઈ લઈ આવ્યા હતા...૨૦૦૦ ની એ બોટલ હતી ..તમે કેટલી વાર મને કહ્યુ ,જો તારા ભાઈ મારી માટે લાવ્યા

તમે એ દિવસે શાક લેવા ગયા હતા અને કહીને ગયા હતા કે, મને આવતા મોડુ થાશે..

સાગર રમીને થાક્યો અને સુઈ ગયો...હવે હુ નવરી પડી ..હવે શુ કરૂ?

નવરૂં માણસ નખ્ખોદ વાળે ..એ કહેવત કદાચ ખોટી નથી..અને મે પણ એ જ કર્યું...

નજર ગઈ તમારી પરફ્યુમ ની બોટલ પર.. આને બાળ માનસ કહો કે કંઇક નવુ જોવાની લાલચ કહો પણ હુ મારી એ ઈચ્છા ને રોકી ન શકી ..મને થયુ કે જરા એની સુગંધ લઈ જોવ...અને એનું ઢાંકણું ખોલ્યું અને સાગર બાબા ઉઠી ગયો...અને ત્યાં બેલ વાગી ...બધુ એટલુ ભેગું થયુ કે હુ ગભરાઇ ગઈ ...અને જલ્દી જલ્દી એ બોટલ અંદર મૂકવા જતી હતી ત્યાં એ હાથ માં થી છટકી ગઈ ....અને કાચ ની બોટલ હોવાથી એનો ભુક્કો બોલાઈ ગયો...

દરવાજો ખોલીને જોયુ તો કુરીયર વાળો હતો...મે ધ્રૂજતા ધ્રૂજતા કુરીયર લીધુ...એ માણસ એ મને કહ્યુ "ક્યા બાત હૈ બહોત સુંગધ આ રહા હૈ.."

મને એટલો ગુસ્સો આવ્યો હતો એના પર..જ્યારે કે એણે એવુ કાંઇ નહોતુ કહ્યુ જે વાત પર ગુસ્સો કરીયે...

માંડ માંડ સાગર ને સાચવ્યો..જો સાગર ન હોત અને ખાલી ઘર સંભાળવાનુ હોત તો હુ ભાગી ગઈ હોત..

ત્યાં તમે આવ્યા..અને આવીને જોયુ કે ત્યાં પરફ્યુમ ની બોટલ ટુટેલી પડી હતી..તમારાં ચહેરા પર કેટલાં ભાવ આવ્યા અને ગયાં..

હુ માથું નીચું કરી ને ઊભી હતી...અને તમે મારી નજીક આવ્યા અને કહ્યુ" સવીતા તને લાગ્યું તો નથી ને..."

અને હુ તમને ભેંટી પડી ..અને ખુબ રડી ...મે માફી પણ માંગી..કારણ એ બહુ મોટી ભૂલ હતી અને જો એ ભૂલ માટે તમે મને ઘરમાં થી કાઢી નાખી હોત તો આજે મારૂં ભવિષ્ય બહુ જ ખરાબ હોત

પણ તમે કહ્યુ હવે રડ નહી પાગલ, બોટલ તો બીજી આવી જાય ..તારૂં હ્ય્દય ટુટે તો એને સાંધવા માટે નો દોરો અને સોઈ આ દુનિયામાં ક્યાંય ન મલે..

અને આજે એ વાત ને લગભગ ૪૦ વર્ષ થયાં સાગર બાબા નાં બાળકો ને હવે હુ સંભાળુ છું ...પણ તમે જે મારૂ હ્ય્દય એ દિવસે જીત્યું એનાથી આપણે કદી અલગ ન થઈ શક્યા..કેટલાં એ જણા એ મને લાલચ આપી વધારે પગાર આપવાની..પણ તમને કેવી રીતે છોડી શકુ હુ આ તો હ્ય્દય નો સંબધ તમે બાંધી લીધો હતો..

ત્યાં શુભ બોલ્યો " દાદી , ભૂલ એટલે મિસ્ટેક ને , જુનીયર દાદી તમે ભૂલ કરી હતી મિસ્ટેક કરી હતી વેરી બેડ "

અને એની વાત પર સવિતા અને મીના પાછા હસવા લાગ્યા અને મીના એ કહ્યું " વેરી બેડ વાલા માસ્તર તમે તો રોજ એક મ્સ્તેક કરો છો એનું શું ? સવિતા ઉભી થા આ જુનીયર સાગર પંચાત કરવા બેસી ગયો છે " એમ કહીને મીના એ શુભ ને પોતાના ખોળા માં થી નીચે ઉતારી ને રસોડા તરફ જવા માંડયું , તો શુભે સવિતાને પકડી કે પંચાત ને ઈગ્લીશ માં શું કહેવાય કહો ને ? સવિતા એ હસતા હસતા કહ્યું એ તો તું સાગરબાબા ને જ પૂછજે

કેટલાયે સવાલો નાં જવાબો સવિતા આપતી રહી થોડી વાર માં મીના બધા માટે ચાહ અને નાસ્તો લઈને આવી અને એને પૂછ્‌યું" તમારી વાતો પૂરી થઇ કે નહિ ? ત્યાં શુભ બોલ્યો " દાદી હું પણ તમારા જેવો જ છુ કારણ કાલે સ્કુલમાં મારા ફ્રેન્ડ થી મારી પેન્સિલ પડી ગઈ અને મારી સરસ પોઈન્ટ તૂટી ગઈ એ ગભરાઈ ગયો પણ મેં કહ્યું કાઈ વાંધો નહિ મારી પાસે બે દાદી છે તેઓ મારી પેન્સિલ ને પાછી પોઈન્ટ કાઢી આપશે. સવિતા અને મીના બંને નો હાથ શુભ નાં માથા પર ફરી વળ્યો અને બંને બોલ્યા બસ આવો જ રહેજે જિંદગી ભાર.

છેલ્લે મીના એ કહ્યું "સવીતા તુ એક જ તો મારી પાસે અને મારી સાથે હતી, જો લોકેશ અને સાગર બંન્ને તો ચાલ્યાં ગયા હતા છોડી ને...તુ મારી પાસે રહી ગઈ એમાં ફાયદો તારો ઓછો હશે મારો જ વધારે છે..

અને બંન્ને નાં આંખો માં આંસુ હતા..

- નીતા કોટેચા "નિત્યા"