Chundadi books and stories free download online pdf in Gujarati

Chundadi

નીતાકોટેચા "નિત્યા "

neetakotecha.1968@gmail.com

9867665177

ચુંદડી

ચુંદડી


અમારા બાજુ માં રહેતા નવીન ભાઈ અને મીરા ભાભી સાથે મારે ઘર જેવો સંબંધ.

મને તો એમની સાથે એટલું ફાવે કે મને અને મીરા ભાભી ને બધા નણંદ ભેજાઈ કહે.

અને મને એ સંબંધ મીઠો પણ લાગે. અમે ૧૨ વાગ્યા સુધી વાતો કરતા બેઠા હોઇયે.

ક્યારેક નવીન ભાઈ અમારી સાથે જોડાઈ જાય વાતો માં.

પણ વધારે પડતું એ અમારી મજાક મસ્તી થી દૂર જ રહેતા અને અમને એ ગમતું.

મારી ઉમર હજી ફક્ત ૧૬ વર્ષ. અને એમાં જો મને સમજે એવું કોઈ મળે તો મને ગમવાનું જ ને.

મીરા ભાભી પણ વધારે મોટાં ન હતા. એ બહુ વાર મને કહેતા કે "મને શુ કામ તમે તમે કરે છે. તુ કહી ને બોલાવ."

હુ ક્યારેક મસ્તી માં બોલાવતી પણ આમ મારાથી બોલાતુ નહી.

ભાભી પણ હજી ૨૨ વર્ષ નાં જ હતા. જલ્દી લગ્ન થઈ ગયા હતા.

દેખાવ માં પણ એટલા જ સુંદર અને વાતો માં તો એવા કે આપણી વાતો પરથી આપણો મુડ પારખી લે.

અને એમની પાસે બેસીયે એટલે દુખ તો ભૂલાઈ જ જાય.એમની સાથે બેસવુ, એમની સાથે વાતો કરવી જાણે વ્યસન થઈ ગયું હતું.

હવે એમને બાળક આવવાનું હતું . તેઓ એટલા ખુશ હતા કે બસ.

ક્યારેક હુ મજાક માં પૂછી લેતી ભાભી મને ભૂલી નહી જાવને.

તો પ્રેમ થી મારો હાથ હાથ માં લઈ ને કહેતા. "ના તને હુ ક્યારેય નહી ભૂલું."

અને આ એ એવું લાગણી થી ભરી ને બોલતા કે મારું મન ભરાઈ આવતું.

મને એમ થતુ કે આ જો મારા સગા ભાભી હોત તો કેટલું સારું થાત. અમે આખો દિવસ સાથે રહી શકત.

હવે એમને બાળક આવવાની તૈયારી થઈ ગઈ હતી.ક્યારેય પણ હોસ્પિટલ માં જાવું પડે એમ હતુ. અમારાં મસ્તી મજાક થી દિવસો પસાર થતા હતા. એ એમનાં બધાં સપના મને કહેતા. અને મને ખુબ મજા આવતી એમનાં સપનાં સાંભળવાની.

એ જ દિવસે રાતનાં એમને હોસ્પિટલ માં લઈ જાવા પડ્યા. એમની જીદ હતી કે હુ એમની સાથે જ રહુ. બાળક થાવા નાં રુમ સુધી એમણે મારો અને નવીન ભાઈ નો હાથ પકડી રાખ્યો હતો.હુ એટલી ખુશ હતી ને કે હમણાં થોડી વાર માં બાળક આવી જાશે અને ચાલુ થાશે મારા ભાભી નાં સપનાં ની દુનિયા.

ત્યા DR.બહાર આવ્યા. અને કહ્યુ કે મીરા ભાભી નુ મ્રુત્યુ થયુ છે અને એમને દીકરી જન્મી છે.

હુ તો સાવ ભાંગી જ પડી.

મને કાંઈ સુજતુ જ ન હતુ.કે હુ શુ કરુ?

હજી હમણા જ તો ભાભી અંદર ગયા હતા. આટલાં બધા સપનાં ઓ લઈને.

DR. સમજાવતા હતા કે અંદર શુ થયુ હતુ.

મને એ કાઇ સંભળાતુ ન હતુ.મને ફકત આટલી ખબર હતી કે મારા ભાભી હવે આ દુનિયા માં ન હતા.

મારી સખી મને મુકીને ચાલી ગઈ હતી.

હવે ચાલુ થઇ એમનાં શરીર ને ઘરે લઈ જાવાની વાતો.

આપણે કેટલાં ખરાબ છીયે હવે મીરા ભાભી , ભાભી નહોતા રહ્યા શરીર થઈ ગયાં હતા.

આ બધી વાતો માટે બધાને મતે હુ ખૂબ નાની હતી.પણ મને ખબર હતી કે સૌથી વધારે મને જ દુખ હતુ.

એમને ઘરે લઈ આવ્યા. જ્યા એમની સાથે બેસી ને હુ મસ્તી કરતી ત્યાં આજે એ મ્રુત અવસ્થા મા સૂતા હતા.

અને હુ લાચાર હતી કાંઇ કરી પણ શક્તી ન હતી.

ધીમે ધીમે બધા સગા ઓ ભેગા થાવા લાગ્યા.

મને ખબર પડી ગઈ કે બસ હવે એમને લઈ જવાની જલ્દી લાગી છે બધાને.

નવીન ભાઈ ની હાલત પણ બહુ ખરાબ હતી. મને એટલી દયા આવતી હતી ને એમનાં પર.

ભાભી ને સજાવવામાં આવ્યા.

હવે એમને લઈ જવા માટે બધા એમની નજીક આવ્યા.

અને હુ એમને છેલ્લી વાર ભેટી ને ખૂબ રડી.

હવે ખબર નહી નવીન ભાઈ નાં સગાઓ માં અંદર અંદર બહુ ધીમે ધીમે કંઇક વાતો થતી હતી.ત્યા થોડી વાર ની ચર્ચા ઓ પછી નવીન ભાઈ ઉભા થયા અને એમણૅ દરવાજા પર નાની સી ચુંદડી નો ટુકડો બાંધ્યો.

મને કાઈ જ ખબર નહોતી પડતી. બસ હુ ચુપચાપ બધું જોતી હતી.આખરે ભાભી ને લઈ જવામાં આવ્યા.આને હુ મારે ઘરે આવતી રહી.

પછી રાતનાં મે મારા મમ્મી ને પુછ્યુ કે "આ બધું શુ હતુ. દરવાજા પર બાંધવાનું."

તો મમ્મી કહે કે "નવીન ભાઈ ને બીજી વાર પરણવાનું છે એ જાહેર કર્યું. "

અને એ રાતે હુ એટલી રડી છુ કે બસ.કે આવા કેવા સંબધો.

બીજાં થોડાં દિવસો પસાર થઈ ગયાં.મીરા ભાભી નુ બાળક પણ નવીન ભાઈ નાં ભાભી પાસે મોટું થાતુ હતું.

અચાનક એક દિવસ ખબર પડી કે નવીન ભાઈ એ બીજા લગ્ન કર્યા.

એમની આ પત્ની નુ નામ હતુ પ્રિયા. એમણે મને એમની સાથે ઓણખાણ કરવા બોલાવ્યુ હતુ. પણ હુ નહોતી ગઈ,

નવીન ભાઈ નાં બીજાં પત્ની મારી સાથે બહુ વાત કરવાની કોશિશ કરતા. પણ હુ વાત ન કરતી.

મને મીરા ભાભી યાદ આવી જાતા.

જ્યારથી લગ્ન કરીને આવ્યા હતા નવીન ભાઈ મારી સાથે નજર મળાવી ને જોતા જ નહી.

બપોરનો સમય હતો. હુ મારું ભણતી હતી.ત્યાં અચાનક નવીન ભાઈ નાં પત્ની મારી પાસે આવીને બેસી ગયાં.

એમનાં હાથ માં મારા પ્રિય ભાભી નુ સપનું હતુ.એમનુ બાળક.

હુ ચુપ જ હતી. પ્રિયા એ મારા હાથ પર હાથ રાખ્યો.

અને કહ્યુ "મારી સખી નહી બને?"

હું ટસ ની મસ ન થઈ.

તો એમણે કહ્યુ "બહુ પ્રેમ હતો ને તને તારી ભાભી પર. તો એનાં સપનાં ને સંભાળવાની જીમેદદારી તારી નથી.નવીન પરણત નહી તો આ દીકરી મોટી કેવી રીતે કરત? કોણ કેટલાં દિવસ સાચવત. તને ખબર છે, એમણે મારી સાથે શર્ત મૂકી ને લગ્ન કર્યા છે કે આપણે બીજું બાળક નહી કરીયે."

અને હુ ભાંગી પડી. અને પ્રિયા ને ભેટી પડી. એના પછી અમે બન્ને પણ સખી બની ગયાં. પણ તો પણ હુ એને કદી પણ મીરા ભાભી નુ સ્થાન ન આપી શકી.

અને પછી થોડા દિવસો રહીને નવીન ભાઈ ની કામ માં બદલી થઈ . પણ પ્રિયા એ એનૂ વચન પાળ્યું એણે બીજુ બાળક ન જ કર્યુ. અને તો પણ મને નવીન ભાઈ પર ગુસ્સો આવતો હતો કે મીરાભાભી નાં બાળક ને સાચ્વાવ્વા માટે જ જાને તેઓ પ્રિયા ને પરણ્યા હતા તો એના માતૃત્વ નું શું ? ખબર હતી કે પ્રિયા સારી વ્યક્તી છે. એ મીરા ભાભી નાં બાળક ને કદી દુખી નહી કરે તો એને માત્રુત્વ થી કેમ વંચિત રાખી .