Chandlo Nicheno Daag books and stories free download online pdf in Gujarati

Chandlo Nicheno Daag

નીતાકોટેચા "નિત્યા "

neetakotecha.1968@gmail.com

9867665177

ચાંદલો નીચેનાં દાગ

ચાંદલો નીચેનાં દાગ

સંબંધ કેટલો પણ ગહેરો હોય પણ જો એમાં એક વાર તળ પડે પછી એને સાંધવો મુશ્કેલ હોય છે , એટલે જ કહેવાય છે ને કે ગરમ કરેલી ચાહ અને સમાધાન કરેલા સંબંધો માં પહેલા જેવી મીઠાશ નથી રહેતી , આવું જ કઈક લગ્નજીવન નાં સંબંધો માં થતું હોય છે , જે સંબંધ સાચવવામાં જિંદગી વિતાવી નાખીએ તો પણ સાથે રહેવાવાળું વ્યક્તિ પોતાનું થઇ ન શકે। અને તો પણ લોકો સાથે રહેતા હોય છે અને જિંદગી પૂરી કરતા હોય છે , બસ થોડા જ લોકો હોય છે કે જીગર કરીને અલગ રહેવાની તૈયારી કરે છે એવું જ ગીતા સાથે થતું હતું , લગ્નજીવનના પહેલા નું એક વર્ષ તો એવી રીતે નીકળ્યું જાણે સ્વર્ગ નું સુખ , પણ બીજા વર્ષ થી જ જીવન જાને નર્ક બની ગયું હતું , પ્રતિક ની નોકરી છુટી ગઈ હતી , અને ગીતા નો પગાર સારો હોવાથી ઘર ચાલતું હતું પણ આ જ કારણ ને લીધે પ્રતિક ને હવે કામ કરવા જવાની ઈચ્છા ન હતી , શરૂઆત માં ગીતા ને લાગ્યું કે એક નોકરી છુટે અચી બીજી મળતા ક્યારેક સમય લાગી જાય , પણ પ્રતિક ને નોકરી ન મળી એટલે એને પોતાની ઓફિસમાં કોશિશ કરી પણ ત્યાના ઇન્તેર્વિયું માં એ ત્યાંના સાહેબો નું અપમાન કરીને નીકળ્યો અને જ્યારે ગીતાને આ વાત ની ખબર પડી ત્યારે એણે ઘરે આવીને પૂછ્યું કે કેમ આવું કર્યું તો પ્રતીકે સીધો ગીતા ને મારવા હાથ જ ઉપાડ્યો। અને એ શુરુઆત હતી માર ખાવાની। આ ક્રમ રોજ નો થઇ ગયો હતો।

આખરે કમાતી , ભણેલી સ્ત્રી હતી . એટલે જ તેણે હવે ઘર ને અને પ્રતિક ને છોડવાનો વિચાર કર્યો। એક દિવસ એ પ્રતિક ને કહ્યા વગર ઘર છોડીને ચાલી નીકળી

બહાર જઈને નોકરી ગોતી અને ચાલી ગઈ અલગ રહેવા,,જ્યારે ઘર માં થી નીકળતી હતી ત્યારે પણ પ્રતીકને રોકતા ક્યાં આવડ્યું હતુ..ત્યારે પણ એણે ખુબ માર્યું જ હતુ ને...પણ ગીતા આખરે નીકળી ગઇ..

ઘરથી નીકળ્યા પછી આજે કેટલે વખતે હવે પ્રતિક ની બહેન નો ફોન આવ્યો હતો કે પ્રતીક છેલ્લા સ્ટેજ માં છે..એ ક્યારેય પણ મ્રુત્યું પામી શકે એમ છે અને પોતાને મળવા માંગતો હતો... પ્રતિક ની બહેન બહુ જ સારી હતી તેને હમેશ ગીતાનો જ સાથ આપ્યો હતો , એ હમેશ પ્રતિક પર ગુસ્સો કરતી , પણ પ્રતિક કોઈનું સાંભળતો નહિ , આજે પણ ગીતા એ પ્રતિક ની બહેન ને પૂછ્યું " મારું આવવું જરૂરી છે ? " ત્યારે તેની બહેને કહ્યું " ગીતા એક મારતા માંસ ની ઈચ્છા પૂરી કરતી હોય એમ સમજીને આવી જા " પછી ગીતા એ કાઈ ન કહ્યું।

માણસાઈના નાતે ગીતા પ્રતિક ને જોવા ગઈ પણ આખે ર્રસ્તે વિચારતી હતી કે શું હું પ્રતીક ને માફ કરી શકીશ...ભલે ને એને કેન્સર થયું હોય કે કાંઈ પણ થયું હોય...એ દિવસો હુ કેમ ભુલુ...જ્યારે એ મને પાગલો ની માફક મારતો હતો...લાતે થી હાથે થી અને ક્યારેક તો જે હાથ માં આવે એ ફેંકતો હતો...મને એમ હતુ કે બાળક થાશે પછી એમાં બદલાવાવશે ..પણ દીકરી નાં આવ્યા પછી પણ એનું જંગલી પણુ એ જ રહ્યું.એની પાસે દીકરીને મુકીને જતા દર લાગતો હતો , અને એ કોઈ બાઈ ને રાખવા દેતો ન હતો. આખા દિવસના ઉચાટ સાથે ગીતા કામ કરતી અને રાતના ઘરે જી જોવે તો દીકરી રડતી જ હોય , અને જ દીકરી ને કોઈ વાત સમજતી ન હતી એના પર પ્રતિક બુમો પાડતો હતો. પણ એકવાર તો હદ જ થઇ જો ગીતા બે મિનીટ પણ મોદી પડી હોત તો આજે પ્રતીકે એ માસુમ દીકરી પર હાથ ઉપાડી લીધો હોત। એ વાત ને લઈને એ બંને વચ્ચે બહુ જગડા થયા। આખી રાત વિચાર્યા પછી ગીતા ને લાગ્યું કે આ માંસ સાથે રહેવાનું એક પણ કારણ મળતું નથી , જો મારે એકલી એ જ કમાવાનું હોય તો હું મારી દીકરી ને સંભાળી જ શકીશ , ક્યા રહેશું એ ચિંતા રહેશે તો એનું પણ કઈક થઇ જ જાશે . પણ આવા માહોલમાં દીકરીને ઉછેરવાનો કોઈ પ્રશ્ન ન હતો

માતા પિતા ને બધી વાત કરી તો તેમણે કહ્યુ તો થોડુ ચલાવી લેવાનું ..એવુ તો બધાના જીવનમાં ચલ્યાં કરે...બસ પછી નક્કી કરી લીધુ કે જો માતા પિતા મારા નથી તો આની પાસે હુ શું સારી આશા રાખુ.. આ તો પારકો માણસ છેં..

હવે શું ..એ કાંઇ કહે તો પણ શું અને ના કહે તો પણ શું >>હવે માફી માંગવાનો અર્થ શું ?? પણ હુ એને માફ નહી જ કરી શકુ...અને મારે કરવો પણ ન જોઇયે...

આખરે ઘર આવ્યું .. ઘર માં ગઈ ..આ એ જ ઘર હતુ જ્યાં એણે બહુ વર્ષો પ્રતીક સાથે કાઢયાં..માર ખાઇને..અને અપમાનિત થઈને . સામે જ પલંગ હતો..એનાં પર પ્રતીક સુતો હતો..આંખ બંધ કરીને ..શરીર બહુ જીર્ણ થઈ ગયુ હતુ..જાણે જોર જ ન હતુ..એ એની પાસે ગઈ અને પુછ્યું પ્રતીક કેમ છો??

પ્રતીક એ ધીરે થી આંખો ખોલી..અને મને જોઇને એની આંખો નાં ભાવ બદલાઈ ગયાં..એ ગુસ્સા માં આવી ગયો..એ જ પહેલા નો પ્રતીક જાણે ..એક મીનીટ માટે ગીતા ઘભરાઈ જ ગઈ..પ્રતીક જરા શાંત થયોં..

પછી એણે કહ્યું "મને પાણી આપ તો...એક વાર તો ગીતાને ઈચ્છા થઇ કે ના પાડી દઉ ..પણ પછી એમ થયું કે માંદા માણસ ને શું કહેવુ..

એ પાણી લઈ આવી..ગ્લાસ પ્રતીક નાં હાથ માં આપ્યોં..અને એક પણ સેંકડ ગુમાવ્યાં વગર પ્રતીકે એ ગ્લાસ ગીતા પર ફેક્યોં..ગીતા ને એ ગ્લાસ માથા પર લાગ્યોં..અને એક નજર એની સામે ગુસ્સા થી એની સામે જોયું..પછી એની બહેન ત્યાં હતી ગીતા એ એમની તરફ જોઇને કહ્યું " બેન આ પ્રતિક ની છેલ્લી ઈચ્છા હતી ? બેન તમારો ભાઈ કડી નહિ સુધરે પણ હવે આ માણસ મરે તો પણ મને ના બોલાવતા..હુ નહી આવુ..

મહિના પછી સમાચાર આવ્યાંકે પ્રતીક નું અવસાન થયું હતુ,,મે કપાળ પર નો ચાંદલો કાઢવાની કોશિશ કરી પણ એ સ્ટીકર નીચેનાં દાગ હજી દેખાતા હતા..જાણે એ પણ પ્રતીક ની આપેલી સજા જ છેં...