Kaal Kalank - 6 books and stories free download online pdf in Gujarati

કાલ કલંક-6

મલ્લિકાનું આક્રંદ રાજા માનસિંગ અને રાણી'મા'થી જોયું જતું ન હતું.

મહારાણી મલ્લિકાની બેડ પર એની પડખે બેઠાં.

મલ્લિકાનો ગોરો ચહેરો ભયથી ફિક્કો પડી ગયો હતો.

તે એકધારી નજરે છત સામે તાકી રહી હતી.

"બેટા મલ્લિકા...! બોલ બેટા તારે કંઈ કહેવું છે..?"

રાણીમાના ગળે ડૂમો ભરાયો.

સ્થિર નેત્રે મૂંગી બની પડી રહેલી મલ્લિકાની આંખમાં આંસુ આવ્યા.

"મા..! એ નહીં બચે માં..!"

મલ્લિકાના ગળામાંથી પીડા નીકળી.

" મારો કુમાર નહીં બચે..!

મે ખૂબ જ ભયંકર સ્વપ્ન જોયું છે..!

ખૂબ ભયંકર..!"

એ ક્ષણ ભર અટકી.

જાણે સ્વપ્નાનાં દ્રશ્યો એની આંખમાં ઊપસી આવ્યા ન હોય.

એને આગળ કહ્યુ.

આપણા મહેલનો અપરાધીઓ માટે જે દંડ કક્ષ છે ત્યાં રહેલા પાણીના બંને ખાલી હોજમાં મેં લોહી ઉકળતું જોયું છે.

એ લોહીમાં દેડકાંની અસંખ્ય લાલ જીવાતને મેં ખદબદતી જોઈ.

અને કુમાર..!

કુમારે એ લોહીમાં ખૂપી ગયા છે માં..!

ખૂબ જ દયનીય સ્થિતિમાં મુકાઈ ગયા છે કુમાર..!

તેઓ સ્વબચાવ માટે હવાતિયાં મારે છે.

અને આપણે બધાં વિવશ બની કુમારને શ્વાસ છોડતાં જોઈ રહ્યા છીએ.

એકધારું બોલી ગયા પછી મલ્લિકા રડી પડી.

"ના મલ્લિકાના..!

એવું નહીં થાય...!"

રાણીમાને મલ્લિકાની પીઠ પસવારી.

" તુ ખોરાક નથી લેતી ને એટલે તારામાં શારીરિક અને માનસિક અશક્તિ આવી ગઈ છે...!

તેથી જ તને આવાં સપનાં આવે છે.

તુ બધી ચિંતા છોડ..

બધુ ઠીક થઈ જશે.

કુમાર પણ ઠીક થઇ જશે..!"

રાણીમાને મનમાં એમ હતું કે મારે આવી વાત સાંભળી મલ્લિકાની હતાશા આંગળી જશે.

એનામાં નવી આશાના અંકુરો ફુટશે.

પોતાના લથડતાં સ્વાસ્થ્ય વિશે તે સ્વભાન બની જશે.

પરંતુ આવું કશું જ ન બન્યું.

મલ્લિકા શુષ્ક નજરે છત ને તાકી રહી હતી. જાણે ભાવિ ના પડળ ચીરી એની દ્રષ્ટિ આરપાર ના થઇ જતી હોય..!

***

હન્ધુય ઠીક થઇ જશે મહારાજ..! કુમારના શયનકક્ષમાં ગમે ત્યાં સારી જગ્યાએ આટલી વસ્તુને મૂકી દેજો.

એમ કહી મોટી-મોટી લાલઘૂમ આંખો વાળો અઘોરીએ સુકાઈ ગયેલું મેઢક રાજાના હાથમાં પકડાવી દીધુ.

રાજાના હાથમાં ખરબચડી ચામડીવાળું મેઢક જોઈ રાણીમાને સૂગ ચડી.

દારૂ ક્યારે દયાનુ કામ કરે..!

એ વાત જાણતાં હોવાથી તેઓ મૂંગાં રહ્યાં.

રાજાના માણસો અઘોરીને કુમારના શયનકક્ષમાં તેડી લાવ્યા હતા.

અઘોરીએ આવતાંની સાથે જ કુમારને જોવાની ઈચ્છા દર્શાવી.

એટલે તરત અઘોરી બાબાને કુમારના કક્ષમાં લાવવામાં આવ્યા.

મોટી મોટી શ્વેત લાંબી જટા અને કરચલી વાળો ચહેરો કોઈ નોખા તેજથી ઝગતો હતો.

તેમની ઊંડી આંખો સમોહન કરતી હતી. અવાજ પણ પ્રભાવી હતો.

બાબાએ અચ્છા ચિકિત્સકની અદાથી કુમારનુ પ્રત્યેક અંગ જોયું.

ખાસ એનો જમણો પગ જોયો.

કેટલીક પળો સુધી પગ ના ઘાવ પર હાથ મૂકી તેઓ શાંત બેસી રહ્યાં.

કુમારનું દર્દ જાણે પારખી ગયા હોય એમ ઝોળીમાં હાથ નાખી પેલુ સૂકુ મેઢક કાઢી મહારાજને પકડાવ્યુ.

"બાબા..! મેઢક હાથમાં પકડતા મહારાજે ચેતવણીના સૂરમાં કહ્યું.

તમારા તમામ આદેશોનું પાલન થશે.

બસ અમારે હર હાલતમાં કુમાર ઠીક જોઈએ..!

ઠીક ન થયા તો તમે સજાને પાત્ર ઠરશે..!"

મને મંજુર છે મહારાજ.. હું મારું ધાર્યું પાર પાડીને જ જંપીશ...! એમ કંઈક વિચિત્ર રીતે અધોરી આમ બોલેલો.

"ભલે તો પછી અમારો આદેશ છે કે કુમાર નો ઈલાજ પૂર્ણ થાય ત્યાં લગી તમારે અમારા મહેલમાં જ રહેવું..!"

"એ પણ અમને મંજૂર છે..!"

અધોરીના ઉત્સાહથી રાજાના મનમાં વિશ્વાસ ના ફણગા ફૂટ્યા.

કુમાર ઠીક થઈ જશે એવી આશા ફરી સજીવન થઈ ગઈ.

" હવે આપ જાઓ અને કાર્યનો સોંપાયેલા કાર્યનો તુરત જ અમલ કરાવો.

અધોરીએ ઉતાવળ કરી.

જેવી આપની આજ્ઞા બાબા..!

મહારાજ સુવુ બેઠકો હાથમાં લઈને ઉભા થયા..

"ઠહેરો મહારાજ..! દ્વારમાંથી મલ્લિકાનો સખ્ત પડઘો પડઘાઇ ઊઠ્યો.

તેની આંખોમાં ક્રોધ ભક્તો હતો હાથમાં ધારદાર ભાલા સાથે છુટ્ટા વાળમાં તે રણચંડી લાગતી હતી.

રાજા-રાણી સહિત ત્યાં ઉભેલા દરેક જણ ના મોં પહોળા થઈ ગયા.

એ ફરી ચિલ્લાઇ.

એ વસ્તુ ફેંકી દો બાપુજી..!

મલ્લિકાએ રાજાને બીજો આંચકો આપ્યો. હા અધોરી ઢાંગી છે..! કપટ કરી રહ્યો છે એ બધાની સાથે..!

પેલી ગંદી વસ્તુઓ કુમારને ઠીક નહીં કરી શકે..!

એને બહાર ફેંકી દો અને આ કપટીને બહાર હાંકી કાઢો.

મલ્લિકાના આકરા પ્રહારોથી ગુસ્સે થયેલા અઘોરી ઉતાવળો મલ્લિકા તરફ ઘસ્યો.

એના હાથમાંથી ભાલો પડાવી લઇ એણે મલ્લિકાના ગાલ ઉપર જબરજસ્ત થપ્પડ લગાવી દીધી.

એ સમયે અઘોરીની આંખમાં રહેલી શેતાની આગ કોઈએ જોઈ હોત તો જરૂર એનું મન કળી જાત.

મલ્લિકા બેહોશ બની ઢળી પડી.

અગોરીના આવા વર્તનથી રાજા-રાણી સ્તબ્ધ બની ગયાં.

ક્ષમા કરો મહારાજ..! અઘોરીએ દિલગીરી વ્યક્ત કરી.

મારા કાર્યમાં હું કોઈની દખલ સાંખી શકતો નથી.

મારા હાથે જ સજા કરવા ટેવાયેલો છું.!

ક્રોધ ગળી જઈ રાજા પૂતળાની જેમ ઊભા રહ્યા.

શું કરતા પુત્રને ઠીક જો કરવો હતો. મહારાણી મલ્લિકાને એના શયન કક્ષમાં લઈ ગયાં.

મહારાણીને અઘોરીનું આગમન શંકાસ્પદ લાગ્યું.

કશું એમના મનમાં ઝંખી રહ્યું હતું.

ક્યાંક મલ્લિકાની વાત સાચી તો નહીં હોય ને...?

ભય સખ્તાઈથી એમના મનને ભીંસતો રહ્યો.

***

હોટલમાં પોતાના સ્યૂટમાં આવ્યા પછી માંડી રાત સુધી વિલિયમ ઊંઘી શક્યો ન હતો.

એના ચિત્તમાં અનેક સવાલો ઊઠતા હતા. ટેન્સી અને શૈલી મોતના મુખમાં છે એવું જાણનારી યુવતી કોણ હોઈ શકે..?

શા માટે એને ખુલાસાબંધ વાત કરી નહીં હોય..?

શુ એને કોઈ નો ભય હોઈ શકે..

એ કોઈ પણ હોય તેની અને શૈલી પર આવેલી આફતથી એ સારી રીતે જ્ઞાત હતી.

ટેન્સી અને શૈલી કોઈ ખૂંખાર અપરાધીઓની જાળમાં સપડાયાં હોય શકે.

એવું વિલિયમ ને લાગ્યું.

એ અનેક તર્ક-વિતર્કોના ઘેરાવામાં નિંદ્રાધીન થઇ ગયો.

છેક બીજા પ્રહરે એ રોજીની ચીસ સાંભળી સફાળો બેઠો થઈ ગયો.

રોઝી પથારીમાં બેઠી હોંફી રહી હતી.

એનું અંગ પ્રસ્વેદી રેબઝેબ હતું.તેણે નો ગોરો ચહેરો ઝાંખો પડી ગયેલો વિલિયમ એ રોઝીના ખભે હાથ મૂક્યો શું થયું કોઈ ખરાબ સ્વપ્ન આવ્યું રોજીની આંખમાંથી આંસુઓ કર્યા એને વિલિયમની છાતીમાં માથું છુપાવી આક્રંદ કર્યું એ નહીં બચે વિલિયમ પેલો aghori એને જ હરખાઇને મારી નાખશે શૈલી મરી જશે વિલિયમ મરી જશે એ કયો aghori રોજી કયો અઘોરી મારી નાખે છે અને વિલિયમની આંખોમાં વિસ્મય અને અજંપો ઘૂંટાયો પેલો મોટી મોટી આંખો વાળો અઘોરી લીલી ચામડીવાળી અઘોરી લીલુંછમ ઝહેર પાવે છે શૈલીને

રોઝીની વાત સાંભળી વિલિયમ નો ચહેરો થોડી રૂની પૂણી જેવો થઈ ગયો.

રોઝીએ પહેલીવાર જ્યારે સ્વપ્ન સંકેતથી વિલિયમના પેરેન્ટ્સના અકસ્માતની પૂર્વેથી જાણ કરેલી ત્યારે વિલિયમ ચિડાઈ ગયેલો. ગુસ્સાથી રાતાપીળા થયેલા વિલિયમ રોઝીને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો હતો. પોતાના જન્મદાતા વિશે અશુભ બોલવાની વાત પર એણે રોઝીને ધુત્કારી દીધેલી.

વહેલી સવારે વિલિયમે પેરેન્ટ્સના મરણ ખબર જાણ્યા પછી એને ખૂબ દુઃખ થયેલું. બધું જ ભૂલી રોઝી પરત આવી ગયેલી.

એ દિવસ બાદ ક્યારે રોઝીના સ્વપ્ન સંકેત પર વિલિયમે અવિશ્વાસ કર્યો નથી.

રોજીની શૈલી વિશેની અશુભ વાત સાંભળી વિલિયમ પળ બે પળ માટે જડ જેવો બની ગયો. આવું થાય તો..?

ઓહ નો..! શૈલી મૃત્યુ પામે તો આખી ઘટનાનો ભેદ માત્ર બે જ રહી જાય..!

કોકડું ઉકેલાઈ જ નહીં..!

ટેન્સી જીવિત હશે કે મૃત્યુ પામી હશે..? જીવતી કે મરેલી ટેન્સી ક્યાં છે..?

વિલિયમ અકળાઈ ઉઠ્યો.

એને મનોબળ ટકાવી રાખવાનો મરણિયો પ્રયાસ કર્યો.

શૈલીને કંઈ નહીં થાય..!

તુ આરામથી સૂઈ જા..!

તારી તબિયત ઠીક નથી...!"

વિલિયમ રોઝીનો માથું ખોળામાં મૂકી

ક્યાંય સુધી રોજીની પીઠ પસવારતો રહ્યો. એના ચહેરા પર પીડા લિપાઈ ગઈ હતી.

***

મોડીરાત્રે મલ્લિકા હોશમાં આવી.

એને લાગ્યુ ખૂબ જ ગંભીર કશુક બની રહ્યું હતું .

મલ્લિકાના રોમેરોમમાં બળતરા ઉઠી. અધોરી રાજા-રાણીની આંખમાં ધૂળ નાખી કપટ રમી રહ્યો હતો.

મલ્લિકા અઘોરીનું મન કળી ગયેલી.

એના જીવતેજીવ અધોરીનો નાપાક ઈરાદો બર અાવે તો એના સ્ત્રીત્વને લોંછન લાગે. આજની રાત્રિનો સમય ઇતિહાસમાં "કાળ કલંક" તરીકે લેખાય,

'ના ના.. આવુ હું હરગીજ નહીં થવા દઉ.. હું એ કપટી ને મારી નાખીશ..

ગુસ્સાથી છળી ઉઠેલી મલ્લિકા બંદૂક ઉઠાવી ધીમે પગલે બહાર નીકળી. મલ્લિકાના બેડરૂમ જોડે રાજા માનસિંહ નો બેડરૂમ હતો.

તેની પડખેના કમરામાં અઘોરીને આશરો અપાયેલો.

એણે લાંબીમાં ડગ માંડ્યાં.

હવામાં તન-મનને તાજગીથી ભરી દેનારી માદક સૂરભિ પ્રસરી રહી હતી.

બંગલાની દીવાલો ચીરીને આવતો શિયાળવાંના રૂદનનો કરુણ સ્વર રાત્રિના સન્નાટાને ભયાનક બનાવી જતો હતો.

જરાય પદચાપ ન થાય તેની પૂર્ણ તકેદારી રાખી મલ્લિકા ધીમે પગલે અઘોરીના કમરા તરફ ચાલવા લાગી.

અઘોરીના કમરામાં કશોક ધીમો ગણગણાટ સંભળાતો હતો.

મલ્લિકા અઘોરીના કમરા આગળ આવી અટકી.

ઓમકાર મંત્રની સાથે જ કોઇ અજાણ્યા મલિન મંત્રો અઘોરીના મલિન સ્વરમાં કમરાની ભીતર ગુંજતા હતા.

મુખ્ય દરવાજો અંદરથી લોક હતો.

જેથી અહીંથી ભીતરનું દ્રશ્ય જોઈ શકાય એમ નહોતું.

પછીત ની દીવાલે એક બારી પડતી હતી.

એ બારી ભીતરેથી માત્ર રેશમી પડદા વડે ઢંકાયેલી રહેતી.

પવનના સુસવાટાથી બહારનું દ્રશ્ય કદીક લબક-ઝબક થઈ જતું.

અનાયાસે જ એના પગલાં લાંબી વટોળી બારી તરફ વળ્યાં.

અઘોરીના મંત્રના પડઘા કોઈ અમંગળ ઘટનાની અેધાણી આપી રહ્યા હતા.

ધડકતા હૈયે મલ્લિકાએ પડદો સહેજ ખસેડી આંખ મુકાય એટલી જગ્યા કરી ભીતર જોયું.

પહેલી નજરે જ કમરામાં ધુમ્મસ ગોરંભાયેલું દેખાયું.

સાથે-સાથે પેલા સુવાસિત ધૂપની માદક સુરભિ તીવ્રપણે વર્તાતી હતી.

એકાએક ઉજાસમાંથી અંધકારમાં પ્રવેશ્યા પછી ધીમે ધીમે આંખો અંધારાથી ટેવાતી જાય એમ મલ્લિકાની આંખો ધુમ્મસમાં સ્થિત દ્રશ્ય પર સ્થિર થઈ ગઈ.

( ક્રમશ:)

વાર્તા વિશેના આપના અભિપ્રાયો મને કંઇક નવું કરવા માટે જનૂન પૂરું પાડશે..

- સાબીરખાન

Whtaap 98270063267