કાલ કલંક-9

ઘાવ પરથી હરકતો ચુસવાનું શરુ થતા જ કુમારના મુખમાંથી વેદનાભર્યા ચિત્કારો નીકળ્યા મતલબ કે કુમાર અર્ધબેભાન હોવો જોઈએ એમ રાજાએ કહ્યું.

આહ...ઓ..હ!

કુમાર તરફડી ઉઠ્યો કુમાર નું દર્દ મલ્લિકાથી જોયું ના ગયું ડોક ઉંચકી એણે પોતાની દ્રષ્ટિ કુમારના પર નાખી. કુમાર ના પગ પર ઝળુંબી રહેલા ખૂંખાર મેંઢકને જોઈ એની આંખો પહોળી થઈ ગઈ.

એ ચીસ પાડી મહારાજને કંઈ કહેવા માગતી હતી. પણ એના ગળેથી અવાજ ન નીકળ્યો.

કાળજુ કઠણ કરી એણે બંદૂકનું નાળચુંએણે મેઢક ભણી લાંબુ કર્યુ. મહારાજ અેને જીવતો પકડવા માગતા હતા.

મલ્લિકાનો ઈરાદો પામી જતાં તરત જ એમણે મલ્લિકાના હાથમાંથી બંદૂંક ઝૂંટવી લીધી.

થોડીક વધુ ધીરજ ધરવાનુ મહારાજે સૂચન કર્યું.

ત્યારે મલ્લિકાના ચહેરા પર આવેલો અણગમો એ જોઈ શક્યા.

જેનાથી મલ્લિકાના ભીતરના ઉકળાટનો ખ્યાલ આવી જતો હતો.

જેમ જેમ દેડકો રક્ત ચુસતો ગયો તેમ તેમ એનુ કદ વધતું ને વધતું ગયું. એકાએક જાણે શ્વાસ લેવા એણે મોઢું ઘાવ પરથી ઊંચક્યું ત્યારે કાળજું ચીરી નાખે એવી ચીસ પાડી ઊઠ્યો. કુમાર તરફડી ઉઠ્યો.

ક્રોધે ભરાયેલા મહારાજે મલ્લિકા વાળી બંદૂક ઉઠાવી લીધી.

મોટા મોટા ઠેકડા ભરતાં ડાબી બાજુ ખૂણામાં ઊભેલી પંચધાતુની તિજોરી નીચે મહારાજે વાઘનો શિકાર કરવા જતા હોય એવા શિકારી પેઠે પેલી તિજોરીવાળા ખૂણા ભણી ડગ માંડયાં.

ત્યારે લપાતાં છુપાતાં રાણીમા એમની પાછળ જ હતાં.

સાવચેત રહેજો મહારાજ કૂદકો મારી એ ગળે ચોંટી ન પડે..!

રાજા ના કાનમાં ફૂંક મારતાં હોય એમ વ્યગ્ર સ્વરે રાણીમાએ કહ્યું.

ખૂણામાં મૂકાયેલી પંચધાતુની કલાત્મક મોટી તિજોરીની છે છુપાયેલા લાલઘૂમ આંખો દૂર-દૂર અંધકારમાં બળતા વીજળીના બલ્બની જેમ ઝળકતી હતી. એ આંખોમાં ખુન્નસ હતું.

આગ હતી.

આઘાત મૂઢ દશામાં મલ્લિકા ઊભી હતી.

એનુ હ્રદય તીવ્ર પણે ધડકી રહ્યું હતું મહારાજ ધાર્યું નિશાન પાર પાડી શકશે..?

એના ભીતરે શંકા પેઠી.

"જો મેઢક બચી ગયો તો.?"

એ આગળની કલ્પના ના કરી શકી.

મહારાજે પેલી તગતગતી આંખોને નિશાન બનાવી.

ત્યારે જરા પણ લપકારા વિના એ આંખો આગ ઓકતી રહી. ટ્રિગર પડે ને ધડાકો થાય એ પહેલાં બહારથી કોઈ ની બૂમ સંભળાઈ.

"મલ્લિકા..! ઓ મલ્લિકા..!"

રાજા-રાણીએ પહેલા એકબીજા સામે જોયું પછી મલ્લિકા તરફ દ્રષ્ટિ કરી ત્રણેના મનમાં એક જ સવાલ હતો અત્યારે આ ક્ષણે પણ આવી શકે છે..?

ઠક્ ઠક્ ઠક ઠક્ ..

કોઈ દરવાજો ઠોકતો હતું.

"મહારાજ..! રાણીમા..! દરવાજો ખોલો..!"

"અઘોરી નું આ કોઈ નવુ ચરિતર તો નહી હોય ને..?"

મહારાજ સાશંક નજરે ધારી-ધારીને દરવાજાને જોતા રહ્યા.

રાજાની શંકાને નિર્મૂળ કરતી હોય એમ મલ્લિકા બોલી.

"મહારાજ ભેરવી લાગે છે..!

કોઈ વાત વિના એ આવે જ નહીં..!" ભૈરવીને મળવાની તાલાવેલી રાજાને હતી જ.. પણ ભૈરવી આમ અણધારી મળશે એવી એમને કલ્પના કરી નહોતી. છતાંય મહારાજને ખાતરી કરી લેવાનું યોગ્ય લાગ્યું.

"હા કોણ છે બહાર..?"

મહારાજે બૂમ મારી.

તરત જ સામેથી જવાબ મળ્યો.

"એ તો હું છું ભૈરવી મહારાજ..! મલ્લિકા મને ઓળખે છે..!

દરવાજો ખોલો મારે જરૂરી વાત કરવી છે..!"

રાજાએ એક નજર મલ્લિકા પર નાખી મલ્લિકાએ ડોકું ધુણાવી દરવાજો ખોલવાની સહમતિ દર્શાવી એ સાથે જ મહારાજે દ્વાર ખોલ્યું.

બારણુ ઉઘડતાં જ સુસવાટાભેર પવન અંદર ધસી આવ્યો.

બહાર નિસ્તબ્ધતા જોઈ એમના ચહેરા ધોળા ધફ્ફ થઈ ગયા.

"બહાર તો કોઇ જ નથી..!"

સહેજ ગભરાતાં ગભરાતાં રાણીમાએ કહ્યું.

ભૈરવી નહોતી તો પછી આ અવાજ કોનો હતો..?

ધીમે ધીમે મલ્લિકાના મનને કોરવા લાગ્યાં.

બારણે ઉભા રહી મહારાજે બહાર ડોકિયું કરી.

લાંબી માં નરી શૂન્યતા હતી.

આવી ભયાનક રાત્રિએ ક્યાંય ચકલુંય ન ફરકે.

વળી માણસની ઉપસ્થિતિ વિના અહીં અવાજ પણ સંભવી શકે એમ નથી તો પછી કોણ આવ્યું..? અને ક્યાં ગયું..? ઘડીભર આ આખી ઘટનાને ભ્રમ માની લઈએ તો પણ આવો ભ્રમ ત્રણ-ત્રણ વ્યક્તિને એક સાથે કેવી રીતે થઈ શકે..?

મહારાજે ગુસ્સાથી રાતીચોળ થયેલી વેધક નજર અઘોરી કમરા તરફ નાખી.

"બાપુજી તિજોરી નીચેથી દેડકો ગાયબ છે..!"

મલ્લિકા આ એક જ વાક્યે મહારાજને મૂળ મુશ્કેલી પર લાવીને મૂકી દીધા.

ઉતાવળાં ડગ માંડતાં તેઓ તિજોરી નજીક આવ્યા.

એમણે ધારી ધારીને જોયું જ્યાંથી દેડકો ગાયબ હતો. એકાએક મહારાજની નજર સામેના ખૂણામાં પડી દ્વાર નજીક ઉભેલી મલ્લિકા પર હુમલાની તૈયારી સાથે ઊભેલા દેડકાને જોઈ એમના થી ચીસ પડાઈ ગઈ.

"મલ્લિકા બેસી જા..!"

રાજા નો અવાજ તરડાઈ ગયો ધબ કરતી મલ્લિકા ભૂમિ પર ફસડાઈ પડી. કમાનમાંથી છુટેલા તીરની જેમ મોટી છલાંગ લગાવી દેડકો બહાર કૂદી પડ્યો. ધમણની પેઠે મલ્લિકાનું ભીતર શ્વસતુ હતું.

ત્યારે રાણી મા નો જીવ તાળવે ચોટી ગયેલો.

દેડકો જેવો બહાર ગયો એ સાથે જ એમણે બારણું ભીડી દીધું.

હળવે હળવે મહારાજ નો શ્વાસ હેઠો બેઠો.

"બાપુજી..!,

મલ્લિકાએ ઉભા થતા કહ્યું.

આ ભૈરવી નહોતી પણ અઘોરી ની માયાજાળ હતી..!"

મહારાજે માથુ હલાવ્યું.

"તું સાચું કહે છે મલ્લિકા..!

અઘોરી દેડકાને બચાવી ગયો..!"

"તો હવે શું થશે સ્વામી..?"

રાણીમાએ ચિંતિત સ્વરે પૂછ્યું.

"બીજું તો શું થાય માં..!

મલ્લિકાએ મૂળ વાત પકડી રાખતાં કહ્યું.

અઘોરીએ નાખેલા પાસા સાવળા પડતા જાય છે. આખી રમત અને તખ્ત એનો ગોઠવેલો છે.!

આજની રાત આપણા ભાગમાં વિવશ બની એ બધું જોયા કરવાનું આવે છે. કુમારના બચવાની નાની આશા પર પણ એને પાણી ફેરવી દીધું છે.

હવે તો કુમારને હારે જ છૂટકો છે.

મલ્લિકા ના છેલ્લા શબ્દો માં ભીનાશ ભળી ગઈ.

રાણીમા એ મલ્લિકાને બાથમાં લીધી .

"બેટી એ બધું નીયતિ નિર્મિત હશે..!

નહીં તો કુદરત આવો ક્રૂર ના બને.

"મલ્લિકા દુઃખી થવાથી ક્યારે મુશ્કેલીઓ હલ થતી નથી.

થોડુંક કાળજુ કઠણ રાખ બેટા..એ અમારોય દીકરો છે..!"

મહારાજે આશ્વાસન દીધું.

કુમારની પડખે મલ્લિકા નો હાથ પકડી રાણીમા પલંગ માં બેઠાં.

હળવે હળવે હાથે રેશમી વસ્ત્ર વડે કુમારના ઘડાયેલું રક્ત સાફ કર્યું જરા પણ તકલીફ ન થાય એ વાતની રાણીમાને કાળજી રાખેલી.

ભાવભીની નજરે મહારાજ એ પ્રક્રિયાને જોઈ રહ્યા.

સામે મજબૂત ધાતુને કલાત્મક જાળી વાળે એકાએક વિચિત્ર ચરચરાહટ થયો.

છયે આંખો બારી પર ખોડાઈ ગઈ.

બહાર ઘૂઘવતા ધેઘૂર અંધકાર ને ચીરતા જાણે મોટી લાઈટ ના બે ફોક્સ વાળા સેનાપતિની સાથે અસંખ્ય નાની બત્તીઓ લઈને આખી ફોજ આવી હોય એમ બારીની ધાર પર ચીપકી દેડકાંની જીવાત ખીચોખીચ ઉભરાઇ હતી.

( ક્રમશ:)

કાળ કલંક તમને કેવી લાગી તમારા અભિપ્રાયો નો અભિલાષી

Wtsp no. 9870063267

***

Rate & Review

Jaydeep Saradva 2 weeks ago

Dilip Bhappa 2 months ago

Ajaysinh Chauhan 2 months ago

Tejal 3 months ago

Heena Viral Gamit 3 months ago