કાલ કલંક-10

બારીમાંનુ દ્રશ્ય જોઈ જાણે ત્રણેય જણ ઉભા જ થીજી ગયા.

વેરાન રાત્રીનો સૂસવાટ રાત્રીની ભેંકારતાને વધુ ભડકાવતો હતો.

"બાપૂજી ..!

થીજેલા મૌનને ભેદતાં કંઈક મક્કમ મને મલ્લિકા બોલી.

"-કંઈક કરવુ પડશે..! મારા કુમારને દેડકો રીબાવી રીબાવીને મારે એ મારાથી હવે જોયુ જતુ નથી.

"બેટા..! બંદૂકની બુલેટથી દેડકાને હું ઠાર કરી દઈશ..!

પણ એટલેથી જ મને સંતોષ નહી થાય.

પરંતુ કશુ જ ના કરીને જોયા કરવાથી તો દેડકો એકપછી એક હત્યા કરતો જશે નાથ..!

રાણીમા સાથે મલ્લિકાએ પુન: ઘૂઘવાટ વ્યક્ત કર્યો.

"તમેજ કહો મહારાજ પછી આપણે એની બમણી થયેલી શક્તિ સામે આપણે બાથ ભીડી શકીશુ..?"

'દેડકો તો અઘોરીના હાથનુ પ્યાદુ માત્ર છે..!

મલ્લિકાએ ઠંડા કલેજે કહ્યુ- દેડકાના સહારે અઘોરી શક્તિવાન બની જશે.

"મલ્લિકા.. મલ્લિકા..! તુ જોજે તો ખરી એ નપાવટને હું એવુ મૌત આપીશ કે જોનારો પ્રત્યેક જીવ કંપી ઉઠે.

રાજાના આક્રોશી સ્વરમાં વજન વર્તાયુ.

ત્યાંજ પેલી બારીમા પુન: ચરચરાટ થયો.

રાજા રાણી અને મલ્લિકા ત્રણેયનુ ધ્યાન પુન: બારીમાં દોરાયુ.

બારીમાં તગતગતી અસંખ્ય આંખો જોઈ મલ્લિકાની આંખોમાં ક્રોધ ભભૂકી ઉઠ્યો.

બંદૂક ઉઠાવી મલ્લિકા બારી ભણી ધસી ગઈ.

સ્તબ્ધ બની રાજા-રાણી મલ્લિકાને તાકી રહ્યા.

બારી સમિપ પહોંચેલી મલ્લિકાએ બંદૂકની અણી મેઢક સામે લાંબી કરી.

એ જોઈ ભડકેલો દેડકો એની જીવાત સાથે નીચે કુદી પડ્યો.

એક મોટો નિશ્વાસ નાખી મલ્લિકા કુમારની પડખે આવી બેઠી.

આજની રાત બસ હેમ-ખેમ પસાર થાય..!

મહારાજે અંતરોદ્ગાર ઠલવ્યો.

વાતજ અશક્ય છે બાપુજી.. મલ્લિકાએ હતાશા વ્યક્ત કરી.

કુમારનુ રક્ત પીવા દેડકો વલખાં મારે છે.

લાળ પાડે છે કુમારના પહેરેગીર બની આપણે ત્રણેય અહીં ગોધાઈ રહેશુ તો બહાર ચોકી કરતા ચોકીદારોનુ શુ..?

મહેલના અન્ય જીવોનુ રક્ષણ કોણ કરશે..?

આપણો કુમાર તો મડદા જેવુ મડદુ છે.

એના માટે થઈ મહેલના પ્રત્યેક જીવને જોખમમાં ના મૂકી શકાય.. ! મલ્લિકાની વાતે રાજાની આંખો ઉઘડી ગઈ.

એને પોતાની ભૂલનુ ભાન થયુ.

આવા ભયાનક સંકટમાં રાજાને પોતાના ધર્મનુ સ્મરણ થઈ ગયુ.

મલ્લિકાની પીઠ થાબડતાં કેઓ બોલ્યા.

-"બેટા..! તારા જેવી પૂત્રવધૂ પામ્યાનો મને ગર્વ છે. પ્રત્યેક મહેલમાં તારા જેવી રાજવધુ હોય તો કદી કોઈ રાજા પોતાની ફરજથી વિમુખ ન થઈ શકે..!

પૂત્ર પ્રેમમાં મોહ થયેલો હું મારી ફરજ ભૂલ્યો.

જરા પણ સ્વાર્થની કામના વિના મને સાચી દિશા બદલ તને સલામ કરવા મન કરે છે.

મલ્લિકા શ્વસૂરની વાતથી છોભીલી પડી ગઈ.

ભીતરની લજ્જા ચહેરા પર ન આવી શકી . દર્દીલ અવાજે એ બોલી.

"બસ બાપૂજી..! બસ... તમારી મીઠાશ મને રડાવી દેશે..!"

રાણીમાએ મલ્લિકાનો હાથ પોતાના હાથમાં લઈને પંપાડ્યો.

એમ કરતાં જાણે એમનુ હેત મલ્લિકા પર ઢોળાતુ હતુ.

મહારાજે રાણીમાને સંબોધી કહ્યુ.

"હવે ઢીલ કરવી પોસાય એમ નથી મહારાણી.. મહેલમાં જાગ્રત કે અર્ધજાગ્રત વ્યક્તિને જેના પર જોખમની શક્યતા વધુ છે એમને દેડકાના આતંકથી અવગત કરવા જરુરી છે. નહિતો વહેલી સવારે કુમારની સાથે કેટલી લાશોનો માતમ હશે..?

"ઉઠો.. રાણી..! મલ્લિકા કુમારની રખવાલી કરશે બચાવી શકાય એટલા મહેલના અન્ય જીવો આપણે બચાવી

લઈએ.

દ્રઢ નિર્ધાર સાથે મહારાજ બેઠા થઈ ગયા.

રાણીમા કશુક કહેવા માગતાં હતાં પણ મહારાજની મક્કમતા જોઈ એમના શબ્દો હોઠોમાં જ રહી ગયા.

રાણીમાની આંખમાં ઘડી પહેલાંની ઘટના તરી ઉઠી.

ભૈરવીના સ્વરમાં સંભળાયેલા અઘોરીના પડધા એમના કાનોમાં ગૂંચતા હતા.

મલ્લિકાના હાથમાંથી બંદૂક લઈ એના માથે વહાલથી હાથ પસવારી મહારાજ દરવાજો ખોલી બહાર નિકળી ગયા.

મલ્લિકાની આંખમાંથી દડદડ કરતાં આંસુ વહ્યા. રાણીમાએ એના કપાળમાં

તસતસતુ ચુમ્બન કર્યુ...!

મલ્લિકા જડવત પૂતળાની માફક સ્થિર નેત્રે બેસી રહી .

મોઢેથી ધ્રૂસ્કેને ધ્રૂસ્કે રડવા માગતા હૈયાને એણે મહાપરાણે રોકી રાખ્યુ.

આ ભારેખમ ક્ષણોને સહન કરવી કઠણ લાગતૂ હોય એમ મહારાણી પણ તરત મહારાજની પાછળ થઈ ગયા..

કેટલિય ક્ષણો સુધી સુધબુધ ગુમાવી બેઠી હોય એમ નિષ્ક્રિય થઈ મલ્લિકા બેસી રહી. એકાએક એને ભાન થયુ.

મહારાજ અને રાણીમાને બહાર ગયે ધણો સમય પસાર થઈ ગયો હતો અને પોતે કમરામાં સાવ એકલી જ છે. અને એને કમરાનુ દ્વાર આડુ કરેલ છે અને દેડકો કમરાનુ દ્વાર હડસેલી ગમે ત્યારે ભીતર કૂદી પડી શકે..! મલ્લિકા જેમ જેમ વિચારતી ગઈ તેમ તેમ એના હૈયાની ધડકન તેજ થતી ગઈ.

ધીમે રહી ઉભી થઈ એણે બારણે સ્ટોપર દીધી.

ત્યાર પછી એ કુમારની પડખે આવી બેઠી. પોતાની જાતને બંધ કમરામાં પૂરી દઈ એ જરાય ખુશ નહોતી. એણે મહારાજ અને રાણીમાની ચિંતા થતી હતી. પોતે બંધ કમરામાં હોવા છતાં જો નિર્ભય ના રહી શકતી હોય તો મહારાજ અને રાણીમાની શી દશા હશે..?

એમના પરતો દેખીતુ જોખમ તોળાઈ રહ્યુ હતુ. ગમે તે ગડી કંઈ પણ બની શકે.. કંઈ કહેવાય નઈ..!"

મહારાજ અને રાણીમાને બહાર ઢસડવા પોતેજ જવાબદાર હતી. પોતાનાથી આવુ કેમ થયુ..? પણ કેમ.?"

એણે પોતાની જાતને કોસવા માંડી. દેડકાને દેખાડો દીધે ધણો સમય થયો હતો. એનો મતલબ કે દેડકો બારી છોડી ગયો હતો. મલ્લિકાના ભીતરે ફફડાટ જાગ્યો. કશુક અમંગલ બનવાના ભણકારા એણે સંભળાવા લાગ્યા. બંધ કમરામાં મલ્લિકાને રૂંધામણ થવા લાગી. એ અનિચ્છાએ કુમાર જોડે બેસી રહી..

***

ખૂણે ખૂણે મોટી મોટી મશાલોના અજવાસથી રાજમહેલની લાંબીનો પટ દૂર સુધી જોઈ શકાતો હતો.

પણ નિરવ સન્નાટા માં નાનો સરખો સરસરાહટ પણ અત્યારે થંભી ગયો હતો.

મુખ્ય દ્વારે રાતે પહેરો ભરત ચોકિયાતો જાગ્રત હશે કે કેમ એ વાતે રાજાના મનમાં શંકા હતી.

પાછલા પહોરના સમય અને નિંદ્રા દેવીનો સમ્મોહનકારી પ્રભાવ ગમે તેવા જીવને નિંદ્રાધિન બનાવી દેવા સમર્થ હતો.

મુખ્યદ્વાર તરફ લઈ જતી લાંબી માં મહારાજની પડખે ચપોચપ ચાંટીને રાણીમા ચાલતાં હતાં. આગળ વધતાં એમને પ્રત્યેક પગલે કંપારી વછૂટતી હતી

"સ્વામિ..! મલ્લિકાને એકલી મૂકી આપણે ભૂલ કરી હોય એમ નથી લાગતુ..?"

રાણીમાએ ગૂંગડાવી મારતી ચૂપકીદી ભેદતાં પૂછેલુ.

મહારાજ સમજી ગયા કે મલ્લિકાની સલામતી ની આડમાં રાણીમાનો ડર વ્યક્ત થયો હતો.

રાણીમાને હિંમ્મત બંધાવતા એમણે કહ્યુ. "થનાર છે એને કોઈ ટાળી શકવાનુ નથી મૃત્યુથી ભય પામવાની જરૂર નથી. નામ હોય એનો નાશ એ જ નિયતી છે..!"

ભીતરની બળતરા મહારાજે પકડી લીધી એ જાણી રાણીમા છોભીલાંપડી ગયાં.

પછી તેઓ મૂંગાંમૂંગાં ચાલતાં રહ્યાં.

છેક મુખ્યદ્વાર નજીક આવ્યાં ત્યાં લગી કોઈજ અપ્રિય ધટના નહોતી ઘટી. ભારેખમ શરીર ધારી પહેરેદારો બહાદૂરસિંહ અને ભીમ સિંહને ભૂમ પર ચત્તાપાટ પડેલા જોઈ. મહારાજ ના મનમાં ફાળ પડી.

મહારાજ લાગે છે આપણે મોંડા પડ્યા. નજર સામેનુ દ્રશ્ય જોઈ રાણીમાએ કહ્યુ.

( ક્રમશ:)

કાલકલંક વિશે તમારા અભિપ્રાયો જણાવશો..

વાર્તાનુ દરેક પ્રકરણ તમારી નિંદરો હરામ કરી નાખશે...

યકીનન

-સાબીરખાન પઠાણ

Wtsp 9870063267

***

Rate & Review

Vasu Patel 1 month ago

Jayshree Patel 2 months ago

Dhara Patel 2 months ago

Nita Mehta 2 months ago

Nikita 9 months ago