Kaal Kalank - 7 books and stories free download online pdf in Gujarati

કાલ કલંક - 7

કમરાની ભીતરે શ્વેત જાજમ બિછાવી એના પર અઘોરી બેઠો હતો.

એની પડખે ડાબી બાજુ માટીના વાસણમાં ધૂપ બળતો હતો.

ધૂપની જોડમાં તાંબાનું કમંડળ પડ્યું હતું. સહેજ જમણી બાજુ માણસની ખોપડીના કાટલાનો હવન કુંડ બનાવી અઘોરી ગંભીર મુખમુદ્રા મંત્રોચ્ચાર સાથે આગમાં કશું હોમી રહ્યો હતો.

જેનાથી બબ્બે ફૂટ ઊંચા આગના ભડકા થતા હતા.

અઘોરીના જમણા પગના ઢીંચણ જોડે એના જંતર-મંતર ની જોડી પડી હતી.

આવું દ્રશ્ય જોઈ મલ્લિકાને ભારે હૃદય કંપ અનુભવ્યો.

અઘોરીનો મંત્રોચ્ચાર ધીમે-ધીમે હળવો થઈ અટકી ગયો.

બે પળ માટે કમરામાં નરી શાંતિ પ્રસરી.

અને પછી છમ છમ છમ કોઈ ભેદી સ્ત્રીના પગની ઝાંઝરીનો અવાજ ત્રણેકવાર સંભળાયો.

મલ્લિકાના અંતરમાં ખળભળાટ મચી ગયો. ઝાંઝરીનો અવાજ કોનો હોઈ શકે..?

એના મનમાં શંકા પેઠી.

અઘોરીની સાથે કમરામાં કોઈ સ્ત્રી તો નહીં હોય ને..?

પછી એને પોતાની આવી શંકા પર હસવું આવ્યું.

મહારાજ કંઈક પાગલ થોડા છે જે આવા સંદીગ્ધ માણસ જોડે કોઈ સ્ત્રીને ફરકવા દે. એકાએક અઘોરીનો ભારેખમ શ્વાસ બોલ્યો મલ્લિકાની મતિ ઘડીભર માટે ક્ષુબ્ધ થઇ ગઈ.

તેણીએ ભયભીત દ્રષ્ટિ ફરતે કમરામાં નાખી.

પેલા શ્વાસ સાથે નીકળેલા શબ્દોનું આહવાન હજુએ પડઘાતું હતું.

ધીમે-ધીમે મલ્લિકાને અહેસાસ થતો ગયો કે કોઈ આવી રહ્યું છે.

ઝાઝરીનું છમ છમ ખૂબ જ સ્પષ્ટ પણે સંભળાતું અઘોરીની પડખે આવીને અટકી ગયુ.

"આવ ભૈરવી સન્મુખ થા...!"

એ રહસ્યમય રમણીના આગમનની ખાત્રી થઈ ગઈ હોય એમ અધીર અઘોરીની પુન: આજ્ઞા સંભળાઈ.

એ સાથે જ ધૂંધળો ધૂંધળો સ્ત્રી આકાર ઉપસ્યો.

એ ગૌરાંગનાનો ચહેરો સ્પષ્ટ પણે જોઈ શકાતો નહતો.

જળમાં તરંગાતા પ્રતિબિંબની જેમ આછા ધુમ્મસમાં એક સ્ત્રી આકાર પર ફરફરતો હતો.

"અબ ક્યા હે બાબા ..!"

એનો મધુર સ્વર રણક્યો.

"જંગલવાસી બન કર રાજદરબારમેં પ્રવેશ કરકે મેને આપકા કામ તો કર દિયા હૈ..!"

કોઈ ઊંડી સુરંગમાંથી આવતો હોય એવો એ રહસ્યમય રમણી નો અવાજ હતો.

"ભૈરવી હું ઘણો જ ખુશ છું..!"

અઘોરી હોઠમાં મલક્યો.

મને અહીં સુધી લાવવામાં તું સફળ થઈ એ વાતનો સંતોષ છે.

બસ આવી જ રીતે આ કામમાં અંત સુધી તું સહકાર આપે એમ હું ઈચ્છું છું.

મારે રાજકુમારને બેઠો કરવો છે.

પરોપકારના એક વધુ રૂપને પામવા મારે તારા સાથની જરૂર છે..!

"વો તો ઠીક હૈ બાબા પર..?"

ભૈરવીના હોઠ ફફડીને રહી અટકી ગયા.

પછી હિંમત કરી પ્રત્યેક શબ્દને તોડી તોડીને બોલી.

"મુજે કુછ અજીબસા ડર લગ રહા હૈ બાબા..!"

"શાનો ડર..?"

અઘોરીએ ચોકી જવાનો ડોળ કરતાં પૂછ્યુ.

"ડર લગ રહા હૈ કહી એસા ના હુઆ તો..?

ડર લગ રહા હૈ કહી કુછ અપ્રિય ઘટના ઘટી તો..?"

ન જાને ક્યુ મેરા ઝમીર મુજે આપકે ઈસ શુભકાર્ય મેં સાથ દેને સે રોક રહા હૈ..!"

"આવું ના બોલ ભૈરવી આવું ના બોલ..!" હાથમાં આવેલી બાજી સરી જતી હોય એમ અઘોરી ઉતાવળે બોલ્યો.

"યાદ કર એ દિવસો ભૈરવી..! યાદ કર..! જ્યારે તારા ગામમાં અનેક કૃષ્ઠ રોગથી પીડાતા લોકોના મેં આંસુ લૂછ્યા હતા.

દરેકે દરેકને મેં એક નવું સ્મિત બક્ષેલું.

યાદ કર એ દિવસ ભૈરવી ..!

જ્યારે કેન્સર જેવા મહા વ્યાધિથી પીડાતા તારા નાના ભાઈને તારી માતા મારા શરણે લઈને આવેલી.

ત્યારે એ વાત અલગ હતી કે લોકો મને દેવદૂત ગણી પૂજતા હતા.

મારે તો અધિકમાં અધિક જ્ઞાન પ્રાપ્ત કરવું હતું.

એક ખાસ પ્રકારની શ્રેષ્ઠ વિદ્યાની સાધના માટે મારે કુવારી કન્યા ભૈરવી રૂપે જોઈતી હતી.

મારી જાણમાં આવ્યું કે કેન્સરથી પીડાતા બાળકને લઈ આવનારી બાઈ ને એક યુવાન કુંવારી પુત્રી પણ છે.

તો તકસાધુઓ એવા મેં તારા ભાઈને ઠીક કરવાના બદલે મારી સાધના માટે અમુદ્દતથી તારો સહવાસ માગી લીધો.

"ઔર પુત્ર પ્રેમી મૈયાને બેટી કા સોદા કર ડાલા..!"

એણે મોઢેથી જાણે કે કડવાશ ઠાલવી.

"તારી માતાનો પુત્ર તારો નાનો ભાઈ થાયને ભૈરવી..!"

"જાનતી હું ઈસલીયે સબ કુછ સહેતી રહી હું..!"

ભૈરવીએ સ્વરમાં કડવાશ જાળવી રાખતાં કહ્યું.

પર અબ મુજે આત્મ વિરોધ કરનાર અચ્છા નહીં લગતા બાબા..!"

તારું દુઃખ સમજું છું ભૈરવી આજ સુધી તારી સાથે જે કંઈ થયું તે કરવું જરૂરી હતું.

"ક્યા જરૂરી થા બાબા..? મેરે સાથ કિયે ગયે ગિનૌને અત્યાચાર..?

મેરે ભ્રષ્ટ યોગ સમાધી સંસ્કાર..?

યા ફિર મેરા ચરિત્ર હનન..?"

આક્રોશથી ભેરવીનો ચહેરો રાતોપીળો થઈ ગયો.

"શાંત થા ભેરવી શાંત થા..!"

રીતસર આર્જવ સ્વરે અઘોરીએ કહ્યું.

"એ બધું જ જરૂરી હતું.

ભૈરવી એના લીધે જ તું આજે સૂક્ષ્મ શરીરે મારી સામે આવી ઊભી રહી શકે છે.

તારી માતાના વચનની તારે અવગણના ન કરવી જોઈએ..!"

ભૈરવી ઢીલી પડી ગઈ.

પછી હતાશ સ્વરે બોલી.

"કહીએ અબ ક્યા આજ્ઞા હે આપકી..?"

નિરાંતનો દમ લઈ અગોરી બોલ્યો.

સામેની બાજુ જમણી તરફના પહેલા કમરામાં રાજકુમાર સૂતો છે.

ત્યાં કાચના કબાટમાં શુષ્ક મેઢક મૂકેલું છે. જેને ઉઠાવી નીચે કમરાની ફર્શ (સપાટી) પર મુકી દેજે..!"

"બાબા.. કુછ ગલત તો..?"

ભેરવીનો સંશય હોઠે આવ્યો.

"રાજકુમારને ઠીક કરવા તેની જરૂર છે તુ જે ધારે છે એવું કશું નહીં થાય..!

અધોરીના આદેશ સાથે ભૈરવી જાણે કે હવામાં આંગળી ગઈ.

***

મલ્લિકાનો ડર થીજી ગયો હતો.

એકધારી અધ્ધરજીવે બારી જોડે ઉભા ઉભા તેના પગ દુખવા આવ્યા હતા.

જેનો હવે જ મલ્લિકાને ખ્યાલ આવ્યો. મલ્લિકાના મનમાં ખૂબ જ ગડમથલ હતી.

આ અઘોરી એને પાકો ખેલાડી લાગી રહ્યો હતો.

ભૈરવીએ એને ભોળવી હતી.

" રામ જાણે કેવા કેવાય દુષ્કર્મ એની જોડે કરાવતો હશે..?

કુમારને બચાવવા આવેલ અઘોરીની વાત ભૈરવીને ગળે ઊતરતી નહોતી.

કશું અશુભ થનાર છે એવું જાણતી હોવા છતાં તે અઘોરી પર આંધળો વિશ્વાસ મૂકી આત્મા વિરુદ્ધ અઘોરીની આજ્ઞાને અનુસરતી હતી.

મલ્લિકાને કશું સૂઝતું નહોતું.

"અઘોરી કુમાર સાથે કેવા કેવા ખેલ ખેલવા માંગે છે..?

અને હવે પોતે કુમારને કેવી રીતે રક્ષા કરી શકે..?"

મલ્લિકા મૂંઝાઈ ગયેલી.

પછીત ની દીવાલ વટાવી તે મુખ્ય લાંબીના કોર્નર સુધી આવી ગઈ.

અહીંથી આમને-સામને રહેલા બધા જ કમરા જોઈ શકાતા હતા.

ભૈરવી કુમારના કમરામાં પ્રવેશી હતી.

પેલા સૂકા મેઢકને એ ફર્શ પર મૂકવા ગયેલી.

"પણ શા માટે..? અઘોરી આવું શા માટે કરાવતો હશે..?"

આ રહસ્ય ભીતરથી મલ્લિકાને કોરી રહ્યું હતું.

કુમારના કમરા સુધી જવાના ઇરાદે એણે પગ મૂક્યો.

ત્યાં જ એને લાગ્યું કોઈનો કોમળ હાથ એના ખભા પર દબાયો છે.

એનું હ્રદય બમણા વેગે ધડકી ઊઠ્યું. ડોક મરડી એણે પાછળ જોયું.

પાછળ ભૈરવીનો પડછાયો વસ્ત્રની જેમ હવામાં લહેરાતો હતો.

"ભૈરવી..!"

મલ્લિકાના હોઠ ફફડ્યા.

એ ભૈરવીના ચહેરા પર ગભરાહટ ચોખ્ખો જોઈ શકતી હતી.

"છીસસ..!"

ભૈરવીએ હોઠ પર આંગળી મૂકી ચૂપ રહેવા નો ઈશારો કર્યો.

"તુ મલ્લિકા હૈ ના..?"

એને ધીમા સ્વરે પૂછ્યું.

"હા મે મલ્લિકા હું..!"

ઓહ મલ્લિકા..! તુમ્હે ડર નહી લગતા..?"

ભૈરવીએ ચિંતા પ્રગટ કરી.

"અગર બાબા કો માલુમ હુવા કી તુમને ચૂપકે સે હમારી બાતે સુની હૈ તો ગુસ્સે મેં ન જાને વો ક્યા નહિ કર બેઠેંગે..!"

મલ્લિકાને અઘોરીની થપ્પડ યાદ આવી ગઈ.

એને પોતાનો ગાલ પંપાળ્યા.

હાથમાં રહેલી બંદૂક અને એણે સખ્તાઈથી પકડી રાખી.

ભેરવી મલ્લિકા ડરતાં ડરતાં બોલી.

"તો વો સૂખે મેઢક કો ફર્શ પર છોડ આઇ..?"

"હા, બાબા આજ્ઞા કો ઠૂકરાના મેરે લિએ નામુમકીન હૈ..!"

મુજે પતા હૈ કી તૂમ્હે રાતકો જો ખ્વાબ આતે હૈ વો સચ સાબિત હોતે હૈ.

ઔર ઇસ બાર તુમ્હારે પતિકો અઘોરી બાબા કે હાથોં મરતે હુએ તુમને જરૂર ખ્વાબ મેં દેખા હૈ..!

નહીં તો તુમ અઘોરી બાબા કે ઈલાજ કા ખુલા વિરોધ નહીં કરતી..!'

"ઓહ ભૈરવી..!"

મલિકા આર્જવ સ્વરે બોલી.

"તો તુમ યે સબ જાનતે હુએ ભી અઘોરી બાબા કો સાથ દે રહી હો..?"

મૈ મજબૂર હું મલ્લિકા..!

ભૈરવી વિવશ થઈને બોલી.

અભી તો મે દૂર ગાંવસે બહાર બેઠી હું

રાત બહોત હો ચુકી હૈ યહાં સે જાને કે બાદભી મેં વાપસ જલદી નહીં આ સકતી તુમ્હારા સ્વામી અબ કુછ દિન કે બાદ હી મરને વાલા થા મગર અબ મુજે લગતા હૈ અઘોરી બાબા વક્ત સે પહેલે ઉસકા બલી ચઢા દેગા.

એ નહીં હો સકતા ભૈરવી..

"મેરે પતિ કી હત્યાસે આખીર ક્યા મિલેગા ઉન્હે..!"

મલ્લિકા ચીખ ઉઠી.

અપની સાધનામે વિજય..!

ભૈરવી એ ઠંડા કલેજે ઉત્તર વાળ્યો. "બાબા કો સાધના પૂરતી કે લિયે બલી યોગ્ય ગુણ સંપન્ન તુમ્હારા પતિ લગા. જાઓ.. મલ્લિકા તૂમ યહાંસે ભાગ જાઓ..!

હો સકે તો મહારાજ કો ઈસ બાતકી ખબર કરદો..

રાજકુમાર સુબ્હ હોને તક યે દુનિયા કો અલવિદા કર દેંગે..!"

મલ્લિકાને ચેતવી જાણે કે એક પવનની લહેરખી વહી ગઈ.

બે પળ માટે મલ્લિકા જડ્વત બની ગઈ.

(ક્રમશ:)

વાર્તા કેવી લાગી દોસ્તો.. તમારા પ્રતિભાવો નો અભિલાષિ

-સાબીરખાન પઠાન

Wtsp 9870063267