Sex Love books and stories free download online pdf in Gujarati

સેક્સ લવ

#1 – ડોન્ટ ટાઈ ઇટ...!

તેનો બોયફ્રેન્ડ ગાડીની બાજુની સીટ પર બેસી, એની ગર્લફ્રેન્ડની રાહ દેખતો હતો. ઝેરોક્સ કરાવેલા પેપર્સની સ્પાઇરલ લઈ તે શોપમાંથી બહાર નીકળી. બંનેની નજર મળતા એક હૂંફાળા સ્મિતની આપ-લે થઈ. તડકાને લીધે તેણે માથે ચડાવેલા સનગ્લાસિસ આંખે ચડાવ્યા. રોડ ક્રોસ કરતા ગરમ પવનની લહેર ફૂંકાઈ... ખુલ્લા લાંબા વાળ ઉડીને તેના ખૂબસૂરત ચહેરા પર બિછાઇ ગયા. વાળ સરખા કરી તેણે રોડ ક્રોસ કર્યો. ગાડીની ડ્રાઈવર સીટ પર બેસી તરત જ દરવાજો વાખી દીધો.

“ઓહ ગોડ...! બહાર કેટલી કાળજાળ ગરમી છે...!” કહી પેપર્સની સ્પાઇરલ આગળ મૂકી.

બોયફ્રેન્ડે એક સ્ટેપ માઇનસ કરી એસીની ઠંડક વધારી. ગર્લફ્રેન્ડને શોપમાંથી બહાર નીકળી, લેવિસનું બ્લ્યુ જીન્સ અને શોર્ટ-સ્લીવ વાઇટ ટી-શર્ટમાં રોડ ક્રોસ કરતાં જોઈ, તેની ખૂબસૂરતી પર તેનું મન ફીદા થઈ ગયું હતું. તેના ચહેરા પર સ્મિત રમી રહ્યું હતું.

ગર્લફ્રેન્ડના અંદર આવતા જ લેમોનેડ પરફ્યુમની ઉત્તેજક સુવાસ તેના ફેફસાની ગહેરાઈમાં પ્રસરી ગઈ હતી. ગર્લફ્રેન્ડે ડેકીમાંથી બ્લ્યુ રીબીન શોધી બંને હોઠ વચ્ચે દબાવી, ખુલ્લા વાળ ભેગા કરી હાથમાં લીધા. તેની ખુદની ખૂબસૂરતીથી તે બેખબર હતી. તેની દરેક હરકત, મુખભાવ અને અંદાજ તેનામાં વધુ સુંદરતા આંજતા હતા... હોઠ વચ્ચે દબાવેલું રીબીન એણે આંગળીમાં લીધું....ને બોયફ્રેન્ડે તેના પાછળ વળેલા હાથ પર હાથ મૂકી, સ્મિત રેલાવતા કહ્યું, “ડાર્લિંગ, ડોન્ટ ટાઈ ઈટ...!” પ્રેમભર્યા અંદાજમાં આંખ મિચકારી કહ્યું, “તારા ખૂબસૂરત ખુલ્લા વાળમાં તારી ગોર્જિયસનેસ મને વધુ આકર્ષે છે... જસ્ટ લેટ ઈટ વેવ, બેબી...” કહી આંખ મારી....

બોયફ્રેન્ડના કોમ્પ્લિમેન્ટ પર તેના પિન્ક લીપ્સ મલકાઈ પડ્યા. હાથમાં બાંધેલા વાળ છોડી મૂકી, માથું હલાવી ખુલ્લા કરી મૂક્યા... રેશમી નોટિ લટ તેના ગોરા ગાલ પર લસરી આવી... તેણે લટને કાન પાછળ સેરવી લઇ ગાડીની ચાવી ફેરવી...

તે બાજુની સીટ પર બેસી તેની ખૂબસૂરતી અપલક નજરે મુસ્કુરાતા હોઠથી પીતો રહ્યો...

***

#2 – સેક્સ & લવ

તેણે 600થી પણ વધુ પોર્ન ફિલ્મો કરી હતી. અગણિત પુરુષો સાથે સેક્સ કર્યું હતું. પણ તે એવા કોઈ વ્યક્તિને શોધી ન શકી કે જે તેને દિલથી પ્રેમ કરે, તેની લાગણીઓને સમજે, અને ભાવનાત્મક બંધનમાં બાંધે એવું લાગણીભાવ સાથેનું સેક્સ માણે. ઓન કેમેરા તેણે તેની સેક્સ્યુઆલિટીના બધા રંગો વિખેર્યા હતા, પણ ઓફ્ફ કેમેરા તેનું જીવન ડ્રગ્સ, કોકેઈન અને આલ્કોહોલના નશામાં ભરખાઈ રહ્યું હતું.

***

#3 – મોર્નિંગ જોગિંગ...

સવારના પાંચ વાગ્યાનું એલાર્મ વાગતા જ તે જોગિંગ કરવા માટે ઊઠીને તૈયાર થઈ ગયો. પલંગમાં સૂતી વાઇફે બંને હાથથી અંગડાઇ લઈને ઊંઘરેટી આંખો ચોળતા કહ્યું, “આટલું વહેલા જોગિંગ પર?”

“યસ, તારે આવવું હોય ચાલ તૈયાર થઈ જા.”

મોઢું બગાડીને વાઇફે કહ્યું, “કમ ઓન બેબી...! આજે તો હોલિડે છે. આજે નહીં જાય તો થોડું આભ તૂટી પાડવાનું છે?”

“ડિસિપ્લિન ઈઝ ડિસિપ્લિન, ડાર્લિંગ...!”

“ઓહ ગોડ!” તેણે મોઢું દયામણું કરી રોમેન્ટિક રિકવેસ્ટ મૂકી, “...પણ બેબી, તારી બાહોની હૂંફાશમાં થોડીક પળો તો ઊંઘવા દે...! પ્લી....ઝ...”

આ સાંભળી હસબન્ડના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું, ઉત્તેજનાની આછી ઝણઝણાટી અનુભવતા તેણે કહ્યું, “કમ ઓન ડાર્લિંગ, કેલરિસ બર્ન કરવા જોગિંગ પર જવું જરૂરી છે, તો જ હેલ્થ ફિટ એન્ડ ફાઇન રહે...” કહીને નાઇકિના બર્મુડાનું નાડું બાંધ્યું, “...નાઉ ગેટ અપ એન્ડ ગેટ રેડી...!”

વાઇફે નજાકતથી બ્લેન્કેટ બાજુમાં ફગાવી દીધો. કમરથી અડધી વેંત નીચે સુધી આવતી બ્લેક નાઇટીમાં તેની ગોરી માંસલ જાંઘ દેખાઈ રહી હતી. તેણે કામુક અંદાજમાં પડખું ફેરવી, મદભર્યા નેણ નચાવતા કહ્યું, “તારે કેલરિસ બર્ન કરવી જ હોય તો.... હું તારી મદદ કરી શકું છું...” તેણે આંખ મારી, માદક અદામાં પલંગની ચાદર પર હાથ ફેરવ્યો, “...જસ્ટ સ્ટે ઇન બેડ ફોર ટેન મિનિટ્સ...! આઈ થિંક મોર્નિંગના વર્કઆઉટમાં તારા માટે એટલું કાફી રહેશે. વોટ ડુ યુ સે, બેબી...?”

તેણીના કહેવાના કામુક અંદાજે તેના હ્રદયના ધબકારા પલભરમાં ઉત્તેજનાથી તેજ કરી મૂક્યા.

તેણીની સિલ્કની બ્લેક નાઇટી વચ્ચે ઝૂલતી પટ્ટી ઢીલી કરી, નાઇટી ખોલી દીધી. પાતળા કાપડના આંતરવસ્ત્રોમાંથી લગભગ સ્પષ્ટ નજરે ચડી જતાં ભરાવદાર વક્ષ:સ્થળો અને કર્વાકાર અંગોની છલકાતી માદકતા જોતાં જ.... તેની વિશાળ છાતીમાં ઊંડા ઉત્તેજિત શ્વાસ ભરાવા લાગ્યા. સંયમ અને ડિસિપ્લિન મીણની જેમ ઓગળવા લાગ્યો અને રક્તનો પ્રવાહ ઉત્તેજના સાથે નસેનસમાં વધવા લાગ્યો. બર્મુડાનું બાંધેલું નાડું ઢીલું કરી દઈ, મર્માળું સ્મિત તેના હોઠ પર ખેંચાયું...

***

#4 – ભૂતકાળનો અનુભવ

“તમારી ઓટોબાયોગ્રાફી પુસ્તકમાં મેં વાંચ્યું કે, તમે નાના હતા ત્યારે તમારા પરિવારની સ્થિતિ ખૂબ ગરીબ હતી. અને આજે, પાંત્રીસ વર્ષ બાદ તમે મોસ્ટ સક્સેસફૂલ બિઝનેસમેન છો,” ઇન્ટરવ્યુવરે મુખ્ય પ્રશ્ન પર આવતા પુછ્યું, “માની લો કે, જો તમારી પાસે ભૂતકાળમાં જવા ટાઈમ ટ્રાવેલ મશીન હોય તો તમે તમારો ભૂતકાળ જેવો હતો એવો જ જીવશો કે અલગ રીતે?”

“વેલ, હું મારો ભૂતકાળ હતો એવો જ જીવવાનું પસંદ કરીશ. એટલા માટે કે, આજે હું જે કંઈ પણ છું એ મારા ભૂતકાળના એ અનુભવોને લીધે છું. જેમાંથી હું એવા પાઠ શીખ્યો છું જે કોઈ સ્કૂલ, કોલેજ કે યુનિવરસિટીમાં શીખવવાતા નથી. એ માત્ર જીવન જ શીખવે છે. અને એટ્લે હું આજે હું જે કંઈ પણ છું એ માટે મારા ભૂતકાળનો આભારી છું.”

***

#5 – પહેલો ઘૂંટડો

"કમ ઓન બ્રો... બી અ મેન...! એક ઘૂંટ આલ્કોહોલ ડ્રિંક કરીશ તો તારી જિંદગી નહીં બગડી જાય! હેવ અ ડ્રિંક, મેન...!" અનેક મિત્રોએ બારમાં ઊભા રહી તેને પ્રોત્સાહન આપ્યું.

એ દિવસથી એ મિત્રોની સંગાથમાં ધીરે ધીરે આલ્કોહોલનો નશો તેની નસોમાં ઘૂંટાવા લાગ્યો. આલ્કોહોલનો નશો એન્જોયમેન્ટમાંથી ઓબ્સેશન અને ઓબ્સેશનમાંથી એડિક્સન બનતા વાર ન લાગી. તેના મિત્રોમાંથી એક મિત્ર પણ તેની ખબર લેવા હાજર નહતો, જ્યારે તેનું કેન્સરગ્રસ્ત શરીર મૃત્યુશૈયા પર આખરી દિવસો ગણી રહ્યું હતું.

***

#6 – બર્થડે વિશ...

એના 17માં બર્થડે પર...

કડક મિજાજના પિતાએ સહેજ સ્મિત ચહેરા પર લાવીને કહ્યું, "નૂર બેટા, તારા બર્થડે પર તારે શું જોઈએ છે બોલ? આજે તારા અબ્બુ તારી કોઈ પણ ઈચ્છા પૂરી કરશે..."

તેણીનીએ જરાક ખચકાટ સાથે કહ્યું, "અબ્બુ, મારે જે જોઈએ છે એ કદાચ.... કદાચ તમે ક્યારેય નહીં આપી શકો..." તેણે હિંમત કરી ધડકતા હૈયે કહી નાંખ્યું.

આ સાંભળી પિતાના મુખભાવ ગુસ્સામાં પલટાયા. અવાજ પર કાબુ રાખી, વેધક નજરે પૂછ્યું, "એવી તો તારી કઈ ઈચ્છા છે તે તારા અબ્બુ પૂરી ન કરી શકે? આમ મારા સામે તાક, અને બોલ...!"

તેમના પહાડી અવાજની ગર્જનાથી તે ઊભી ઊભી થથરી ગઈ! આંસુઓ આંખોની પાંપણ સુધી ડોકાઈ આવ્યા. માથું નીચે નમેલું રાખી, આંસુ લૂછી સહેજ પાંપણો ઊંચકી એમની સામે જોયું. ડરથી ફફડતી છાતીમાં ઘૂંટાતી વેદના-વ્યથા વ્યક્ત કરતાં તે બોલી,

"અબ્બુ, હું બસ એક જ વસ્તુ તમારી અને અમ્મી પાસેથી માંગુ છું." કહી તેણે અમ્મી તરફ નજર ફેરવી, "...મને મારા જીવનના નિર્ણય લેવાની આઝાદી આપી દો. હું તમને અને અલ્લાહને વચન આપી કહું છે કે હું તમને ક્યારેય શરમથી માથું ઝૂકી જાય એવું કામ નહીં કરું. હું મારા જીવનને વિકસવા સ્પેસ આપવા ઈચ્છું છું. અને અબ્બુ, આ સ્પેસ માત્ર તમે જ આપી શકો છો. પ્લીઝ અબ્બુ, હું મારા નિર્ણયો ખુદ લેવાની આઝાદી ઈચ્છું છું. આનાથી વધુ હું ક્યારેય કશું નહીં માંગુ. આ મારી બર્થડે વિશ છે..."

ઊંડો શ્વાસ ખેંચી તેણે આંસુ લૂછ્યાં. તે અંદરથી ધૂજી રહી હતી એ જાણીને કે હવે અબ્બુ શું કરશે...?

ધીરેથી તેમના પગ તેણીના તરફ ધસ્યાં...અને તે ભયથી બે ડગલાં પાછી ખસી ગઈ...

***

લેખક – પાર્થ ટોરોનીલ

Email:

‘101 માઇક્રો-ફ્રિક્શન વાર્તાઓ’ ebook એમેઝોન કિંડલ પર ઉપલબ્ધ છે.

સત્ય ઘટના પર આધારિત ‘મનની આંટીઘૂંટી’ સંપૂર્ણ નવલિકા પણ કિંડલ પર તમે વાંચી શકો છો...