gopal bhagat books and stories free download online pdf in Gujarati

ગોપાલ ભગત

" ગોપાલ ભગત " 
ગોપાલ ભગત ભકિત અને ભજન કરી જીવન ગુજારતા હતા. ભગત ને  નોકરી કે છૂટક કામ મલે તો કરતા નહીં તો ભગવાન ભરોસે રહેતા.  ભજન કીર્તન મા કોઈ એ ભેટ આપી હોય તો એમનો જીવન નિર્વાહ ચાલતો બાકી કોઈ પાસે હાથ ના ફેલાવે. ગોપાલ ભગત ના પત્ની સવિતા બેન ઘરે સિવણ કામ કરી ઘર ચલાવતા. સવિતા બેન  ભગત ની ખુશી મા ખુશ રહેતા અને સંતોષી જીવન જીવતા. ગોપાલ ભગત ને બે  દીકરી મોટી રીટા અને બીજી નીતા જેમ તેમ કરીને બેવ ને દસધોરણ સુધી  ભણાવી. બેવ દીકરીઓ બહુ જ ડાહી અને સમજદાર હતી. મોટી દીકરી રીટા ભરત ગૂંથણ નુ કામ લાવી ઘરમાં મદદ કરતી. બહુ જ સાદગી થી રેહતો હતો પરિવાર. એક દિવસ નાત મા થી ગોપાલ ભગત ને ભજન ગાવાનું નિમંત્રણ મળ્યુ. ગોપાલ ભગતે ભજન ની રમઝટ બોલાવી બધા ખુબ જ ખુશ થઈ ગયા. વાહ ભગત વાહ રંગ છે તમારી ભકિત ને એમ કહેવા લાગ્યા. નાત ના એક સામાજિક કાર્યકરે ભગત ને કહ્યું કે તમારી મોટી દીકરી માટે મનસુખ ભાઈ નો અનિલ સારો છોકરો છે અને પરિવાર પણ સારુ છે. ભગત કહે પણ મારી હેસિયત નથી જો આ સગપણ થાય તો હરિ ઈચ્છા તમે જ મનસુખ ભાઈ ને પૂછી જુઓ બાકી હુ ગરીબ માણસ મારી દીકરી ને હું કશુ આપી શકુ તેમ નથી.   પેલા ભાઇએ સમયસૂચકતા વાપરીને મનસુખ ભાઈ ને રીટા માટે વાત કરી. મનસુખ ભાઈ એ કહ્યું ઘરે જઈ અનિલ ને પુછી જવાબ આપુ. અનિલ સ્કુલ મા શિક્ષક હતો . ઘરે આવી મનસુખ ભાઈ એ પત્ની અને અનિલ ને વાત કરી. અનિલે નાત ના એક સામાજિક મેળવડા મા રીટા ને જોયેલી અને એની સાદગી બહુ ગમી ગઈ હતી એને હા પાડી દીધી. 
અનિલ અને રીટા ના લગ્ન ખુબ જ સાદાઈ થી થયા.  ભગતે રડતી આંખે અાશિવૉદ આપ્યા. રીટા સાસરે અાવી થોડા દિવસ બધુ બરાબર ચાલ્યુ.  એક દિવસ મનસુખ ભાઈ એ ગોપાલ ભગત જોડે પાચ લાખ રૂપિયા માંગ્યા કે તમારા જમાઈ ને ધંધો કરવા માટે જોઈએ છે. ભગત રડી પડ્યા હાથ જોડી કહે ભાઈ મારી પાસે એટલા રૂપિયા નથી.  મનસુખ ભાઈ ઘરે ગુસ્સે થઈ આવ્યા એમણે એમની પત્ની ને વાત કરી અને અનિલ આવ્યો એટલે એની કાન ભંભેરણી કરી. ત્રણેય ભેગા મળીને રીટા ને ખુબ જ મારી કે તારા બાપ પાસે થી રૂપિયા લઈ આવ નહીં તો નીકળી જા આ ઘર મા થી. તારા જેવી ભુખડી બારસ માટે આ ઘરમાં જગ્યા નથી. 
રીટા રડતી ઘરે આવી પિતા ના ખોળામાં માથું મૂકી ખૂબ જ રડી. ભગત અને એમનો પરિવાર ખૂબ જ રડયો કોઈ એ દિવસે જમ્યા નહીં. ભગત આખી રાત ભગવાન ને યાદ કરી પ્રાથના કરતા રહ્યા કે ભગવાન બધા ને સાચો અને સારો રસ્તો બતાવજે. બધા ને સનમાગેઁ વાળજે. આમ પ્રભુ નુ રટણ અને પ્રાથના કરવામાં રાત વીતી ગઈ.
સવાર પડી પણ ગોપાલ ભગત ના ઘરમાં ઉદાસી નો માહોલ હતો. કોઇ ના ચેહરા પર નૂર ન હતુ.  રોજ નુ રૂટીન કામ કરવુ પડે એટલે બધા યંત્રવત્ કામે લાગ્યા. બધા એ સાથે બેસીને પ્રાથના કરી. આમ જયા તયા દિવસ પુરો થયો. 
રાત્રે ભજન મા જવાનુ હોવાથી ભગત ભજન કીર્તન મા ગયા અને ભજન ગાતા જ એટેક આવ્યો ભગવાન ને ધામ ભણેલા અભણ લોકો ની ફરિયાદ કરવા ભગવાન પાસે જતા રહ્યા.........
ભાવના ભટ્ટ અમદાવાદ.......