hanumanji path books and stories free download online pdf in Gujarati

હનુમાનજી પાઠ

* " શ્રી સવઁસિધ હનુમાનજી પાઠ " *
દુઃખ હર રક્ષક દાદા તમે પ્રેમલ પ્રાણધાર
સુખ સ્વરૂપ સુંદર વળી, દિવ્ય દીસે દેદાર
તેજોમય તમ રૂપનું નિતનિત ધરીએ ધ્યાન 
વરીએ " દાદા " તમને અને કરીએ ઉર ગુણગાન 
જેથી અમારી બુધ્ધિમાં થાય સ્થિર તવ જ્ઞાન 
" અનસૂયા મા " હ્યદયે લીઓ " દયાળુ દાદા " સ્થાન 
ૐ નમઃ હનુમતેય. 
સવઁસિધિ હનુમાનજી અપાર છે મહિમાય
જે જન હનુમાનજી ગાથા ગાય એ સુખિયા રહે સદાય. 
દયાળુ દાદા ના મહિમાનુ નહીં માપ,જાપ હરે ભવભવ ના પાપ
અાધિ વ્યાધિ દૂર પળાય, આખરે દાદા ને જઈ મળાય.
દયાળુ દાદા ના જપ જે જન કરે, દેવો ખુદ એનાથી ડરે.
વિપતિ સહુ થાય વિદાય, સંપત્તિ રહે સાથ સદાય .
વળી હાથી રથ ઘોડે ફરે, વિમાનમાં વિહરવા મળે .
રાજદરબાર મા પામે માન, સૃષ્ટિ મા સહુ કહે શ્રીમાન.
યશ પામે એ દેશ વિદેશ, ચિંતા ચિતમા રહે ના લેશ.
દયાળુ દાદા ને યાદ જ કરતા, રાજા, રાક્ષસ, તાંત્રિક, શત્રુ .
કરી શકે ના કંઈ એ કેર, અમૃત બની જાતુ ખુદ ઝેર. 
દયાળુ દાદા એવુ કંઈ નાખે કરી, અરિપણુ મૂકી દે અરિ.
ચાર વણૅને આશ્રમ ચાર, જપવાનો સહુને અધિકાર .
દયાળુ દાદા સહુને દે શાંતિ સુખ,દયાળુ દાદા સહુના હરી લે બધા દુઃખ .
જયાં હનુમાનજી ના ગુણગાન, અગ્નિ પણ ના કરે નુકસાન .
દુઃખો સઘળાં નાસી જાય, સ્વપને પણ ફરી ના દેખાય.
જે ઘર હનુમાનજી નો વાસ, નાના બાળક મરે ના ખાસ .
વૃધ્ધિ પામે ત્યાં સંતાન, કદી ન ખૂટે ત્યાં ધન ધાન.
બહાર જતા કરવા સારૂ કોઈ કામ ,મુખેથી લ્યો દાદા નું નામ.
કામ કરી ને આવો ઘેર , ત્યારે પણ જપજો ભલી પેર.
કાયઁ આરંભે કરજો યાદ,  સમાપ્તિ પણ કરજો યાદ .
નિઁવિધને કાયઁ પુરૂ થાય ,આનંદ આનંદ ઉર ઉભરાય .
દયાળુ દાદા નો મહિમા અગાધ,માફ કરે એ સઘળા અપરાધ .
નિમઁળ નિશ્ચળ થઈ ને ગાવ,હૈયામાં રાખી શુધ્ધભાવ.
દયાળુ દાદા નો મહિમા ઘણો ,કળિયુગ મા છે રામબાણ.
આને ગુરુમંત્ર કહ્યો , સમજે એ જન સુખી થાય .
ચોખ્ખે ચોખ્ખી છે આ વાત , સહુ મંત્રોમા છે એ ખ્યાત .
દયાળુ દાદા ને જે યાદ કરે,  જપનાર ને રાખે ખુશ .
આયુષ્ય સાથે અપીઁ પ્રાણ, કલ્યાણ કરે દયાળુ દાદા .
દૂર કરે દુબઁળતા રોગ , આનંદ નો કરી અાપે યોગ.
ઈચ્છે સંપતિ ને સંતાન , હનુમાનજી કહે ના થા હેરાન.
પુત્ર પુત્રી નું મળશે સુખ, સંતાનો નું ટળશે દુઃખ .
સાથે બંગલો ગાડી ને ધન, હનુમાનજી ની કૃપાથી મલે અપાર.
જપ જે જન કરે, દિવ્ય દિસે છે એનુ તન. 
સવઁ પદાથોઁ પામે એહ,  જાપ જપે જીભ જન જેહ. 
હનુમાનજી હરે છે હર શોક, સુધારશે દાદા તુજ પરલોક. 
વિધા વિધાથીઁ ને મળે, ધંધો કરતા ધન બહુ રળે. 
કુંવારી કન્યા પામે કંથ, આપતિનો આવે અંત. 
વધે માન અને વ્યપાર, જયાં જાય ત્યાં બેડો પાર. 
કદી ના પામે કયાંયે એ હાર,  જન બોલે જીભે જયકાર. 
સવઁસિધધ આ પાઠ મહી, પાઠ વાંચો ને મળશે બધુ. 
મનમાં રાખો એવી ટેક, હનુમાન ચાલીસા કરો રોજ એક. 
નિત્ય નિયમ થી કરતા પાઠ, બદલાશે જીવન ના ઠાઠ. 
તન મનમાં શાંતિ નો વાસ, હનુમાનજી રહશે પાસ. 
નાસે રોગ હરે પીરા માં શુ ભયુઁ? અમૃત એમા દીસે નયુઁ. 
ઉપાસના નું આ છે મૂળ, હનુમાનજી આથી અનુકુળ. 
પ્રાથના આમા છે ભરપૂર, કમઁ બંધનો થાશે ચૂર. 
ગુરુમંત્ર નો ગૂઢ મહિમાય, સવઁ ભક્તો નો એ અભિપ્રાય. 
શુધ્ધ હ્રદય થી સમરીયે રોજ, તોજ ટળે ભવભવ નો બોજ. 
આનંદ આઠ પ્રહાર વરતાય, જન્મ ધયાઁનુ સાથઁક થાય. 
ભુલો ભુલી જાવ તમામ,  કરે વિનંતી " અનસૂ મા " .
દયાળુ દાદા સૌની રાખો લાજ,  કરો સદા બધા પર મહેર...
@ ભાવના ભટ્ટ અમદાવાદ @
દયાળુ દાદા અને અનસૂ મા ની કૃપા થી લખ્યુ છે.. 


Share

NEW REALESED