hing vala ba books and stories free download online pdf in Gujarati

હિંગ વાળા બા

* " હિંગ વાળા બા "* 
# વાતાઁ...... 
રોજ સવારે હૂં ચાલવા જવુ પણ મારે કોઈ નક્કી ના હોય મન થાય એ દિશામાં આગળ ચાલુ આજે હું કાંસ પર ચાલવા ગઈ તો સુમનેશ્ચર મહાદેવ મંદિરની બહાર બાંકઙા પર એક બા બેઠા હતા થેલી લઇ હું મંદિર બહાર થી પગે લાગી. બા કહે બેટા હિંગ લેવી છે??? પહેલા તો મે ના પાડી પછી એમનુ મો અને પહેરવેશ જોઈ દયા આવી. હું ચાલવા જવુ એટલે રૂપિયા તો બહુ હોય નહિં મારી પાસે પણ આજે બસો રૂપિયા હતા. મેં કહ્યું શું ભાવ છે હિંગ??? 
બા કહે પીસ્તાલીસ રૂપિયા નુ એક પેકેટ. 
મેં કહ્યું બા તમારે આ ઊંમરે આવુ કરવુ પડેછે તો તમારે કોઇ સંતાન નથી. પહેલા તો બા ચુપ રહ્યા. મેં કહ્યું બા તમે મને તમારી દીકરી સમજી ને જો કહેવા જેવું હોયતો કહો મારાથી બનતી મદદ કરવાની કોશિશ કરીશ અને કહેશો તો તમારુ મન હળવુ થશે. બા કહે બેટા શુ કહુ હુ મારા દુઃખ ની વ્યથા પણ તને જોઈ ને મારી દીકરી ની યાદ આવી એટલે કહુ છું. બા ની ઉંમર બોતેર વષૅ એ જાતે ઉચ્ચ વણઁના હતા નામ એમનુ રમીલા બેન. 
બા કહે મારે મોટો દિકરો નામ એનુ અશોક અને દીકરી હતી હેતલ પણ એ દસમા ધોરણમાં આવી અને સ્કુલે થી આવતા એકસીડનટ થયો અને ત્યાં જ લોહી બહુ નીકળી જવાથી મોત થયું. અમે ચાર સુખી હતા. પોતાનુ ઘર હતુ પણ કોની નજર લાગી આજે બધુ ઉજ્જડ થઈ ગયુ. દીકરી ના મરણ બાદ તારા દાદા આઘાત માં સૂનમૂન થઈ ગયા અને પથારીવશ થઈ ગયા હવે કમાનાર કોઈ ના હોવાથી મેં કચરા પોતા અને સીવણ કમ ચાલુ કયુઁ અને દીકરો પા ટાઈમ જોબ કરે એમ કરી ગાડું ચલાવતા હતા. 
એક દિવસ તારા દાદા ઉઠયા જ નહીં અને પોતાની વહાલી દીકરી પાસે જતા રહ્યા. હવે અમે બે મા દિકરો રહ્યા.
અશોક કોલેજ મા આવ્યો અને ત્યાં એને એક પર નાત ની છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને કોટઁ મેરેજ કરી ઘરે લઇ આવ્યો મને આઘાત લાગ્યો કે મારો અશોક આટલો બદલાઈ ગયો પણ મેં મારી જાતને સંભાળી અને એની ખુશી મા મારી ખુશી જોઈ અને વહુ ને આવકાર આપ્યો. વહુ નુ નામ સ્વાતિ.
સ્વાતિ એ અશોક ને શું જાદૂ કયોઁ કે મારો દીકરો મારો ના રહ્યો. એક મહિનો પણ લગ્ન ને થયો ન હતો અને વહુ એ આ ફ્લેટ વેંચી બીજે રહેવા જઈએ એમ કહીને વેચાવ્યો અને નવુ મકાન બોપલ મા લીધુ. એના અને અશોક ના નામ પર મકાન લીધુ. અમે ત્રણ બોપલ રહેવા ગયા. ધીરે ધીરે દિવસો પસાર થતા ગયા. અને રોજ વહુ એ મને હેરાનગતિ કરવાની ચાલુ કરી અને અશોક આવે એટલે મારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરે. 
અશોક કહે બા તારે અને સ્વાતિ ને નહીં બને ચાલ તને મણિનગર એક ઘર લઈ આપુ એમ કહી અને અહીં એક રૂમ ભાડે લઇ આપી જતો રહ્યો જે આજદિન સુધીમાં પાછો જોવા નથી આવ્યો કે એની મા મરે છે કે જીવે છે. હું ધીમે ધીમે ચાલી ને નજીક ના અલગ અલગ મંદિર પાસે બેસીને હિંગ વેચુ છું અને એક ડોક્ટર ના દવાખાનામાં કચરા પોતુ કરી ગુજરાન ચલાવુ છું મને ભગવાન પર શ્રધ્ધા નથી રહી. મેં એમની વાત સાંભળી ને મારી આંખોમાં આંસુ આવી ગયા અને એમની સાથે જઈ અેમનુ ઘર જોયુ અને બીજા દિવસે મળવા નો વાયદો કર્યો અને બસો રૂપિયા ની બે પેકેટ હિંગ લીધી......... 
ભાવના ભટ્ટ અમદાવાદ...........