anmol ane khushi books and stories free download online pdf in Gujarati

અનમોલ અને ખુશી

* " અનમોલ અને ખુશી " *
વાતાઁ...... 
હું અનમોલ ને સારી રીતે જાણુ છું એ ખુબ જ પ્રેમાળ, હોંશિયાર અને દેખાવ મા હેન્ડસમ અને દયાળુ છે. મારા ઘર થી નજીક જ રહે છે અને મારે એની મમ્મી મારી ખાસ બહેનપણી હોવાથી એના ઘર સાથે સંબંધ છે અવાર નવાર અમે એકબીજા ને ઘરે જઈ એ આવીયે છીએ. બધા દીકરા અને વહુ ને વગોવે છે પણ દુનિયામાં અનમોલ જેવા દિકરા અને ખુશી જેવી વહુ પણ હોય છે. બધા મા -  બાપ સારા નથી હોતા અને બધા દિકરા વહુ ખરાબ નથી હોતા પણ આપણો સમાજ બધા ને ખરાબ સમજે છે. 
અનમોલ મને લખવા ની ના જ પાડી કે માસી ના લખશો હું કોઈ મહાન કામ નથી કરતો મારી દીકરા તરીકે ની ફરજ અને જવાબદારી નિભાવુ છું અને હું મારા મા-બાપ ને બહુ જ પ્રેમ કરુ છું. પણ મે સમજાવયુ કે તારી વાત લખીશ તો બીજા પણ પ્રેરણા લેશે તો કોઈ બીજા ના ઘર સુખી થશે. આ સાંભળીને એને હા પાડી દીધી. 
અનમોલ ઘરમાં નાનો એનાથી એક મોટો ભાઈ મનન એને લવમેરેજ કરી બેંગલોર એક કંપની મા નોકરી મળી એમ કહીને જતો રહ્યો એ ઘર ના વાતાવરણ થી તંગ બની ગયો હતો. અનમોલે પણ ખુશી સાથે લવમેરેજ કયાઁ અને ખુશી ને કહ્યું કે મારા મા-બાપ ને સાચવજો એ સિવાય હું તારી પાસે કશું જ નથી માંગતો. 
અનમોલ અને ખુશી બંને મોટી કંપની મા નોકરી કરતા હતા સાથે જ જતા અને સાથે જ આવતા. રવિવારે રજા હોય તો બીજા વ્યવહારુ કામ પૂર્ણ કરી દેતાં. 
અનમોલ ના લગ્ન  ને મહિનો પણ થયો ન હતો અને ઘરમાં મોટો ઝઘડો થયો ખુશી ઘરમાં જ હતી અનમોલ બહાર ગયો હતો અનમોલ ના પપ્પા ઘાંટા પાડી અપશબ્દો બોલી રહ્યા હતા અને આ જોઈને ખુશી ગભરાઈ ગઈ કારણ કે એના પિયર મા આવુ કંઈ જોયેલુ જ નહીં કે પતી-પત્ની આ રીતે પણ ઝઘડો કરે. અનમોલ ને એને ફોન કરીને જાણ કરી અને અનમોલે આવીને મા બાપ ને શાંત પાડયા. 
આવુ તો અઠવાડિયામાં એક વાર થતું અનમોલ મમ્મી નો પક્ષ લે તો પપ્પા કહે તને તો તારી મા જ વહાલી છે અને પપ્પા નો પક્ષ લે તો મમ્મી કહે તુ મારા દુઃખ દઁદ નથી સમજતો મારુ તો કોઈ જ નથી આમ અનમોલ સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ મા જીવતો. 
મા ને ફરવા નો શોખ અને બાપ ને બિલકુલ રસ નહીં એટલે અનમોલ હમેશા ચાર નો જ ફરવા જવાનો પ્રોગ્રામ બનાવતો પણ તોય એમના ઝઘડા ચાલુ જ રહે. 
મા બાપ ને કોઈ જ તકલીફ ન પડે એ માટે અનમોલે ગાડી પણ લીધી હતી પરંતુ તેઓ પોતાની તું તું મેં મેં માથી ઉંચા જ ન આવતા અને દિકરા વહુ ને શાંતિ થી જીવવા જ ન તા દેતા. 
અનમોલ બંને ને સમજાવી ને શાંતિ થી રહેવા કોશિષ કરતો. ખુશી એ બંને નુ ભાવતુ જ જમવાનું બનાવતી અને મમ્મી ને કશુ જ કામ કરવા દેતી નહીં. 
અનમોલ ના લગ્ન ને ત્રણ વર્ષ થયા એ કહે છે મારે બાળક લાઈ ને શું કામ મારા મા બાપ જ બાળક જેવા છે એમનુ ધ્યાન રાખવાનુ અને એમને ખુશ રાખુ એ જ મારી નૈતિક જવાબદારી છે અને ફરજ છે બસ હું એટલું જ ઇચ્છુ કે મારા મા બાપ ખુશ રહે અને શાંતિ થી જીંદગી જીવે. અને મા બાપ ને ખુશ કરવા અનમોલ પોતાના થી બનતા બધા જ  પ્રયત્ન કરતો...... 
ભાવના ભટ્ટ અમદાવાદ.........