aasha books and stories free download online pdf in Gujarati

આશા...

*" આશા "*
વાતાઁ... 
લગ્ન ને પાત્રીસ વષેઁ સવારે પિયુષે ચા બનાવી આશા ને ઉઠાડી કહ્યુ ગુડ મોઁનિગ ચા અને નાસ્તો તૈયાર છે. આશા ના મન માં ખુશી ની લહેર ફરી વળી. આશા એ મનોમન માતાજી અને ગુરૂ મા નો આભાર માન્યો કે આજે પિયુષ મા પરિવર્તન આવ્યું છે.  જેની એ કલ્પના કરતી હતી એ પૂરી થઈ . આશા એ બ્રશ કરી ગરમ ગરમ ચા નાસ્તો કયોઁ. પિયુષ નો આભાર માન્યો. 
આશા ને અને પિયુષ ને બે સંતાનો હતા. મોટી દીકરી ને લવ મેરેજ કરાવી આપ્યા હતા. દીકરા ના લગ્ન બે વષૅ પહેલા કરી દીધા હતા.  બાળકો પોતાની દુનિયામાં સુખી હતા. 
બહાર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો આશા પોતાના રૂમમાં એકલી બેઠી જૂની યાદો મા ખોવાઈ ગઈ. આશા વીસ વષૅ ની જ હતી અને એના લગ્ન પિયુષ જોડે નક્કી કર્યાં . આશા ને એક મોટો ભાઈ અને આશા નાની હતી આશા ને પપ્પા બહુ જ વહલા હતા. આશા નાના ગામમાં મોટી થયેલી. એને બારમા ધોરણ પાસ કયુઁ હતુ . અમદાવાદ આશા ના પપ્પા કોઈ સગા ધ્વારા બતાવેલ છોકરો જોવા ગયા હતા. પપ્પા  ને (પિયુષ)  ગમી ગયો એમણે ઘેર આવી વાત કરી છોકરો દેખાવે સારો છે. પપ્પા અને ભાઈ હા પાડી ને જ આવ્યા હતા. આશા માટે પિયુષ નો ફોટો લેતા આવ્યા હતા. આશા એ ફોટો  જોયો લાંબા વાળ કપાળે રૂમાલ બાધેલો દેખાવે સારો હતો.  પપ્પા હા પાડી ને આવ્યા હતા એટલે  આશા ને ના પાડવા નો પ્રશ્ન જ ન હતો. સગાઈ થઇ અને ત્રણ મહિનામાં લગ્ન થયા. લગ્ન ના બીજા જ દિવસે પિયુષ દારૂ પીને આવ્યો અને આશા ને મારી આશા ના મોં મા થી લોહી નીકળી ગયુ. આશા નો વાંક એટલો જ કે તમે મોડા કેમ આવ્યા એ પુછયુ??? 
પિયુષ કહે હુ જેમ કરૂ અેમ તુ પુછનારી કોણ?  મારી મરજી હું જે મને ફાવશે એમ જ કરીશ અને  રહીશ. 
આશા ગભરાઈ ગઈ  મા - બાપ ના ઘરે તો કોઈ એ આગળી પણ નતી અડાડી. ધીમે ધીમે આશા ને પિયુષ ના અવગુણ ખબર પડવા માંડયા કે આ તો પોતાના એરિયા ના ડોન છે અને એમને સુધારવા જ લગ્ન કરાવ્યા ઘર ના એ. બાપ ની મિલકત હતી તો બાપ ના રૂપિયે લહેર કરવી સિગરેટ પીવી,  દારૂ પીવો, પડીકી ખાવી,  મારામારી કરવી આ જ ધંધો હતો. માતા પિતા ના સંસ્કાર હતા આશા ઘર છોડીને પિયર જવા નહોતી માગતી આશા બધુ જ સહન કરી રહેતી. આમ ચોવીસ વષેઁ બે  બાળકો ની મા બની. છોકરાઓ ને મોટા કરવા અને સંસ્કારી બનાવા આશા મેહનત કરી છોકરા ને ભણાવતી. અને પિયુષ ને પણ સમજાવતી કે આ બધુ છોડીને શાંતિ થી જીવો. ધીમે ધીમે પિયુષ છોકરા ના પ્રેમ અને આશા માટે એક એક વસ્તુ છોડવા ની ચાલુ કરી. અને આજે બધુ જ છોડી  નોકરી ચાલુ કરી પરિવાર ને ખુશ રાખે છે અને પત્ની ને પણ. 
આશા વિચારો મા થી બહાર આવી અને પોતાને મળેલા નવા જીવન નો આનંદ માણી રહી અને મંદ મંદ મલકી રહી હતી કે એક જમાનાના ભાઈ આજે ગાય બની ગયા છે.!!! એની પાછળ નુ કારણ આશા ના ત્યાગ અને બલિદાન જેના ફળ મળ્યા આખા પરિવાર ને. આજે આશા ના જીવન ને એક નવી દિશા મળી અને સુખમય જીવન મળયુ. આ જ અેના પ્રેમ ની જીત થઇ........ 
ભાવના ભટ્ટ  અમદાવાદ