mira books and stories free download online pdf in Gujarati

મીરા...

# મીરા ...
" વાતાઁ...... 
મીરા એના રૂમમાં બેઠી યાદોમાં ખોવાઈ ગઈ હતી અને એની આંખોમાં થી અનાધાર અશ્રુધારા ચાલતી હતી અને બહાર થી તેર વર્ષનો ભત્રીજો વિરાજ બુમ પાડતો હતો ફોઈ દરવાજો ખોલો મને આ દાખલો શિખવાડો ને.  મીરા એ ફટાફટ પોતાની આંખો લુછી અને પાણી પી ને દરવાજો ખોલ્યો એ સાથે વિરાજ દોડતો રૂમમાં આવી ગયો . 
ફોઈ મને આ દાખલો શીખવાડો ને. મીરા એ વિરાજ ને દાખલો શિખવાડયો વિરાજ ખુશ થઈ ગયો અને ફોઈ સાથે સ્કુલ ની વાતો કરવા લાગ્યો મીરા એનુ મન રાખવા ભત્રીજા સાથે વાતચીત કરવા લાગી. એટલામાં જ નીચે થી ભાભી એ બૂમ પાડી કે ફોઈ ભત્રીજા ની વાતો પતી ગઈ હોય તો ચાલો જમવા. 
મીરા અને વિરાજ નીચે ઉતર્યા અને ટેબલ પર ગોઠવાયા અને જમવા નુ ચાલુ થયુ. મીરા ના ભાઈ એ એક નિયમ બનાવ્યો હતો કે રોજ રાત્રે બધાયે સાથે બેસીને જમવાનું. જમતા જમતા અલક મલક ની વાતો થતી અને આમ જમવાનું જમ્યા પછી બધા છૂટા પડ્યા. 
મીરા પોતાની રૂમમાં આંટા મારવા લાગી અને જૂની યાદો ને વાગોળતી રહી. થોડીવાર પછી પલંગ મા આડી પડી અને પાછી એ યાદો મા ખોવાઈ ગઈ. 
મીરા ને એ દિવસ બરાબર યાદ છે જ્યારે કોલેજ મા લેક્ચરર તરીકે એનો પહેલો દિવસ હતો અને પોતાના કલાસ મા પિરયડ લઈ સ્ટાફ રૂમમાં બેઠી હતી અને બધા સાથે પરિચય કેળવી રહી હતી અને ત્યાં પ્રોફેસર નિકુંજ નો પરિચય થયો અને મીરા નિકુંજ ને જોતા જ દિલ દઈ બેઠી. 
મીરા રોજ નિકુંજ જોડે વાત કરવા માટે બહાના શોધી નિકુંજ ને મળતી. રોજ બરોજ કંઇ ને કંઇ બહાનુ કરી મીરા નિકુંજ ની સાથે વાતચીત કરી અને વધુ સમય નિકુંજ સાથે રહેવા કોશિષ કરતી. 
આમ કરતા એક દિવસ મીરા એ નિકુંજ ને કહ્યું કે આજે તમે ફ્રી હોવ તો મારે તમારી સાથે એક વાત કરવી છે તો આપણે જોડે ચા નાસ્તો કરવા જઈ એ .નિકુંજે થોડુ વિચારી હા પાડી અને પોતાનો પિરયડ લેવા ચાલ્યો ગયો. 
કોલેજ પતી પછી બંને જણા નજીક ની રેસ્ટોરન્ટ માં નાસ્તો કરવા કોનઁર ના ટેબલ પર બેઠા. નાસ્તા અને ચા નો આોડઁર આપ્યો.  મીરા અસમંજસ માં હતી કે કહુ કે નહીં. આમ જ થોડો સમય ચુપકીદી મા પસાર થયો અેટલે નિકુંજ બોલયો કે બોલો શું કહેવું છે મીરા જી
મીરા એ નિકુંજ સામે જોયુ અને કહ્યું કે મેં તમને પહેલીવાર જોયા ત્યાર થી જ તમને પ્રેમ કરુ છું શું તમે મારો સ્વીકાર કરશો??? નિકુંજ સ્તબ્ધ થઈ ગયો અને ખાસી વાર ચૂપ રહ્યા પછી કે હું માફી માંગુ છું પણ હું પરણેલો છું અને મારે બે બાળકો પણ છે અને હું મારી પત્ની ને બહુ જ પ્રેમ કરુ છું તો મીરા જી તમે ખુબ જ સુંદર છો તો કોઈ બીજુ સારુ પાત્ર જોઈ લગ્ન કરી લો. 
મીરા રડી પડી અને તેણે નિકુંજ ને કહ્યું કે પહેલા તો મને તમેં કેહવાનુ બંધ કરો અને બીજી વાત કે ભલે મને તમારા તરફ થી કશુ જ ના મળે તમે તમારા પરિવાર ને વફાદાર રહો મારે માટે તમારા સિવાય ના પુરુષો ભાઈ સમાન છે. હું તમને જીંદગી ભર પ્રેમ કરતી રહીશ તમે મને પ્રેમ કરતા તો ના રોકી શકો ને??? 
નિકુંજ કંઈ જ ના બોલયો એને મીરા ની ચિંતા થઈ . અને એ લોકો છુટા પડ્યા. 
આમ કોલેજ ના દિવસો જતા હતા. મીરા મક્કમ હતી અને નિકુંજ મીરા ને સમજાવવા ની એક તક ચુકતો નહીં. પણ મીરા તો એક જ વાત હું કયાં તમારી પાસે કંઇ માગુ છું હું તમારા પ્રેમ મા પાગલ છું. 
આમ કરતા મીરા એ નિકુંજ ના પરિવાર સાથે ઘર જેવો સંબંધ બાંધી દીધો અને નિકુંજ ના ઘરે જઈ છોકરા સાથે રમતી અને  રમાડતી. 
એક અઠવાડિયા થી નિકુંજ કોલેજ ના આવતા મીરા આજે કોલેજ ના ગઈ અને સીધી નિકુંજ ના ઘરે ગઈ તો નિકુંજ ની તબિયત બહુ જ ખરાબ હતી એ પથારીમાં હતો.  જાત જાતના ટેસ્ટ કરાવ્યા અંતે નિદાન થયુ કે કેન્સર છે બધા આઘાત મા સરી પડ્યા. નિકુંજ એક વષઁ મા જીંદગી ની જંગ મા હારી પ્રભુધામ ગયો. 
મીરા ત્યાર થી સાદા કપડાં પહેરે છે અને આજે ય નિકુંજ ની યાદ મા જીવે છે અને નિકુંજ ને આપેલુ વચન નિભાવે છે. 
મીરા એ લગ્ન નથી કર્યા એ તો નિકુંજ ને વરી ચુકી છે. 
મીરા તો મીરા જ છે......... 
" ભાવના ભટ્ટ અમદાવાદ.........