મહેલ - The Haunted Fort

પ્રસ્તાવના

આ વાર્તા લખવા પાછળનો મારો મુખ્ય હેતુ વાચક મિત્રો ને મનોરંજન મળી રહે એ જ છે, આ વાર્તા ના તમામ પાત્રો અને ઘટનાક્રમ કે સ્થળ કાલ્પનિક છે જેનું કોઈ જ વસ્તુ કે વાસ્તવિકતા સાથે લેવાદેવા નથી. મનુષ્ય જ્યારે જન્મે ત્યારથી જ્યાં સુધી  મરે ત્યાં સુધી તેનામાં ડર જ એક એવી વસ્તુ છે જે મનુષ્ય ને સૌથી વધુ હેરાન કરે છે. દરેક ને અલગ અલગ વસ્તુ થી ડર લાગે છે, જેમાંથી  એક છે શૈતાન, ભુત કે ચુડેલ. અને મારી આ વાર્તા પણ એક ભુત પ્રેત પર આધારિત છે.

લિ. કલ્પેશ પ્રજાપતિ

                           - - - - - - - - 

ઇંગ્લેન્ડ (લંડન સીટી) 
તા:-19/10/2018(10:00 p.m.)

        " આ.............." જોરદાર ચીસ પાડીને રિયા ઊભી થઈ ગઈ. જાણે કોઈ વસ્તુને પોતાના થી દુર કરી રહી હોય એમ લાગતું હતું.
         " શું થયું રિયા કેમ ચીસ પાડી?" બાજુમાં સૂતેલી પૂર્વીએ રિયા ની ચીસ પાડવા થી જાગી જતા રિયા ને પૂછ્યું રિયા ખૂબ ડરેલી હતી. " અને આમ ડરેલી કેમ છે તું?"
         " પૂર્વી... પૂર્વી" બોલીને તે પૂર્વીને લપાઈ ગઈ તે એટલી હદ સુધી ડરેલી હતી, તે કંઈ પણ બોલી શકવાની હાલતમાં નહતી. પૂર્વીએ તેને શાંત પાડી પાણી પીવડાવ્યું પછી તેણે ફરીથી રિયા ને પૂછી.
         " રિયા તુ કેમ આટલી બધી ડરી ગઈ છે? શું થયું કઈ ડરાવનુ સ્વપ્નુ જોયું કે શું?" રિયા પુર્વી ની વાત સાંભળી ન સાંભળી રુમ મા આમ તેમ નજર કરીને કંઈક જોવાનો પ્રયત્ન કરી રહી હતી. " રિયા તું આમ શું જોયા કરે છે મને કંઈ જણાવીશ કે નહીં?" પૂર્વી એ ફરીથી રિયા ને પૂછ્યું
         " એ મને નહિ છોડે એ મને મારી નાખશે." ડરના માર્યા રિયા બોલી રહી હતી પૂર્વી ને કઈ જ સમજણ પડતી નહોતી.
          " કોણ રિયા કોણ તને મારી નાખશે? તું મને ચોખવટ કર તો મને ખબર પડે તુ કોની વાત કરે છે." રિયા ને હચમચાવી નાખતાં પૂર્વી એ પૂછ્યું.
          " મને નથી ખબર છેલ્લા કેટલાક દિવસથી મને રોજ રાત્રે ડરાવના સપના આવે છે, જેમાં એક વ્યક્તિ મને દેખાય છે અને અચાનક ગાયબ થઇ જાય છે,  જેવો ગાયબ થાય છે એવો જ મારી સામે આવી જાય છે તેનો ચહેરો ખૂબ જ ડરાવનો હતો, અને આજે તો એ અહીંયા રૂમમાં પણ આવ્યો હતો તે મારી પાસે જ બેઠો હતો." આટલું કહેતાં કહેતાં તો રિયા એટલી બધી ડરી જાય છે કે તે બેહોશ થઈ જાય છે. પૂર્વી ઘળિયાળ મા જોવે છે તો સવારના 3 વાગ્યા હોય છે. પૂર્વી એના ડોક્ટર મિત્ર રીકી ને ફોન કરી ને બોલાવે છે. થોડી જ વારમાં રીકી પૂર્વી ના રૂમ પર આવી જાય છે અને રિયા ને ચેક કરતા કહે છે.
         " આને તો ખૂબ જ તાવ આવ્યો છે,  શરીર પણ કેટલું ગરમ છે એનું બીપી પણ હાઈ છે. હું આને  ઇન્જેક્શન આપી દઉં છું અને એક બે ગોળી આપું છું જેનાથી એને સારું થઈ જશે." રીકી એ રિયાને ઇન્જેક્શન આપી પૂર્વીને કહ્યું અને ઘરે જવા માટે નીકળ્યો. રિયા એ કોઈ હોરર મુવી જોઇ લાગે છે જેનાથી તે ડરી ગઈ લાગે છે. પુર્વી વિચારતા વિચારતા સુઈ ગઈ.
          રિયા ગુજરાતના જુનાગઢ માં આવેલા જેતપુર ગામ ની મૂળ વતની હતી, તે અહી લન્ડન એમબીએનો અભ્યાસ કરવા માટે આવી હતી. પૂર્વી ગાંધીનગરની વતની હતી તે પણ લન્ડન અભ્યાસ કરવા માટે આવી હતી, તેઓ બંને એક જ રૂમમાં રહેતા હતા. રિકી પૂર્વી નો ખાસ મિત્ર હતો. છેલ્લા કેટલાક દિવસોથી રિયા ને ભયાનક સ્વપ્ન આવતા હતા, જે તેને વધુ ને વધુ ડરાવી રહ્યા હતા. અને આ બધા ની શરૂઆત આજ થી 10 દિવસ પહેલા થઈ ગઈ હતી.

                  ***********************
 
ગુજરાત, જુનાગઢ (જેતપુર) 
તા:-09/10/2018(10:00 p.m.)

           અમાસની કાળી રાત હતી એમાં પણ શિયાળા ને કારણે રાત વધારે ભયાનક ભાસતી હતી, એમાં પણ શિયાળ ના રોવાનો અને તમરાઓના અવાજોને કારણે વાતાવરણ વધારે ભયંકર લાગતું હતું, રાત્રિના 10 જ વાગતા હતા છતાં પણ બહાર એકલા નીકળતા ડર લાગે એટલું ભયાનક વાતાવરણ હતું. ૨ વ્યક્તિ ગામથી 2 કિલોમીટર દૂર ગાઢ જંગલની વચ્ચે આવેલા એક વિશાળ મહેલ તરફ જઈ રહ્યા હતા જે ખંડેર હાલતમાં છે. તેઓ એ વાત થી અજાણ હતા કે કોઇ છે કે જે તેમનો બેસબરી થી ઇંતેજાર કરી ને બેઠો છે.
             " અહીંયા બેસી ને આપણે પોત પોતાનો ભાગ વહેંચી લીએ." એમાંથી એક વ્યક્તિએ સામેવાળી વ્યક્તિને સંબોધીને કહ્યું
             " અલ્યા રઘલા ગાન્ડો થયો છે કે શું અહીંયા કોઈ આવી જશે તો? આપણે ખંડેરમાં જઈને શાંતિથી ભાગ પાડી એ ત્યાં કોઈ આવશે નહીં." તે વ્યક્તિએ રઘુ નામના વ્યક્તિને સમજાવતા કહ્યું. પછી બંને અંદર તરફ જવા માટે નીકળે છે તેઓ આ ખંડેર થી અજાણ છે.
            " અલા  જયંતી અહીંયા તો મોટું તાળું માર્યું છે અને ઉપર કોઈએ દોરડી બાંધેલી છે." રઘુ એ બીજી વ્યક્તિ કે જેનું નામ જયંતિ છે તેને તાળું મારેલું જોતા કહ્યું
            " અલ્યા ટોપા આને દોરડી ના કહેવાય આ નાડાછડી છે, પણ આને અહીંયા કેમ બાંધી છે?" જયંતિએ રઘુ ને જવાબ આપતા કહ્યું પણ તેને એ વાતની નવાઈ લાગી કે તાળા પર નાળાછડી કેમ છે.
            " અલા જંયતિડા તુ શું વિચાર મા પડી ગયો? હાલ તોડ તાળું અને અંદર હેડ." રધુ એ જંયતિ ને વિચારતા જોઈ ને કહ્યું
            " હા..હા ચાલ ત્યારે "જંયતિ એ કહ્યું અને એક પત્થર ક્યાંકથી લાવ્યો અને તાળા પરથી પહેલાં તો નાડાછડી હટાવી અને પછી તાળું તોડ્યું. તાળું તોડતા ની સાથે જ વાતાવરણ માં એકાએક પલટો થયો, ચિચિયારીઓ વધવા લાગી શિયાળ ના રોવાના અવાજ વધી ગયો વાતાવરણ વધુ ભેંકાર બની ગયુ. જેવા બન્ને અંદર ગયા એવોજ દરવાજો બંધ થઈ ગયો, દરવાજો બંધ થતાં જ વાતાવરણ પાછુ શાંત પડયું.
            અત્યારે સમગ્ર જેતપુર ગામ પર આફત મંડરાઇ રહી હતી. આવનારા દિવસોમાં જેતપુર માં  વધુ આફત આવવાની હતી, જે વાતની તેમને જાણ નહતી. અત્યારે આ ખંડેર નું તાળું તોડતા જ એક શક્તિ આઝાદ થઇ જે સમગ્ર જેતપુર ને તહેસનહેસ કરી નાખશે.
તા:- 10/10/2018(6:00 a.m.)
            બ્રિજેશ રોજ વહેલી સવારે ઊઠીને જૉગિંગ કરવા માટે જાય છે અને આજે પણ એ રોજની જેમ જોગિંગ કરવા માટે નીકળે છે. જોગીંગ કરતા કરતા તે લગભગ 1 કિલોમીટર આગળ ગયો હશે અને તેને આગળ રસ્તા ની સાઇડ મા કોઇ વ્યક્તિ હોય તેવુ લાગ્યુ. તે રોજ અહીં થી જ પસાર થતો પણ અહીંયા આ રીતે કોઇ દેખાતુ નહીં તેને થોડું આશ્ચર્ય થયું, તે જોવા માટે આગળ વધ્યો નજીક પહોંચતા જ તેના શરીર માંથી કંપારી છુટી ગઈ, બે ગળી તો તેનુ મગજ સુન્ન પડી ગયુ. ત્યાં 2 વ્યક્તિ ની લાશ હતી અને એ પણ માંથા વગરની, તેણે તરતજ પોલીસ ને ફોન કર્યો અને માહિતી આપી. આ 2 વ્યક્તિએ જ હતા જે રાત્રે પેલા મહેલમાં ગયા હતા બ્રિજેશ પોલીસની રાહ જોઈને ત્યાં ઊભો હતો થોડી જ વારમાં પોલીસ ત્યાં આવી પહોંચી. 
           " હા તો મિસ્ટર તમારું જ નામ બ્રિજેશ છે?" પોલીસે જીપમાંથી ઉતરીને બ્રિજેશ નજીક આવીને પૂછ્યું
           " જી સર મારું જ નામ બ્રિજેશ છે અને મે જ તમને ફોન કરીને બોલાવ્યા છે." બ્રિજેશે ઇન્સ્પેક્ટરની જવાબ આપતા કહ્યું. " સર હું રોજ વહેલી સવારે જોગિંગ કરવા માટે નીકળું છું આ મારો રૂટ છે, હું અહીથી પસાર થતો હતો મને અહીંયા કોઈ વ્યક્તિ હોય એવું લાગ્યું જ્યારે હું નજીક ગયો ત્યારે મને ખબર પડી કે અહીંયા બે વ્યક્તિની લાશ છે."
ઇન્સ્પેક્ટર સવાલ કરે એ પહેલાં જ બ્રિજેશે ઇસ્પેક્ટર ને જણાવી દીધું ઇન્સપેક્ટરની સાથે બે કોન્સ્ટેબલ પણ હતા. ઇન્સ્પેકટર નું નામ ઘેલાણી હતું. 
           " નાથુ આ બંને બોડીને ચેક કર એમની પાસેથી કોઈ આઈ ડી પ્રૂફ મળે તો ખબર પડે કે આ બંને કોણ છે?" ઇન્સપેક્ટર ઘેલાણી એ નાથુને આદેશ આપતા કહ્યું. ઘેલાણી નો આદેશ મળતા જ નાથુ તે બંનેની બોડીને ચેક કરવા લાગે છે ત્યાં સુધી ઘેલાણી આજુબાજુમાં નજર કરે છે. સવારના 7 વાગ્યા હતા સૂર્યોદય થઈ ગયો હોવા છતાં પણ સવારે સમગ્ર ગામમાં અંધકાર જેવું વાતાવરણ હતું કારણકે સમગ્ર ગામ ઉપર કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા, એ વાદળો સુરજ ને આ ગામ પર પોતાનું અજવાળું ફેલાવતા રોકી રહ્યા હતા.  
           " સર આમની પાસેથી કંઈ જ મળ્યું નથી." નાથુ એ બંનેની બોડીને ચેક કરીને ઘેલાણી ને કહ્યું 
           " ઠીક છે નાથુ બંને બોડીને p.m માટે મોકલી દે." ઘેલાણીએ નાથુને કહ્યું. નાથુએ તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી ને બોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી. ઘેલાણી અને તેના બે કોન્સ્ટેબલો ત્યાં આજુબાજુ માં તપાસ કરે છે કદાચ કંઈક સબૂત મળે, ઘેલાણી બ્રિજેશ ને ત્યાંથી જવા માટે પરવાનગી આપે છે. સમગ્ર ગામમાં આ વાત વાયુવેગે ફેલે છે, અને ઉપરથી આ કાળા ડિબાંગ વાદળો જેનાથી તેમને અંદાજો આવે છે કે જરૂર આ કોઈ મોટી મુસીબતનો સંકેત છે. 
           " ગજબ થઈ ગયું ગજબ થઈ ગયું." એક વ્યક્તિ ગામની બહાર થી ગામ તરફ દોડીને આવતા બોલી રહ્યો હતો
           " અલ્યા રામલા શું ગજબ થઈ ગયું એ તો કહે અને આમ ડરેલો કેમ છે?" રામુ ને ઉભો રાખતા એક વ્યક્તિએ તેને પૂછ્યું
          " નારણભાઈ ત્યાં મહેલ......... મહેલ" રામુ ને બોલતાં બોલતા ગળામાં ડૂમો ભરાતા અટકાયો.
          " મહેલમાં શું રામલા?" નારણભાઈ થી ના રહેવાતા રામુ ને હચમચાવી દેતા પૂછ્યું
          " નારણભાઈ મહેલનું તાળું કોઈએ તોડી નાખ્યું છે." રામુએ ડરતા ડરતા નારણભાઈ ને કહ્યું. આ વાત ગામમાં ફેલાતાં વાર ના લાગી, બધા જ સમજી ગયા કે આ કાળા વાદળો તેમના જીવનમાં કાળો કહેર લઇને આવવાનો છે, કારણકે જે મહેલને તેમણે મંત્રો વિધિ કરીને બંધ કર્યો હતો એ મહેલ નુ તાળું કોઈએ તોડી નાંખ્યુ હતું. મતલબ કે તે મહેલમાં રહેતી અગોચર શક્તિ કે આત્મા હવે મુક્ત થઈ ગઈ હતી તે કંઈ પણ કરી શકે એમ હતી, બધાને સમજતા વાર ન લાગી કે પેલા બે વ્યક્તિને કોણે માર્યા હશે. આ ઘટનાથી ગામના દરેક ઘરમાં ડર ફેલાઈ ગયો અને સૌથી વધારે ડરતો કુંવારી છોકરીઓને લાગતો, કેમકે આ આત્મા સૌથી વધુ છોકરીઓને પોતાનો શિકાર બનાવતો.

                 ************************

 (લંડન સીટી) 
તા:- 20/10/2018 (08:25 a.m.)

           " કેવું છે રિયા હવે તનેે?" પૂર્વીએ રિયા ને ઉઠતા જોઈ ને પૂછ્યું
           " ઠીક છે." રિયા એ જવાબ આપતા કહ્યું. " મને થોડું અજીબ લાગી રહ્યું છે, તું માન કે ના માન રાત્રે કોઈ હતું જે મને મારવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, છેલ્લા પંદર દિવસથી મને સપનામાં તે દેખાય છે." રિયા એ ફરીથી એ જ વાત કહી
           " રિયા આ તારા મનનો વહેમ છે બીજુ કંઇજ નહીં." પુર્વીએ રિયા ને સમજાવતા કહ્યું
           " મારે જેતપુર જવું છે મારા ઘરે." રિયા એ પૂર્વી ને કહ્યું
           " પણ આમ અચાનક અત્યારે કોલેજ ચાલુ છે, તુ આમ રજા પાડી ને તારુ ભણવાનું બગાડી ને શું કરવા જવા માંગે છે? વેકેશન પડે એટલે જજે ને." પૂર્વી એ રિયા ને સમજાવતા કહ્યું
           " મારે કંઈ જ નથી સાંભળવુ પૂર્વી, હું મમ્મીને કોલ કરીને કહું છું, તું મારી ગુજરાતની ટિકિટ બુક કરાવી દે હું કાલે જ જેતપુર જવા માટે નીકળું છું." રિયા એ પૂર્વીને જવા માટેની જીદ કરતા કહ્યું. પૂર્વી સમજી ગઈ કે રિયા તેની વાત નહીં માને તેણે એની વાત માની એ ટિકિટ બુક કરાવવાનું કહી બહાર નીકળી, અહી રિયા એની મમ્મીને ફોન કરીને જેતપુર આવવા માટે કહે છે, રિયા ની મમ્મી રિયા ને જેતપુર આવવા માટે ના કહે છે પણ રિયા મન બનાવી લે છે કે તે જેતપુર જઈને જ રહેશે. રિયા એની મમ્મી સાથે વાત કરીને ફરી પાછો આરામ કરે છે ત્યાં સુધી પૂર્વી પણ આવે છે.
            " રિયા મેં રિકી ને ટીકીટ બુક કરાવવા નું કહી દીધું છે એ તારી ટિકિટ કઢાવી લેશે અને આપી જશે." પૂર્વીએ અંદર આવતા રિયા ને કહ્યું. આજે પૂર્વી પણ ઘરે જ રહેવાની હતી, પછી બંને જણા નાસ્તો કરવા બેઠા કંટાળો આવતો હોવાથી બંને જણા મુવી ચાલુ કરીને બેસ્યા. લગભગ બપોરનો 1 વાગ્યાની આસપાસ એમના રૂમનો દરવાજો ખખડે છે, પૂર્વી દરવાજો ખોલે છે, રિકી હોય છે પૂર્વી તેને અંદર બોલાવે છે, રિકી રિયા ને ટિકિટ આપે છે રિયા ખુશ જાય છે. પછી ત્રણેય સાથે બેસીને લંચ કરે છે લંચ કરી રિકી  ત્યાંથી નીકળે છે. થોડીવાર પછી રિયા અને પૂર્વી પણ બહાર ફરવા માટે નીકળે છે.
             " તો હું પણ તારી સાથે જેતપુર આવું તો?"પૂર્વીએ રિયા ને પૂછ્યું
             " પણ શું કરવા? તારે રજા પાડવાની કોઈ જરૂર નથી." રિયા એ પૂર્વી ને કહ્યું
             " આ રહી મારી ટિકિટ." પૂર્વી એ રિયા ને ટીકીટ બતાવતા કહ્યું. અને કહ્યું કે હું પણ તારી સાથે જેતપુર આવીશ. સાંજ પડી ગઈ હતી બંને જણા બહાર ડિનર કરીને ઘરે આવ્યા રાતના 8 વાગ્યા હોય છે બંને જણા પોતાની બેગ તૈયાર કરે છે થાક લાગવાના કારણે બન્ને સુઈ જાય છે સવારે 7 વાગ્યાની ફ્લાઇટ હોય છે. 

To be continued............. 
   
             મિત્રો આપને મારી આ સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને કોમેન્ટ પણ કરજો આપના મિત્રો કે પરિવારજનોને પણ વાંચવા માટે આગ્રહ કરજો.
આ સિવાય આપ મારી અન્ય કહાની "પ્રતિશોધ" વાંચી શકો છો. 
આપનો અભિપ્રાય આપ મને whats App કરી શકો છો 7405647805

Facebook :- kalpesh Prajapati kp

***

Rate & Review

Vivek 3 weeks ago

Pritesh Vaishnav 1 month ago

Kinjal Barfiwala 2 months ago

Hetal Thakor 2 months ago

Palak Vikani 2 months ago