Mahel - 2 books and stories free download online pdf in Gujarati

મહેલ - The Haunted Fort-(part - 2)

પ્રસ્તાવના :-

આ વાર્તા લખવા પાછળનો મારો મુખ્ય હેતુ વાચક મિત્રો ને મનોરંજન મળી રહે એ જ છે, આ વાર્તા ના તમામ પાત્રો અને ઘટનાક્રમ કે સ્થળ કાલ્પનિક છે જેનું કોઈ જ વસ્તુ કે વાસ્તવિકતા સાથે લેવાદેવા નથી. મનુષ્ય જ્યારે જન્મે ત્યારથી જ્યાં સુધી  મરે ત્યાં સુધી તેનામાં ડર જ એક એવી વસ્તુ છે જે મનુષ્ય ને સૌથી વધુ હેરાન કરે છે. દરેક ને અલગ અલગ વસ્તુ થી ડર લાગે છે, જેમાંથી  એક છે શૈતાન, ભુત કે ચુડેલ. અને મારી આ વાર્તા પણ એક ભુત પ્રેત પર આધારિત છે.

લિ. કલ્પેશ પ્રજાપતિ 

       જેતપુર આમ તો કહેવા માટે ગામ છે પણ ગામની અંદર પ્રવેશ કરતાં જ તમને જેતપુર કોઈ સીટી થી ઓછું ન લાગે. ગામમાં તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે જેવી કે દવાખાનું, શાળા, પોલીસ સ્ટેશન, લાયબ્રેરી, ગાર્ડન, વિશાળ હોલ, ગાર્ડનમાં બાળકોને રમવા માટેના વિવિધ સાધનો, થિયેટર, હોટલ, જીમ વગેરે. જેતપૂર ગામ માં તમામ રોડ પાકા બનાવેલા છે અને ગામમાં કચરો ન થાય એ માટે રોડની સાઈડમાં બ્લોક નાખવામાં આવેલા છે. ગામમાં દરેક ઘરની બહાર વૃક્ષ રોકવામાં આવેલા છે જેથી પ્રદૂષણ ઓછું થાય અને તાજી હવા મળે તથા ગરમીનું પ્રમાણ પણ જળવાઈ રહે.
           છેલ્લા બે દિવસથી સમગ્ર જેતપુર ગામમાં અંધકાર છવાયેલો છે અને તમામ લોકોના ચેહરા પર ડર દેખાય છે. પણ હજી સુધી કોઇ અનહોની ઘટના બની નથી ગામમાં લોકો એકલા બહાર નીકળતા પણ ડરે છે.

તા:- 12/10/2018
       " મમ્મી હું લાઇબ્રેરીમાં જઉં છું?" બ્રિજેશે તેની મમ્મી ને કહ્યું લાઇબ્રેરીમાં  જવા માંગતો હતો
       " બેટા તુ આમ એકલો બહારના ફરીશ, તને કંઈક થઈ જશે તો?" બ્રિજેશ ની મમ્મીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું
       " મમ્મી મને કઈ નહી થાય તું ચિંતા છોડ અને આમ પણ હું એકલો નથી ત્યાં ઘણા બધા લોકો હશે અને મારા મિત્રો પણ ત્યાં જ છે." બ્રિજેશે તેની મમ્મી ને સમજાવતા કહ્યું અને તે ઘરની બહાર નીકળી ગયો. તેના ઘરથી લાઇબ્રેરી સુધીનો રસ્તો લગભગ 5 મિનિટ જ હતો તે ચાલતો જ નીકળી છે, થોડી જ વાર માં લાઇબ્રેરીમાં પહોંચે છે. ત્યાં લગભગ 15 થી 20 લોકો હોય છે, જેમાંથી સાત થી આઠ જણા સીનીયર સીટીઝન હોય છે અને ચાર પાંચ જણા 40ની આસપાસની વયના હોય છે એ સિવાય ચાર પાંચ 20 થી 25 ઉંમરના હોય છે જેમાંથી બે બ્રિજેશ ના મિત્રો છે કેતન અને પ્રિયા, તે સિવાય લાઇબ્રેરિયન હોય છે. બ્રિજેશ અંદર પ્રવેશે છે તે સીધો જ પ્રિયા અને કેતન  ની પાસે જઈને બેસે છે.
        " હેલ્લો ગાયઝ શું કરો છો?" બંનેની જોડે બેસતા બ્રિજેશ બોલ્યો
        " કંઇ નહિ બસ કંટાળો આવે છે બે દિવસથી એટલે અહીંયા કંટાળો દૂર કરવા આવ્યા છીએ." કેતને જવાબ આપતા કહ્યું. આમ તો લાયબ્રેરીમાં આખો દિવસ ચાર-પાંચ વ્યક્તિ સિવાય વધારે કોઈ દેખાતું નહીં પણ બે દિવસથી આવા ડરાવણા વાતાવરણને લીધે લાયબ્રેરીમાં સંખ્યા વધી હતી.
        " હું પણ અહીંયા પુસ્તક વાંચવા માટે જ આવ્યો છું મને પણ કંટાળો આવે છે." બ્રિજેશે કેતન ને કહ્યું અને તેઓ ચર્ચા કરવા લાગ્યા. લાઇબ્રેરીમાં પ્રકાશના અભાવને કારણે લાઈટો ચાલુ રાખવામાં આવી હતી.
        "ધડામ...." કોઇ ભારે વસ્તુ પછડાવાનો અવાજ લાઈબ્રેરીની બહાર થી આવ્યો, દરેકના ચહેરા પર અચાનક ડર ની રેખાઓ ઉપસી આવી. લાઈબ્રેરીમાં હાજર તમામ લોકો ડરી ગયા કોઈની હિંમત નહોતી કે તેઓ બહાર જઈને જોવે કે ખરેખરમાં શું થયું. કોઈ આગળ ન વધતાં છેવટે બ્રિજેશ અને કેતન ઉભા થઇ બહાર જોવા માટે નીકળે છે, ધીમે ધીમે આગળ વધે છે, તેઓ લાઇબ્રેરીના દરવાજાની બહાર નજર કરે છે તો તેમને કંઈ જ દેખાતું નથી. તેમને આ વાતથી આશ્ચર્ય થાય છે, તેઓ પાછા અંદર આવી પોતાની જગ્યાએ બેસે છે. અચાનક લાઇબ્રેરી ની લાઈટો ચાલુ બંધ થવા લાગે છે ત્યાં હાજર બધા ડરના માર્યા બહાર જવા માટે ભાગમભાગ કરી મૂકે છે પણ અચાનક લાઈબ્રેરી નો દરવાજો બંધ થઈ જાય છે સાથે લાઈટો પણ બંધ થઈ જાય છે. 
      " બ્રિજેશ.. કેતન" લાઈટ જતા ડરના માર્યા પ્રિયા બંને ને શોધતા બૂમ પાડે છે
      " આ રહ્યા પ્રિયા અમે" બંને પ્રિયાની નજીક જતા તેને પકડતા કહે છે. લાઈટ જવાના કારણે લાઇબ્રેરીમાં કઈ દેખાતું નથી બ્રિજેશ અને ત્યાં હાજર લોકો પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરે છે. 
      " શું થયું પ્રિયા?" પ્રિયા ને પાછળ ફરીને નજર કરતાં જોઈ કેતને પ્રિયાને પૂછ્યું
      " કોઈ મારી પાછળ ઊભું હોય એવું મને લાગ્યું." પ્રિયાને પોતાની પાછળ કોઈ હોય એવો આભાસ થતાં તેણે પાછળ નજર કરતા કેતન ને કહ્યું. " જલદી અહિંથી બહાર નીકળવાનું કરો મને ડર લાગે છે." ગભરાઈ ગયેલી પ્રિયાએ બ્રિજેશ અને કેતનને કહ્યું બહાર જવા  દરવાજો ખોલવા માટે બ્રિજેશ અને કેતન પ્રયત્ન કરે છે. પણ દરવાજો ખુલતો નથી અચાનક તેમને લાયબ્રેરીમાં કોઈ છોકરીની બૂમ સંભળાય છે. 
       " કેતન આ બૂમ પ્રિયા એ તો નથી પાડી ને?" બ્રિજેશ એ કેતન ને પૂછ્યું બંને દરવાજા થી ખસી પાછા પ્રિયા ને શોધવા લાગે છે. તેઓ મોબાઈલની ફ્લેશ લાઈટ થી અંદર જુએ છે તો પ્રિયા ત્યાં હાજર હોય છે. પ્રિયાને ને ત્યાં હાજર જોઈએ બંનેને હાશ થાય છે અચાનક લાઇબ્રેરી નો દરવાજો ખુલે છે અને લાઈટો પણ ચાલુ થઈ જાય છે, ત્યાં હાજર તમામ ના ચેહરા પરથી ડર ઓછો થયો તેમના  જીવમાં જીવ આવ્યો.
         " રશ્મિ....." બધા બહાર નીકળતા હતા ત્યાં અચાનક લાઇબ્રેરીમાંથી કોઈની બૂમ સંભળાઈ, બધાની નજર અવાજની દિશા તરફ ગઈ એ બૂમ લાયબ્રેરીમાં છેલ્લે કોર્નર પરથી કોઇએ પાડી હતી, ત્યાં રહેલો વ્યક્તિ આક્રંદ કરી રહ્યો હતો.
         " શું થયું ભાઈ?" એક વ્યક્તિએ તેની નજીક જતાં પૂછ્યું.
         " મારી રશ્મિ એ અહીંયા જ હતી પણ એ ક્યાં ગઈ એ ખબર નથી." તેણે જવાબ આપતા કહ્યું
         " એ લઈ ગયો, એ શૈતાન જ લઈ ગયો છે એને." એક વ્યક્તિ ડરના માર્યા એક જ વાત નું રટણ  કરી રહ્યો હતો. બધા લાઇબ્રેરીમાંથી બહાર રશ્મિ ને શોધવા માટે નીકળ્યા પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં, સાંજ પડી ગઈ હોવાથી બધા પોત પોતાના ઘરે ગયા, આ વાત આખા ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ.

તા:-13/10/2018

       સવારના 10 વાગી રહ્યા હતા, ગામના વડીલોએ નક્કી કર્યું હતું કે તેઓ રશ્મિ ને કોઈ પણ કાળે શોધી ને જ રહેશે. લગભગ 10 માણસો રશ્મિ ને શોધવા માટે નીકળે છે. તેઓ દરેક જગ્યાએ તપાસ કરે છે પણ રશ્મિ ક્યાંય દેખાતી નથી અચાનક તેમની નજર એક જગ્યાએ પડે છે બધાના મોં ખુલ્લા રહી જાય છે. રશ્મિ ની લાશ ત્યાં પડી હોય છે જાણે તેના શરીર માં થી કોઈએ તેની રૂહ ને બળજબરીથી ચૂસી લીધી હોય તેમ લાગી રહ્યું હતું તેની બંને આંખો પહોળી થઈ ગઈ હોય છે તેનું મોં પણ ખુલ્લુ હોય છે,તેને જોઈ બધા ડરી જાય છે તેની લાશ લઈ તેઓ તેમના પરિવારને સોંપી દે છે.
                                 * * *
      " બચાવો....." એકાએક પ્રિયા એ બૂમ પાડી સાંજના 06:00 વાગ્યા હોય છે ઘરે બેઠીબેઠી મોબાઈલમાં ગેમ રમી રહી હોય છે તેને કોઈ પડછાયો તેની નજીક આવી રહ્યો હોય એવું લાગતા તે બૂમ પાડે છે. પડછાયો ધીરે-ધીરે પ્રિયાની નજીક આવી રહ્યો હતો પ્રિયા ને હવે વધુ ડર લાગે છે તે પોતાની આંખો બંધ કરી દે છે તે પડછાયો જેવો પ્રિયા ની નજીક પહોંચે છે એવો જ રૂમનો દરવાજો ખુલે છે અને તે પડછાયો ગાયબ થઈ જાય છે. દરવાજો પ્રિયા ના મમ્મી પપ્પા એ ખોલ્યો હોય છે. 
      " શું થયું બેટા કેમ બૂમ પાડી?" પ્રિયા ના મમ્મી પપ્પાએ ત્યાં આવતા જ પ્રિયાને પૂછ્યું. પ્રિયા આંખો બંધ કરીને ભગવાનનું રટણ કરતી હોય છે એ તેના મમ્મી પપ્પા ની સામે જોતી નથી એટલી હદ સુધી તે ડરી ગઈ હોય છે, એ જ પડછાયો હતો જે લાઇબ્રેરીમાં હતો.
                               * * * *
          આ બાજુ 1 છોકરી દવાખાનામાંથી પોતાની ડ્યુટી કરી તેના ઘર તરફ જઈ રહી હોય છે, અચાનક તેના કાનમાં કોઈનો અવાજ સંભળાય છે જાણે કોઈ તેને તેના નામથી પુકારી રહ્યું હોય, એ અવાજ સંભળાતા જ તેને ડર લાગે છે તે ડરના કારણે ચાલવાની સ્પીડ વધારે છે. અચાનક તેનો દુપટ્ટો કોઇએ પકડ્યો હોય એવું તેને મહેસુસ થાય છે તે ગભરાઈ જાય છે તેના કપાળે પરસેવો વળે છે શરીરમાંથી કંપારી  વછૂટી જાય છે, તે હિંમત કરી પાછળ ફરીને જુએ છે તો દુપટ્ટો બાજુમાં થાંભલાના તારે ભરાઈ ગયો હોય છે તે જોઈ તેના જીવમાં જીવ આવે છે, જેવો દુપટ્ટો કાઢી તે પાછળ ફરે છે એવો જ એક પડછાયો  તેની સામે દેખાય છે, તે ડરીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે પણ જાણે કોઈએ તેને પકડી રાખી હોય એમ એ ત્યાંથી હલી શકતી નથી. પડછાયો અટ્ટહાસ્ય કરવા લાગે છે એનો અટ્ટહાસ્ય કરતાં જ તે છોકરી તે બેહોશ થઈ જાય છે. આ તરફ છોકરી તેના ઘરે ન પહોંચતા તેના માતા-પિતાને ચિંતા થતાં તેઓ સરપંચ જોડે જાય છે અને વાત કરે છે, સરપંચ સવારે અને શોધવા માટે માણસો મોકલશે એવું કહે છે અને કહે છે કે ભગવાનને પ્રાર્થના કરો કે તમારી દીકરી સહી સલામત રહે.

તા:-14/12/2018
         સરપંચના કહ્યા પ્રમાણે સરપંચ 10 માણસો તે છોકરીને શોધવા માટે મોકલે છે. લગભગ ૨ કલાકની મહેનત પછી એ છોકરી લાશ ગામની ભાગોળે થી મળે છે, આ છોકરીની હાલત પણ રશ્મિ જેવી જ હોય છે આની રૂહ પણ ચૂસી લેવામાં આવી હોય છે. સરપંચ છોકરીની લાશ ને ઍમના ઘરવાળા ને સોંપે છે સરપંચ ને વાત ગંભીર લાગતાં તેઓ પંચાયત બોલાવે છે અને બધાને સૂચના આપે છે કે કોઈ એકલા ઘરની બહાર નીકળવું નહીં ખાસ કરીને છોકરીઓ એ પંચાયત પૂરી કરી બધા પોતપોતાના ઘરે જાય છે, સરપંચ ગામમાં માણસોને ચોકી કરવા માટેનું કહી દે છે દિવસે અને રાત્રે 10-10 માણસો ચોકી કરશે એવું તે માણસોને જણાવે છે.
                             *   *   *  *
         " બ્રિજેશ તને શું લાગે છે આ માણસો આ બધું રોકી શકશે?" કેતને બ્રિજેશ ને પૂછ્યું. અત્યારે પ્રિયા, કેતન અને બ્રિજેશ પ્રિયા ના ઘરે બેઠા હતા, પ્રિયા ની મમ્મી એ બંને ને અહિં બોલાવ્યા હતા જેથી તે વધુ ડર લાગે નહીં.
         " શું ખબર હવે એતો કાલે જ ખબર પડશે કે શું થશે એમનું? " બ્રિજેશે કેતનને જવાબ આપતા કહ્યું. પછી ત્રણે લગભગ ત્રણ કલાક સુધી સાથે જ ટાઈમ પસાર કરે છે પછી તેઓ પોતાના ઘરે જવા માટે નીકળે છે.
         રાત્રિનો સમય થાય છે રાતના 11:00 વાગી રહ્યા હોય છે, માણસો સરપંચ ના આદેશ અનુસાર પહેરો લગાવી રહ્યા હોય છે, અચાનક તેમને કંઈક દેખાય છે તેઓ તે તરફ આગળ વધે છે પણ એ વસ્તુ અચાનક ગાયબ થઈ જાય છે તેમને પોતાની આંખોનો વહેમ લાગે છે.
         " અલ્યા કાળીયા લાય તારે બીડી હવે બીડી પીવી જ પડશે નહિતર મને બધું દેખાતું બંધ થઈ જશે." એમાંથી એક વ્યક્તિએ કાળું ની પાસે બીડી માગતા કહ્યું
         " અલ્યા બુધિયા તન અત્યારે બીડી હુજસ, લે ઠુસ તાર." કાળિયાએ બુધીયા ને બીડી આપતા કહ્યું પછી બંને બીડી પીવા લાગ્યા, કાળીયા એ બીડી પીને જેવો ધુમાડો છોડ્યો એવી જ ધુમાડામાં કોઈ માણસ ની આકૃતિ દેખાય છે, બુદ્ધિયો ડરી જાય છે ડરના માર્યા તે બીડી પણ ફેંકી દે છે અને ત્યાંથી ભાગે છે. 
        " અલ્યા બુધીયા ક્યાં ભાગ્યો શું થયું? કંઇ જોયુ કે શું? " કાળીયો પણ ઉભો થઇ તેની પાછળ ભાગતા બોલ્યો તેઓ ખાસા આગળ પહોંચી ગયા હતા.
       " અલ્યા શું જોયું તે કેમ આમ ત્યાંથી ભાગ્યો?" આગળ પહોંચી એક જગ્યાએ ઉભા રહેતા કાળિયા એ બુધીયા ને પૂછ્યું.
       " ત્યાં કોઈ હતું." બુધીયા એ જવાબ આપતા કહ્યું. બુધિયો ડરી ગયો હતો તેઓ બંને ચર્ચા કરતા હોય છે એટલામાં એમના બીજા સાથી પણ ત્યાં આવી પહોંચે છે.
       " શું થયું કાળીયા કઈ જોયું કે શું?" તે વ્યક્તિએ કાળીયા ની નજીક જતા પૂછ્યું
       " કઈ નહિ હરિયા એ તો એમ જ."  કાળીયા એ વાતને છુપાવતા કહ્યું પછી બધા ત્યાં થી નીકળે છે. બીજા દિવસે સવારે સરપંચને બધા પાછા હાજરી આપવા માટે જાય છે, સરપંચ તેમને બધું જ પૂછે છે પણ કઈ અનહોની ઘટના નથી બની એવું જણાવે છે, સરપંચને રાહત થાય, છે આમ ને આમ બીજા બે દિવસ નીકળી જાય છે પણ કોઈના ગાયબ થવાના સમાચાર આવતા નથી.
                            *   *   *   *
         " ભીખાભાઈ એક યુવતી ગુમ થઈ ગઈ છે." બુધીયા  સરપંચના ત્યાં હાજર થતાં કહ્યું
         " શું બોલે છે તું અને કોણ ગુમ થયું એ તો કહે?" ભીખાભાઈ એ ગુસ્સામાં આવીને બુધિયાને પૂછ્યું
         " ભીખાભાઈ પેલા કાળીયા ની દીકરી સુધાના કોઈ જ સમાચાર નથી." બુધીયાએ ભીખાભાઈ ને માહિતી આપતા કહ્યું
         " શું વાત કરે છે? ક્યાં ગયો કાળીયો?" એની વાત સાંભળી સરપંચે બુધીયા ને પૂછ્યું
         " ભીખાભાઈ કાળિયો ઘરે છે તેની દિકરીને કોઈ જ પત્તો નથી." બુધીયા એ રડતાં રડતાં કહ્યું બુધીયા ની વાત સાંભળી સરપંચ બધા જ માણસોને શોધવા માટે મોકલે છે, અને કાળિયા ને મળવા માટે તેના ઘરે જાય છે, સરપંચ નો આદેશ મળતાં જ બધા જ લોકો સુધાને શોધવા માટે જાય છે 3- 4 કલાકની મહેનત પછી ગામની બહાર આવેલા જંગલમાંથી સુધા ની લાશ મળે છે, એ પણ પેલી બે યુવતીને જેવી હાલતમાં મળે છે સુધા ની રૂહ ને પણ કોઈએ ચૂસી લીધી હોય એમ લાગતું હતું. સુધા ની લાશ ને લઈને તેઓ કાળીયાના ઘરે આવે છે સુધા ની લાશ જોઈ કાળીયા નું આક્રંદ વધી જાય છે ભીખાભાઈ તેને સાંત્વના આપી શાંત કરવાનો પ્રયત્ન કરે છે.

To be continued............ 
       મિત્રો આપને મારી આ કહાની વાંચવાની મજા આવી હોય તો રેટિંગ આપજો બને તો કમેન્ટ પણ કરજો અને આપના મિત્રો કે કુટુંબીજનોને વાંચવા માટે આગ્રહ કરજો. ઓછું રેટિંગ આપવાનું કારણ તમે મને જણાવજો જેથી હું મારી ખામી ને પૂરી કરી શકું. 

Facebook :- kalpesh Prajapati kp
WhatsApp :- 7405647805