મહેલ - The Haunted Fort (Part-7)

પ્રસ્તાવના :-

આ વાર્તા લખવા પાછળનો મારો મુખ્ય હેતુ વાચક મિત્રો ને મનોરંજન મળી રહે એ જ છે, આ વાર્તા ના તમામ પાત્રો અને ઘટનાક્રમ કે સ્થળ કાલ્પનિક છે જેનું કોઈ જ વસ્તુ કે વાસ્તવિકતા સાથે લેવાદેવા નથી. મનુષ્ય જ્યારે જન્મે ત્યારથી જ્યાં સુધી  મરે ત્યાં સુધી તેનામાં ડર જ એક એવી વસ્તુ છે જે મનુષ્ય ને સૌથી વધુ હેરાન કરે છે. દરેક ને અલગ અલગ વસ્તુ થી ડર લાગે છે, જેમાંથી  એક છે શૈતાન, ભુત કે ચુડેલ. અને મારી આ વાર્તા પણ એક ભુત પ્રેત પર આધારિત છે.

લિ. કલ્પેશ પ્રજાપતિ

         બીજા દિવસે સવારે બધા તૈયાર થઈ જુનાગઢ જવા માટે નીકળે છે.
         " પણ તારે એને શું કરવા મળવું છે પૂર્વી? કુણાલ ના મિત્ર એ તને જણાવ્યું તો હતું કે તેને કોઈ ગંભીર બીમારી હતી ડોક્ટરે પણ તેને 6 મહિના નો સમય આપ્યો હતો, મને નથી લાગતું કે એ હવે જીવિત હશે." રિયા એ પૂર્વી ને કુણાલ ના મિત્ર દ્વારા કહેલી વાત યાદ કરાવતા કહ્યું
        " તું ગમે તે કહે રિયા પણ મારું મન કહે છે કે એ જીવિત હશે." પૂર્વી એ રિયા ને કહ્યું
        " જીવિત હશે તો સારું, પણ એમાં શું? તે આપણી મદદ કરી શકે તેમ નથી તે સાંભળ્યું ને મારા મિત્રો એ શું કહ્યું." રિયા એ તેના મિત્રો અને અઘોરી દ્વારા એ આત્માથી મુક્ત થવા જે પ્રયાસ કર્યો અને જે બન્યું એ જણાવતા પૂર્વી ને કહ્યું. રિયા ને સમજાતું નહોતું કે પૂર્વી તેના પર આટલો વિશ્વાસ કેમ કરે છે એવું તો શું છે તેનામાં. 
         " રિયા તું ગમે તે કહે, તમારે ના આવવું હોય તો કંઈ વાંધો નહીં હું એકલી જ ત્યાં જઈશ તમારે આવવાની જરૂર નથી." પૂર્વી એ રિયા ની વાત થી ગુસ્સે થતા કહ્યું અને ગાડી ઉભી રખાવી ગાડીમાંથી ઉતરી તે બધાને પાછું જવા માટે કહ્યું.
         " તમે લોકો ઘરે પાછા જાવ હું કૃણાલ ને મળીને પાછી જેતપુર આવી જઈશ." પૂર્વી ની વાત સાંભળી બધા જેતપુર તરફ પાછા વળ્યા. પૂર્વી ત્યાંથી સાધનમાં બેસી જૂનાગઢ પહોંચે છે. તે જંગલમાં કુણાલ ને શોધવા માટે જાય છે, જંગલ સૂમસામ હોય છે ત્યાં પશુ-પક્ષીઓના કલરવ સિવાય કઈ જ સંભળાતું નથી તે જંગલમાં લગભગ 3 કલાકથી પણ વધુ સમય સુધી ફરે છે પણ તેને ક્યાંય કુણાલ તો શું કોઈપણ વ્યક્તિ દેખાતું નથી તે થાકી ને થોડીવાર ત્યાં જ બેસી આરામ કરે છે. પછી તે ત્યાંથી ઊભી થઈ પાછા જેતપુર જવાનું નક્કી કરે છે અને જંગલની બહાર તરફ જવા નીકળે છે, અચાનક રસ્તામાં તેને એક સાધુ મળે છે તેને નવાઈ લાગે છે જ્યારે અંદર આવી ત્યારે તેને કોઈ દેખાતું નથી અને આમ અચાનક તેને જોઈ નવાઈ લાગે છે, એ ખુશ થઈ જાય છે અને સાધુ પાસે જાય છે.
        " પ્રણામ બાબા." પૂર્વી સાધુને પગે લાગતા કહ્યું
        " આયુષ્માનભવ બચ્ચા ભગવાન તુજે સદા ખુશ રખે." સાધુએ પૂર્વી ને આશીર્વાદ આપતા કહ્યું. " બેટા તુ ઈતની પરેશાન ક્યુ હે? કોઈ તકલીફ હે તો મુઝે બતા." સાધુએ પૂર્વી ના ચહેરા તરફ જોતા પૂછ્યું 
        " બાબા એ મેરા મિત્ર કુણાલ હે વો યહા પે આયા થા 1 સાલ પહેલે મે ઇસે ઢૂંઢ રહી હું અગર આપ મુઝે બતા દે કી આપને ઇસે યહા કહી દેખા થા તો આપકી બડી મહેરબાની હોગી." પૂર્વી એ મોબાઈલ માંથી કુણાલ નો ફોટો બતાવતા તે સાધુ ને પૂછ્યું
         " બેટા યહ લડકા યહા આયા થા પર અબ વો કહા હે મુજે નહી માલુમ, વો મેરે પાસ 6 મહિને તકથા ફીર વો કહા ગયા માલુમ નહિ, પરંતુ તુમ પરેશાન મત હો ઉપરવાલા સબ કી રક્ષા કરતા હૈ તુમ નિશ્ચિંત હોકર ઘર લોટ જાઓ ભગવાન તુમ્હારી રક્ષા કરેગા." સાધુએ ફોનમાં ફોટો જોયા પછી થોડીવાર વિચાર્યા બાદ પૂર્વી ને જવાબ આપતા કહ્યું. અને સાંજ પડી ગઈ હોવાથી સાધુ તેને ઘરે પાછા જવાનું કહે છે, પૂર્વી સાધુ ના આશીર્વાદ લઇ પાછી જેતપુર જવા માટે નીકળે છે. તે જેતપુર પહોંચી રિયા ના ઘરે જાય છે, રિયા ને તેના મિત્રો ત્યાં જ બેઠા હોય છે અને પૂર્વી અંદર દાખલ થાય છે.
         " તો પૂર્વી શું થયું?, મળ્યો કે નહીં તારો મિત્ર?" રિયા એ પૂર્વીને અંદર આવતા જ તેના ઉદાસ ચહેરા તરફ જોતા પૂછ્યું. પૂર્વી એ કઈ જવાબ આપ્યો નહી તે સીધી જ રસોડામાં જઈ પાણી પીવે છે. " પૂર્વી જવાબ તો આપ મેં તને કંઈ પૂછ્યું." પૂર્વીએ જવાબ ન આપતા રિયા તેની પાછળ રસોડામાં જઈ પૂર્વી ને પોતાની તરફ ફેરવતા ફરીથી પૂછ્યું
         " નથી મળ્યો બસ ખુશ, તારે જે જવાબ સાંભળવો હતો તે મળી ગયો."  પૂર્વી એ ગુસ્સે થઈ રિયા ને કહ્યું તેની આંખમાંથી આંસુ નીકળી આવ્યા તે રડતી રડતી ત્યાંથી બહાર નીકળી ગઈ.
         " રિયા તે આ ખોટું કર્યું તું એની સાથે ના ગઈ તો કંઈ વાંધો નહીં પણ તારે એને આવું ના કહેવાય માટે જા એને સોરી કહે અને એને અંદર લઇ આવ બહાર જવું એના માટે સુરક્ષિત નથી માટે પ્લીઝ ગો." ખ્યાતિ એ રિયા ને તેની ભૂલ સમજાવતા કહ્યું સાથે તેને મનાવી અંદર લાવવા માટે જણાવ્યું ખ્યાતિ ની વાત સાંભળી રિયા પૂર્વીને મનાવવા માટે જાય છે.
         " હું... હું.. સોરી પૂર્વી મેં જે કંઈ પણ તને કહ્યું એ વાત થી તને ખોટું લાગ્યું હોય તો પ્લીઝ મને માફ કરી દે, મને નથી ખબર કે હું શું કરવા આવુ બોલી." રિયા એ બહાર જઈ પૂર્વી ની નજીક જતા બે કાન પકડીને માફી માંગતા કહ્યું.
         " ઇટ્સ ઓકે રિયા કંઈ વાંધો નહીં જવા દે જે થઈ ગયું, તે તારી ભૂલ સ્વીકારી એ જ મારા માટે કાફી છે." પૂર્વી એ રિયા ને ગળે મળી માફ કરતા કહ્યું. પછી બંને વાતો કરતા કરતા ઘર માં જાય છે બંને ને આમ જોઈ બધા ખુશ થઈ જાય છે.
          " તો બંને વચ્ચે સુલહ થઈ ગઈ એમને." બન્ને ને અંદર આવતા જોઈને પ્રિયા બોલી.
         " તો હવે આગળનો પ્લાનિંગ શુ છે?" નિતીન બોલ્યો
         " આજે રાત્રે મારા ઘરે જમીશું અને ત્યાં જ બધા સૂઈ જઈશું." પ્રિયાએ નીતિન ના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું. બધા પ્રિયાની વાત સાથે સહમત થઈ જાય છે અને તેના ઘરે જવા માટે નીકળે છે, પ્રિયા તેની મમ્મીને કોલ કરીને જણાવી દે છે કે તેના મિત્રો તેના ઘરે જમવા ના છે.
         "  હા તો પૂર્વી કઈ જાણવા મળ્યું કુણાલ વિશે ત્યાં જંગલમાં?" પ્રિયા ના ઘરે પહોંચી ત્યાં સોફા પર બેસ બેસતા રિયાએ પૂર્વી ને સવાલ કર્યો બધા જ પૂર્વી  નો જવાબ સાંભળવા આતુર હતા.
          " હું જંગલમાં ગઈ એને શોધ્યો પણ તે મળ્યો નહીં, પણ મને એક સાધુ મળ્યા તેમણે મને જણાવ્યું કે કુણાલ ને તેમણે જોયો છે તેમની પાસે 6 મહિના સુધી હતો પછી ક્યાં ગયો એ ખબર નથી." પૂર્વી એકીશ્વાસે બધું જ બોલી ગઈ એક લાંબો શ્વાસ લીધો પ્રિયા એ તેને પાણીનો ગ્લાસ આપ્યો પૂર્વી એ પાણી પીધું.
         " પણ હવે શું કરીશું આગળ?" બ્રિજેશે બધાની સામે જોઈ સવાલ કર્યો.
         " આગળનું હવે જોયું જશે." જીગરે બ્રિજેશ ને જવાબ આપતા કહ્યું, એટલામાં પ્રિયાની મમ્મી બધાને જમવા માટે બોલાવે છે પછી બધા જમવા માટે જાય છે. બધા જમીને હોલ માં બેસી ને ટીવી જોવે છે.
         " આ ચેનલ ને પણ અત્યારે જ જવાનું મુરત આવ્યું." ટીવી જોતા ચેનલ જતા રહેતા ગુસ્સે થતા પ્રિયા બોલી, અચાનક લાઈટ પણ જતી રહી. પ્રિયાએ મીણબત્તી સળગાવી તે બધા ઉપર પ્રિયાના રૂમમાં ગયા. 
        " એક કામ કરીએ આપણે અંતાક્ષરી રમીએ." ખ્યાતિ બોલી
        " હા હા ચલો મજા આવશે." કેતન બોલ્યો પછી તે બધાએ ટીમ પાડી એક ટીમમાં રિયા પૂર્વી નિતીન અને જીગર બીજી ટીમમાં ખ્યાતિ પ્રિયા બ્રિજેશ અને કેતન એમ બે ટીમ પાડી  અંતાક્ષરી ચાલુ કરી બધાને મજા આવી ગઈ.
         " પ્રિયા જા કંઇક નાસ્તો લઇ આવ ને." જીગરે પ્રિયાને નાસ્તો લાવવા માટે કહ્યું
         " ના ના એવું ના ચાલે અમારી ટીમમાંથી એક વ્યક્તિ ઓછો થઈ જાય." જીગર ની વાત સાંભળી બ્રિજેશ બોલ્યો
         " ઠીક છે અમારી ટીમમાંથી જીગર પણ પ્રિયાની સાથે જશે." રિયા એ બ્રિજેશ ને જવાબ આપતા કહ્યું, પછી પ્રિયા અને જીગર બંને નીચે નાસ્તો લેવા માટે જાય છે. અંધારામાં નીચે જતા ડર લાગી રહ્યો હતો, મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી દે નીચે રસોડા તરફ ગયા.
          " પ્રિયા...... પ્રિયા. " પ્રિયા રસોડામાં નાસ્તો શોધી રહી હોય છે ત્યાં એક અવાજ પ્રિયાના કાને પડ્યો પ્રિયા ડરી ગઈ અને જીગર ને પકડી લીધો.
          " શું થયું પ્રિયા ?કેમ આટલી બધી ડરી ગઈ?" જીગરે પ્રિયાને ડરવાનું કારણ પૂછ્યું
          " કોઈએ મને બૂમ પાડી." પ્રિયાએ જીગર ને જવાબ આપતા કહ્યું
         " મને લાગે છે કે કોઈ આપણને અંધારાનો ફાયદો ઉઠાવી ડરાવવાનો પ્રયત્ન કરે છે." જીગર પ્રિયાની વાત સાંભળી બોલ્યો
         " અરે યાર શું કરવા આમ ડરાવો છો? જે પણ હોય તે રહેવા દો પ્લીઝ પ્રિયા ડરી ગઈ છે." જીગર બોલ્યો અને બંને રસોડામાંથી બહાર નીકળી આમતેમ નજર કરી પણ કોઈ દેખાયું નહિ પ્રિયા ને લાગ્યું કે કદાચ આ તેનો વહેમ હશે ફરી પાછા તેઓ રસોડા માં ગયા , પ્રિયા ફ્રીજ ખોલી અંદર કંઈક શોધી રહી હતી અંદરથી તેણે કેચપની બોટલ કાઢી પછી જેવી પાછી ફરી એવી તે ડરી ગઈ, બન્યું એવું કે તેની બાજુમાં અરીસો હતો અને ફ્રિજ બંધ કરી જેવી તે પાછી ફરી એવી જ તે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ તે ડરી ગઈ, પછી તે ડબ્બામાંથી નાસ્તો લઈ પાછી ઉપર જાય છે.

To be continued........ 

મિત્રો આપને મારી આ કહાની પસંદ આવી હોય તો રેટિંગ આપજો બને તો કમેન્ટ પણ કરજો આપના મિત્રો કે પરિવારજનોને પણ વાંચવા માટે આગ્રહ કરજો.
અગર આપ ને વાર્તા માં કોઈ ભુલ લાગે તો કમેન્ટ મા જણાવશો.
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" પણ વાંચી શકો છો.
આપનો કીમતી અભિપ્રાય મને whatsapp પણ કરી શકો છો 7405647805

***