Mahel - 4 books and stories free download online pdf in Gujarati

મહેલ - The Haunted Fort (Part-4)

પ્રસ્તાવના :-

આ વાર્તા લખવા પાછળનો મારો મુખ્ય હેતુ વાચક મિત્રો ને મનોરંજન મળી રહે એ જ છે, આ વાર્તા ના તમામ પાત્રો અને ઘટનાક્રમ કે સ્થળ કાલ્પનિક છે જેનું કોઈ જ વસ્તુ કે વાસ્તવિકતા સાથે લેવાદેવા નથી. મનુષ્ય જ્યારે જન્મે ત્યારથી જ્યાં સુધી  મરે ત્યાં સુધી તેનામાં ડર જ એક એવી વસ્તુ છે જે મનુષ્ય ને સૌથી વધુ હેરાન કરે છે. દરેક ને અલગ અલગ વસ્તુ થી ડર લાગે છે, જેમાંથી  એક છે શૈતાન, ભુત કે ચુડેલ. અને મારી આ વાર્તા પણ એક ભુત પ્રેત પર આધારિત છે.

લિ. કલ્પેશ પ્રજાપતિ

         ભીખાભાઈ અને બુધિયો ગામ તરફ જવા માટે ભાગે છે અચાનક તેમના પગ ત્યાં જ થોભી જાય છે, ત્યાં જે વસ્તુ તેઓ જોવે છે એ જોઈ તેમના હોશ ઉડી જાય છે, સામે ઝાડની ડાળી પર કાળીયો લોહીલુહાણ હાલતમાં લટકેલો હોય છે તેઓ ઝડપથી તેની નજીક જાય છે અને તેને નીચે ઉતારે છે. 
         " કાળીયા આ બધું શું થઈ ગયું?" બુધીયો કાળીયા ની આ હાલત જોઈ રડતા રડતા બોલી રહ્યો હતો
         " બુધિયા કાળીયો હવે આપણી વચ્ચે નથી રહ્યો." ભીખાભાઈ એ કાળીયા ની હાથની નાડી ચેક કરતા બુધિયા ને કહ્યું. ખરેખર કાળીયા ની આ હાલત જોઈ ભીખાભાઈ ને પણ અફસોસ થતો હતો પણ અત્યારે અફસોસ કરવાનો ટાઈમ ન હતો. તેઓ પાછા ઊભા થઈ ફટાફટ ગામ તરફ ભાગ્યા.
          " હાશ..." ગામની ભાગોળ દેખાતા ભીખાભાઈ અને બુધિયા ને હાશકારો થયો.  અત્યારે તે બંને ને પોતાના જીવ માં જીવ આવ્યો હતો, તેઓ મોતના મુખમાંથી બહાર આવ્યા હોય એવું તેમને પ્રતીત થતું હતું. પણ તેમને ચિંતા થાય છે, કેમકે તેમના સિવાય બીજું કોઈ પાછું આવ્યું નહોતું તેઓ એ વાતનો અફસોસ કરતા હતા એટલામાં જંગલમાંથી બીજા 4 થી 5 વ્યક્તિ પાછા આવતા તેમને નજરે ચડે છે તેમને એ વાતનો આનંદ થાય છે.
       " બીજા બે ક્યાં ગયા?" તે લોકોને પોતાની નજીક આવતા જ ભીખાભાઈ એ બીજા બે વ્યક્તિને પાછા ન આવતા તે લોકોને સવાલ કર્યો. તેમને તેમની પાસે આવેલા તમામ લોકોની ચિંતા હતી કેમકે તે બધા જ ભીખાભાઈ ના કહેવાથી આવ્યા હતા.
        " મને નથી લાગતું કે એ લોકો હવે પાછા આવશે તે બંને તે આત્માના શિકાર બની ગયા લાગે છે." તેમાંથી એક વ્યક્તિએ ભીખાભાઈ ને જવાબ આપતા કહ્યું  
        " ચૂપ થા અને અહી બેસીને આપણે એમની રાહ જોઈએ." ભીખાભાઈ ગુસ્સે થતા કહ્યું અને એમની પ્રતીક્ષા કરવા લાગ્યા લગભગ 2 કલાક થઇ ગયા તો પણ કોઈ આવ્યું નહિ. 
       " ભીખાભાઈ આ લોકોની વાત સાચી છે મને નથી લાગતું કે હવે એ લોકો પાછા આવશે ચલો હવે આપણે ઘરે જવું જોઈએ." બુધિયાએ થોડી રાહ જોઈ ભીખાભાઈ ને ઘરે જવા માટે સમજાવતા કહ્યું, બુધિયા ની વાત માની ભીખાભાઈ ઉભા થઇ બધાને ઘરે જવા માટે કહે છે અને તે પણ ભરી જાય છે. ભીખાભાઈ ને પોતાના મિત્ર તથા પોતાના સાથીદારોને ખોવાનો રંજ હતો, તેમણે મનોમન નક્કી કર્યું કે તે કોઈપણ કાળે તે આત્માને નહીં છોડે ભલે ગમે તે થાય.
                          *   *    *   *    *
         " બ્રિજેશ રિયા લકી છે જે અહીંયા નથી." પ્રિયાએ બ્રિજેશ ને કહ્યું
         " હા યાર એતો છે, પણ આપણે કંઈક તો કરવું જ પડશે યાર આ જે કંઈ પણ છે એ કોઈને નહિ છોડે, આપણે કોઈ તો માર્ગ શોધવો પડશે."  બ્રિજેશ એ ચિંતા વ્યક્ત કરતા કહ્યું
        " મે વાત સાંભળી છે કે પંકજભાઈ કે જે આપણા સરપંચ ભીખાભાઈ ના મિત્ર છે એમણે કહ્યું હતું કે જો આ બધું કરતાં તે મૃત્યુ પામે તો ફક્ત એક જ વ્યક્તિ છે જે આપણી મદદ કરી શકશે." કેતને બ્રિજેશ ને પંકજભાઈ દ્વારા કરેલી વાત તેમને જણાવી
         " કોણ કરી શકે છે આપણી મદદ?" પ્રિયા એ સવાલ કર્યો
        " પંકજભાઈ એ કહ્યું હતું કે આમાંથી હવે આપણને અઘોરી જ બચાવી શકે એમ છે, તો આપણે અઘોરી પાસે જઈએ તો? " કેતને પોતાનો આઈડિયા કરતાં કહ્યું
        " તારી વાત બિલકુલ સાચી છે, તો આપણે કાલે સવારે જ અઘોરી ને મળવા માટે જઈએ." કેતન ની વાત સાંભળી બ્રિજેશ બોલ્યો
        " આપણા મિત્રોને પણ સાથે લઈ લઈએ તો?" કેતને પોતાનો મંતવ્ય રજૂ કરતાં કહ્યું
        " સરસ ગુડ આઈડિયા કેતન કરો કોલ ત્યારે નીતીન, જીગર અને ખ્યાતિ નેજીગર અને ખ્યાતિને" પ્રિયાએ બ્રિજેશ ને કહ્યું, બ્રિજેશ ત્રણે ને કોલ કરીને જણાવી દે છે ત્રણે સવારે નક્કી કરેલી જગ્યાએ આવી જશે અને અઘોરી ને મળવા સાથે જ નીકળશે એવું નક્કી કરે છે અને બ્રિજેશ તથા કેતન  ઘરે જવા માટે નીકળે છે.
         બીજા દિવસે નક્કી કરેલા ટાઈમ પ્રમાણે સવારે 8:00 વાગે બધા ભેગા થાય છે અને કેતન ની ગાડી લઈને તેઓ અઘોરી ને મળવા જૂનાગઢના જંગલમાં જવા માટે નીકળે છે, લગભગ અડધા કલાક નો રસ્તો હોય છે તેઓ ઘરેથી કોઈ કામ માટે બહાર જાય છે એવું કહીને નિકળે છે.
        " તો આપણે કેવી રીતે શોધીશું અઘોરીને?" પાછળની સીટ પર બેસેલી ખ્યાતિ એ ડ્રાઇવિંગ કરી રહેલા કેતન ને પૂછ્યું
        " એ તો હવે ત્યાં જઈને શોધીશુ." કેતને ખ્યાતિ ને ઉત્તર આપતા કહ્યું
        " આમ રસ્તામાં નથી મળતા અઘોરી." કેતન ની વાત સાંભળી જીગર બોલ્યો
        " જો ભગવાન આપણી મદદ કરવા માટે તૈયાર હશે તો અઘોરી આપણને જરૂર મળશે." પ્રિયાએ નિતીન ને જવાબ આપ્યો. થોડી જ વારમાં તેઓ જૂનાગઢ પહોંચી જાય છે આગળ જંગલ ગાઢ હોવાથી પોતાની ગાડી તેઓ સાઈડમાં પાર્ક કરી જંગલ તરફ જવા માટે નીકળે છે.

                         *  *  *  *  *  *  *
તા:- 21/10/2018 ( લંડન સીટી)
(7:00 am)
         
      " રિયા મારો એક ફ્રેન્ડ છે અમદાવાદમાં જે આપણી મદદ કરી શકશે." પૂર્વી એ રિયા ને કહ્યું
      " કેવી મદદ પૂર્વી?" પૂર્વી ની વાત સાંભળી રિયા એ સવાલ કર્યો
      " તને જે સ્વપ્ન આવે છે કે જે કંઈ પણ તારી સાથે બને છે એ માટે." રિયા ના પ્રશ્નનો જવાબ આપતા પૂર્વી એ કહ્યું
      " શું નામ છે એનું? અને શું કરે છે?" પૂર્વી નો જવાબ સાંભળી ઉત્સુક થતા રિયા એ પૂછ્યું
      " એનું નામ તો કુણાલ છે પણ બધા એને બોન્ડ કહીને બોલાવે છે, કેમકે એનું દિમાગ બોન્ડ કમ નથી અને એ સાયકોલોજીનો સ્ટુડન્ટ છે જેમાં એ માસ્ટર છે, સાયકોલોજી મા તો એ કોલેજના પ્રોફેસર ને પણ હંફાવી દે છે, આ પૃથ્વી પર કોઈ એવું પેદા નથી થયું કે જે એને સંમોહિત કરી પોતાના વશમાં કરી શકે." પૂર્વી એ કૃણાલની ઓળખાણ આપતા કહ્યું સાથે તેની ખૂબીઓ પણ જણાવી
       " ઓહ! તો તો એને ચોક્કસ મળવું પડશે." પૂર્વી ની વાત સાંભળી રિયા એ પૂર્વી ને આંખ મારતાં કહ્યું, બંને ફ્લાઈટમાં પોતાની જગ્યા પર જઈને બેસે છે અને ફ્લાઇટ ટેક-ઓફ થવાની રાહ જુએ છે. ફ્લાઇટ લન્ડન થી ટેક ઓફ થઇ ઇન્ડિયા આવો માટે નીકળે છે રિયા અને પૂર્વી લાબો સફર હોવાને કારણે બંને આરામ કરે છે.
                        * * * * * * * *
           
         " યાર કેતન જંગલમાં કોઈ સિંહ આવી જશે તો?" ખ્યાતિ એ કેતનને ડરવાનું નાટક કરતા મજાકમાં કહ્યું
         " શું યાર ખ્યાતિ તને અત્યારે મજાક સૂઝે છે, આપણે અત્યારે મજાક કરવાનો ટાઇમ નથી." નીતિને ખ્યાતિને ઠપકો આપતા કહ્યું. બધા જંગલમાં આગળ વધે છે તેઓ અલગ અલગ દિશામાં નીકળે છે, લગભગ ઉત્તર દિશા તરફ શોધવા ગયેલ પ્રિયાને કંઈક અવાજ સંભળાય છે તે અવાજ ની દિશા તરફ આગળ વધે છે, સહેજ આગળ વધતા તેને એક અઘોરી નજરે ચઢે છે, તે ખુશ થઈ તેના મિત્રો ને કોલ કરી તમામ વાત જણાવી એ જગ્યા એ બોલાવે છે, થોડી જ વાર મા બધા ત્યાં આવી પહોંચે છે. અઘોરી સામે એક વિશાળ ઝાડની નીચે શીલા ઉપર તપ કરવા બેઠા હોય છે. 
       " એમની તપસ્યા ભંગ કરી શું તો તે ક્રોધે ભરાશે અને આપણને શ્રાપ આપશે તો?" પોતાનો ડર વ્યક્ત કરતા જીગર બોલ્યો
       " અરે આમ ડરવાથી કઈ નિવારણ નહિ આવે આપણે હિંમત કરવી પડશે." પ્રિયાએ જીગરને સમજાવતા કહ્યું અને તે અઘોરી તરફ આગળ વધી
       " બાબા..... બાબા" અઘોરી ની નજીક જઈ પ્રિયાએ અઘોરી ને બોલાવ્યા, બોલાવવા છતાં અઘોરી તપસ્યા માંથી ઉઠયા નહીં.
       " પ્રિયા રહેવા દે મને નથી લાગતું કે એ તપસ્યા માંથી ઉભા થાય, આપણે એમની તપસ્યા ભંગ કરવી યોગ્ય નથી." બ્રિજેશ પ્રિયા ને સમજાવતા બોલ્યો. પછી બધા ત્યાંથી જવા માટે નીકળી જ છે કે અઘોરી તેમને બોલાવે છે.
       " રુક જાઓ બચ્ચો કહા ચલે, તુમ્હે મદદ કી જરૂરત હે ઓર મે તુ મારી મદદ કરુંગા ડરો મત યહા આઓ." અઘોરી એ તેમને પાસે બોલાવતા કહ્યું
       " પ્રણામ બાબા." બધાએ અઘોરી ને નમન કરતા કહ્યું
       " સદા ખુશ રહો, મુજે પતા હૈ કી તુમ્હારે ગાંવ મેં એક બુરી આત્મા કા સાયા હૈ જો તુમ સબ કો પરેશાન કર રહા હૈ ઔર સબ કી જાન લે રહા હૈ, ઓર ઉસસે બચને કે લિયે તુમ મેરે પાસ મુદત કે લિયે આયે હો." કોઈ પણ કંઇ બોલે એ પહેલાં જ અઘોરી એ તેમને કહ્યું. તે કાલે સવારે તેમના ગામમાં આવશે એવું અઘોરી તેમને જણાવે છે, અઘોરી ની  વાત સાંભળી બધા એ તેમના આશીર્વાદ લઇ ત્યાંથી નીકળી ઘરે જાય છે.
                                ********
          બીજા દિવસે સવારે 6 જણા તૈયાર થઈને ગામની બહાર ઉભા રહે છે, તેઓ અઘોરી ની રાહ જોઈ રહ્યા હોય છે. અઘોરી લગભગ 10 વાગ્યાની આસપાસ ત્યાં આવી પહોંચે છે, બધા અઘોરીને પ્રણામ કરે છે અઘોરી બધાને આશીર્વાદ આપી ત્યાંથી મહેલ તરફ જવા માટે જંગલ માં આગળ વધે છે, અંધકારમય વાતાવરણને લીધે જંગલ વધારે ભયાનક લાગી રહ્યું હતું, એમાં પણ શિયાળ ના રોવાનો અવાજ  વાતાવરણને વધુ ભયંકર બનાવી રહ્યું હતું, જંગલમાં પક્ષીઓનો અવાજ સાફ સંભળાઈ રહ્યો હતો, જંગલમાં આ સિવાય પણ ઘણા બધા અવાજો આવી રહ્યા હતા જેના લીધે આગળ વધી રહેલા 6 એ જણના હૃદયમાં ડર ઉત્પન્ન  થયો હતો.  જેમ જેમ તેઓ મહેલની નજીક પહોંચી રહ્યા હતા તેમ તેમ અવાજો વધુ ડરામણા અને તીવ્ર થઇ રહ્યા હતા, તેઓ મહેલ ની સામે આવીને ઊભા રહે છે.
         " મુજે અંદર અંદર જાકે સબ દેખના પડેગા ઉસકે બાદ હી મેં કુછ કર સકુંગા." અઘોરીએ મહેલ તરફ નજર કરતા બધાને કહ્યું
         " પણ બાબા આ મહેલ ને કોઈ વિધિ કે મંત્રો વડે બંધ કરી શકાય એમ નથી?" અઘોરી ની વાત સાંભળી ખ્યાતિએ અઘોરી ને પૂછ્યું
         " બચ્ચા ઇસ આત્મા કો કેદ કરના ઇતના આસાન નહિ હૈ, યે આત્મા બહોત તાકાતવર હો ગઈ હે ઇસકા અંત કરના જરૂરી હૈ, અગર ઇસે કેદ કિયા તો યે ફિર સે આઝાદ હો જાયેગા." અઘોરીએ ખ્યાતિને સમજાવતા કહ્યું
         " ઠીક હે બાબા જેસા આપકો સહી લગે." ખ્યાતિએ અઘોરી ને કહ્યું
         " મેં અંદર જા રહા હું, ઔર અગર મેં વાપસ ન આવું તો તુમ લોગ યહા સે ભાગ જાના." અઘોરી એ બધાને ચેતવતા કહ્યું અને મહેલ ની અંદર પ્રવેશ કર્યો, મહેલ ની અંદર પ્રવેશતા જ વિવિધ પ્રકારના અવાજો શરૂ થઈ ગયા. અઘોરી ધીરે ધીરે બધી વસ્તુ ધ્યાનથી  નિહાળી રહ્યો  હોય છે, મહેલની અંદર નું દ્રશ્ય જોઈ સામાન્ય કાચાપોચા હૃદય વાળા ને તો ત્યાં જ હાર્ટ એટેક આવી જાય. મહેલ જેટલો બહાર થી ડરામણો લાગતો હતો એટલો જ તે અંદરથી પણ ડરામણો ભાસતો  હતો, મહેલની અંદર રહેલી દરેક વસ્તુ જોઈને મનમાં ભય પેદા થઈ જતો, એકાએક અઘોરીની નજીકથી કોઈ વસ્તુ ઝડપથી પસાર થઈ ગઈ.

નોંધ :-
 મિત્રો આપને મારી આ કહાની પસંદ આવી હોય તો ચોક્કસ રેટિંગ આપજો બને તો કમેન્ટ પણ કરજો અને આપના મિત્રો કે પરિવારજનોને પણ વાંચવા માટે આગ્રહ કરજો.
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" પણ વાંચી શકો છો.
આપનો અભિપ્રાય મને 7405647805 પર whatsapp પણ કરી શકો છો