Mahel - 8 books and stories free download online pdf in Gujarati

મહેલ - The Haunted Fort (Part-8)

પ્રસ્તાવના :-

આ વાર્તા લખવા પાછળનો મારો મુખ્ય હેતુ વાચક મિત્રો ને મનોરંજન મળી રહે એ જ છે, આ વાર્તા ના તમામ પાત્રો અને ઘટનાક્રમ કે સ્થળ કાલ્પનિક છે જેનું કોઈ જ વસ્તુ કે વાસ્તવિકતા સાથે લેવાદેવા નથી. મનુષ્ય જ્યારે જન્મે ત્યારથી જ્યાં સુધી  મરે ત્યાં સુધી તેનામાં ડર જ એક એવી વસ્તુ છે જે મનુષ્ય ને સૌથી વધુ હેરાન કરે છે. દરેક ને અલગ અલગ વસ્તુ થી ડર લાગે છે, જેમાંથી  એક છે શૈતાન, ભુત કે ચુડેલ. અને મારી આ વાર્તા પણ એક ભુત પ્રેત પર આધારિત છે.

લિ. કલ્પેશ પ્રજાપતિ

 મહેલ - The Haunted Fort (Part-8)
      
        " કેમ પ્રિયા ચીટીંગ કરી." ખ્યાતિ એ પ્રિયા ને નાસ્તો લઇ આવીને બેસતા જોઈ ને પૂછ્યું.
        " કેમ? શેની ચેટીંગ કરી મેં?" ખ્યાતિ ની વાત સાંભળી પ્રિયાએ પ્રશ્નાર્થ ભરી નજરે ખ્યાતિ સામે જોતા પૂછ્યું.
        " જીગર ક્યાં ગયો તો પછી?" ખ્યાતિએ પ્રિયાને સમજણ ન પડતા સ્પષ્ટ રીતે પૂછ્યું.
        " અરે હા! એ તો હું ભૂલી જ ગઇ તે મારી પાછળ તો આવતો હતો." ખ્યાતિ ની વાત સમજાતા પ્રિયા બોલી અને પાછળ જોયું પણ જીગર નહોતો આવ્યો જેથી તે પાછી જીગર ને બોલાવવા માટે જાય છે. " મારી પાછળ તો આવતો હતો અચાનક ક્યાં ગયો હશે?" પ્રિયા પોતાની જાત સાથે વાત કરતા કરતા નીચે જાય છે.
        " જીગર.. જીગર" તેણે જીગરને શોધતા બે-ત્રણ બૂમ પાડી બૂમ પાડી અને આમતેમ શોધવા લાગી પ્રથમ તો તે રસોડામાં ગઈ પણ તે દેખાયો નહીં, પછી તે બાથરૂમ તરફ ગઈ એ વિચારી કે તે કદાચ બાથરૂમ ગયો હશે પણ જીગર ત્યાં પણ હોતો નથી, તેને હવે મનમાં થોડો ડર લાગે છે તે જેવી બેઠકરૂમમાં આવે છે ત્યાં જ તેની બાજુમાં પડેલું ટેબલ એકાએક તેની જગ્યાએથી ખસી જાય છે આ જોઈ પ્રિયા ડરીને ફટાફટ ઉપર જાય છે.
         " શું થયું પ્રિયા?,તુ આટલી બધી ડરેલી કેમ છે?" પ્રિયા ને આમ દોડતી આવતી જોઇને બ્રિજેશ એ પ્રિયા ને પૂછ્યું.
         " જીગર.... જીગર" આટલું બોલી પ્રિયા  હાંફવા લાગી
         " શું થયું જીગરને?" પ્રિયાને હાફંતી જોઈ કેતને પ્રિયાને પૂછ્યું અત્યારે જીગર ને લઈને તમામના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી હતી.
         " જીગર ત્યાં નીચે નથી, મેં નીચે બધે જોયું પણ ક્યાંય દેખાતો નથી." પ્રિયાએ થોડી સ્વસ્થ થતાં કહ્યું
         " તમે લોકો અંદર શોધો, હું, કેતન, અને નીતિન બહાર જઈને એને શોધીએ." બ્રિજેશ એ પ્રિયા અને પૂર્વી ને કહ્યું. આ તરફ પ્રિયા, પૂર્વી, રિયા અને ખ્યાતિ એ ચારે જીગર ને ઘરમાં શોધે છે, જ્યારે કેતન, નીતિન અને બ્રિજેશ બહાર શોધવા માટે જાય છે.
        " નિતીન યાર આ જીગર ક્યાં ગયો હશે?" કેતને ડરના માર્યા નિતીન ને પૂછ્યું
        " મને શું? ખબર એ ક્યા ગયો હશે." નીતિને કેતન ને જવાબ આપતા કહ્યું.
        " તમે બંને બંધ થઇ ને જીગર ને શોધશો." બ્રિજેશ એ બંનેને વાતો બંધ કરી જીગર ને શોધવા માટે કહ્યું અને તે શોધવા લાગ્યો. આ તરફ પ્રિયા જીગર ને શોધતા-શોધતા સ્ટોર રૂમમાં જાય છે, અચાનક પ્રિયા ચીસ પાડે છે, પ્રિયા ની ચીસ સાંભળી રિયા, ખ્યાતિ અને પૂર્વી ત્યાં આવી જાય છે.
         " શું થયું પ્રિયા?, કેમ ચીસ પાડી?" સ્ટોર રૂમમાં પ્રવેશતા જ ખ્યાતિએ પ્રિયાને સવાલ કર્યો.
         " કોઈ હતું અહીંયા, તે આ તરફ ગયું છે." પ્રિયા એ ચીસ પાડવાનું કારણ જણાવ્યું અને તેમને તે દિશા તરફ ઈશારો કરતા જણાવ્યું જ્યાં તે ગયું હતું. તેઓ ચારે સાથે ત્યાં આગળ વધે છે, અચાનક જ એક બિલાડી તેમની તરફ કુદકો મારી ત્યાંથી ભાગી જાય છે, એ ચારે ડરી જાય છે, પછી તેમને એ વાતની જાણ થતાં હાશ થાય છે કે તે એક બિલાડી હતી પાછા તેઓ ત્યાંથી નીકળી જીગર ને શોધવા માટે જાય છે.
         " હાશ મારો તો જીવ અધ્ધર થઈ ગયો હતો." સ્ટોર રૂમ ની બહાર નિકળતા ખ્યાતિએ રિયા ને કહ્યું.
         " મારો પણ." ખ્યાતિ ની વાત સાથે સહમત થતાં પ્રિયા બોલી. તેઓ ત્યાંથી જીગર ને શોધવા માટે બીજે માળ બાલ્કનીમાં જાય છે, પણ જીગર તેમને બાલ્કનીમાં પણ દેખાતો નથી.
         " હું ટેરેસ પર જોઈને આવું." પૂર્વીએ પ્રિયાને કહ્યું અને ટેરેસ તરફ જવા આગળ વધી અચાનક પાછળથી તેને રોકતા ખ્યાતિ બોલી.
         " તું એકલી  ના જઈશ હું પણ તારી સાથે આવું છું." પછી પૂર્વી અને ખ્યાતિ સાથે ટેરેસ પર શોધવા માટે જાય છે, ટેરેસ પર જઈ પૂર્વી અને ખ્યાતિ જીગર ને શોધે છે. પૂર્વી ને મોબાઈલની ફેશલાઈટ ના અજવાળા માં ટેરેસ ના ખૂણે કોઈ વ્યક્તિ પડ્યું હોય એમ લાગતા તે ખ્યાતિને બોલાવી તે આગળ વધે છે, નજીક જતાં જ તેમને ખ્યાલ આવે છે કે આ તો જીગર છે તેઓ તરત તેઓ બધાને ત્યાં બોલાવે છે, જીગર બેહોશ હાલતમાં હોય છે અને તેના શરીર પર જુદી જુદી જગ્યાએ ઘા પડ્યા હોય છે અને તેના માંથા માંથી લોહી નીકળતું હોય છે. બધા તરત જ ત્યાં આવી જાય છે.
        " આને જલ્દી નીચે લઈ ચલો, આના ઘા સાફ કરીને પાટાપિંડી કરવી પડશે." જીગર ની હાલત જોઈને બ્રિજેશ બોલ્યો પછી કેતન, નીતિન અને બ્રિજેશ ત્રણે જીગર ને ઉંચો કરી બેઠકરૂમમાં લાવી સોફા પર સૂવડાવે છે.
        " જલદી ફર્સ્ટ એડ બોક્સ લાવ પ્રિયા." જીગર ને સોફા પર સુવડાવી કેતને પ્રિયા ને કહ્યું, પ્રિયા તરત જ ફર્સ્ટ એડ બોક્સ લેવા માટે જાય છે. ત્યાં સુધી કેતન અને નીતિન જીગર ના ઘાવ ચેક કરે છે, એટલામાં પ્રિયા ફર્સ્ટ એડ બોક્સ લઈને આવે છે. પછી જીગરના ઘાવ સાફ કરી તેના પર દવા લગાવી પાટાપિંડી કરે છે અને એના હોશ માં આવવાની રાહ જુએ છે. 10 મિનીટ પછી જીગર ને હોશ આવે છે.
         " કેવું છે જીગર તને હવે? અને તુ ટેરેસ પર કેવી રીતે પહોંચ્યો? આ બધું કોણે કર્યું?" હોશ માં આવતા જ બ્રિજેશ એ જીગર પર પ્રશ્નનો મારો ચલાવ્યો.
         " સારું છે મને હવે. પણ જ્યારે હું પ્રિયા સાથે નીચે આવ્યો ત્યારે અહીંયા ઊભો હતો અચાનક કોઈએ મને માથા પર કોઈ ભારે વસ્તુ મારી હોય એવો અહેસાસ થયો અને પાછળ ફરીને જોયું તો કોઈ જ હતું નહીં, પછી ધીરે ધીરે મારી આંખો બંધ થવા લાગી અને પછી મને ખબર નથી શું થયું?" જીગર એ બ્રિજેશ ને જવાબ આપતા કહ્યું. જીગર અત્યારે શરીર પર પડેલા ઘાવના કારણે દર્દ થી પિડાઈ રહ્યો હતો , એ તેના ચહેરા ના હાવભાવ પરથી સાફ પ્રતિત થતું હતું. 
         " ઠીક છે જીગર તું આરામ કર તારી હાલત ઠીક નથી અમે પણ અહીં જ છીએ." રિયા એ જીગર ની આ હાલત જોઈ જીગર ને આરામ કરવાનું કહ્યું અને તે બધા ત્યાં હોલમાં જ જીગર જોડે બેસ્યા. ક્યારે તેમની આંખ લાગી ગઈ કોઈને ખબર ના પડી.
         " શું થયું જીગરને?" સવાર પડતાં પ્રિયાની મમ્મીએ હોલમાં આવતા જ જીગર ને જોઈ રિયા ને પૂછ્યું. બધા સૂઈ ગયા હતા ફક્ત રિયા જ જાગતી હતી. 
         " કઈ નહિ બસ થોડો ઘાયલ થયો છે." રિયાએ પ્રિયાની મમ્મીને કહ્યું તેણે રાત્રે બનેલી ઘટના પ્રિયાની મમ્મીને સ્પષ્ટ રીતે જણાવી નહીં. એટલામાં પ્રિયા અને પૂર્વી ઊઠે છે.
         " રિયા તું ક્યારની ઉઠી છે?" પૂર્વીએ રિયા ની સામે જોઈ સવાલ કર્યો.
         " હું ઊંઘી જ ક્યાં છું?" રિયા એ પૂર્વી ને જવાબ આપતા કહ્યું. એટલામાં બ્રિજેશ અને કેતન પણ ઉઠે છે. 
         " મતલબ તું આખી રાત ઊંઘી જ નથી?" પૂર્વી બોલી
         " હા, મને આખી રાત ઊંઘ નથી આવી." રિયા એ પૂર્વી ને કહ્યું
         " પણ કેમ?" રિયા ની વાત સાંભળી બ્રિજેશ એ  રિયા ને પૂછ્યું.
         " એ જ કે આનું કંઈક તો કરવું પડશે." રિયા એ બ્રિજેશ ને જવાબ આપતા કહ્યું. 
         " તું કોની વાત કરે છે?" રિયા ની વાત ન સમજાતા બ્રિજેશ એ રિયાને પૂછ્યું.
         " એની જ જે આ બધુ કરી રહ્યો છે." રિયા એ બ્રિજેશ ની સામે જોઈ કહ્યું
         " તું શું બોલે છે એનું તને ભાન છે? તને ના ખબર હોય તો કહી દઉં કે એને હરાવવો આસાન નથી." રિયા ની વાત થી ભડકી બ્રિજેશ બોલ્યો.
         " તો શું આમ બેસી રહેવાથી થોડી કંઈ આપણે જીવતા બચીશું."
         " તો તું શું કરીશ?" કેતને સોફા પરથી ઉભા થતા રિયા ને પૂછ્યું. આ બધી માથાકૂટ ના કારણે બીજા બધા પણ જાગી જાય છે. 
         " એને હરાવવા માટેનો કોઈ તો રસ્તો હશે ને?" રિયા એ બધાની સામે જોઈ સવાલ કર્યો.
         " કોઈ જ રસ્તો નથી અમે બધું જ કરી ચૂક્યા તને ના ખબર હોય તો કહું કે અમે મોતના મુખમાંથી પાછા આવ્યા છીએ, અમે પેલા બાબા ના લીધે બચ્યા છીએ." બ્રિજેશ એ રિયાને સમજાવતા કહ્યું. 
        " ભલે તમે જે માનો તમારે કઈ ના કરવું હોય તો કંઈ જ નહીં હું કરીશ હું એ મહેલમાં જઈને એને હરાવવા માટેનો માર્ગ શોધીશ."
        " તું પાગલ છે કે શું? ત્યાં સામે ચાલીને મરવા જાય છે." પ્રિયાની વાત સાંભળી ખ્યાતિ બોલી
        " હા છું પાગલ, અહીં બેસી રહીને મોતની રાહ જોયા કરતા એની સામે લડી ને મરવું સારું." રિયા એ ખ્યાતિ ને કહ્યું
        " પણ તને ત્યાં શું મળશે?" કેતન બોલ્યો
        " આની શરૂઆત ત્યાંથી જ થઈ છે, કંઈક તો મળશે ને તમારે આવવું હોય તો બાકી હું આજે બપોરે ત્યાં જવાની છું." રિયા એ બધાને સંબોધીને કહ્યું. બધા તેની સામે જોઈ રહ્યા અને તેની સાથે જવા માટે સહમત થયા, એની વાત માન્યા સિવાય બીજો કોઇ રસ્તો પણ નહોતો તેમની પાસે. તે બધા તેમની ઇચ્છા વિરુદ્ધ જવા માટે તૈયાર હતા. બપોરના ૧૨:૩૦ થઇ ગયા હતા બધા જમીને મહેલ તરફ જવા માટે નીકળે છે.
          " બધા જ સાથે રહેજો કઈ પણ થાય કોઈ અલગ પડતા નહીં, નહિતર તમને કોઈ જ બચાવી શકશે નહિ." બહાર નીકળતા જ બ્રિજેશ એ બધાને ચેતવણી આપતા કહ્યું.
          " જેવી તમારી આજ્ઞા મહારાજ." પ્રિયાએ બ્રિજેશ ને મજાક કરતા કહ્યું.
 
To be continued......... 

મિત્રો આપની મારી કહાની પસંદ આવી હોય તો રેટિંગ આપજો બને તો કમેન્ટ પણ કરજો અને આપણા મિત્રો કે પરિવારજનોને પણ વાંચવા માટે આગ્રહ કરજો.

આ સિવાય પણ આપ મારી અન્ય વાર્તા " પ્રતિશોધ "  પણ વાંચી શકો છો.
 
આપનો અભિપ્રાય મને whatsapp પણ કરી શકો છો 74 0 56 47 805
અગર આપને કહાનીમાં ક્યાંય ભૂલ લાગે તો પ્લીઝ કમેન્ટ કરો.
ઘણા વાચક મિત્રો એ મને મારી અમુક ભૂલો બતાવી છે જેમનો હું દિલથી આભાર માનું છું.