Radhapremi Rukmani part - 15 books and stories free download online pdf in Gujarati

રાધાપ્રેમી રુક્મણી ભાગ -15

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :

રાધા-મિલન પછી પણ, રુક્મણી કેમ આટલાં દુ:ખી છે?

દ્વારકાધીશ એમનેં કઈ ભવિષ્યવાણી કહેવા જઈ રહ્યાં છે?

હવે, આગળ :

રાધારાણી ને મળવાની રુક્મણી ની ઈચ્છા પૂરી થઈ ગઈ છતાં પણ, એ બહું દુ:ખી છે,પોતાનેં ધિક્કારે છે,ત્યારે દ્વારિકાધીશ નેં એમની બહું જ દયા આવે છે, એમની ચિંતા થવા લાગે છે. અનેં ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓ થી વાકેફ કરવા વિચારે છે.

કૃષ્ણાઅવતાર નાં એમનાં આયોજિત તમામ કાર્યો અહીં પૂરાં થઈ જાય છે, અનેં એમની તમામ જગત પ્રત્યે ની જવાબદારી ઓ પણ!!!!

વૃદ્ધાવસ્થા નો અહેસાસ એમનેં થવાં લાગ્યો છે. તમામ જવાબદારી ઓ થી મુક્ત થઈ ગયાં છે, એટલે, પોતાનેં હળવાફૂલ અનુભવે છે. કૃષ્ણાવતાર નાં સારાં -નરસાં તમામ કાર્યો કરી નેં થાકી ગયાં છે, અને હવે, ગૌલોકેશ્વરી નાં વિરહ માં હારી પણ, ગયાં છે. પણ, રુક્મણી, અનેં તમામ રાણીઓ સહિત રોહીણીમા, દેવકી મા, પિતાજી, બહેન સુભદ્રા,એમનાં બાળગોપાળ, ઓધવજી, સારથી દારુક સહિત તમામ યદુકુળવંશ, પાંડવો, દ્રૌપદી, કુંતાફોઈ, વિદુરજી, કુરુવંશ આ સૌની જવાબદારી એમનાં માથે જ છે. જેનું આયોજન એમણે, કરી દીધું છે. અનેં દ્વારિકા છોડી ગૌલોકગમન પહેલાં એ રુક્મણી નેં કદાચ આ બધું જ બતાવવા અનેં સમજાવવા માંગે છે.અઘરું છે,પણ, કરવું તો પડશે. રુક્મણી દ્વારકાધીશ નેં સમજશે પણ, અનેં પોતાની જાત સાથે, સૌ પરિવારજનો નેં સંભાળી પણ, લેશે, એવો એમનેં અતૂટ વિશ્વાસ છે  એમનાં પર..... કેમકે એ ભિષ્મકનંદિની ઘણી બહાદુર અનેં સહનશીલતા ની મૂર્તિ છે....

એમનાં થાકી ગયેલાં ચહેરાનેં જોઈ નેં રુક્મણી નેં કાંઈક અઘટિત ઘટવા નો અહેસાસ થઈ જાય છે. પણ, હમણાં કુરુક્ષેત્ર નાં પ્રસંગ માં થી વિદાય લેવાની વેળા છે, એટલે, એ શાંત રહે છે.

દ્વારિકા પહોંચ્યા પછી, બંને જણ, પોતાનાં શયનકક્ષ માં પહોંચ્યાં. રાત્રી એ તેની જમાવટ બરાબર કરી દીધી હતી. નિંદ્રારાણી એ એનું સામ્રાજ્ય સમસ્ત દ્વારિકા પર સ્થાપી દીધું હતું. સર્વત્ર શાંતી છવાયેલી હતી. અનેં કદાચ દ્વારિકાધીશ નાં શયનકક્ષ માં પણ!!!

જાણે, બહું જ બધું કહેવા પુછવા માંગતા બંને એકબીજા ને પણ, છતાં પણ, ચૂપ છે. અને, કક્ષ ની અટારીએ, વિચારો નાં વાયરા માં ઉડતી રુક્મણી ની લટો નેં સંવારતા દ્વારિકાધીશે રુક્મણી નેં પ્રથમ વાર બાહુપાશ માં લીધા. રુક્મણી અચંબામાં!!!!! જાણે, પ્રશ્નો નો મહાસાગર એમની તોફાની આંખો માં ભર્યો હતો. એની સામે, આ દરિયા ની ઉંચી ઉંચી લહેરો અનેં એનાં તોફાન અલ્લડ લાગતાં હતાં. રુક્મણી નેં કાંઈક સમજાવવાની કોશિશ કરતાં દ્વારિકાધીશ આજે, કાનો  બની રુક્મણી નેં રાધામય આલિંગન માં સમાવી લેવા જાણે, માંગતાં હતાં. પણ, રુક્મણી આ સર્વ થી અજાણ હતી.

સમય નાં એક પડાવે, આખું આયખું જાણે, વિતાવ્યું, અનેં, ત્યારે જ પ્રેમ નેં અલૌકિક વાચા મળી. જે, પ્રેમ ની પ્યાસી રુક્મણી જીવનભર રહી, એ પ્રેમ નેં આજે જીવન નાં આરે જાણે, પાંખો ફૂટી. રુક્મણી નેં આ આલિંગન માં જ જાણે, જીવન સમાપ્ત કરવું હતું, અનેં કાના ની ચાલ નેં તો એનાં સિવાય કોણ જાણી શકે? પણ, રુક્મણી નેં કાંઈક તો અલગ અનેં કદાચ અચાનક થી બદલાઈ રહ્યું છે, એવો અણસાર આવી ગયો હતો. કારણકે, જીવન નાં ઘણાં બધાં સોનેરી વર્ષો દ્વારિકાધીશ સાથે વિતાવ્યાં પછી, એ પણ, માધવ ની મહારાણી સાચા અર્થમાં જાણે,ક્યારેય થઈ શક્યા નહોતાં.જે,સુખ આજે, જાણે, અચાનક થી મળી ગયું.

એમણે, તરત, દ્વારિકાધીશ નેં પૂછ્યું, "દ્વારકા નાં આ મહારાજ નેં આજે, મામૂલી આ, રુક્મણી પર આટલો પ્રેમ આવે છે, એનું કારણ હું જાણી શકું?

દ્વારકાધીશ તો તક ની જ રાહ જોતાં હતાં. એ, રુક્મણી નો હાથ પકડી એને કક્ષ માં લઈ ગયાં, અનેં પલંગ પર બેસાડ્યા, પછી, મન ની વાત કહેવા નું શરું કર્યુ. અરબી સમુદ્ર નાં ઠંડા સુસવાટા ભર્યા પવને જાણે, એમનાં હોઠ સીવી લીધાં હતાં. પણ, છતાં પણ, હિંમત કરી ને એને ખોલવા જ રહ્યાં.

વૃજ માં થી મથુરાગમન વખતે આખું વૃજ જાણેં હિબકે ચઢ્યું હતું, ત્યારે મારાં માનુની, વૃજ ની એક નિકુંજ માં આંસુડા વહાવતાં થાકતાં નહોતાં.

મારાં મનાવ્યે કાંઈ પણ, માનતાં નહોતાં.

મારું જરાપણ, કાંઈ સાંભળતાં નહોતાં.

બસ, મનેં આલિંગન માં લઈ રડ્યાં જ કરતાં હતાં.

ત્યારે મેં એમનેં વાયદો કર્યો કે હવે સદેહે મળીએ કે ના મળીએ,પણ,સદૈવ આપણે, જીવનભર સાથ રહીશું.

અનેં જીવન ની અંતિમપળો માં ગૌલોકગમન વખતે ગાંધર્વવિવાહ કરીશુ.

પણ, રાધારાણી મનેં છોડવાં કે મારી વાત માનવા તૈયાર જ નહોતાં.

ત્યારે, મારાં આયોજન માં મે સમય ની ગરિમા માંફેરફાર કરી, એ જ ક્ષણે, એક, ક્ષત્રિય તરીકે,મારાં અધિકાર થીરાધિકાને કહ્યું " તમારી સાથે, આજે નેં હમણાં જહું ગાંધર્વવિવાહ કરીશ. "

અને, વૃજ ની એ પવિત્ર રાત્રીએ ચાંદની નાં દુધાળા પ્રકાશ માં, રાધારાણી મારાં આલિંગન માં આવ્યા.

પથ્થર સાથે મારી આંગળી છેદી નેં મેં રાધિકા નાં કપાળ પર કુમકુમ નેં બદલેં રક્તતિલક કર્યું.

અને, એમનાં સેંથા માં મારાં રક્ત થી સુહાગચિન્હ કર્યુ.

મારાં ગળા ની વૈજંતીમાળા કાઢી ને એમનાં સુંદર ગળા માં પહેરાવી.

અનેં એમણે, એમનાં ગળા ની તુલસીમાળા મારાં ગળા માં પહેરાવી.

આમ, અમારાં ગાંધર્વલગ્ન થઈ ગયાં.

અનેં એકબીજા થી સદેહે દૂર રહેવા છતાં હંમેશા એકસાથે રહેવા નાં કોલ આપ્યા.

સમગ્ર સૃષ્ટી માં થી પુષ્પવર્ષા થઈ. અનેં એક નવી અને આખરી લીલા વૃજ મધ્યે આટોપાઈ.

આપણાં વિવાહ વખતેં..... જ્યારે હું તમારો પત્ર મળ્યો તમનેં લેવા આવ્યો અનેં આપણેં યમુનાજી પાસે થી પસાર થયાં, અને, થોડીવાર ત્યાં રોકાયા, ત્યારે રાધારાણી એ મારાં ગળામાં પહેરાવેલી એ બે તુલસીની માળા મેં તમારાં ગળા માં પહેરાવી  દીધી.

અનેં જે યમુનાજી નાં સાંન્નિધ્ય માં મારો અને રાધારાણી નો ગાંધર્વવિવાહ થયો હતો, તે જ યમુનાજી નાં સાંન્નિધ્ય માં મેં તમને એ તુલસીમાળા પહેરાવી.

અનેં સુક્ષ્મ દેહે જે રાધાજી મારાં માં સમ્યક હતાં એ ત્યારે જ તમારાં માં સમાઈ ગયાં. પછી, દ્વારિકા માં આવી વિધિવત્ આપણાં લગ્ન થયાં.

અનેં ખરા અર્થમાં રુક્મણી રુપે રાધારાણી મારાં પટરાણી થયાં.

આમ, વૃજ માં છૂટેલો અમારો સાથ જીવનભર આમ જ અતૂટ રહ્યો. અને, એક પળ માટે પણ, રાધિકા મારાં થી અળગા થયાં નથી. વૃજ માં અને વૃજ પછી ની મારી દરેક લીલા માં તમારાં સ્વરુપે એ મારી સાથે મારા માં રહ્યાં છે. માનવદેહ નેં તમારાં સ્વરુપે આ વાત નું આજીવન અભિમાન ના થાય એટલે, હું અત્યારે, "મારાં જીવન ની અંતિમપળો" માં તમનેં આ સત્ય થી વાકેફ કરું છું. મનેં માફ કરજો દેવી, પણ, વિધિ નાં વિધાન થી હું બંધાયેલો હતો.

આ બધું અચાનક થી સાંભળી ને, રુક્મણી ની આંખો આશ્ચર્ય માં પલકારો ચૂકી  ગઈ.

અનેં હ્રદય ધબકારો ચૂકી ગયું.

પોતાનાં અસ્તિત્વ પર આશંકા જાગી.

સ્વમાન પર એક નવી આશા જાણે, જાગી.

પોતાનાં જીવન પર રાધાજી ની ધન્યતા જાણે, લાગી.

રાધારાણી નાં સન્માન ની અમૂલ્ય ભેટ મળી.

જીવનભર ની તકલીફો આજે, જાણે, દૂર જઈ ભાગી.

કરેલી ફરિયાદો દ્વારકાધીશ થી આજે, જાણે, ખોટી લાગી.

દ્વારિકાધીશ ની સાથે હવે, જીવન માં ખરેખર ધન્યતા લાગી.

રાધારાણી નાં અસ્તિત્વ થી જાણે, રુક્મણી ની ઈચ્છા ઓ પૂરી થતી લાગી.

દ્વારિકાધીશે અચાનક થી એમનેં આલિંગન માં બાંધી...સંમોહન માં જાણે, રાધા રાધારાણી નેં જાણી.

અસમંજસ વ્હાલાં ની એમનેં કદી નાં સમજાતી.

પણ, આજનાં આલિંગન, જીવનભર નાંગઠબંધન,પૂરાંકર્યા
દ્વારિકાધીશે.

રુક્મણી ની આશાઓ નાં સંમોહન. ખરાઅર્થં માં રુક્મણી બની આજે, વિશ્વેશ્વર ની દુલ્હન.

જગદીશ સાથે ખરા અર્થમાં આજે, લેવાયા એમનાં લગન.

ઝુમી ઉઠી રુક્મણી, ઝાંઝર નાં ઝણકારે સોનાની દ્વારિકા આજે, નાચી ઉઠી.

અરબીસાગર નાં મધદરિયે, જાણે, સપ્તપદી સૃષ્ટી એ માંડી.

સ્વર્ગ માં થી તમામ દેવીદેવતાઓ એ પુષ્પો થી સૃષ્ટી ને  આજે, સાજી.

રુક્મણી આનંદ માં ઘેલી બની, દ્વારિકાધીશ તરફ ભાગી. સદેહે આલીંગન કરી, એમનેં જાણે, સ્વર્ગ નું સુખ પામી.

પણ, નિસ્તેજ, મૂર્તિમંત, થાકેલાં, અનેં દરિયા ની ઉંચી ઊછળતી લહેરો માં ખોવાઈ ગયેલાં દ્વારિકાધીશ નેં જોઈ, રુક્મણી ની જાણે, તંદ્રા તુટી. અને, દ્વારિકાધીશ નાં શબ્દો ફરી કાને પડ્યાં, "અંતિમપળો નાં સત્ય".અને, એ પણ, શાંત થઈ ગયાં.

શું હશે દ્વારિકાધીશ નાં "અંતિમપળો " શબ્દો નું રહસ્ય????

રુક્મણી નું પણ, કેવું હશે હવે, સર્વસ્વ?????

વાંચો,વિચારો નેં જણાવો.

ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, અનેં સદા હસતાં રહો.

મીસ. મીરાં....

જય શ્રી કૃષ્ણ........