Mahek - 12 books and stories free download online pdf in Gujarati

મહેક - ભાગ - ૧૨

મહેક ભાગ-૧૨

રાતના દસ વાગ્યા હતા. મહે, બાથરૂમમાંથી ફ્રેશ થઈને આવી. બારી પાસે ઉભા રહી બાહર બજારની લાઇટો જોઇ રહેલ પ્રભાત પાસે આવતા પુછ્યું.. "શું વિચારે છે.?"
"કંઈ વિચારતો નથી. બસ એમજ બાહરનો નજારો જોઇ રહ્યો છું.." મહેકને જવાબ આપતા પ્રભાતે પાછળ ફરી મહેક સામે જોયું. ક્રિમ કલરની પારદર્શક નાઇટીમાં મહેક ખુબ જ સુંદર લાગી રહી હતી. લાઇટનો પ્રકાશ તેની નાઇટી આરપાર થઈ રહ્યો હતો, એમાં એના અંગના એકેએક વળાંક સ્પષ્ટપણે દેખાય રહ્યા હતા. આ નજારો અપલક જોતા પ્રભાત સમાધી અવસ્થામાં પહોચી ગયો હતો...
"પહેલાં ખોટું બોલતા શીખીલે, તારો ચહેરો કહે છે તું કંઇક વિચારે છે. મને કહી શકતો હોય તો કહે. શું વિચારે છે.?"
પ્રભાતની સમાધી તુટી, સ્વસ્થ થતા બોલ્યો. "મને તારી ઈર્ષા થાય છે.! આજથી એક વર્ષ પહેલા આ મિશન અમારું હતું. અમે આના માટે બોવ મહેનત કરી હતી. પણ આજ અમારી અનઆવડત અને તારા દિમાગના કારણે આ મિશન તારું બની ગયું..!"
"આ મિશન તમારું છે: અને તમારૂ જ રહેશે. હું તમારા મિશનમાં ક્યાય વચ્ચે નથી આવી. તમારૂ મિશન અને મારૂ મિશન અલગ છે. આપણા બન્નેની મંઝીલ એક છે પણ ટારગેટ કદાચ અલગ હશે.!"
"મતલબ...!" પ્રભાત આશ્ચર્યથી મહેક સામું જોતા બોલ્યો "તારો ઇરાદો મને હાર્ટ-એટેકથી મારવાનો તો નથી ને.? તું ઘડી-ઘડી આવા ઝટકા ના આપ..!"
"મરશે તો તારા દુશ્મન જો હવે કાઇ અવળા હાલ્યા છે તો.! હું અહિં તમારા ભરોસે આવી છું. તમારા વિના અહિં આવવાની કલ્પના પણ ના કરું. હા..! પહેલા મને પણ એમજ લાગતું હતું કે હું તમારી વચ્ચે આવી છું. પણ જ્યારથી મેં કાજલની મદદથી બધી હકીકત જાણી, હું તારા સરની ફેન બની ગઈ છું. શું દિમાગ લગાવ્યું છે. દુશ્મન પોતે એની જાળમાં ફસાય ગયો છે. મને દિલ્લી બોલાવવા પાછળનું અસલી કારણ જાણીને એને સેલ્યુટ કરવાનું મન થાય છે. તારા સરે મારા પર જુગાર રમ્યો હતો, અંધારામાં તીર ચલાવ્યું હતું. એ તીર બરાબર નીશાના પર લાગ્યું હતું."
"તારે વાત કરવી હોય તો મને સમજાય એમ કર, નહી તો રહેવાદે.!" પ્રભાત થોડું અકળાઈને બોલ્યો.
"ઓ.કે. તને સમજાય એમ કહું. તમને લાગે છે કે તમે એક વર્ષથી ડ્રગ્સ માફીયા પાછળ છો, પણ તમાર સરનો પ્લાન બીજો જ છે. તમે બધા જ્યારે એ લોકોની નજરમાં આવી ગયા હતા ત્યારે તારા સરને  પ્લાન ફેલ થતો નજર આવ્યો હશે. જ્યારે માફિયા તમારી સાથે ખેલ ખેલી રહ્યા હતા ત્યારે તમારા સરે એક બીજો પ્લાન બનાવ્યો. મને દિલ્લી બોલાવી પેલા ઘર પર નજર રાખવાનું કહ્યું.  તારા સરને મારા પર ત્યારે વિશ્વાસ આવ્યો હશે જ્યારે તમે નોકરને પકડીને લઇ ગયા હતા. ફેકટરીમાં રાતની ઘટનાથી મારી પર પુરો વિશ્વાસ થઇ ગયો હશે. અને શિમલા આવવાની સાથે તેને લાગ્યું હશે કે પ્લાન હવે સફળ થશે, એટલે મને ટીમ લીડર બનાવી હશે. આપણા બન્નેની મંઝીલ એક છે. હવે જોવાનું એ છે કે, ટારગેટ એક છે કે બે.! એતો સમય જ બતાવશે..."
"તો મારા સર સીધા તારા સંપર્કમાં હતા..?"
"ના..! આ બધું જાણ્યા પછી મે લગાવેલ અનુમાન છે, સાચું તો તારા સર કહેશે ત્યારે જ ખબર પડશે.."
"શું આપણો શિકાર પેલા P.A.ના ઘરમાં જ છે.? કે પછી એ પોતે જ છે.?" D.P. ઉર્ફ  દિવ્યેશ પાટીલ.!"
"હા..! હોય શકે, પણ એ તમારો શિકાર હશે મારો નહિ." મહેકે હસતા-હસતા કહ્યું..
"તો તારો શિકાર કોણ છે ?"
"યાર તું બોવ જિદ્દી છે.! કાલ સુધી રાહ નઇ જોઇ શકે. મને લાગે છે કે તને એના દર્શન અત્યારે જ કરાવવા પડશે. મહેકે મોબાઈલમાં એક ફોટો બતાવતા કહ્યું. આ છે મારો શિકાર; અને તારા સરનો પ્લાન આને પકડવાનો છે..."
"અરે.. આ..તો ......!" આગળના શબ્દો પ્રભાતના ગળામાં જ રહી ગયા. એ મહેક સામે આશ્ચર્યથી જોતા બોલ્યો. "પણ આની પાછળ કેમ? આનું શું રહસ્ય છે.?"
ફોટો બતાવતા શિમલા જવાની વાત કાજલને કહી હતી ત્યારે જે ભાવ કાજલના ચહેરા પર હતા એજ અત્યારે પ્રભાતના ચહેરા પર મહેક જોઇ રહી હતી... 
"તને યાદ છે.? આપણે પહેલીવાર શિમલામાં મળ્યા ત્યારે મે પુછ્યું પહતું કે 'આ ડ્રગ્સવાળા પાછળ તમે શામાટે પડ્યા છો.' ત્યારે મે એ જાણવા પુછ્યું હતુ કે તમને આની ખબર છે કે નહિ. તમે આ મિશનનું નામ "D" રાખ્યું છે ને.? તમે લોકો D નો મતલબ ડ્રગ્સ સમજતા હતા. હવે તને આ ફોટો જોતા સમજાય ગયું હશે તારા સરે આ મિશનનું નામ D કેમ રાખ્યું છે.
એ લોકો પણ D મતલબ ડ્રગ્સ સમજે છે, એટલે જ તમારી સાથે યાકુબ ખેલ ખેલી રહ્યો હતો. જો એને સાચા મતલબની ખબર હોત તો તમે એકેય અત્યારે મારી સાથે ના હોત.!" મહેકે હસતા-હસતા વાત પુરી કરી..
"હા..! હવે મને D નો મતલબ સમજાયો.." પ્રભાત હજી એ ફોટાને જોઇ રહ્યો હતો..
"ઓ.કે...! ચાલ ઘણી રાત થઇ ગઇ છે. મારે સવારમાં બંજારા કેમ્પ જઉ છે.. મહેકે પ્રભાતના હાથમાંથી મોબાઈલ લેતા કહ્યું.
"ઓ.કે. ગુડનાઇટ.!" કહી પ્રભાત રૂમની બાહર જવા લાગ્યો ત્યારે મહેક બોલી... "પ્રભાત, કાલ પછી કદાચ એવો સમય આવે કે હું તમારી સાથે ના હોવ તો કાજલની મદદથી આ મિશન પુરૂં કરીશને.?" મહેકની વાત સાંભળી પ્રભાત બારણામાં જ ઉભો રહી ગયો. પાછળ ફરી મહેક સામે જોતા બોલ્યો. "કેમ આવું બોલે છે ?"
"હું એની નજરમાં આવી છું કે નહી એ મને ખબર નથી, પણ જો નજરમાં આવી છું તો એ મને ભટકાવવા કંઈક તો હરકત જરૂર કરશે; એટલે કહું છું મારી પરવા કર્યો વીના આ મિશનને તારે અંજામ સુધી પહોચાડવાનું છે ..."
"એય.... તું ડર નહિ.! મે અત્યાર સુધી ભુલો કરી છે, પણ હવે નહી થાય. આ મિશનને આપણે સાથે અંજામ આપશું." પ્રભાતે પાસે આવી મહેકને હગ કરતા બોલ્યો... "ચાલ હવે આરામથી સુઇજા..!"
"તારા રૂમમાં જવું જરૂરી છે..? તું અહીં જ સુઈ જાને. હું આજે તને નહી જગાડું. ન જાણે કેમ મને આજે ડર લાગે છે..! હિંમત કરી અહીં સુધી તો આવી ગઈ, પણ જેમ-જેમ સમય નજદિક આવતો જાય છે તેમ-તેમ મારો ડર વધતો જાય છે..!"
"ડર નહી.! તને કંઇ નહી થાય. તું જેવી છે એવી જ તારા ફ્રેન્ડસ સાથે ઘરે જઇશ આ મારું પ્રોમિશ છે.  હું અહીં જ છું, તું શાંતિથી સુઇજા.!" પ્રભાતે મહેકને બેડ પર સુવડાવી રજાઇ ઓઢાડતા કહ્યું..
પ્રભાત બેડ પર બેસી બાજુમાં સુતી મહેકના માશુમ ચહેરાને જોઇ રહ્યો હતો. ધીરે-ધીરે રાત પસાર થઇ રહી હતી ....
★★★★★★
સવારના નવ થયા હતા મહેક બંજારા કેમ્પ પહોચી પોતાના રૂમમાં બેગ મુકી કેન્ટીનમાં બેસી 'ચા' પીતી કેમ્પની ફરતી જગ્યાનું નિરીક્ષણ કરી રહી હતી. આજુ-બાજુ નાના-નાના ઝાડ હતા અને એના પર સરસ આછા ગુલાબી અને સફેદ જેવા ફૂલ ઉગેલા હતા. ટેંટનો બૅસ પાક્કો હતો એટલે દર વર્ષે આમ જ અહિં કેમ્પ થતો હશે એવું જણાતું હતું. 'વર્ષનાં લગભગ ૬ મહિનાથી પણ વધારે સમય આ પ્રદેશ બંધ રહે છે ફ્ક્ત ઉનાળામાં અહીં આવા કેમ્પનું આયોજન થાય છે અને સહેલાણીઓ મજામાંણવા આવે છે..' આવું ગુગલ પર સર્ચ કરતા જાણીયું હતું. ચા-નાસ્તો કરવાની જે જગ્યા હતી એની બરોબર પાછળથી ખળખળ અવાજ કરતી પહોળા પટવાળી નદી બિલકુલ નજીક દેખાતી હતી.
મેસેજ ટોનથી મહેકનું ધ્યાન મોબાઈલ પર ગયું. કાજલનો મેસેજ હતો.."આપણો શિકાર દિલ્લીથી અહીં આવવા નીકળી ગયો છે...!!" એ વાંચતા મહેકના હોઠો પર વિજય સ્મિત ઉભરી આવ્યું...!

ક્રમશઃ