મહેક ભાગ-૧૪

મહેક ભાગ-૧૪


8:Am.... 
"કાજલ હવે જાગીજા આપણે જવાનું છે.." મહેક તૈયાર થઈ કાજલને જગાડતા બોલી..
"થોડીવાર સુવાદેને યાર... અત્યારે ક્યાં જવાનું છે.?"
"હોટલ રોયલ ગાર્ડન જવું છે.."
"શું કહ્યું ...!" કાજલ બેડ પરથી કુદીને ઉભી થઈ મહેક સામે આશ્ચર્યથી જોતા બોલી.... "તું ગાંડી થઇ ગઇ છો..? સામે ચાલીને તારે શું-લેવા મુસીબતને આમંત્રણ આપવું છે. અહી રહીને આપણે એની પર નજર રાખશું.."
"નહિં..! આ છુપવાનો સમય નથી, સામે જવાનો સમય છે. એ સામેથી આપણને નહી કહે કે અમે અહી મિટિંગ કરવાના છીએ, આવો અમને પકડો. એની સામે જઇને એને મજબુર કરવાના છે. ચાલ જલ્દી તૈયાર થા, આપણે હોટલ રોયલ ગાર્ડનમાં ચેકઇન કરવાનું છે."
"ઓ.કે.બાબા..! તારી દોસ્તી મને ભારી પડી રહી છે.." બબડતી કાજલ બાથરૂમમાં ચાલી ગઇ..
★★★★★★

મહેક અને કાજલે હોટલ રોયલગાર્ડનમાં ચેકઇન કરી પોતાનો રૂમ જોયા પછી હોટલની કેન્ટીનમાં બારી પાસેનું એક ટેબલ પસંદ કરી ત્યાં બેસી નાસ્તો કરી રહ્યા હતા.
"મનાલી, ધરતી પરનું બીજુ સ્વર્ગ છે. બર્ફની સફેદ ચાદર ઓઢેલા ઉચા પહાડો, દેવદાર વૃક્ષની લીલી વનરાઈ, ખળખળ વહેતી વ્યાસ નદી આખા મનાલી ફરતે એવી રીતે વહી રહી છે જાણે કોઇ સ્વર્ગની અપ્સરાના ગળામાં નવલખો હાર કુદરતે પહેરાવ્યો હોય..!"
"એય.... શું બકે છે.?" મહેકે, મોબાઇલમાં જોઈને બબડતી કાજલને પુછ્યું...
"હું ગુગલ પર મનાલીમાં ફરું છું. રિયલમાં તો તું મને ફરવા નથી દેવાની. શિમલા ન જોવા દીધું, સાંગલામાં રહેવા નો મળ્યું, હવે મનાલી..? એટલે ગુગલ પર જોઇ લવ કોઇ પુછે કે શું છે મનાલીમાં તો કહેવા થાય. ભલેને જોવા ન મળે.!" કાજલે એક નિસાસો નાખતા કહ્યું.... મહેક, તેની તરફ જોઇને હસી રહી હતી..
"એય... આપણો શિકાર.." કાજલે દબાતા આવાજે  કહ્યું.. મહેકે હોટલના મેન ગેટથી બાહર જતા શિકાર તરફ જોતા બોલી. "ચાલ તારે મનાલી જોવું છે ને.? હું તને આજ મનાલી બતાવું.." મહેક ઉભી થઈ મેનગેટ તરફ ચાલવા લાગી.
મહેક અને કાજલ હોટલની બાહર આવ્યા. શિકારને એક બ્લેક કલરની SUV કારમાં જતા જોઈ બંને ટેક્સી સ્ટેન્ડ તરફ આગળ વધી. એક ટેક્સી ભાડે કરી  કાજલ સાથે એ કારનો પીછો કરતા મહેકે પ્રભાત ને મેસેજ કર્યો. કાર શહેરની બાહર જઇ રહી હતી..
★★★★★★
11:45...am
 મહેકનો મેસેજ મળતા પ્રભાતે મહેકના મોબાઈલનું લોકેશન ચેક કર્યું. તે શહેરની બાહર જતું જોઇ  મનોજને સાથે લઈ પ્રભાત પણ એ દિશામાં આગળ વધ્યો..
મનાલીથી 13 કિ.મી દુર આવી ગયા હતા. આગળની કાર તેજ ગતીથી ચાલી રહી હતી... "ભૈયા, યે રાસ્તા કીસ ઓર જાતા હૈ..?" મહેકે ટેક્સી ડાયવરને પુછ્યું... 
"મેડમ, એ રાસ્તા આગે જાકે દો-રાહી હોતા હૈ. આપ જીસકા પીછા કરતે હો વો ગાડી બાયે મુડેગી તો વો "લેહ" તક જા શકતે હૈ. અગર સીધે ચલેંગે તો સોલાંગઘાટી તક હી જાયેંગે..."
"ભૈયા હમ કોઈ પીછા નહી કર રહે હૈ. આપ ગભરાએ મત..!"
"ક્યા મેડમ, આપ ભી..!  સ્ટેન્ડ પર હી આપને કહા થા ઉસ ગાડી કા પીછા કરો ઔર અબ આપ કહે રહી હો હમ પીછા નહી કરતે. મેડમ યે હમારા રોજ કા કામ હૈ હમ અકસર કિસીકા પીછા કરતે રહેતે હૈ. અગર હમે ગરબડ લગતી હૈ તો સવારી કો વહી છોડ કે વાપસ ચલે જાતે હૈ. ઇસીલીયે તો એક હજાર રૂપયા આપશે એડવાન્સ માંગે થે... દેખીયે મેડમ..! વો મુડે નહી, સીધે જા રહે હૈ. ઇસકા મતલબ વો 'સોલાંગઘાટી' હી જાયેંગે.."
"વાઉ... સોલાંગઘાટી....! મસ્ત જગ્યા છે. હમણા હું  ગુગલમાં સર્ચ કરતી હતી ત્યારે વાંચ્યું હતું. મજા આવશે." કાજલે ઉત્સાહીત થતા કહ્યું..
ધીરે-ધીરે રસ્તો ચડાણ વાળો થતો જતો હતો. પંદર મિનિટ ચાલ્યાં પછી આગળ જતી કાર ઉભી રહી ગઈ. ત્યાં ત્રણ બીજી કાર પણ ઉભી હતી....
"ભૈયા ક્યા હમ ઉસ જગ્હ પહોંચ ગયે.?"
"નહિ.. મેડમ, વો જગ્હ તો થોડી આગે હૈ. લેકીન યે ગાડી તો યહી રૂક ગઇ. અબ ક્યા કરૂ મેડમ..?"
"ભૈયા.. આપ આગે ચલો, હમ આગે જાકે રૂકેંગે.." મહેકના કહેવાથી ડાયવરે કાર આગળ લીધી .. થોડે દુર જઇને કાર ઉભી રાખી. મહેકે કાજલને પેલાના લોકેશન પર નજર રાખવાનું કહી તે કારમાંથી બાહર આવી. પહાડો અને લીલાછમ મેદાનને જોતી પ્રભાતને કોલ કર્યો... પ્રભાતે પહેલી રિંગે કોલ રિસિવ કરતા બોલ્યો.. "હા... બોલ."
"તમે ક્યા પહોચ્યા.?"
"તમારાથી થોડા દુર છીએ.."
"આપણો શિકાર વચ્ચે ઉભો રહી ગયો છે અને ત્યા બીજી ત્રણ કાર પણ પહેલેથી પડી હતી. મને લાગે છે ખાસ કારણથી અહી આવ્યા હશે. જો એ બીજી દિશામાં જશે તો મારે તેની પાછળ જવું પડશે, કાજલને હું અહી એકલી ન મુકી શકું એટલે જલ્દી આવો.."
"બસ પંદર મિનિટમાં અમે ત્યા પહોચી જઈશું.." મહેક કોલ કટ કરી કાર પાસે આવી ડાયવરને કહ્યું... ભૈયા થોડી દેરમે હમારે દોસ્ત કાર લેકે આ રહે હૈ આપ વાપસ ચલે જાઓ...."
"ઓ.કે... મેડમ, આપકે દોસ્ત આતે હી મે ચલા જાઉગા, તબતક મે રૂકતા હુ. યે મેરા કાર્ડ રખીએ જબ તક આપ મનાલી મે રહો ઔર કાર કી જરૂરત પડે તો મુજે કોલ કર દેના, મે આજાઉંગા.."
"ઓ.કે.. ભૈયા.." મહેકે કાર્ડ લેતા બોલી..
થોડીવારમાં પ્રભાત અને મનોજના આવતા ટેક્સીવાળો જતો રહ્યો...
"દોસ્તો, એ જઈ રહ્યા છે." કાજલ એ તરફ જોતા બોલી. મેન રોડની જમણી સાઇડમાં એક રફ રોડ તરફ એ ચારેય કાર આગળ વધી રહી હતી. "ચાલો થોડું અંતર રાખી એનો પીછો કરો.." મહેક કારમાં બેસતા બોલી..
બધા કારમાં બેસી ગયા એટલે મનોજે એ રસ્તે કાર લીધી જે રસ્તે પેલી બધી કાર ગઇ હતી. એકેય કાર દેખાતી નહોતી પણ કાજલના મોબાઈલમાં લોકેશન આગળ વધતું દેખાઈ રહ્યું હતું. વીસ મિનિટ ચાલ્યાં પછી અચાનક કાજલ બોલી. "એ લોકો ઉભા રહી ગયા છે." મનોજે કાર ધીમી કરી એટલે મહેક બોલી. "મનોજ કારને ચાલવા દે, ધીમી ચલાવીશ તો શંકા થશે એટલે આગળ ચાલ. એ ક્યાં ઉભા છે એ જોતા આગળ નીકળી જઈશું. કાજલ તું મેપ જોતો, આ રસ્તો આગળ કેટલે સુધી જાય છે."
મનોજે, કાર આગળ લીધી. કાજલે મેપ જોતા બોલી. "આ રસ્તો આગળ જતા એક રોડને ટચ થાય છે." આગળ જતા રસ્તાની દાબી બાજું એક બે માળનું વિશાળ મકાન નજર આવ્યું, એ મકાનના આંગણામાં એ ચારેય કાર ઉભી હતી... મનોજે મહેક સામું જોતા બોલ્યો. "હવે શું કરવાનું છે... ?" મહેકે થોડા આગળ જઇ કાર ઉભી રાખવાનું કહ્યું. મનોજે દુર જઇ કાર ઉભી રાખી એટલે મહેક સામું જોતા પ્રભાત બોલ્યો... "તારો પ્લાન શું છે.?" 
"અત્યારે થોડીવાર રાહ જોઈએ પછી નક્કી કરીએ, એ લોકો અહી કેમ આવ્યા છે મારે એ જાણવું છે.."
"મહેક, આ બધું શું ચાલી રહ્યું છે.? સરે, અમને આના વિશે કેમ કંઈ કહ્યું નહી.? પહેલા અમને લાગ્યું કે યાકુબ આનો મેન સુત્રધાર હશે, પછી તું રક્ષામંત્રીના P.A. પાછળ હતી એટલે એ હશે એમ લાગ્યું હતું. પણ આ તો P.A... દિવ્યેશ પાટીલની સેકેન્ડ વાઇફ 'દિવ્યા પાટીલ' છે. મિશન D નો મતલબ તો મને સમજાય ગયો પણ આતો આમાં ક્યાય હતી નહિ.."
"D ફોર દિવ્યા પાટીલ, તારા સર પહેલેથી આની પાછળ છે. એટલે જ આ મિશનનું નામ 'D' રાખ્યું હતું. આ મિશન કોઇ ડ્રગ્સ માફીયાને પકડવાનું નથી. દિવ્યા પાટીલનું કેરેકટર એનાથી પણ એક ડગલું આગળ છે. 
'દિવ્યેશ પાટીલ' એક ઐયાસ વ્યક્તિ છે. આજથી ત્રણ વર્ષ પહેલા એની પહેલી પત્નીનું રહસ્યમય રીતે મોત થયું હતું, પણ દિવ્યેશની ઉચ્ચી પહોચના લીધે આગળ કોઈ તપાસ થઈ નહીં. એજ વર્ષ આ દિવ્યા દુબઇમાં દિવ્યેશને મળી હતી. દિવ્યા એક પ્રખ્યાત મોડલ છે. એ દુબઇમાં જ રહેતી હતી. આ ઐયાસ માણસ એની સુંદરતાનો દિવાનો થઇ ગયો હતો. એટલે એની સાથે લગ્ન કર્યા અને દિવ્યા ઇન્ડિયા આવી. આ પુરા ઘટના ક્રમમાં દિવ્યેશને ખબર જ નહોતી કે, આ એક પ્લાન હતો, જે દિવ્યેશની પહેલી પત્નીના મોત સાથે શરૂ થયો હતો..."
'એ લોકો જઇ રહ્યા છે..' અચાનક કાજલ બોલી... એટલે મહેકે ત્યાજ વાત અટકાવી અને બોલી... "હું એ મકાનમાં તપાસ કરવા જઉ છું. મનોજ મારી સાથે આવશે. તમે બન્ને અહીં અમારી રાહ જુઓ." મહેક કારની બાહર આવતા બોલી.
"મનોજ અને કાજલ અહી રહેશે, હું તારી સાથે આવું છું."  પ્રભાત કારમાંથી ઉતરતા બોલ્યો..
"ના.... તારે મારી સાથે નથી આવવાનું. તું ભૂલી ગયો. મે કહ્યું હતું કે, હું ક્યાય અટકી જાવ તો અશોક સાથે મળીને તારે આ મિશનને અંજામ આપવાનો છે. શું મનોજ પર તને ભરોસો નથી..?"
"મને તમારા બન્ને પર પુરો ભરોસો છે. તમે ક્યાય અટકશો નહી, પણ સંભાળીને કોઈ ખોટું સાહસ ન કરતા. બેસ્ટ ઓફ લક." કહી પ્રભાતે બન્નેને જવાની રજા આપી..
મહેક અને મનોજ, એ મકાન તરફ આગળ વધ્યા. કાજલ અને પ્રભાત તેને જતા જોઇ રહ્યા....!!

ક્રમશઃ

***

Rate & Review

Kinjal Barfiwala 2 months ago

Patidaar Milan patel 3 months ago

bhavika shah 3 months ago

Sushma Patel 3 months ago