બાય મિસ્ટેક લવ-ભાગ 1

કેમ છો વાંચકમિત્રો!!હું જય ધારૈયા!! તમને લોકોને આ સ્ટોરી પસંદ આવશે તેવી હું આશા રાખું છું.કોઈ લવ સ્ટોરી મેં પહેલી વાર લખી છે એટલે જો કોઈ ભૂલ જણાય તો મને જરૂર થી અભિપ્રાય આપજો અને સારી લાગે સ્ટોરી તો પણ અભિપ્રાય આપજો.. તમારો અભિપ્રાય મારી માટે અમૂલ્ય રહેશે..

(ભાગ-1 શરૂ)

"બેટા તારી મહેનત રંગ લાવી,તારો નંબર પહેલાં જ રાઉન્ડમાં તારી મનગમતી J.D યુનિવર્સિટીમાં લાગી ગયો છે"પપ્પા એ વિકાસને કહ્યું.
"થેન્ક યુ સો મચ પપ્પા મને ખુશી એ વાતની નથી કે મારી મનગમતી યુનિવર્સિટીમાં મારો નંબર લાગી ગયો પણ હું તમારા પરસેવાની કિંમત ચૂકવી શક્યો તેની માટે હું ખૂબ ખુશ છું પપ્પા" વિકાસે ખુશ થઈને તેના પપ્પાને કહ્યું.
"બેટા આજે તારી મા હોત ને તો ખૂબ ખુશ થાત" 
"અરે પપ્પા તમે ચિંતા ના કરશો,ભલે ને મમ્મી આપણી વરચે ના હોય પણ આપણા દિલમાં તો એ સદાય જીવતી જ છે ને,હવે ચાલો મારી સાથે ભરકાદેવી નો આઈસ્ક્રીમ ખાવા" વિકાસે ખુશ થઈને તેના પપ્પાને કહ્યું.
"બેટા ઉઠ...."
"સુવા દો....ઓ....ને પપ્પા"વિકાસે આળસ ખાઈને કહ્યું.
"અરે તારી કોલેજનો આજે પહેલો દિવસ છે"
"શું!!! અરે પપ્પા હું તો ભૂલી જ ગયો હતો લ્યો હમણાં જ તૈયાર થઈ જાવ" વિકાસે તેના પપ્પાને કહ્યું.
           વિકાસ તૈયાર થાય છે અને બસમાં કોલેજ જવા નીકળે છે...
"ચાલો કોલેજ તો પહોંચી ગયો હવે એક સારી સેલ્ફી પાડીને સ્ટેટ્સમાં મૂકી દવ" વિકાસ મનોમન બોલ્યો.
"હાઈ બ્રો..હું છું ચિરાગ"
"હાઈ હું છું... વિકાસ..બકા તું મને ઓળખે છે?" વિકાસે ચિરાગને પૂછ્યું.
"અરે બ્રો!! આપણે ફેસબૂક માં 3 વર્ષથી ફ્રેન્ડ છીએ જસ્ટ ચિલ!!!"
"વાવ શું વાત છે તું M.A ના પહેલા સેમ માં છો" વિકાસે ચિરાગ ને પૂછ્યું.
"હા બ્રો આઈ એમ ઇન પહેલા સેમેસ્ટર" ચિરાગે મજાકીયા મૂડમાં વિકાસને કહ્યું...
"તો તો આપણે હવે પાક્કા ફ્રેન્ડ" વિકાસે દોસ્તીનો હાથ આગળ વધતા કહ્યું..
"યો!!!" ચિરાગ તેના સ્માર્ટ અંદાજ માં બોલ્યો...
"બ્રો લેક્ચર સ્ટાર્ટ થવાનો બેલ વાગે છે ચાલ  જલ્દીથી કલાસમાં નહિતર પહેલા જ દિવસે આપણા બન્નેની ઈજ્જત નું ભાજી-પાવ થઈ જશે" 
"હા....ચાલ..જલ્દી.."
"સાહેબ અંદર આવું કે" ચિરાગે સરને પૂછ્યું..
"યસ આવી જાવ અંદર" સરે વિકાસ અને ચિરાગને અંદર આવવાની પરવાનગી આપી..
"દોસ્તો આપ મુજે બતાઈએ,આપ લોગો ને ગુજરાતી વિષય પર હી M.A કરને કા ક્યોં સોચા" સાહેબે આતુરતાથી વિધાર્થીઓને પૂછ્યું..
"સાહેબ હમકો ભી મોટા લેખકોની જેમ વાર્તા ઓર પુસ્તક લીખના થા,એટલા માટે હમને ગુજરાતી મેં M.A કરને કા વિચાર કિયા" વિકાસે સર ને કહ્યું.
"અલી..આ છોકરો કેવી કોમેડી કરે છે,મારૂ તો હસી હસી ને પેટ દુઃખી રહ્યું છે પ્રિયા" રિયાએ પ્રિયાને ધીમેથી કહ્યું.
"અલી તો પણ આ છોકરો કહેવાય તો બહાદૂર હો,બાકી છોકરાઓ તારે જોવાનું મોટે ભાગે સાહેબો સામે તો બોલી જ ના શકે" રિયાએ પ્રિયાને કહ્યું..
"બ્રો આજે તો તે ખરી કોમેડી કરી હો"ચિરાગે વિકાસ ને કહ્યું.
"હા..હો.. કોમેડી ના કરે એ પાક્કો કાઠિયાવાડી ના કહેવાય" વિકાસે હસતા હસતા કહ્યું.
"લેટ્સ ગો ઇન કેન્ટીન બ્રો"
"એ હા ચાલ કેન્ટીનમાં" વિકાસ બોલ્યો..
"બે.. ચા બનાવજો" વિકાસે કેન્ટીન વાળા ને કહ્યું.
"બ્રો.. કેટલી કડવી ચા છે..."
"અરે ચિરાગીયા આને કડવી ચા ના કહેવાય આને કડક મસાલેદાર ચા કહેવાય" વિકાસે ચિરાગ ને કહ્યું.
"આ સાલો ધક્કો કોણે માર્યો,ચા ની એક ઘૂંટ પણ ના પીવા દીધી" વિકાસ શર્ટ લૂછતાં લૂછતાં ગુસ્સેથી બોલ્યો.
"ઓહ સોરી"આઈ એમ રિયલી સોરી,એક સેકન્ડ હો આ લો તમારા 5 રૂપિયા નવી ચા નો કપ લઈ લેજો" પ્રિયાએ વિકાસ ને કહ્યું.
"અરે હું તને ભિખારી દેખાવ છું,પાંચ રૂપિયા આપે.છે નથી જોઈતા જા તારા પાંચ રૂપિયા અને આ લે 20 રૂપિયા જા મોજ કર" વિકાસે ગુસ્સામાં પ્રિયાને કહ્યું.
"સાલા હું તને ભીખારણ દેખાવ છું કે મને 20 રૂપિયા આપે છે" પ્રિયાએ ચીડવાઈને કહ્યું.
"તો હું પણ થોડો કંઈ ખાનદાની ભિખારી છું કે તું મને પાંચ રૂપિયા આપતી હતી,ચાલ કઈ નહિ હું તો જસ્ટ મજાક કરતો હતો.. તું મારી ફ્રેન્ડ બનીશ?" વિકાસે પ્રિયાને પૂછ્યું...
"હું પછી કહું તને" 
"ઓ બકા!! ફ્રેન્ડ બનીશ એમ પૂછ્યું છે,ગર્લફ્રેન્ડ બનીશ એમ નથી પૂછ્યું,એમાં શું યાર પછી કહીશ" વિકાસે હસીને પ્રિયાને કહ્યું.
"ઓકે ચાલ બસ આજ થી આપણે ફ્રેન્ડ" પ્રિયાએ વિકાસ ને કહ્યું..
"ઓકે તો તે વાત પર એક એક બોટલ પી લઈએ??" વિકાસ બોલ્યો...
"ઓય!! ગાંડા શું બોલે તું તને અક્કલ છે કે!!" 
"અરે ગાંડી તું કઈ બોટલ સમજી,હું તો કોકા કોલા ની બોટલ ની વાત કરું છું હા.....હા.....હા....હા..." વિકાસ ખડખડાટ હસવા લાગ્યો...
"હાશ... માણ માણ બધા લેક્ચર પૂરા થયા ચાલ ચિરાગ હવે ઘરે નીકળીએ" વિકાસ બોલ્યો...
"હા બ્રો ચાલ મારું પણ માથું ભણી ભણીને ભમી ગયું છે"
"લે આવી ગયો બેટા,કેવું રહ્યો કોલેજનો પહેલો દિવસ?"
"અરે પપ્પા મને ખુબ મજા આવી મારા નવા દોસ્તારો પણ બન્યા.."
"કોઈ વહુ ગોતી કે"
"અરે તમે પણ શું પપ્પા" વિકાસ શરમાતા શરમાતા બોલ્યો.
"ઓહો આજે કઈ બાજુથી સૂરજ ઉગ્યો છે,બેટા કેમ આટલો વહેલો જાગી ગયો?"
"કઇ નહિ પપ્પા કોલેજ જવું છે તો તૈયાર તો થવું પડે ને" વિકાસે તેના પપ્પાને કહ્યું.
"ચાલો પપ્પા ગુડ બાય ધ્યાન રાખજો તમારું"
"અરે બેટા બ્રેડ ખાઈને તો જા"
"અરે આવીને ખાઈ લઈશ બાય" વિકાસ જલ્દી માં બોલ્યો અને કોલેજ જતો રહ્યો....

(ભાગ-1 પૂર્ણ)

              વિકાસ હવે કોલેજ જાય છે.વિકાસ આજે કેમ આટલો વહેલો કોલેજ ગ્યો?
             આ સવાલોના જવાબ માટે વાંચતા રહો"બાય મિસ્ટેક લવ" મિત્રો આ સ્ટોરી નો બીજો ભાગ જલ્દી જ આવશે જે વાંચવાનું ના ભૂલતા અને તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો અભિપ્રાય આપવાનું ના ચૂકતા...

***

Rate & Review

Verified icon

Paladiya Sanjay 4 months ago

Verified icon

Vismay 5 months ago

Verified icon

Hitanshi Shah 5 months ago

Verified icon

Sapna 6 months ago

Verified icon

Falguni Patel 6 months ago