બાય મિસ્ટેક લવ - ભાગ 6

વાંચકમિત્રો!! પાંચમા ભાગમાં આપણે જોયેલું કે રિયા વિકાસને છોડીને જતી રહે છે.પછી શું થાય છે વિકાસ સાથે એ જાણવા આ ભાગ જરૂરથી વાંચજો...

(છઠો ભાગ શરૂ)

રિયાના ગયા પછી વિકાસને આઘાત લાગે છે અને પછી તો ક્કી દ્વારા તેને વર્ષો પહેલા રિયાએ કરેલી સાજીશ વિશે પણ ખબર પડે છે..વિકાસ અંદરથી સાવ તૂટી ગયો હોય છે પણ એક વખત સવારે...
"આને તો મેં કસે જોઈ હોય તેવું લાગે છે" વિકાસ થોડીક વાર પછી મનોમન બોલે છે...
"છી...છી.....છી.....છી.... અહીંયા આવોને 1 મિનિટ" વિકાસ પેલી નર્સને બોલાવતા કહે છે..
"મેં તમને કસેય જોયા હોય એવું લાગે છે" વિકાસ નર્સને કહે છે...
"અરે વિ...કા.....સ હું પ્રિયા છું" પ્રિયાએ વિકાસને કહ્યું...
"અરે પ્રિયા મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે તારી સાથે મેં જે કર્યું એ ખોટું કર્યું હતું,આજે મારી પાસે પસ્તાવો કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી આઈ એમ સોરી પ્રિયા" વિકાસ પ્રિયાની માફી માંગતા કહે છે..
"વિકાસ આપણે જ્યારે રિયાની પાર્ટીમાં ગયેલા ત્યારે રિયાએ મારા અને ચિરાગના શરબતમાં બેહોંશીની દવા નાખેલી,અને એને જ અમને સાથે એક રૂમ માં સુવડાવેલા" પ્રિયાએ વિકાસને સમજાવતા કહ્યું...
"હા પ્રિયા એ મારી સૌથી મોટી મિસ્ટેક હતી અને આજે મારી પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો નથી રહ્યો મને માફ કરી દે પ્રિયા મે જે તારી સાથે કર્યું તેનો પરચો મને ભગવાને આપી દીધો છે" વિકાસ પસ્તાવો કરીને પ્રિયાને કહે છે..
"ઇટ્સ ઓકે તને તારી ભૂલનો અહેસાસ છે એજ મોટી વાત છે" પ્રિયાએ વિકાસને આશ્વાસન આપતા કહ્યું..
"ચાલ વિકાસ હવે રડવાનું બંધ કર અને લે ચા પી લે" પ્રિયા વિકાસને કહે છે..
"મને એક સવાલ છે પ્રિયા તે લગ્ન કર્યા કે હજુ બાકી છે" વિકાસે પ્રિયાને ચા પિતા પિતા પૂછ્યું...
"ના તે મને છોડી દીધી પછી હું એકલી અહીંયા કામ કરવા આવી ગઈ અને પછી મેં લગ્ન વિશે તો કઈ વિચાર્યું જ નથી" પ્રિયાએ વિકાસને કહ્યું..
"ઓકે" વિકાસ મનોમન ખુશ થઈને બોલ્યો...
"વિકાસ હવે સમય આવી ગયો છે તમને રજા આપવાનો અને તમારા ઘરે મોકલવાનો" ડોક્ટરે ખુશીથી વિકાસને કહ્યું...
"પણ ડોક્ટર હું ક્યાં જઈશ,હવે તો મારા પગ પણ નથી હું શું કરી શકીશ?" વિકાસ ડૉક્ટરને ઉદાસ થઈને પૂછે છે.
"અરે વિકાસ તું ચિંતા ના કર..હું છું ને તારી સાથે તું મારા ઘરે આવી જજે " પ્રિયા વિકાસને ખુશીથી કહે છે..
"અરે ના પ્રિયા હું તારા ઘરે ના આવી શકું હું તારો ગુનેગાર છું" વિકાસ પ્રિયાને કહે છે..
"એ કાઈ નહિ વિકાસ તું આવી જા મારી ઘરે ત્યાંથી.હું તને ઠીક કરીને જ ઘરે મોકલીશ" પ્રિયાએ વિકાસને કહ્યું...
વિકાસ પ્રિયાના ઘરે રહેવા જતો રહે છે અને એક સવારે..
"આ પડદો કોણે ખોલ્યો" વિકાસે ઊંઘમાં પૂછ્યું...
"અરે હવે સવાર પડી ગઈ ઉઠ વિકાસ" પ્રિયા એ વિકાસને કહ્યું..
"અરે હું તો ભૂલી જ ગયો કે હું તારા ઘરે છું. હું જોગિંગ કરીને આવું હમણાં!!" વિકાસે પ્રિયાને કહ્યું..
"પણ..વિકાસ...તારા પગ..." 
"હું તો ભૂલી જ ગયેલો" 
"વિકાસ ભલે તારા પગ ના હોય હું તારો સહારો બનીશ,તું ચિંતા ના કરતો હું હમેશા તારી સાથે રહીશ,તું તારી જરાય પણ ચિંતા ના કરતો" પ્રિયા વિકાસને અશ્વાસન આપતા કહે છે.."
"પૂરા દિલથી ધન્યવાદ પ્રિયા" વિકાસે પ્રિયાનો આભાર માનતા કહ્યું...
"પ્રિયા હું એક વાત પૂછું" વિકાસ પ્રિયાને પૂછે છે.
"તું મારી સાથે લગ્ન કરીશ" વિકાસ પ્રિયાને કહે છે..
"હા પણ મને એક પ્રોમિસ કર..." 
"હા બોલ તું જે કે એ મને મંજુર છે"
"તું મને કોઈ દિવસ મૂકીને ના જતો" પ્રિયા વિકાસને કહે છે...
"અરે મને ખુદથી પણ વધારે ભરોસો તારી ઉપર છે હું તને મૂકીને તો શું એક ક્ષણ પણ તારાથી દૂર નહિ જાવ બસ" વિકાસ ખુશ થઈને પ્રિયાને કહે છે..
           હવે ધીમેં ધીમે વિકાસ ની તબિયત સુધરવા લાગે છે...અને વિકાસના પગ નું.ઓપરેશન કરીને તેના નવા પગ નાખવામાં આવે છે... અને વિકાસની જિંદગી પાછી પાટા પર આવવા લાગે છે.અને બીજી ખુશખબરી એ પણ હોય છે કે વિકાસને એક છોકરો પણ આવે છે અને આ છોકરો જ્યારે 22 વર્ષ નો થાય છે ત્યારે વિકાસ એકદમ વૃદ્ધ થઈ ગયો હોય છે અને પ્રિયા પણ એકદમ વૃદ્ધ થઈ ગઈ હોય છે.. અને વિકાસના છોકરાનો કોલેજ નો પહેલો દિવસ હોય છે ત્યારે તે તેના છોકરાને એટલી જ સલાહ આપે છે કે,"બેટા.. કોલેજમાં જા તો એક વાત યાદ રાખજે કે સાચો પ્રેમ કોઈ દિવસ શરીર જોઈને નથી થતો પણ દિલ જોઈને થાય છે..તું કોઈ પણ છોકરીને ચાહે તો તેનો છેલ્લાં શ્વાસ સુધી સાથ નિભાવજે તું મારી જેવી ભૂલ ના કરતો અને તું જ્યારે કોઈ છોકરીને પ્રેમ કરીશ ત્યારે સમાજમાં ઘણા બધા લોકો તે છોકરી વિશે તને ખરાબ અને ખોટી વાતો કરશે પણ તું ખુદ ઘટનાની તપાસ કરજે અને પછી જ નિર્ણય લેજે બાકી લવ- બાય મિસ્ટેક થઈ જશે ને તો જિંદગી ગોટાળે ચડી જશે" 
"અરે હા પપ્પા હું ચોક્કસ ધ્યાન રાખીશ" કહીને વિકાસનો છોકરો કોલેજ જવા નીકળી જાય છે...
      પછી વિકાસની આંખોના બંને ખૂણાઓ ભીના હોય છે અને તેની આ ભીનાશ પ્રિયાને ઘણું બધું કહી જતી હોય છે..અને પ્રિયા પણ ખામોશ થઈને વિકાસની આંખોમાં આંખો પરોવીને મગ્ન થઈ જાય છે...

(છઠો ભાગ પૂર્ણ(સ્ટોરી પૂરી)

મિત્રો આ સ્ટોરીનો અંતિમ ભાગ હતો અને મને આશા છે કે તમને આ પૂરી સ્ટોરી પસંદ આવી હશે..દોસ્તો આ પૂરી સ્ટોરી જો તમે વાંચી છે તો તમારો અભિપ્રાય મને 91 8320860826 પર જરૂર આપજો.. અને કોઈ ભૂલ થઈ હોય તો પણ જરૂરથી મને જણાવજો.. તમે આ સ્ટોરીને એન્જોય કરી હશે તેવી હું આશા રાખું છું... 
       બાય બાય મિત્રો..પાછા મળીયે જલ્દી જ એક નવી સ્ટોરી સાથે!!!

***

Rate & Review

Verified icon

Hetal pokiya 8 hours ago

Verified icon

Vijay Kanzariya 7 months ago

Verified icon

Sej Gohel 4 months ago

Verified icon

Paladiya Sanjay 4 months ago

Verified icon

Nilesh Bhesaniya 5 months ago