બાય મિસ્ટેક લવ-ભાગ 3

વાંચકમિત્રો!! આપણે બીજા ભાગમાં જોયેલું કે વિકાસ છાનોમાનો સરથી છુપાઈને જંગલ ની વધારે અંદર એક ભૂતિયા જગ્યા જોવા જાય છે હવે આગળ શું થશે વિકાસ સાથે એ જાણવા આ ભાગ જરૂરથી વાંચજો..

(ત્રીજો ભાગ શરૂ)

વિકાસ રાત્રે તે ભૂતિયા જગ્યા પર જાય છે સવાર પડે છતાં પણ તે પાછો આવ્યો હોતો નથી પછી...

 "અરે સવારના 6 વાગી ગયા લાવ ને જગાડી દવ વિકાસને" ચિરાગ મનોમન બોલ્યો..
"ઓય વિકાસ ઉઠ 6 વાગી ગયા,ઓય ઉઠને"
"સ.....અ....ર અહીંયા આવો જલ્દી" ચિરાગ મોટેથી સર ને બૂમ પાડી બોલાવે છે..
"સર ચિરાગ અહીંયા નથી" 
"અરે ભગવાન આ પણ ક્યાં ગયો અત્યારમાં,હું ગોતીને આવું તેને અહીંયા જ હશે"
"આ તો કશેય નથી દેખાતો" સર બધાને કહે છે...

પ્રિયા પણ આ કેમ્પ માં થી ગાયબ હોય છે એટલે..

"સ....અ....ર.... પ્રિયા પણ ગાયબ છે" પ્રિયા રડતી રડતી સર ને કહે છે..
"હે ભગવાન આ છોકરાઓ સાથે ઊંચ નીચ થઈ જશે તો હું તેના મમ્મી પપ્પા ને શું જવાબ આપીશ" સર બધા વિધાર્થીને કહે છે...
" આપણે આસપાસના પોલીસ સ્ટેશન માં બન્ને ની ગૂમ થવાની ફરિયાદ લખાવીએ એ લોકો 
જરૂર થી આપણી મદદ કરશે" ચિરાગ સર ને કહે છે..
અને બીજી બાજુ વિકાસ મનોમન બોલી રહ્યો હોય છે કે..

"સાલું રાત નો બેઠો છું એ ભૂતિયા જગ્યા પર હવે તો 7 વાગ્યા ચાલ હવે બસ પાસે જવા દે,ચિરાગ પણ ચિંતા કરતો હશે" 
વિકાસ બસ પાસે પહોંચે છે પણ ત્યાં કોઈ હોતું નથી.
"અરે!બાપા આ બધા ક્યાં ગયા અહીંયાંથી બસ ગઈ ક્યાં?"વિકાસ ડરીને બોલે છે..
"ઓ વિકાસ બસ કયા ગઇ" પ્રિયા વિકાસને પૂછે છે..
"ઓય મને ના બોલાવ તું હો" વિકાસે ગુસ્સામાં કહ્યું..
"અરે આવી પરિસ્થિતિમાં તો એકબાજુ મુક તારા ના બોલવાના સદગુણ ને"પ્રિયા ગુસ્સાથી કહે છે..
"મને પણ નથી ખબર હું તો ભૂતિયા સ્થળ જોવા ગયેલો પણ તું ક્યાં ગયેલી!?"
"અરે તું મારી સાથે વાત નહોતો કરતો ઉપરથી મારી બેટરી ડેડ હતી મને કંટાળો આવતો હતો એટલે હું તો આરામથી પાસેના ઝાડ પાસે બેઠી જ હતી,પણ ક્યારે મને ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી" પ્રિયા વિકાસને કહે છે..
"કાંઈ નહિ સોરી બસ ભૂલ થઈ ગઈ મારી" વિકાસ પ્રિયાની માફી માંગતા કહે છે..
"અરે હું પણ માફી માંગુ છું તારી કે મેં તારી સાથે ખોટો વ્યવહાર કર્યો" બન્ને એકબીજાની માફી માંગે છે અને પાછા ગાઢ મિત્રો બની જાય છે..
"હવે અહીંયા ઉભા રહેવાથી નહિ થાય ચાલ અહીંયાંથી નીકળીએ"
"હા ચાલ નીકળીએ"પ્રિયા વિકાસ ને કહે છે...
"તું મને એક વાત કે તમારા ઘરમાં તમે કોણ કોણ છો પ્રિયા"
"મારા ઘર માં હું મારા મમ્મી પપ્પા છીએ અને આમ તારા ઘરમાં કોણ કોણ છે"
"મારા ઘરમાં તો હું અને મારા પપ્પા"
"અરે મમ્મી ક્યાં ગયા ભૂલી ગયો કે" પ્રિયા હસતા હસતા વિકાસને કહે છે..
"અરે મારા મમ્મી હું નાનો હતો ત્યારે જ અવસાન પામેલા" વિકાસ ઉદાસ થઈને બોલે છે..
"અરે સોરી વિકાસ મને નહોતી ખબર"
"ઇટ્સ ઓકે" વિકાસ કહે છે...
"મારે તને એક વાત કહેવી છે શું હું કહી શકું?" 
"હા બોલને યાર એમાં પૂછવાનું હોય"
"હું તને પૂરા દિલથી ચાહું છું તું શું મારી ધર્મ પત્ની બનીશ???"
"વિકાસ તું પાગલ થઈ ગયો છે કે શું?" પ્રિયા ચોંકીને વિકાસને કહે છે.
"હા પ્રિયા હું પાગલ થઈ ચૂક્યો છું તારા પ્રેમમાં,મેં તને ત્યાં કેન્ટીન માં જોયેલી ત્યાર ની તું મને પસંદ હતી પણ કોઈ દિવસ તને કહેવાનો મોકો જ ન મળ્યો" વિકાસ પ્રિયાને કહે છે..
"વિકાસ મેં તને પહેલી વાર જોયો ને ત્યાં મજાક કરતા ત્યારે જ તું મને પસંદ આવી ગયેલો હું તારી ધર્મ પત્ની બનીશ બસ" પ્રિયા વિકાસના પ્રેમ નો સ્વીકાર કરી લે છે...
પ્રિયા વિકાસના હાથ માં હાથ પરોવીને ચાલવા લાગે છે...સાંજ પડે છે સૂરજ ઢળી જાય છે.. ઘોર અંધારું થતું જાય છે...ઉપરથી વરસાદ પડવાનો શરૂ થાય છે..એટલે પ્રિયા થર થર ધ્રુજવા લાગે છે અને વિકાસને દયા આવતા તે પોતાનું જેકેટ પ્રિયા ને ઓઢાડી દે છે...સવાર પડે છે પ્રિયા અને વિકાસ એકમેકના હાથ માં હાથ નાખીને સુતા હોય છે સૂર્ય ના તાજા કિરણો બંનેની આંખોમાં પડતા બન્ને જાગી જાય છે.અને બંને એકબીજાનો હાથ એકમેકના હાથમાં જોતા જ શરમ થી લાલ થઈ જાય છે... અને પાછા તેઓ ચાલવા લાગે છે...થોડી વારમાં ત્યાં પોલીસ આવે છે અને બન્નેને ગોતીને સર પાસે લઈ જાય છે..અને પછી તે આ યાદગાર પ્રવાસ પૂરો કરીને પાછા કોલેજ આવી જાય છે...
"અરે બ્રો હું તો ખૂબ જ ડરી ગયો હતો તું મને ના દેખાયો ત્યારે" ચિરાગ બોલ્યો..
"હું તો રડવા જ લાગેલી તું ન દેખાઇને મને એટલે" રિયાએ પ્રિયાને કહ્યું..
"અરે કાંઈ નહિ હવે અમે આવી ગયા ને,એ બધી વાત મુકો" પ્રિયા અને વિકાસ બંને તેના મિત્રોને કહે છે..
 વિકાસ અને પ્રિયા કેન્ટીનમાં થી ઉભા થાય છે અને બહાર ગાર્ડન માં બેઠા બેઠા વાતો કરવા લાગે છે.
"વિકાસ તું પૂરી જિંદગી સુધી મારો સાથ આપીશને" પ્રિયા પ્રેમથી વિકાસને કહે છે..
"અરે હા બકા!! પૂરી જિંદગી શું હું તો સાતેય જન્મ તારો સાથ આપીશ"
"ચાલને હવે આપણે લગ્ન કરી લઈએ વિકાસ" પ્રિયા વિકાસને કહે છે..
"ના પ્રિયા હજુ તો મારે ખૂબ જ મોટો સાહિત્યકાર બનવાનું છે અને મારી મા નું સપનું પૂરૂ કરવાનું છે"વિકાસ પ્રિયાને કહે છે..
"મને તારી ઉપર પૂરો ભરોસો છે,પણ તું મોટો માણસ બને તો પછી એ તારા ચાહકોની ભીડમાં મને ભૂલી ના જતો" પ્રિયા વિકાસને કહે છે...
"અરે તું તો કેવી વાત કરે છે ગાંડી.. કદાચ લાખો ની ભીડ હશે ને તો એમાં પણ હું તને ઓળખી લઈશ" વિકાસ  પ્રિયાના વાળમાં હાથ ફેરવીને કહે છે...
"મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે ડિઅર" અને બન્ને એકબીજાની નજરમાં નજર પરોવીને એકબીજાને જોયા કરે છે....
     તેના પછીની સવારે જ્યારે વિકાસ ઘરે હોય છે...
"બેટા તું આ દિવસોમાં તો ખૂબ જ ખુશ લાગ છો હો"પપ્પા હસતા હસતા વિકાસને કહે છે..

"હા પપ્પા મને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે"
"શું બોલ્યો બેટા!!!,તને પ્રેમ થઈ ગયો છે શું નામ છે એ ભાગ્યવાનનું??"

"પપ્પા તેનું નામ પ્રિયા છે અને હું તેને ખૂબ જ ચાહું છું" 

(ત્રીજો ભાગ પૂર્ણ)

હવે આગળ શું થશે વિકાસનું?શું વિકાસ અને પ્રિયા લગ્ન કરી શકશે?શું વિકાસ સાથે કોઈ નવી ઘટના બનશે?

    આ સવાલનો જવાબ મેળવવા જોતા રહો"બાય મિસ્ટેક લવ"અને મિત્રો જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો જરૂરથી મને પ્રતિભાવ આપજો તમારો પ્રતિભાવ મારી માટે અમૂલ્ય રહેશે...

***

Rate & Review

Verified icon

Paladiya Sanjay 4 months ago

Verified icon

Hitanshi Shah 6 months ago

Verified icon

Sapna 6 months ago

Verified icon

Falguni Patel 6 months ago

Verified icon

Pooja shah 6 months ago