બાય મિસ્ટેક લવ - ભાગ 4

વાંચકમિત્રો આપણે આગળના ભાગમાં જોયેલું કે વિકાસ તેના પપ્પા ને પ્રિયા વિશે જણાવે છે..હવે વિકાસના જીવનમાં આગળ શું થાય છે તે જાણવા આ ભાગ વાંચો તમને પસંદ આવશે તેવી આશા રાખું છું.

(ચોથો ભાગ શરૂ)

"બેટા તું હજુ ચડતું લોહી છો એટલે સંભાળજે અને તેનો જિંદગીભર સાથ નિભાવજે" પપ્પા વિકાસને સમજાવતા કહે છે..

હવે વિકાસ કોલેજ જાય છે અને પ્રિયાને મળે છે.
"હાઈ પ્રિયા વેરી ગુડ મોર્નિંગ" 
"હાઈ વિકાસ કેમ છો"
"એક વાત પૂછું તને ના પડતી નહિ તો પૂછું"
"અરે હા બાબા પૂછ ને"
"આજે આપણે સાપુતારા ફરવા જવું છે?"
"હા પણ હું ઘરે શું કહીશ?"
"કહી દેજેને કે બહેનપણી ને ત્યાં વાંચવા જાવ છું,એમ પણ આપણે 2 દિવસ માં આવતા રહેશું પાછા" વિકાસ પ્રિયાને કહે છે...
"ઓકે હું પાક્કું આવીશ" પ્રિયા હસતા હસતા વિકાસને કહે છે.
    બન્ને લોકો સાપુતારા જાય છે સાથે ફરે છે અને 2 દિવસ પછી જ્યારે ઘરે આવતા હોય છે ત્યારે...
"મને ખુબ જ મજા આવી ગઈ સાપુતારા માં" પ્રિયા વિકાસને કહે છે..
"આપણે હોઈએ ત્યાં મજા ના હોય તેવું બને" વિકાસે ફિલ્મી અંદાજમાં પ્રિયાને કહ્યું...

પ્રિયા અને વિકાસ નો પ્રેમ સંબંધ આગળ વધતો જાય છે અને બન્ને લોકો લગ્ન કરવાના હોય છે  આ વાત રિયાના કાને પડે છે અને રિયાને ખુબ જ ગુસ્સો આવે છે કારણ કે આ વિકાસ રિયાને પણ ખૂબ જ ગમતો હોય છે અને તે પ્રિયા પ્રત્યે એક સાજીશ કરે છે અને...
"હાઈ ચિરાગ" રિયાએ વિકાસને કહ્યું..
"હાઈ રિયા બોલને શું કામ પડ્યું મારું?" 
"અરે ચિરાગ બ્રો આજે મારા ઘરે પાર્ટી છે અને આ પાર્ટીમાં તારે અને વિકાસે આવવાનું છે"
"અરે એમાં કહેવાનું થોડું હોય રિયા અમે પહોંચી જઈશું"
ચિરાગ વિકાસને લઈને પાર્ટીમાં આવે છે...

"રિયા પાર્ટીનું અરેન્જમેન્ટ તો સુપર છે હો!!" પ્રિયાએ રિયાને કહ્યું..
"હા!! હોય જ ને બે દિવસથી આયોજન કરતી હતી ત્યારે આટલું સરસ આયોજન થયું છે.." રિયાએ પ્રિયાને કહ્યું...
"હાઈ રિયા આ લે તારી જન્મદિવસની ગીફ્ટ" વિકાસે પ્રિયાને હરખભેર કહ્યું...
"ઓકે ફ્રેંડસ હવે આ એક એક ગ્લાસ શરબત પી લ્યો અને પાર્ટી એન્જોય કરો" રિયાએ બધા ને શરબતનો ગ્લાસ આપતા કહ્યું...
"વાવ શરબત ખૂબ જ ફાઇન છે રિયા" પ્રિયાએ રિયાને કહ્યું...
શરબત પીધા પછીના 5 મિનિટ પછી...
"ચિરાગ શું થાય છે તને? તું કેમ લથડીયા ખા છો,તને ચક્કર આવે છે?" વિકાસે ઘભરાઈને ચિરાગને પૂછ્યું...
"ના બ્રો આઈ એમ ઓકે"
"ના હવે ચાલ મારી સાથે ઉપર રૂમ માં ત્યાં સુઈ જાજે" વિકાસ ડરતો ડરતો ચિરાગ ને રૂમ માં લઇ જાય છે...
"એટલામાં ઓ પ્રિયા શું થયું તને??" રિયા અચાનક પ્રિયાને પૂછે છે...
"અરે યાર કાઈ નહિ ચક્કર આવે છે મને"
"તું એક કામ કર ચાલ મારી સાથે અને મારા રૂમમાં જઈને સુઈ જા"
     રિયા પ્રિયાને તેની રૂમ માં લઇ જાય છે ચિરાગ અને પ્રિયાને બેહોંશ કરવા એ રિયાની સાજીશ હોય છે અને હવે તે પ્રિયાને ધીમે ધીમે રૂમ માં લઇ જાય છે અને બેહોંશ થયેલી રિયાને ચિરાગ ની બાજુમાં સુવડાવી દે છે અને પછી તે બન્ને જસ્ટ સાથે સુતા હોય તેવો MMS બનાવી લે છે. આ બધું રિયા એટલા માટે જ કરે છે કારણ કે રિયાએ વિકાસ સાથે લગ્ન કરવા હોય છે...
      હવે સવાર થતા પહેલા રિયા પાછી પ્રિયાને MMS ઉતારીને બીજા રૂમમાં સુવડાવી દે છે.
એક દિવસ પ્રિયા...
"વિકાસ એક ખુશખબર છે! મારા મમ્મી પપ્પાએ મને તારી સાથે લગ્ન કરવાની હા પાડી દીધી છે"
"ઓહ!!! ઇટ્સ ગ્રેટ!! મારા પપ્પા પણ આપણા લગ્ન માં રાજી છે"
"તો બોલ હવે ક્યારે કરવા છે આપણે લગ્ન?" પ્રિયા વિકાસને પૂછે છે...
"ચાલ ને 1 મહિના પછી પાક્કું" વિકાસ અને પ્રિયા બન્ને સંમત થાય છે...
              બન્ને લોકો પ્રેમ થી સાથે રહેતા હોય છે.અને લગ્ન ને હજુ તો 10 દિવસની વાર હોય છે ત્યાં તો રિયા એકવખત વિકાસ પાસે આવે છે...
"વિકાસ મારે તને એક વાત કહેવી છે"
"હા બોલ ને રિયા શું વાત છે"
"એ વાત મારે કહેવા જેવી નથી મેં તારા મોબાઈલ માં એક વિડિઓ મોકલ્યો છે એ જોઈ લે તને આપોઆપ બધી ખબર પડી જશે" રિયાએ વિકાસને કહ્યું...
"ના......ના......ના.......ના...... આવું જોઈ જ ના શકે રિયા,કહી દે મને તું મારી સાથે આવી મજાક કરે છે" વિકાસે કહ્યું.
"ના વિકાસ હું મજાક નથી કરતી..મને લાગે છે કે પ્રિયા ચિરાગ ને પ્રેમ કરે છે તો જ એ બન્ને સાથે સુતા હોય ને એક બેડ ઉપર" રિયા વિકાસને કહે છે..
"ના.... રિયા... હું આ માની જ ના શકું.. મારી પ્રિયા આવું કરી જ ના શકે.. અમે આટલા ગાઢ મિત્રો છીએ છતા હજુ સુધી પ્રિયાએ  મને ખોટી નજરથી જોયો પણ નથી અને તે આવું કરી શકે ચિરાગ સાથે..છી.....છી.....છી.... હું આ વાત માની જ ન શકું" વિકાસ રડતા રડતા રિયાને કહે છે...
"અરે વિકાસ મારી ફરજ હતી તે કહેવું મેં મારી ફરજ બજાવી બાકી ફેંસલો તારો છે તારે પ્રિયા સાથે લગ્ન કરવા કે નહીં" રિયાએ વિકાસને કહ્યું..
"રિયા સારું થયું તે મને પ્રિયા વિશે જણાવી લીધું બાકી મારી જિંદગી બગડી જાત આવી હલકી સાથે પરણ્યો હોત તો!!" વિકાસે ગુસ્સામાં રિયાને કહ્યું..
"હા વિકાસ ચિંતા ના કર તને એનાથી પણ સારી છોકરી મળી જશે" રિયાએ વિકાસને આશ્વાસન આપતા કહ્યું...
  ત્યાર પછી ગુસ્સામાં ચિરાગ પાસે જાય છે અને ચિરાગ ને કહે છે...
"મેં તને આવો નીચ નહોતો ધાર્યો ચિરાગ"
"અરે બ્રો જસ્ટ ચિલ થયું શું એ તો કે"
"અરે શું થયું એમ પૂછે છે શું નથી થયું એમ પૂછ મને"
"હા તો બોલ વિકાસ શું નથી થયુ"
"સાલા હલકા આ વિડિઓ જો!!"
"અરે... વી..કા...સ મારી વાત સાંભળ! આ હું હોય જ ના શકું,હું તારી સાથે આવું કોઈ દિવસ ના કરી શકું" ચિરાગે ગભરાઈને વિકાસને કહ્યું...
"ચાલ હાક....થું..... છે તને ચિરાગ તે આપણા પવિત્ર દોસ્તીના સંબંધ પર કલંક લગાવ્યો છે હું તને કોઈ દિવસ નહિ બોલાવું જા" વિકાસ રડતો રડતો ત્યાં થી જતો રહ્યો.
પ્રિયાને આ વાતની હજુ સુધી જરાય પણ જાણ નથી હોતી ત્યાં વિકાસ પ્રિયાને કોલ કરે છે...
"હ પ્રિયા મને અહીંયા ગાર્ડન માં મળજે મારે કામ છે" વિકાસે પ્રિયાને કહ્યું...

(ચોથો ભાગ પૂર્ણ)

હવે વિકાસ પ્રિયા ને શું કહેશે? પ્રિયા અને વિકાસ નો પ્રેમ સંબંધ ટકશે?? શું રિયાએ કરેલી સાજીશ સફળ થશે??

આ બધા સવાલોના જવાબ માટે વાંચતા રહો"બાય મિસ્ટેક લવ"
અને મિત્રો આ ભાગ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારો અભિપ્રાય આપજો...

***

Rate & Review

Verified icon

Paladiya Sanjay 4 months ago

Verified icon

Nilesh Bhesaniya 5 months ago

Verified icon

Hitanshi Shah 5 months ago

Verified icon

Sapna 6 months ago

Verified icon

Falguni Patel 6 months ago