બાય મિસ્ટેક લવ-ભાગ 2

વાંચકમિત્રો! આપણે પહેલા ભાગમાં જોયેલું કે વિકાસ કોલેજ આવવા વહેલો નીકળી જાય છે અને શું કામ એ વહેલો નીકળે છે શું કરશે હવે એ આગળ એ જાઓવા આ ભાગ વાંચો તમને મજા આવશે તેવી આશા રાખું છું...

(ભાગ-2 શરૂ)

"અરે વિકાસ બ્રો તું કોલેજ ના પાર્કિંગ માં અહીંયા કોની રાહ જોઈ રહ્યો છે?"
"અરે યાર કાઈ નહીં જસ્ટ ખાલી ઉભેલો છું"
"ના... બ્રો તારા મગજ માં કાંઈ ખીચડી પાકતી લાગે છે!!!" ચિરાગ અનુમાન લગાવીને બોલ્યો...
"હાઈ વિકાસ આજે કોની રાહ જોઇને ઉભા છો અહીંયા?" 
"અરે અમે તો જસ્ટ આ વાતાવરણ જોતા હતા પ્રિયા!"
"પણ એક વાત કહું પ્રિયા?" વિકાસે પૂછ્યું..
"હા એમાં પૂછવાનું હોય બોલ તમતાર"
"આ રેડ ડ્રેસ માં તું ખૂબ જ સુપર લાગ છો" વિકાસે પ્રિયા ને કહ્યું..
"થેન્ક યુ વિકાસ" પ્રિયા બોલી અને કલાસ માં જતી રહી..
"વિકાસ બ્રો હું એક વાત પૂછું!તને પ્રિયા  ગમવા તો નથી લાગી ને??" ચિરાગે વિકાસને પૂછ્યું...
"અરે ના એવું કંઈ નથી ચાલ કલાસમાં લેક્ચર સ્ટાર્ટ થઈ જશે" વિકાસે મનોમન હસતા ચિરાગને કહ્યું...
વિકાસ લેક્ચર ભરવા જાય છે અને પછી..
"વિકાસ ચાલ ઉભો થા" સરે કડક શબ્દોમાં વિકાસને કહ્યું...
"હા.. સાહેબ બોલો" વિકાસે અચકાતા અચકાતા સર ને કહ્યું..
"કાલે તારી ફેસબૂક પોસ્ટ માં તે મને ટેગ કરેલો?" સરે વિકાસને પૂછ્યું...
"હા... આઈ એમ સોરી... તમને ભૂલમાં ટેગ કરાઈ ગયેલા આગળ થી ધ્યાન રાખીશ" વિકાસે સરની માફી માંગી....
"અરે ના બેટા મેં તારી શાયરી વાંચી મને ખુબ જ આનંદ આવ્યો કે મારો કોઈ વિધાર્થી આટલી સરસ રીતે શાયરીઓ લખે છે,તારા ઉજ્જવળ ભવિષ્યની હું કામના કરું છું"સરે હસતા હસતા વિકાસને કહ્યું...
"સર તમારો હું પૂરા દિલથી આભારી છું..." વિકાસ ખુશ થઈને બોલ્યો...
"વિકાસ! તું શાયરીઓ પણ લખે છે?" પ્રિયાએ આતુરતાથી વિકાસને પૂછ્યું..
"હા મને મારી લાગણીઓ શબ્દોમાં શણગારવાની ગમે છે.." વિકાસે અનોખા અંદાજમાં જવાબ આપ્યો..
"તું મને એક અત્યારે એક શાયરી સંભળાવ ને! પ્લીઝ" પ્રિયાએ વિનંતી કરી..
"હા તો જો પ્રિયા આ શાયરી ખાસ તારી માટે."મારા દિલમાં એક વાત દબાવીને બેઠો છું,સવાલ ઘણા છે પણ શાંત બનીને બેઠો છું,મળવા તેમને રાત્રીનો ચાંદ બનીને બેઠો છું,પ્રિયે હવે તો હું જ તારો શ્યામ બનીને બેઠો છું" વિકાસ બોલ્યો...
"વાહ... વિકાસ...વાહ... જોરદાર હો.. યાર" પ્રિયા ખુશ થઈને બોલી...
"યાર તું એક કામ કર આ મારો નંબર છે 919281******  મને કોલ કરજે રાત્રે ઓકે મારે પણ શાયરીઓ લખતા શીખવું છે" 
"ઓકે પ્રિયા હું રાતે કોલ કરીશ" વિકાસ ખુશ થઈને બોલ્યો...
રાત ના નવ વાગી જાય છે અને...
        "રાત ના 9 વાગ્યા છે ને પ્રિયા ને હજુ કોલ કરવાનો છે,ચાલ એને કોલ કરી લવ..." વિકાસ મનોમન બોલ્યો...
"હાઈ પ્રિયા શું કર છો" 
"કાઈ નહિ યાર તારા ફોન ની રાહ જ જોતી હતી"
"ઓહો હું તને એટલો બધો ગમુ છું??"
"ઓય ગાંડા જસ્ટ ફ્રેન્ડ યાર"
"હા ચાલ બોલ હવે શું શીખવું હતું તારે" વિકાસે પ્રિયા ને પૂછ્યું...
"મને કોઈ શાયરી શીખડાવને લખતા!!"
"પણ બકા શાયરી લખવી હોય તો કોઈ તમારા દિલમાં પણ હોવું જોઈએ ને જેને તમે ચાહતા હોવ"  વિકાસે પ્રિયાને કહ્યું...
"તો તારા દિલમાં કોઈ છે જેને તું ચાહે છે?" પ્રિયાએ વિકાસને પૂછ્યું...
"હા છે તો ખરા એક"
"કોણ છે મને નામ તો કે એનું" પ્રિયાએ વિકાસને પૂછ્યું...
"ચાલ બાય એ બધી વાત કરવી હોય તો હું ફોન મુકું મળ્યા પછી બાય" અને વિકાસે ગુસ્સે થઈને ફોન મૂકી દીધો...
બીજા દિવસે કોલેજ પર...
"વિધાર્થીઓ આપણી કોલેજમાં આપણે 5 દિવસના પ્રવાસ નું આયોજન કઈ રહ્યા છીએ જે વિધાર્થીઓએ આવવું હોય તે નામ લખાવી દેજો" સરે બધા લોકોને કહ્યું...
"ચિરાગ આપણે જવાનું છે હો! પ્રવાસમાં" વિકાસે ચિરાગને કહ્યું...
"પ્રિયા વિકાસ જવાનો છે તારે આવવું છે?" રિયાએ પ્રિયાને કહ્યું...
"હા મારે આવવું પણ છે એમ પણ વિકાસ મારાથી ખૂબ જ ગુસ્સે છે" પ્રિયાએ ઉદાસ થઈને રિયાને કહ્યું...
પ્રવાસ જવા બસ ઉપડવાની હોય છે અને ત્યારે...
"બેટા પ્રવાસમાં તારું ધ્યાન રાખજે" વિકાસના પપ્પા બોલ્યા...
"અરે હા પપ્પા તમે ચિંતા ના કરો અમે બધા શાંતિથી પહોંચી જઈશું." વિકાસ તેના પપ્પાને કહ્યું.
"ચાલો વિધાર્થીઓ બધા એક એક કરીને બસ માં ચડી જાવ" સાહેબે બધાને કહ્યું...
"વિકાસ બ્રો આપણે છેલ્લી સીટ પર બેસવાનું છે હો" ચિરાગે કહ્યું..
"અરે હા ચાલ" વિકાસ બોલ્યો...
"વિધાર્થીઓ આપણાં લોકોનું પહેલું સ્થળ સાપુતારા છે ત્યારબાદ આપણે જંગલ માં રહેવાનો અનુભવ કરવાનો છે" સાહેબે બધાને માહિતી આપી...
"સાપુતારા તો કેટલું મસ્તીનું છે,કુદરતના ખોળે બેસવા આવ્યા હોય તેવો રમ્ય અનુભવ થાય છે,આજુબાજુ લીલાછમ ઝાડવા ઝરમર ઝર વરસાદ અને સાથે તારી જેવો મિત્ર હોય એટલે તો ફરવાની મજા જ કંઈક ઓર હોય" વિકાસ ચિરાગ ને ખુશીથી કહે છે..
"હા બ્રો આપણા શહેર કરતા કેટલી શાંતિ છે,ફ્રેશ હવા છે,અને આ વરસાદ પડ્યો હોય તેની મીઠી સુગંધે તો મારું મન પ્રફુલ્લિત કરી લીધું" ચિરાગે વિકાસને કહ્યું...
"ઓય ચાલ હવે ચિરાગ સાંજ ના 6 વાગી ગયા અને આપણે પાછું જંગલ માં રહેવાનું છે ને ચાલ નીકળીએ હવે બસ પર જવા" 
"હાઈશ!! આખરે આ જંગલ માં પહોંચી જ ગયા" વિકાસ થાકેલો થાકેલો બોલે છે..
"પ્રિયા તું ખૂબ ઉદાસ લાગે છે શું થયુ" રિયા પ્રિયાને બસમાંથી ઉતરતા વખતે પૂછે છે.
"અરે કઈ નહિ યાર કંટાળો આવે છે મારા ફોન ની બેટરી પણ ડેડ થઈ ગઈ છે" પ્રિયા કંટાળીને રિયાને કહે છે..
"અરે ગાંડી એમાં કંટાળે છે કેમ,ચાલ અહીંયા ત્યાં વિકાસ બધાને મસ્ત મજાની શાયરીઓ ને ગીતો ગાય છે" રિયા પ્રિયાને કહે છે..
"ના હું તેની પાસે નહિ જાવ મને અહીંયા એકલી રહેવા દે,તું જા તમતાર તારે જવું હોય તો!" પ્રિયા રિયાને કહે છે.
"ઓકે તો હું જાવ છું" 
"ચાલો હવે બધા સુઈ જાવ રાત ના 11 વાગી ગયા છે" સાહેબ બધાને કહે છે..
"ચાલ હવે હું અહીંયા પેલી ભૂતિયા જગ્યા પર જઈ આવું જેની વિશે મેં પેપર માં વાંચેલું" વિકાસ મનોમન બોલીને સાહેબ થી સંતાઈને રાત્રે જંગલની વધારે અંદર જતો રહે છે. 

(બીજો ભાગ પૂર્ણ)

મિત્રો હવે વિકાસ ત્યાં ભૂતિયા જગ્યા પર શું કરશે?હવે વિકાસ સવારે પાછો સમયસર તેના પ્રવાસી મિત્રો પાસે પહોંચી શકશે કે એકલો જંગલ માં જ રહી જશે?? શું થશે પ્રિયા અને વિકાસનું તે જાણવા વાંચતા રહો"બાય મિસ્ટેક લવ" મિત્રો તમને આ ભાગ વાંચવાની મજા આવી હોય તો કૃપા કરીને તમારો અભિપ્રાય આપજો.. તમારો અભિપ્રાય મારી માટે અમૂલ્ય રહેશે...

***

Rate & Review

Verified icon

Paladiya Sanjay 5 months ago

Verified icon

Hitanshi Shah 6 months ago

Verified icon

Sapna 7 months ago

Verified icon

Falguni Patel 7 months ago

Verified icon

Pooja shah 7 months ago