બાય મિસ્ટેક લવ - ભાગ 5

વાંચકમિત્રો!! આપણે ચોથા ભાગમાં જોયેલું કે વિકાસ ચિતલરાગ ની સાથે દોસ્તી તોડી લે છે અને પછી વિકાસ પ્રિયાને મળવા બોલાવે છે.હવે વિકાસ પ્રિયાને શું કહેશે? શું રિયાની સાજીશ સફળ થશે આ જાણવા આ ભાગ ધ્યાનથી વાંચજો મને આશા છે છે તમને પસંદ આવશે...

(પાંચમો ભાગ શરૂ)

પ્રિયાને આ વાતની હજુ સુધી જરાય પણ જાણ નથી હોતી ત્યાં વિકાસ પ્રિયાને કોલ કરે છે...
"હ પ્રિયા મને અહીંયા ગાર્ડન માં મળજે મારે કામ છે" વિકાસે પ્રિયાને કહ્યું...
પ્રિયા ગાર્ડન માં આવે છે...
"હાઈ વિકાસ બોલ શું કામ હતું તારે" પ્રિયાએ વિકાસને કહ્યું..
"એક મિનિટ ઉભી રે તું" 
વિકાસ પોતાના શરીર પર બ્લેડ મારવા લાગે છે...
"ઓ વિકાસ શરમ જેવી જાત છે કે આ તું શું કરી રહ્યો છે" પ્રિયા ઘભરાઈને વિકાસને કહે છે...
"સાલી નીચ હું બીજુ શું કરું,તને થોડીક પણ શરમ ના આવી મારી સાથે આવું કરતા?" વિકાસ રડીને પ્રિયાને કહે છે..
"પણ મેં કર્યું શું એ તો કે" પ્રિયાએ વિકાસને કહ્યું...
"તે શું કર્યું એમ ને! લે જો આ વિડિઓ,જો આંખ ખોલીને તને હું નથી પસંદ તો જા ચિરાગ સાથે લગ્ન કરી લેને મારી સાથે શું છે" વિકાસે ગુસ્સામાં પ્રિયાને કહ્યું...
"ના વિકાસ હું આવું તારી સાથે ના કરી શકું,મારી ઉપર કોઈ વ્હેમ ના કર હું ચિરાગ ને મારા ભાઈની જેમ માનું છું હું આવું ન કરી શકું મારો વિશ્વાસ કર વિકાસ... મારો વિશ્વાસ કર" પ્રિયા વિકાસને સમજાવતા કહે છે...
"સોરી પ્રિયા હું હવે તારી ઉપર થોડોક પણ ભરોસો નહિ કરી શકું,દૂર થઈ જા મારી નજરોની સામેથી!!" વિકાસે ગુસ્સામાં પ્રિયાને કહ્યું...
"વિ....કા......સ"   પ્રિયા વિકાસના પગમાં પડીને રડવા લાગી...   
             વિકાસ પણ ત્યાંથી જતો રહ્યો અને પછી 4 મહિના પછી તે રિયાને કહે છે..
"રિયા તે મને એક કેરેક્ટરલેસ છોકરીથી બચાવી લીધો તેની માટે હું તારો કેવી રીતે આભાર વ્યક્ત કરું!" વિકાસ ખુશ થઈને રિયાને કહે છે.
"અરે વિકાસ એ તો મારી ફરજ હતી પણ હું તને ચાહવા લાગી છું વિકાસ શું તું મારી સાથે લગ્ન કરીશ"
"અરે રિયા!! તે મને ખુબ જ મોટી ભૂલ કરતા અટકાવ્યો છે,એટલે હવે એમ પણ મારી જિંદગી તારી ઉપર કુરબાન બસ!!" વિકાસે ખુશ થઈને રિયાને કહ્યું..
       છેવટે સમય વિતે છે અને વિકાસ અને રિયા લગ્ન કરી લે છે..વિકાસને પણ તેના ધંધા માં સારી એવી સફળતા મળી જાય છે.
અને એક દિવસ તે લોકોએ પાર્ટીમાં જવાનું હોય છે..
"ઓહ! ડીઅર હવે કેટલી વાર લેટ થાય છે પાર્ટીમાં જવાનું!" વિકાસે કહ્યું..
"હા વિકાસ બસ 5 મિનિટ" રિયા બોલી..
"અરે તે તો બવ વાર લગાડી રિયા,ચાલ હવે જલ્દી બેસી જા ગાડીમાં" વિકાસ ગાડી સ્ટાર્ટ કરતા બોલ્યો..
"અરે વિકાસ મ્યુઝિક થોડુંક ધીમું કર મારા કાનના પડદા ફાટી જશે" રિયા ચીડવાઈને બોલી..
"લે અમારા મેડમ ને પ્રોબ્લેમ થવા લાગી હમણાં કરી દઈએ ધીમું" વિકાસ હસીને બોલ્યો..
    એટલામાં ત્યાં રસ્તામાં એક ટ્રક સાથે વિકાસની કારનું જોરદાર એક્સીડેન્ટ થાય છે અને...
"અરે જલ્દી આવો જોરદાર એક્સીડેન્ટ થયું છે અહીંયા" એક વ્યક્તિ જોરથી બોલ્યો...
"ચાલ હું 108 ને કોલ કરી લવ,હેલ્લો રામ ચોક પાસે જોરદાર એક્સીડેન્ટ થયું છે જેમ બને તેમ જલ્દી આવી જાવ" તે વ્યક્તિ હડબડીમાં બોલ્યો..
"અરે ખૂબ જ લોહી વહી ગયું છે આ છોકરાનું તો" એક વ્યક્તિ ટોળામાંથી બોલ્યો...
"અરે પેલી છોકરી કાંઈક બોલે છે" એક વ્યક્તિ બોલ્યો...
"મા....રો... વિકાસ.... ક્યાં છે" રિયાએ દર્દ માં કહ્યું...
"ચાલો પાછળ હટો બધા અમારું કામ કરવા દો!" 108 આવે છે અને વિકાસ અને રિયા ને ઉઠાવીને હોસ્પિટલ લઈ જાય છે..
"સારું થયું ટાઈમ ઉપર તમે લઈ આવ્યા બાકી આમના બચવાના ચાન્સ સાવ ઓછા હતા" ડોક્ટરે પેલા અજાણ્યા વ્યક્તિને કહ્યું..
"અરે સર આ તો મારી ફરજ છે" એમ કહી તે અજાણ્યો વ્યક્તિ ત્યાંથી નીકળી જાય છે..
"સર ઇટ્સ વેરી સિરિયસ કેસ" નર્સે ડોક્ટરને કહ્યું...
"કેમ શું થયું" ડોક્ટરે નર્સ ને હેરાની થી પૂછ્યું...
"સર એક્સીડેન્ટમાં જે ગાડી ડ્રાઇવ કરતા હતા તેમના પૂરા પગમાં પતરૂ જતું રહ્યું છે જેથી તેમના પગ માં પોઇઝન થઈ ગયું છે જો તેમના બન્ને પગ ના કાપ્યા તો આ પોઇઝન આખા શરીરમાં ફેલાવાની શકયતા છે" નર્સે ડરીને ડોક્ટર ને કહ્યું...
"અત્યારે આ પેશન્ટ ની જિંદગી બચાવી જોઈએ એ આપણો હેતુ છે તેમના પગ બન્ને પગ કાપી નાખો" ડોક્ટરે નર્સ ને હુકમ કર્યો..
વિકાસનું ઓપરેશન કરી તેના બન્ને પગ કાપી નાખવામાં આવે છે...
"હું ક્યાં છું?મને કેમ બેડ માં સુવાડયો છે?" વિકાસ ઓપરેશન પછી જોજોરથી બોલે છે...
"અરે તમને કાંઈ યાદ નથી" ડોક્ટર વિકાસને પૂછે છે..
"અરે ના મને કોઈ યાદ નથી એ જવા દો પણ મારી પત્ની રિયા ક્યાં છે?
અરે એ સલામત છે એમને તો ખાલી સામાન્ય ખરોચ આવી હતી એ બહાર તમને હોંશ આવે તેની રાહ જોવે છે.." ડોક્ટરે વિકાસને કહ્યું..
"હા ડૉક્ટર મને એને મળવા જવા દો"
"અરે તમે ઉભા ના થાવ" ડોક્ટરે કહ્યું..
"ડોક્ટર મારા પગ ક્યાં ગયા" વિકાસે ડરીને પૂછ્યું...
"તમે એક્સીડેન્ટમાં તમારા પગ ગુમાવી ચુક્યા છો જો હું એવુ ના કરેત તો તમે કદાચ અત્યારે જીવતા ના હોત" ડોક્ટર વિકાસને કહે છે..
"ડોક્ટર.. હવે હું શું કરીશ... મારું શું થશે??" વિકાસ ડોક્ટરને રડતા રડતા કહે છે..
"કાઈ ઓપરેશનના એક વર્ષ પછી તમેં એક અમેરિકા ની નવી ટેકનોલોજી ના હિસાબે નવા પગ નખાવી શકશો એટલે તમે ચિંતા ના કરશો"ડોક્ટર વિકાસને આશ્વાસન આપતા કહે છે...
"રિયા... લે આવી ગઈ તું,હવે હું શું કરીશ" કહીને વિકાસ રિયા સામે જોઇને રડવા લાગે છે..
"તું જે કરે તે વિકાસ એ તો મને ખબર નથી પણ હજુ તો મારી પાસે આખી જિંદગી પડી છે એટલે હું આખી જિંદગી તારી સેવા તો નહીં જ કરું આ લે તારી રિંગ અને ગુડ બાય મને ગોતવાની કોશિશ ના કરતો તારી જેવા લંગડા વ્યક્તિ સાથે હું એક ક્ષણ પણ ના રહી શકું" રિયા વિકાસને કહે છે ને ત્યાંથી જતી રહે છે...
"ના..રિયા.. તું મને આમ મૂકીને ના જઇ શકે..." વિકાસ રિયાને બૂમો પાડતો પાડતો કહે છે...

(પાંચમો ભાગ પૂર્ણ)

હવે લાચાર થયેલો વિકાસ શું કરશે?
   શું રિયા હવે વિકાસ પાસે પાછી આવશે??
વિકાસની જિંદગીમાં આગળ શું થશે એ જાણવા વાંચતા રહો"બાય મિસ્ટેક લવ" અને તમને આ ભાગ વાંચવાની મજા આવી હોય તો મિત્રો તમારો અભિપ્રાય આપવાનો ના ભૂલતા..તમારો અભિપ્રાય મારી માટે ખૂબ જ મદદરૂપ બનશે...

***