DIl ka rishta - a love story - 4 PDF free in Love Stories in Gujarati

દિલ કા રિશ્તા A love story ભાગ 4

   ( આગળ ના ભાગ માં જોયું કે રોહન રશ્મિ ને ઘરે ડ્રોપ કરી ને પરત ફરતો હોઈ ત્યાં કોઈ કાર આવે છે એમ થી કોઈ છોકરી ઉતરે છે જેને જોતા જ રોહન ના દિલ ટાર ઝનઝણી ઉઠે છે એ છોકરી તો પછી ચાલી જાય છે પણ રાહુલ એના વીશે જ વિચારે છે ત્યાં જ... હવે આગળ)

     રોહન રસ્તા માં એજ વિચારે છે કે કોણ હતી એ હું તો એને ઓળખતો પણ નથી કે ના એનું નામ કે સરનામું જાણું છું હું એને કઇ રીતે ગોતીશ  આવું વિચારતા વિચારતા આવતો હતો ત્યાં જ ફોન ની રિંગ રણકી રોહન એ સાઈડ માં બાઇક રોકી મોબાઈલ કાઢે છે સ્ક્રીન પર વિકી નામ ડિસ્પ્લે થાય છે રોહન ફોન ઉપાડે છે હજી કાઈ બોલે પેલા વિકી અમદાવાદી લહેકા માં વરસી પડે છે " તું ક્યાં છે લ્યા ક્યાર નો કૉલ કરું લાગતો જ નહી ને તારી ઓફિસ તો ક્યાર ની કલોસ થઈ ગઈ હજી કેમ ઘરે નઈ આયો.. રોહન " કઈ નહિ આતો રશ્મિ નું બાઇક ખરાબ થઈ ગયું તું તો એને ડ્રોપ કરવા આવ્યો તો બસ રસ્તા માં જ છું.. વિકી" - હે રશ્મિ?? ઓહ તો ભાઈસાબ વરસાદ માં છોકરીઓ સાથે પ્રેમ લીલા રચાવે છે એમ?? આ રશ્મિ કોણ છે લ્યા??  રોહન "- ચૂપ કર બદમાશ કમળો હોઈ એને પીળું જ દેખાય ચલ બાય ઘરે જ આવું છું ત્યાં આવી તને રશ્મિપુરાણ સંભળાવીસ હો વિકી"- હા ઠીક છે જલ્દી આવ બધા વેઇટ કરે છે  રોહન :- પણ તું ફોન મુક તો આવું ને..

       ફોન કટ કરી ખિસ્સા માં મૂકે છે અને ઘર તરફ બાઇક થોડી વધારે સ્પીડે ભગાવે છે ઘરે પહોંચી ડોરબેલ વગાડે છે માધવ દરવાજો ખોલે છે રોહન ને ભીંજાયેલો જોઈ "- ક્યાં હતો એલા ક્યાર ના કોલ કરીયે ને આ શુ આખો ભીંજાય ગયો આ રેઇનકોટ શુ પૂજા કરવા માટે રાખ્યો તો ? રોહન"- અરે હા યાર ભુલાય જ ગયો એતો માધવ"- ચાલ હવે પછી વાતો કરજે જલ્દી કપડાં બદલ નહીં તો બીમાર પડીશ જલ્દી ફ્રેશ થઈ ને આવ તારી જ રાહ જોતા હતા જમવાનું તૈયાર છે રોહન"- હા ઓકે

     રોહન ફ્રેશ થઈ ને આવે છે આજ તો કાઠિયાવાડી જમવાનું બનાવ્યું હતું રોહન તો ખુશ થઈ ગયો કકળી ને ભૂખ લાગી હતી અને એમાં એનું મનપસંદ કાઠિયાવાડી જમણ બધા ફટાફટ જમવા બેસી ગયા બધા કડકડતી ભૂખ લાગી જોવા છતાં રોહન ની રાહ જોઈ રહ્યા હતા રોહન કહે મારે મોડું થયું તો તમારે તો જમી લેવાય ને માધવ કહે કે આટલા સમય થી ક્યારેય કોઈ ને મૂકી ને થોડા જમ્યા છે કે આજ જમી લઈએ હા આ વિકિડો ક્યારનો ઉચો નીચો થતો હતો પણ અમે એને પણ રોકી રાખ્યો  ક્યાંક બધું ના ઝાપટી જાય એટલે આમ કહી બધા હસવા લાગે છે વિકી ખોટો ગુસ્સો કરે છે માધવ કહે છે મજાક કરું છું યાર મારા વિકીડા.. રોહન આટલા સારા મિત્રો મળવા બદલ મનોમન પોતાને ભાગ્યશાળી સમજતો હતો બધાયે હસી મજાક કરતા કરતા ધરાઈ ને ખાધું વિકી"- અરે રોહન એ બધું તો ઠીક આ રશ્મિ કોણ છે જેની સાથે આપ લોન્ગ ડ્રાઈવ પર ગયા હતા હમ્મ રોહન"- અરે તને નહીં કવ ત્યાં સુધી શાંતિ નહીં થાય એ મારી સાથે જ જોબ કરે છે આજ એનું બાઇક ખરાબ થઈ ગયું હતું એટલે હું એને ડ્રોપ કરવા ગયો હતો રસ્તા નું કામ ચાલુ હોવા થી થોડું ફરી ને જવું પડ્યું એમાં લેટ થઈ ગયું હવે ઓકે????? મને વિશ્વાસ નથી આવતો પણ તું કહે છે તો ઓકે!! એમ કહી હસવા લાગે છે થોડી વાર ગપાટા મારી ને થોડી વાર થઈ ત્યાં બધા પોતાના ફોન લઇ અને એની સપના ની રાજકુમારીઓ સાથે વાતો કરવા માટે કોઈ ને કોઈ બહાનું બનાવી અને છટકી જાય છે  એ બધા ને ગર્લફ્રેન્ડ હતી એટલે બધા મોડે સુધી એની સાથે ચીપકી રહેતા એક રોહન જ એમા થી બાકાત હતો રોજ જ્યારે એ બધા ફોન પર વાતો કરતા ત્યારે રોહન કહેતો કે મને તમારા આ લવ વાળા નાટક મગજ માં નથી બેસતા તમને સુતા બેસતા ખાતા પીતા બસ એજ દેખાય સવારે ઉઠી પેલા એના ગુડ મોર્નિંગ ના સાંભળો તો દિવસ ના ઉગે ગુડનાઈટ ના કહે તો રાત ના પડે શુ છે આ બધું  મને તો ક્યારેય કાઈ થતું નથી તો વિકી કહેતો કે તને જ્યારે પ્રેમ થશે ત્યારે ખબર પડશે બધા ને એમ હતું કે આજ પણ હમણાં જાશુ એટલે રોહન ચિડાશે પણ આજ રોહન ચૂપચાપ ચાલ્યો ગયો બધા ને થોડી નવાઈ લાગી કે આને શુ થયું પણ બધા ને લાગ્યું કે થાકી ગયો હશે એટલે! પથારી માં પડતા જ રોહન ફરી એ છોકરી વિશે વિચારવા લાગ્યો સુવાની કોશિશ કરે છે પણ  આખો બંદ કરી ત્યાં જ એને દેખાય છે એ તલ, એ આંખો, એ માસૂમ મુસ્કુરાહટ... આજ ઓફિસ માં ઘણું કામ હોવાથી થાક્યો પણ હતો પણ નીંદર રાની જાણે રિસાયા હોઈ એમ આંખો બંદ થવાનું નામ નથી લેતી અને આમ પણ કહ્યું છે ને કે પ્રેમ માં પડ્યા પછી નીંદર સાથે વેર થઈ જાય છે બસ આવા જ કંઈક હાલ હતા રોહન ના આખો બંદ કરે અને દેખાય સીધો જ એ ચેહરો કોણ હતી એ ? આવડા મોટા અમદાવાદ માં ક્યાં રહેતી હશે જ્યાં પણ હોઈ હું એને શોધી કાઢીશ આવું વિચારતા વિચારતા એની આંખ મળી ગઈ

         અડધી રાત થઈ તો એને એના મોઢા પર કૈક હોઈ એવું મહેસુસ થયું આંખ ખોલી તો દુપટો એના ચહેરા પર હતો એને દુપટો હટાવ્યો જોયું તો અરે આતો કોઈ છોકરી નો દુપટો છે અહીંયા છોકરી નો દુપટો ??? અહીંયા તો અમે 5 છોકરાઓ જ રહીએ છે ઓહ આ વિકી ની ટીના મીના નો હશે?? હજુ વિચારે ત્યાં જ કોઈ નો ખડખડાટ હસવાનો અવાજ આવે છે રોહન જુવે છે ત્યાં તો એજ આંખો એજ તલ એજ માસૂમિયત ભરેલી મુસ્કાન રોહન ને વિશ્વાસ નથી આવતો એ આંખો ચોળી ને જુવે છે અરે હા આતો એજ છે પણ એ અહીંયા? એ પણ આટલી મોડી રાતે ??? ત્યાં એ છોકરી નજીક આવે છે અને કહે છે કે આમ શુ જુવો છો હા હું જ છું એજ વિચારો છો ને કે હું અહીંયા કેમ ??? તો મને ખબર પડી ગઈ કે તમે મને શોધો છો તો હું જ આવી ગઈ સામે થી અને હું એ પણ જાણું છું કે તમે મને પ્રેમ કરવા લાગ્યા છો હું પણ તમને પ્રેમ કરૂ છું હું એટલે જ આવી છું અહીંયા રોહન ને વિશ્વાસ નથી આવતો કે આ સાચું છે શું કહ્યું? તું પણ મને પ્રેમ કરે છે છોકરી કહે હા રોહન એને હાથ પકડી ખેંચી ગળે લાગવા જાય ત્યાં જ એલાર્મ વાગે છે અને રોહન ની ઊંઘ ઉડે છે ઓહ આતો સપનું હતું ??? રોહન જુવે છે તો સવાર ના સાડા પાંચ વાગી ગયા છે બધા ભર ઊંઘ માં હતા રોહન વિચારે કે શુ સપનું હતું યાર બધા કહે સવાર નું સપનું સાચું પડે છે આ સપનું સાચું પડી જાય એટલે મજા ની લાઈફ  રોહન ફ્રેશ થઈ અને નીકળી પડ્યો વોકિંગ માં એ એનો નિત્યક્રમ હતો એના મિત્રો બધા રાત્રે જાગતા હોવા થી સુતા રહેતા પણ એ રોજ સવારે વોકિંગ કરવા નીકળી પડતો વોકિંગ કરતા કરતા એ રાત્રે આવેલા સપના વીશે વિચારે છે વિચાર માં ને વિચાર માં 7 વાગી ગયા વોકિંગ કરી ને આવ્યો ત્યાં બધા ઉઠી ગયા હતા બધા સાથે ફટાફટ નાસ્તો કરી ને કામ પર જવા નીકળી પડ્યા

             ઓફિસ એ પહોંચી બધા ને મોર્નિંગ વિશ કરે છે ત્યાં અચાનક એને પેલી છોકરી દેખાય છે એ પણ ઓફિસયલ ડ્રેસ માં ઓહ આ મારી ઓફિસ માં જ જોબ કરે છે ને મને જ નથી ખબર હજી વિચારે છે ત્યાં છોકરી લિફ્ટ નું બટન દબાવે છે અને લિફ્ટ ની રાહ જોવે છે રોહન એ વિચાર્યું તેદી તો ચાલી ગઈ પણ આજ નહીં જવા દઉં એ ઉતાવળા પગલે લિફ્ટ તરફ ભાગે છે પણ એ ત્યાં પોહચે ત્યાં સુધી માં લિફ્ટ નીચે આવી ગઈ હોય છે એ છોકરી દોર ઓપન કરી ને અંદર જાય છે રોહન એને કાઈ કહે પેલા તો લિફ્ટ નો ડોર બંદ થઈ જાય છે રોહન લિફ્ટ ને ઉપર જતા જોઈ રહ્યો......to be continue...

        (શુ એ છોકરી રોહન ની ઓફિસ માં જ જોબ કરતી હતી??? રોહન એને કઈ રીતે પાછો મળશે??? રોહન એને મળશે તો દિલ ની વાત કહી શકશે???? રશ્મિ ના રોહન પ્રત્યે ના પ્રેમ નો શુ અંજામ આવે છે ???? એ જાણવા માટે વાંચતા રહો દિલ કા રિશ્તા A love story....

Rate & Review

Priti Patel

Priti Patel 6 months ago

Niral Bhanderi

Niral Bhanderi 3 years ago

Sneha Parmar

Sneha Parmar 3 years ago

Hetal Patel

Hetal Patel 3 years ago

hari

hari 3 years ago

Share

NEW REALESED