Dil ka rishta - 8 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા A love story - ભાગ 8

                                     (ભાગ 8)              (આગળ જોયું કે રોહન અને રશ્મિ પૂજા ના લગ્ન માટે ખરીદી કરવા જાય છે અને 10 દિવસ ની રજા મળતા બન્ને રોહન નું વતન એટલે કે પોરબંદર જવા રવાના થાય છે હવે જુવો આગળ )            રોહન અને રશ્મિ રાત્રે 11 વાગે A.C વોલ્વો માં રવાના થાય છે પોરબંદર તરફ રોહન અને રશ્મિ આ પેલા પણ ઘણીવાર પોરબંદર આવેલા પણ ત્યારે એ ઓફિસ ના કામ થી આવેલા હોઈ છે તો બહું સમય ન રહેતો આ વખતે એ પૂજા ના લગ્ન માટે આવે છે તો બન્ને રિલેક્સ ફિલ કરે છે કેમકે કામ માટે આવે એટલે એને સક્સેસ કરવા નું ટેન્સન હોઈ તો આ વખતે નિરાંતે એન્જોય કરી શકશે અને રજા પણ 10 દિવસ ની છે તો આજુબાજુ ના જોવા લાયક સ્થળો એ જવાનું પણ બન્ને એ નક્કી કર્યું વાતો કરતા કરતા બન્ને સુઈ ગયા સવારે 5 વાગ્યા રશ્મિ ની આંખ ખુલી તો રાણાવાવ આવી ગયું હતું હવે બસ પોરબંદર બહું દૂર ના હતું રોહન પણ ઉઠી જાય છે વનાણાં ચેકપોસ્ટ વટાવતા જ રોહન અને રશ્મિ પોતાનો સામાન ચેક કરે છે પોરબંદર એરપોર્ટ થઈ અને બસ નરસંગ ટેકરી બ્રિજ ની નીચે ઉભે છે રોહન અને રશ્મિ પોતાનો સામાન લઇ નીચે ઉતરે જ છે ત્યાં જ એનો ભાઈ અજય એની રાહ જોઈ રહ્યો હોય છે એ લોકો ને ઉતરતા જોઈ એ નજીક જાય છે અને રોહન ને ભેટી પડે છે બન્ને ભાઈઓ ને ખૂબ જ બનતું એમાં પણ રોહન ના અમદાવાદ ગયા પછી અજય ને એના ભાઈ અને ખાસ મિત્ર પણ ખરા એવા રોહન ની કમી બહુ મહેસુસ થતી  તો રોહન ને જોઈ અજય ખુશ થઈ જાય છે અને ભેટી પડે છે અજય રશ્મિ ને પણ હાથ મિલાવી કહે છે" વેલકમ ટુ અવર પોરબંદર " રશ્મિ હસી અને કહે છે " થેન્ક યુ થેન્ક યુ" અજય સામાન ગાડી માં મૂકે છે અને ગાડી હંકારે છે એના ઘર તરફ....

************


        ઘરે પહોંચતા જ રોહન ના મમ્મી એની રાહ જોઈ રહ્યા હોય છે એ બન્ને નું સ્વાગત કરે છે રોહન એના મમ્મી ને નાના બાળક ની જેમ ભેટી પડે છે રોહન ના મમ્મી પણ ઘણા સમય પછી રોહન ને જોતા આંખ માં હરખ ના આંસુ આવી જાય છે અજય કહે છે " રશ્મિ હવે 10 દિવસ સુધી મારુ પત્તુ કટ હવે બધી સરભરા રોહન ની જ થશે એને ભાવતું બનશે મમ્મી એ કહેશે એ જ કરશે "
 રોહન" હા બસ તું ચાલુ કરી દે હું અહી આવ્યો નથી કે તારા નાટક શરૂ થયા નથી પણ એક વાત કહું?? 
અજય:- ના મારે નથી સાંભળવું મને ખબર જ છે કે તું કહીશ કે મમ્મી મારા કરતાં તને વધુ પ્રેમ કરે છે 
રોહન :- હાહાહા વાહ તો તે સ્વીકારી લીધું એમ ને 
રોહન ના મમ્મી કહે કે તમે બેય હવે ઝગડા બંદ કરો રશ્મિ શુ વિચારશે 
રશ્મિ :- અરે નહિ આંટી મને ખબર છે કે એ બન્ને ભાઈઓ ની આ લડાઈ 10 દિવસ સુધી આમ ચાલુ જ રહેશે અને આપણે બન્ને એ એ જ સાંભળવા નું છે 
" હા બેટા એ છોડ કેમ છે તું કેમ છે તારા આંટી" 
રશ્મિ:- આંટી પણ મજા માં અને હું તો તમારી સામે જ છું એકદમ મજા માં
રોહન ના મમ્મી:- સારું બેટા આરામ કરવો હોય તો આરામ કરો થોડીવાર પછી ફ્રેશ થઈ ને આવો હું ચા નાસ્તો બનાવી રાખું છું 
રશ્મિ:- આંટી તમે તકલીફ ન લો પ્લીઝ
રોહન ના મમ્મી:- અરે ના બેટા એમા તકલીફ શુ જાઓ તમે થોડીવાર આરામ કરી ફ્રેશ થઈ નીચે આવો આજ ઢોકળા બનાવા ની છું મારા રોહન ને ઢોકળા બહુ ભાવે (રોહન ના માથે હાથ ફેરવી કહે છે) 
રોહન:- ( ખુશ થઈ કહે છે) અરે વાહ મમ્મી તું કેમ જાણી લે છે કે મારી ઈચ્છા શુ ખાવા ની છે 
જવાબ માં એના મમ્મી ફક્ત હસે છે અને કહે છે હવે જાઓ આરામ કરો રશ્મિ બેટા તું અમારા રૂમ માં આરામ કર રશ્મિ કહે ઓકે આંટી અને રોહન એનો અને અજય નો રૂમ કોમન હોઈ છે ત્યાં જાય છે રોહન અને રશ્મિ પણ આખી રાત મુસાફરી કરી થાકી ગયા હોય છે તો થોડીવાર સુઈ જાય  છે..

********


       9 વાગ્યે રશ્મિ ને કઈક કાન પાસે સળવળે છે રશ્મિ હજી ઊંઘ માં હોઈ છે એ આંખો ખોલે ત્યાં જ પૂજા કાન પાસે જોર થી ચીસ પાડે છે રશ્મિ ડરી ને ઉઠી જાય છે જુવે તો સામે અજય અને પુજા જોરજોર થી હસે છે
રશ્મિ- " તમે બેય પાગલ છો ?? હું સાચે જ ડરી ગઈ  
પૂજા- " તો શું કરીએ તમે અહીંયા ઊંઘવા આવ્યા છો કે મારા લગ્ન માં ચલ ઉઠ જલ્દી 
ત્યાં રોહન ના મમ્મી આવે છે 
"અરે તમે એને હેરાન ના કરો રોજ તો કામ કરતા હોય આજ એને આરામ કરવા દો 
પૂજા- "ના ફઈ તમેં વચ્ચે ના પડો હો અને પેલો રોહન ક્યાં છે એની તો સ્પેશિયલ પૂજા કરવી છે ચલ અજય રેડી છે ને અજય ને આંખ મિચકારતા કહે છે 
અજય " યસ ચલ એ ત્યાં રૂમ માં છે 
રોહન ના મમ્મી :- એય શેતાનો મારા દીકરા ને હેરાન નથી કરવાનો સમજ્યા 
પૂજા :- ફઈ તમે અત્યારે વચ્ચે ના આવો જાઓ રશ્મિ અહીંયા નવી છે એને મદદ કરો કૈક ખવડાવો અજય તું ચલ મારી સાથે એમ કહી બન્ને રોહન ના રૂમ માં આવે છે રોહન નિરાંતે ઊંઘતો હોઈ છે 
પૂજા:- જો તો અજય સૂતો છે તો કેવો માસૂમ લાગે છે પણ હમણાં એની બધી માસૂમિયત ગાયબ થઈ જશે એમ કહી હસવા લાગેછે અજય ઈશારા થી ચૂપ રેવાનું કહે છે પૂજા ધીંમે થી કહે છે  ચલ રેડી.... અજય અંગુઠો બતાવી ok કહે છે 

1
.
.
2
.
.
.
.
3
.
.
.
go.........


to be continue

      પૂજા અને અજય શુ શેતાની કરવા ના હતા??? રોહન અને રશ્મિ  ને શુ સરપ્રાઈઝ મળશે જેના થી બન્ને ની જિંદગી બદલાઈ જશે????  પૂજા ના લગ્ન અને પોરબંદર ની સફર કેવી રહેશે ???? રશ્મિ ના રોહન પ્રત્યે ના પ્રેમ નો શુ અંજામ આવશે????? આ બધું જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા A love story... 
Share

NEW REALESED