Dil ka rishta - 11 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા A LOVE STORY - 11

                              ભાગ-11 

   (આગળ જોયું કે રશ્મિ ની હા થતા જ્યોતિ બેન અને આખો પરિવાર ખુશ છે જ્યોતિ બેન રશ્મિ ના આંટી અલ્પા બેન પાસે  રશ્મિ નો હાથ માંગે છે એની પણ હા હોઈ છે હવે બધા રાહ જોવે છે રોહન ની હા ની  તો હવે વાંચો આગળ) 


      પૂજા બધા ને મોઢું મીઠું કરાવે છે અને હવે સૌ રાહ જુવે છે રોહન ના ઘરે આવવા ની આજ ખુશી નો દિવસ હોવા થી બપોર ની રસોઈ માં દાળ ભાત રોહન નું મનપસંદ બટેટા નું શાક અને સાથે રોહન ને ખૂબ જ મનપસંદ એવો શિરો બનાવે છે બધા જમવા ની તૈયારી કરે છે ત્યાં જ અજય અને રોહન આવે છે પોતાનું મનપસંદ ભોજન જોઈ ખુશ થઈ જાય છે જ્યોતિ બેન કહે બેય જલ્દી ફ્રેશ થઈ ને આવો જમવાનું તૈયાર છે બન્ને ભાઈ આવે એટલે બધા જમવા બેસે છે

 રોહન:- વાહ મમ્મી શુ જમવાનું બનાવ્યું છે અને આજ તો બધુ મારી પસંદ નું મજા આવી ગઈ 
પૂજા ધીમે થી કહે :-  હા બચ્ચું કેમકે બકરા ને હલાલ કરતા પેલા એકદમ ખવડાવવા માં આવે છે " રશ્મિ  એ સાંભળે છે બન્ને હસવા લાગે છે 

રોહન :- ઓય બટકબોલી શુ બોલી પાછું બોલ તો 

પૂજા :- અરે કાઈ નહિ યાર


           બધા જમી અને હોલ માં બેઠા હોય છે પૂજા જ્યોતિ બેન ને ઈશારો કરે છે કે વાત ચાલુ કરો અજય જુવે છે એ ઈશારા થી પૂજા ને પૂછે છે શું વાત છે પૂજા અજય ને સાઈડ માં જઇ બધું સમજાવે છે અજય વાત સાંભળી  ખુશ થઈ કહે શુ સાચે જ ?? પૂજા ઈશારા થી ચૂપ રેવા જણાવે છે આ બધું રોહન જુવે છે 

રોહન :- શુ વાત છે શું બધા એકબીજા ને ઈશારા કરો છો અને તમે બન્ને શુ ત્યાં જઈ ગપસપ કરો છો  મમ્મી શુ વાત છે 

જ્યોતિબેન:- હમ્મ વાત એમ છે ને કે ... એ ક્યાં થી વાત ચાલુ કરવી એ વિચારે છે 

રોહન :- મમ્મી એવી શુ વાત છે કે તમારે મારી સાથે વાત કરતા આટલું વિચારવું પડે છે 

જ્યોતિબેન:- ઓકે તો હું સીધી જ વાત કરું છું રોહન બેટા હવે તારી લગ્નલયક ઉંમર થઈ ગઈ છે તો અમે વિચાર્યું છે કે હવે તારે લગ્ન કરી લેવા જોઈએ 

રોહન (મન માં) :- અરે મમ્મી હું પણ એજ ઈચ્છું છુ પણ મારી ડ્રિમગર્લ ખબર નહિ  ક્યાં ચાલી ગઈ છે" હજી આગળ કાઈ વિચારે પેલા જ્યોતિ બેન ચપટી વગાડી કહે છે 

જ્યોતિબેન:- રોહન શુ વિચારે છે??  

રોહન ઝબકે છે :- હમ્મ ના કઈ નહિ..

જ્યોતિબેન:- મારી ઈચ્છા છે કે હવે મારે સાસુ બની જવું છે અને મેં તારા માટે છોકરી પણ પસંદ કરી લીધી છે 

રોહન :- શુ?? અરે મમ્મી મેં હમણાં એ વિશે કાઈ વિચાર્યું નથી 

જ્યોતિબેન :- હા પણ નથી વિચાર્યું તો હવે વિચાર અને પૂછીશ નહિ કે છોકરી કોણ છે ??? 

રોહન :- અત્યારે હું એ વિચારવા નથી માંગતો અને હું મારા કરિયર વિશે વિચારવા માંગુ છું 

જ્યોતિબેન:- પણ કોણ છે છોકરી એ તો જાણી લે પછી તારી ના હશે તો હું તને ફોર્સ નહિ કરું 

રોહન:- ઓકે કહો કોણ છોકરી તમે પસંદ કરી લીધી ?? 

જ્યોતિબેન :- એ છોકરી છે રશ્મિ.

જ્યોતીબેન અને એના પરિવાર અને અંદરખાને રશ્મિ ને પણ એમ હતું કે રોહન રશ્મિ ને પસંદ કરે છે એટલે એ તરત હા પાડશે 

રોહન :-શુ રશ્મિ?? રશ્મિ ને તમે મારા માટે પસંદ કરીછે ?? રોહન હસવા લાગે છે 

રોહન ને આ રીતે હસતો જોઈ બધા આશ્ચર્યચકિત થઈ જાય છે 

પૂજા :- હા રશ્મિ અમને બધા ને રશ્મિ તારા માટે એકદમ પરફેક્ટ લાગે છે અને ફઇ ને રશ્મિ બહુ જ પસંદ છે 

રોહન :- અરે પૂજા તમે બધા પાગલ છો ?? રશ્મિ મારી ફ્રેન્ડ છે પ્રેમિકા નહિ અને તમે એનું તો વિચારો એ શું વિચારશે કાઈ પણ વિચાર્યા વિના બોલો છો

જ્યોતિબેન :- રોહન અમે બધું વિચારી લીધું છે અમે પેલા જ રશમી ને પૂછી લીધું છે અને એના આંટી સાથે પણ વાત કરી લીધી છે  એની અને એના આંટી બન્ને ની હા છે..

   હવે આશ્ચર્યચકિત થવાનો વારો રોહન નો હતો કારણ કે એને તો સપને પણ ખ્યાલ નહોતો કે રશ્મિ એને પસંદ કરે છે 

રોહન:- શુ રશ્મિ ની હા છે ?? 

બધા એકીસાથે બોલી ઉઠે છે હાઆઆ...

             રોહન નો મગજ અત્યારે બંદ પડી જાય છે શું થઈ રહ્યું છે અને એને શુ કરવું જોઈએ કાઈ સમજ માં નથી આવતું એને લાગ્યું કે એ અત્યાર ની આ પરિસ્થિતિ નો સામનો નહિ કરી શકે એટલે એ બસ એટલું કહે છે કે મેં હજી એ વિશે કાઈ વિચાર્યું નથી આપણે પછી આ વિશે  વાત કરશું એમ કહી એ એના રૂમ માં ચાલ્યો જાય છે પૂજા કહે રોહન વાત તો સાંભળ અરે... પણ રોહન તો સાંભળ્યું ના સાંભળ્યું કરી ચાલ્યો જાય છે બધા એકબીજા સામે જુવે છે કારણ કે કોઈ એ નહોતું વિચાર્યું કે આવું કાઈ થશે પૂજા કહે હું રોહન ની સાથે વાત કરવા જાવ છું રશ્મિ એને રોકે છે અને કહે છે ના તું રહેવા દે હું વાત કરું છું કારણ કે બીજા ને તો ના સમજાણું કાઈ પણ રશ્મિ સમજી ગઈ કે કંઈક ગડબડ છે વાત કૈક બીજી છે રોહન કૈક છુપાવે છે એ રોહન ના રૂમ તરફ આગળ વધે છે 


        રશ્મિ રોહન ના રૂમ નો દરવાજો ખટખટાવે છે 
રશ્મિ:- રોહન હું અંદર આવી શકું?? 

રોહન :- હા રશ્મિ આવ 

રશ્મિ :- શુ વાત છે રોહન કેમ આમ અચાનક ચાલ્યો ગયો 

રોહન :- સોરી રશ્મિ પણ હજી મેં આ વિશે વિચાર્યું નથી અને અચાનક આ સવાલ પૂછતાં મારે શું જવાબ આપવો 

રશ્મિ:- (રોહન નો હાથ પોતાના હાથ માં લઇ) ના રોહન એ વાત નથી વાત કૈક બીજી છે તું કેમ આટલો પરેશાન છે 
રોહન ( મનમાં ) :- હું શું જણાવું તને કે હું કોઈ બીજી છોકરી ને પ્રેમ કરું છું હું એની પાછળ પાગલ બની ગયો છું ક્યાંય મન નથી લાગતું હું એ પણ નથી જાણતો કે એ કોણ છે ક્યાં રહે છે બસ એક વાર જોઈ છે હું અહીંયા પાગલ છું અને એને ખબર પણ નથી કે કોઈ વ્યક્તિ એને આટલી હદે પ્રેમ કરવા લાગી છે પણ એ એને અત્યારે કોઈ ને કહેવું ઉચિત ના લાગ્યું કેમકે જ્યાં સુધી એને મળે નહીં ત્યાં સુધી એ કોઈ ને કાઈ કેહવા નહોતો માંગતો એટલે કહ્યું કે એતો બસ એમ જ કે અચાનક આ રીતે કહ્યું મમ્મી એ કે તારી સાથે ..અને તે મને ક્યારેય જણાવ્યું નહિ કે તું મને... 

રશ્મિ:- હા નથી જણાવ્યું તો આજ જણાવી દવ છું રોહન હું તને પસન્દ કરું છું ક્યાર થી એ મને પણ નથી ખબર પણ તારી સાથે રેવું વાત કરવી તારી નાની નાની વાતો નું ધ્યાન રાખવું એ બધું મને ગમે છે અને હું મારી જિંદગી કોઈ સાથે ખુશી ખુશી જીવી શકું તો એ તું જ છે રોહન પણ મેં ક્યારેય ન કહ્યું કેમકે મને ડર હતો કે ક્યાંક આપણી મિત્રતા પર એની અસર ના પડે એટલે મેં ના જણાવ્યું પણ આજ જ્યારે આંટી એ  કહ્યું કે એ મને એની પુત્રવધુ તરીકે પસંદ કરે છે તો એમ લાગ્યું જાણે બધું મળી ગયું બધી ખુશી ભગવાન એ એક સાથે આપી દીધી આટલું બોલતા જ રશ્મિ ની આંખ માં આસુ આવી જાય છે રોહન ને રશ્મિ એને કેટલો પ્રેમ કરે છે એ એની આંખો મા સાફ સાફ દેખાઈ છે રોહન એના આંસુ લુછવા જાય છે ત્યાં રશ્મિ એને વળગી પડે છે "આઈ લવ યુ રોહન હું તારા વિના જીવવાનું વિચારી પણ નથી શકતી હું તને ખૂબ જ પ્રેમ કરું છું"  રશ્મિ ને આમ અચાનક વળગી જતા રોહન બે ઘડી વિચારવા લાગે કે શું કરવું કારણ કે એક તરફ છે એ અંજાન છોકરી કે જેને રોહન દિલોજાન થી પ્રેમ કરે છે પણ એ કોણ છે ક્યાં છે એને મળશે કે નહીં એ કઈ રોહન નથી જાણતો તો બીજી તરફ છે રશ્મિ જે એની ખૂબ સારી મિત્ર છે જે એને આટલો પ્રેમ કરે છે અને એનો પરિવાર પણ એને ખૂબ પસંદ કરે છે પણ અચાનક રોહન ના હાથ પણ રશ્મિ ફરતે વીંટળાઈ જાય છે કારણ કે એ એને પ્રેમ ભલે નથી કરતો પણ એ એની બેસ્ટ ફ્રેન્ડ છે એ એને રડતા તો કેમ જોઈ શકે એને રશ્મિ ના આંસુ લૂછતાં કહ્યું "રશ્મિ હું સમજુ છું તારી લાગણી ને તારા પ્રેમ ને પણ મને થોડો સમય આપ વિચારવા માટે " 
રશ્મિ :- હા ઠીક છે  રોહન તને જ્યારે એમ થાય કે હવે તું તૈયાર છે તું જણાવજે હું તારી જિંદગીભર રાહ જોઇશ 
રોહન:-  ( હસતા હસતા) ના ના જિંદગીભર રાહ જોવાની જરૂર નથી પણ બસ થોડો સમય આપ....to be continue.......


       (રોહન શુ નિર્ણય લેશે ??? એ રશ્મિ ને જણાવશે કે એ કોઈ બીજી છોકરી ને પ્રેમ કરે છે ???? રોહન એ છોકરી ને મળી શકશે ??? એ પેલી છોકરી ને શોધવા ની કોશિશ કરશે કે રશ્મિ સાથે લગ્ન ની હા પાડશે ??? એ બધું જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા ..... 


   

Share

NEW REALESED