દિલ કા રિશ્તા a love story - 9 PDF free in Love Stories in Gujarati

દિલ કા રિશ્તા A LOVE STORY - 9

                                   ( ભાગ  ૯)


    ( આગળ જોયું કે રશ્મિ અને રોહન પોરબંદર આવી પહોંચે છે રોહન નો ભાઈ અજય બન્ને ને લેવા માટે આવે છે ઘરે એના મમ્મી બન્ને નું સ્વાગત કરે છે બન્ને થાકેલા હોઈ તો આરામ કરે છે ત્યારે પૂજા અને અજય શરારત કરી અને જગાડે છે અને હવે બન્ને રોહન ને જગાડવા માટે જાય છે હવે વાંચો આગળ)

        પૂજા ઈશારો કરી અજય ને કંઈક લાવવાનું કહે છે અજય લઈ ને આવે છે પૂજા ધીમે થઈ પૂછે છે રેડી અજય અંગુઠો બતાવી હામી ભરે છે પૂજા કહે ઓકે 1...2...3..... બન્ને બરફ વાળું ઠંડુ પાણી રોહન ની ઉપર ઠાલવી દે છે રોહન એકદમ ઝબકી ને જાગી જાય છે સામે અજય અને પૂજા હસતા હતા  એ સમજી જાય છે કે આ બન્ને ની શરારત છે એ હજુ કાઈ પણ કહે એ પેલા જ રોહન ના મમ્મી બન્ને ના કાન મરડે છે કહે છે તમને બન્ને ને કીધું તું ને કે મારા દીકરા ને હેરાન ના કરશો બદમાશો ઉભો હવે તમારી ખેર નથી ત્યાં તો પૂજા અને અજય એકબીજા ની પેલા બહાર ચાલ્યા જાય છે રોહન ના મમ્મી જ્યોતિ બેન રોહન સામે જુવે છે અને ગુસ્સા માં કહે છે આ બે બદમાશ ની તો ખેર નથી મારા દીકરા ની નીંદર બગાડી રોહન કહે ના મમ્મી કાઈ વાંધો નહિ બસ ઉઠવું જ હતું હવે જ્યોતિ બેન કહે સારું ચાલ તું નાહી અને ફ્રેશ થઈ નીચે આવ હું ઢોકળા ગરમ બનાવું છું રોહન કહે હા મમ્મી હું હમણાં જ આવું છું રોહન અને રશ્મિ ફ્રેશ થવા જાય છે..

                          **********************

                     રોહન અને રશ્મિ તૈયાર થઈ નીચે આવે છે
જ્યોતિબેન:- આવી ગયા બન્ને? ચાલો ત્યાં ડાઇનિંગ ટેબલ પર જ બેસી જાઓ હું ચા નાસ્તો લઈ ને આવું છું
રશ્મિ:- અરે આંટી તમે હેરાન ના થાઓ આપો હું મદદ કરું
જ્યોતિબેન:- અરે બેટા તૈયાર જ છે તું બેસ આલે આ પ્લેટ ને કપ લઈ જા બસ
રશ્મિ કહે સારું બસ રશ્મિ પણ ટેબલ પર ગોઠવાઈ છે અજય અને પૂજા દરવાજા પાસે ઉભી જોવે છે અજય કહે પૂજા ભૂખ લાગી છે ને મમ્મી અંદર જાશુ તો મને તો છોડશે નહિ તું કૈક કર
પૂજા- હા ઠીક છે કૈક કરું

      પૂજા અંદર જઇ કહે છે વાહ ફઈ સુગંધ તો સરસ આવે છે શું બનાવ્યું જ્યોતિ બેન કહે ચાંપલી ના થા મને ખબર છે તું અજય ની વકીલ બની ને આવી છે અજય ને સંભળાઈ એમ જોર થી કહે છે ઢોકળા બનાવ્યા છે પણ રોહન અને રશ્મિ સિવાય કોઈ ને નહી મળે પૂજા અજય પાસે જાય છે અજય કહે બિલાડી તું તો બધું બગાડી ને આવી સુધારવા ગઈ તી કે બગાડવા પૂજા ગુસ્સે થઈ કહે છે તો હવે હું નહિ જાવ તું જ જા ઢોકળા ને બદલે ધોકા મળશે અજય કહે અરે મારી બિલાડી તો રિસાઈ ગઈ મજાક કરું છું જા ને મારી લાડકી બેન છે ને તું તો પૂજા કહે હા હા હવે બહુ મસ્કા ના માર જાવ છું પૂજા ફરી અંદર જાય છે
પૂજા:- ફઈ આવું કરવાનું હું કાલ સાસરે જતી રહીશ ને તમે મને ઢોકળા પણ નહીં ખવડાવો
જ્યોતિબેન:-  ખોટા નાટક કરતા કોને શીખવાડયું આવું? સારું ચાલ તું બેસી જા બાકી બીજા કોઈ ને હવે નહિ મળે
પૂજા - સોરી ફઇ હવે નહિ કરીયે બસ છેલ્લી વાર માફ કરી દો
જ્યોતિબેન:- જરાય નહિ આ રશ્મિ ને પણ હેરાન કરી કોઈ મહેમાન સાથે આમ કરતું હશે?
રશ્મિ- આંટી કાઈ વાંધો નહિ એબન્ને ને માફ કરી દો હવે એવું નહિ કરે
જ્યોતિબેન:- સારું તું કહે તો માફ કરું છું બસ ચાલો બન્ને નાટકબાજ ગોઠવાઈ જાઓ ટેબલ પર બન્ને ખુશ થઈ ગોઠવાઈ છે ત્યાં જ પૂજા ના માતા પિતા પણ આવે છે જ્યોતિ બેન એમને પણ નાસ્તો કરવા આગ્રહ કરે છે બધા ભેગા બેસી નાસ્તો કરવા લાગે છે ત્યાં ઢોકળા ખાતા ખાતા રોહન ને હેડકી આવવા લાગે છે જ્યોતિ બેન હજી તો કઈ બોલે પેલા રશ્મિ બેબાકડી થઈ જાય છે ફટાફટ રોહન ને પાણી આપે છે અને કહે છે તને કેટલી વાર કીધું કે તું ઉતાવળ થી ના ખા એમ કહી રોહન ના હોઠ પાસે કાઈ ચોટયું હોઈ છે એ પોતાની ઓઢણી થી સાફ કરે છે રશ્મિ ને આમ કરતા બધા જોઈ રહે છે બધા એકબીજા સામે જોઈ ધીમે ધીમે હસે છે રોહન માટે એ કઈ નવું ના હતું કારણ કે રશ્મિ અમદાવાદ પણ એનું આ રીતે જ ધ્યાન રાખતી આની પાછળ નું કારણ એ એની મિત્રતા સમજતો હતો પણ રશ્મિ નો રોહન પ્રત્યે નો પ્રેમ જે રોહન ના ઓળખી શક્યો એ એનો પરિવાર ઓળખી ગયો રશ્મિ ને ખબર પડી કે બધા જોઈ રહ્યા છે ત્યારે એને ભાન આવ્યું કે એ અને રોહન એકલા જ નથી પણ બધા છે એ શરમાઈ ગઈ અને કહ્યું મેં નાસ્તો કરી લીધો એમ કહી ઉઠી અને ચાલી જાય છે બધા હસી પડે છે રોહન કહે શુ થયું કેમ હસો છો બધા કહે કાઈ નહિ અને નાસ્તો કરવા લાગે છે....

      

          રોહન અને અજય કોઈ કામસર બહાર જાય છે જ્યોતિ બેન  પૂજા અને એના માતા પિતા હોલ માં બેઠા છે હવે બધા જાણી ગયા છે કે રશ્મિ રોહન ને પસંદ કરે છે પણ છતાંય એની ઈચ્છા તો જાણવી જ પડશે એની હા હોઈ તો પણ એના મોઢે સાંભળવુ છે રશ્મિ નો મળતાવડો અને સાલસ સ્વભાવ ને લીધે પેલે થી જ જ્યોતિ બેન ને રશ્મિ પસંદ હતી પણ એને ક્યારેય આ બાબતે વાત ના કરી પણ આજ નાસ્તા સમયે જે રીતે રશ્મિ રોહન ની સંભાળ લેતી હતી એ જોઈ જ્યોતિબેન અને બધા સમજી ગયા કે રશ્મિ પણ રોહનને પસંદ કરે છે એટલે રશ્મિ ને પૂછવા નું વિચારે છે પણ પૂજા એના શરારતી સ્વભાવ મુજબ સીધું જ પૂછવા કરતા એક પ્લાન બનાવે છે બધા ને એ આઈડિયા પસંદ આવે છે  બધા એમા હામી ભરે છે પૂજા કહે તો ચાલો રેડી છો ને બધા એ એકસાથે કહ્યું હા...


to be continue......      ( પૂજા રશ્મિ ના મન ની વાત જાણવા શુ પ્લાન બનાવે છે ??? રશ્મિ અને રોહન ની જિંદગી શુ નવો વળાંક લેશે ??? રશ્મિ ના રોહન પ્રત્યે ના પ્રેમ નો શુ અંજામ આવશે એ જાણવા વાંચતા રહો
દિલ કા રિશ્તા A love story


Rate & Review

Priti Patel

Priti Patel 6 months ago

Vipul

Vipul 1 year ago

Niral Bhanderi

Niral Bhanderi 3 years ago

Hetal Patel

Hetal Patel 3 years ago

hari

hari 3 years ago

Share

NEW REALESED