Dil ka rishata - 5 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા A love story - ભાગ 5

 

      (આગળ જોયું કે રોહન એ છોકરી ને પોતાના ઘર માં જુવે છે પણ એ એક સપનું હોય છે પણ ઓફિસે પહોંચતા જ એ છોકરી ને ફરી જુવે છે એ એની પાછળ જાય છે પણ એ એની સાથે કાઈ વાત કરી શકે એ પેલા તો એ છોકરી  લિફ્ટ માં ચાલી જાય છે હવે જુવો આગળ)


        રોહન હજી એને કાઈ કહે પેલા લિફ્ટ નો દરવાજો ખુલે છે અને એ અંદર ચાલી જાય છે દરવાજો બંદ થઈ જાય છે લિફ્ટ ઉપર જય છે રોહન જોતો રહી જાય છે રોહન વિચારે એ અહીંયા ક્યાં થઈ એ પણ ઓફિશિયલ ડ્રેસ માં મતલબ એ અહીંયા જ જોબ કરે છે?? તો મને કેમ મળી નહીં ક્યારેય??  રાત્રે તો સપનું જ હતું પણ અત્યારે આ કોઈ સપનું નથી જ એ ફરી પાછી ગાયબ થાય પેલા મારે એને મળવું છે એ દોડી ને ફટાફટ દાદરા ચડે છે જઇ ને જુવે તો લિફ્ટ હજી અહીંયા પણ નથી રોકાઈ એ ફટાફટ ત્રીજા માળ ના દાદરા ચડે છે ત્રીજા માળે પહોંચી ને જુવે છે તો લિફ્ટ ખુલી છે પણ એમાં કોઈ નથી ત્યાં દૂર એ એને જતા જુવે છે રોહન રીતસર દોટ મૂકે છે કે આજ તો કોઈ કાળે હું આને ખોવા નથી માંગતો નજીક જઇ એને હાથ પકડી ને ખેંચે છે પોતાની તરફ અને કહે છે :- અરે યાર ક્યાં ચાલી જા છો???  રશ્મિ અચાનક રોહન એ ખેંચતા સીધી એની એકદમ નજીક ચાલી જાય છે રશ્મિ કહે હું તો અહીંયા જ છું ક્યાંય નથી જતી અને તને શું થયું કેમ આટલો હાફે છે રોહન ઓ રોહન તને કહું છું રશ્મિ એને ખભે થી હચમચાવે છે રોહન જાણે સપના માં થી બહાર આવ્યો હોય એમ અરે યાર તું છે?? (મન માં) મતલબ હવે હું જાગતા પણ સપનું જોવા લાગ્યો! રશ્મિ:" હા હું જ તો છું કેમ કોઈ બીજા ને શોધતો હતો? તને થયું છે શું??  રોહન:" કાઈ નહિ યાર.. રશ્મિ:" શુ કાઈ નહિ રોહન તારી તબિયત તો ઠીક છે ને રોહન:" હા હું ઠીક છું ચલ મોડું થઇ ગયું છે પછી મળીયે!!


           રોહન એના ટેબલ પર આવી ને બેસે છે વિચારે છે યાર આ શું થઈ રહ્યું છે મને કેમ આવી પાગલ જેવી હરકત કરું છું રશ્મિ શુ વિચારશે મારા વિશે?? પણ એક વાત તો છે યાર હું બધા ને કહેતો કે શું આખો દિવસ પ્રેમ પ્રેમ કરો છો સુતા જાગતાં ખાતા પિતા બસ એજ દેખાય મને તો કઈ નથી થતું અને વિકી એ કહ્યું હતું કે જ્યારે સાચો પ્રેમ થશે તો તને પણ થશે તો શું મને પણ પ્રેમ થઈ ગયો છે?? હું પણ સુતા અને હવે તો જાગતાં પણ એને જ જોવ છું તો શું વિકી સાચું કેતો હતો??મને પણ પ્રેમ થઈ ગયો એ પણ પહેલી નજરવાળો પ્રેમ??? પણ શું કામ નું યાર મને તો ખબર જ નથી કે એ કોણ છે ક્યાં રહે છે હું અહીંયા એની પાછળ પાગલ બની ગયો છું અને એને તો જાણ પણ નથી અરે જાણ શુ એતો ઓળખતી પણ નથી!!  સારું જે હોઈ એ પણ હવે મારે મારી જાત પર કાબુ રાખવો જોઈએ મારા જેવો વ્યક્તિ આવું વર્તન કરે એ અજીબ લાગશે લોકો જાણી જશે અને બીજું કોઈ જાણે કે ના જાણે પણ રશ્મિ તો જાણી જ જશે.. રશ્મિ?? હા રશ્મિ ને જણાવુ તો એ મને કાઈ મદદ કરી શકશે હમ્મ ના યાર હમણાં હજી જણાવવું યોગ્ય નથી કૈક એના વિશે માહિતી મળે પછી જણાવીશ ચલ યાર કામ પર લાગી જાઓ નહીં તો બોસ ધૂળ કાઢી નાખશે!!! 


               બપોરે બ્રેક માં બધા જમવા જાય છે રોહન ને એની સાથે જ કામ કરતા એના મિત્ર રાહુલ એ કહ્યું ચાલ ભાઈ પેટપૂજા કરી લઈએ રોહન કહે નહિ યાર આજ ભૂખ નથી તમે બધા જમી લો રાહુલ ને થોડું અજીબ લાગ્યું કારણ કે બ્રેક પડતા જ રોહન જ સૌ થી પેલા બધા ને બોલાવે અને આજ ભૂખ નથી પણ રાહુલ એ બહુ જાજુ ના વિચારતા કહ્યું સારું ચાલ અમે જમી આવીએ રોહન કહે હા ઓકે બધા જમવા જાય છે રોહન બાલ્કની માં આવી ને ઉભે છે કાલ રાત થી રોહન એ રોહન રહ્યો ના હતો ખબર નહિ એ છોકરી રોહન ના દિલોદિમાગ પર ભારી થઈ ગઈ હતી રશ્મિ રોહન ને ના જોતા રાહુલ ને પૂછે છે તો રાહુલ એ કહ્યું કે રોહન એ કહ્યું એને ભૂખ નથી રશ્મિ ને પણ આશ્ચર્ય થાય છે શું રોહન એ આવું કહ્યું? સારું હું એને બોલાવી લાવુ છું!!..


                બપોર નો એક વાગ્યો હશે વાદળાં ફરી ઘેરાવા લાગ્યા રોહન વિચારે છે કે આની પેલા આવેલા વરસાદ માં એ મળી ગઈ કાશ અત્યારે પણ એ મળી જાય અને કહ્યું છે ને કે દિલ થી કોઈ દુવા માંગો તો ભગવાન પણ કબુલી લે સામે કોઈ બસ જઇ રહી હતી એ બસ હટતાં જ ત્યાં થી કોઈ છોકરી આવી રહી હોય છે વાઈટ સ્કિન ટાઈટ શર્ટ લાઈટ બ્લુ જીન્સ વાઈટ હાઈહિલ ની મોજડી લોન્ગ એયરિંગસ પિંક કલર ની લિપસ્ટિક બ્લેક ગોગલ્સ હાથ માં સ્ટાઈલિસ્ટ બેગ અને એ કાળો તલ.! રોહન ને એની આંખો પર વિશ્વાસ નથી આવતો એ પેલી છોકરી જ હતી રોહન એકવાર આખો ચોળી ને જોયું હા એ જ હતી પણ રોહન એ મન માં કહ્યું નહિ યાર એ નથી એ મારા પર એટલી હાવી થઈ ગઈ છે કે બધે એજ દેખાય છે એ નથી હમણાં ત્યાં જઈ ને જોઇશ અને રશ્મિ હશે બસ યાર હવે તો કોઈ પાગલ સમજી બેસશે ત્યાં રશ્મિ આવે છે કહે છે:"રોહન  કેમ તારે જમવું નથી રોજ તો સૌ થી પેલા તને ભૂખ લાગે છે તો આજે કેમ જમવું નથી રોહન પાછળ જુવે છે :" ઓહ રશ્મિ તું અહીંયા છે તો ત્યાં??  એ ફરી ત્યાં જુવે તો એ છોકરી દેખાય છે રોહન વિચારે છે ઓહ મતલબ આ સપનું નથી સાચે જ એ છે રોહન એકદમ ખુશ થઈ જાય છે એ દોડી અને નીચે તરફ ભાગે છે રશ્મિ રોહન ને આમ અચાનક નીચે તરફ ભાગતા પેલા તો હેબતાઈ જાય છે પણ પછી એ પણ રોહન રોહન ની બુમો પાડતી એની પાછળ ભાગે છે રોહન દાદરા ઉતરે છે એને એ પણ યાદ ના રહ્યું કે લિફ્ટ માં જલ્દી પહોંચી જઈશ ફટાફટ ઉતરી ત્યાં મેઈન રોડ હોઈ છે પણ રોહન ને એ પણ ભાન નથી કે કોઈ વાહન સાથે ટકરાઈ જશે  એક રોડ ક્રોસ કરે છે ત્યાં જ એ પેલી છોકરી ને કાર બેસતા જુવે છે હજી બીજો રોડ ક્રોસ કરવા જાય ત્યાં જ વોલ્વો બસ પસાર થાય છે બસ ના ગયા પછી રોહન જુવે તો એ છોકરી કે એની કાર નથી દેખાતી બસ પસાર થતી હતી ત્યારે જ પેલી છોકરી પોતાની કાર માં નીકળી પડે છે રોહન બેબાકળો બની જાય છે એ ઉતાવળા પગલે લગભગ દોડી ને  સામે પોહચે છે અને ત્યાં ઉભેલા કોઈ વડીલ ને પૂછે છે અંકલ અહીંયા એક કાર હતી એ ક્યાં ગઈ પેલા વડીલ કહે બેટા એતો હમણાં જ ચાલી જ ગઈ એ સપનું હતું કે હકીકત એ હજી એકવાર ચેક કરવા એ વાત ને ફેરવી ને પૂછે છે એમા કોઈ વૃદ્ધ માજી હતા ને?? ના બેટા એમાં તો કોઈ 20 21 વરસ આસપાસ ની છોકરી હતી રોહન:" ઓહ હા એને સાડી પહેરી હતી રાઈટ?? વડીલ:" અરે ના બેટા એને તો વાઈટ અને લાઈટ બ્લુ જીન્સ અને શર્ટ પેર્યા હતા રોહન (મન માં) :"ઓહ મતલબ એ કોઈ સપનું ના હતું સાચે જ એ છોકરી હતી પેલા વડીલ પૂછે કેમ બેટા શુ થયું કોણ હતું એ કોઈ અંગત હતું??? રોહન (મન માં) હા એ મારો જીવ હતો મારુ બધું જ એ એક દિવસ માં પોતાનું કરી ગઈ એ અંગત થી પણ વધારે હતી" પણ રોહન પોતાની જાત ને સ્વસ્થ રાખતા કહે " ના અંકલ મને કોઈ ગેરસમજ થઈ ગઈ આભાર " એ વડીલ જતા રહે છે રોહન એકદમ હતાશ થઈ ત્યાં જ બેસી જાય છે આજ ફરી એકવાર એને મળવાની તક હાથ માંથી જતી રહી એમ વિચારે છે ત્યાં એને રશ્મિ ની બુમ સંભળાઈ છે "રોહન એ રોહન" એ સામે જુવે તો રશ્મિ એને બોલાવે છે રોહન એ કહ્યું ઉભ હું આવું છું  રોહન રોડ ક્રોસ કરવા જાય છે ત્યાં સામે થી બસ ને આવતા જુવે છે રોહન ને થયું આજ તો રામ નામ સત્ય જ છે બસ એની સાવ નજીક આવી ગઈ રોહન કાઈ વિચારે પેલા જ અચાનક....... to be continue.........
    (બસ સામે આવતા રોહન બચી શકશે???  રોહન એ છોકરી ને મળી શકશે કે સાચે જ આ એની છેલ્લી મુલાકાત હતી ???? રશ્મિ ના પ્રેમ નો શુ અંજામ આવશે?? જાણવા માટે વાંચતા રહો દિલ કા રિશ્તા A love story...
Share

NEW REALESED