દિલ કા રિશ્તા A love story - 7 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - ભાગ 7

દિલ કા રિશ્તા A LOVE STORY - ભાગ 7

               ( ભાગ 7) 

 ( આગળ જોયું કે રોહન ને એના મમ્મી નો ફોન આવે છે અને એના મામા ની દીકરી ના લગ્ન હોવા થી પરિવાર તરફ થી અને રોહન ની મામા ની દીકરી પૂજા નો ખૂબ આગ્રહ હોઈ છે કે રોહન અને રશ્મિ બન્ને લગ્ન માં ખાસ હાજરી આપે અને રોહન અને રશ્મિ તૈયાર થઈ જાય છે અને લગ્ન ની ખરીદી માટે જવાનું નક્કી કરે છે  હવે આગળ)

                બન્ને ફટાફટ કામ પર લાગી જાય છે 6 વાગ્યે ઓફિસ છૂટતા જ રોહન પાર્કિંગ માં આવી જાય છે પણ રશ્મિ હજુ સુધી નથી આવી રોહન રાહ જુવે છે 15 મિનિટ થઈ જતા રોહન હવે કંટાળે છે એને વારે ઘડી એ એક જ વિચાર આવે છે કે એ આજ પણ એ છોકરી ને મળવા ની એક તક ગુમાવી ચુક્યો હતો પણ રોહન પોતાની જાત ને સ્વસ્થ રાખવાની કોશિશ કરે છે કારણ કે એ કોઈ ને પોતાની મનઃસ્થિતિ વિશે જણાવવા નથી માંગતો એ હજી ખિસ્સા માંથી ફોન કાઢી રશ્મિ ને ફોન કરવા જાય છે  ત્યાં જ રશ્મિ ઉતાવળા પગલે આવતી દેખાય છે

રોહન ઘડિયાળ બતાવી કાઈ બોલવા જાય એ પેલા જ રશ્મિ કહે છે
રશ્મિ:- સોરી યાર થોડું ટચઅપ કરવા માં વાર લાગી.
રોહન:- ટચઅપ માં 15 મિનિટ લાગે તો ફૂલ મેકઅપ માં કેટલો ટાઈમ લો તમે છોકરીઓ????
રશ્મિ:- એ તારા મેરેજ થશે પછી તું જ જોઈ લેજે તારી વાઈફ કેટલો ટાઈમ લે છે એ
રોહન :- આટલી વાર લગાડશે તો તો મેરેજ જ નથી કરવા
રશ્મિ:- સારું હવે વાતો જ કરવી કે શોપિંગ પણ કરવું છે
રોહન :- અરે હા યાર ચલ જલ્દી કર એમ કહી રોહન અરીસા માં જોઈ વાળ ઠીક કરે છે
રશ્મિ :-હવે કોણ મોડું કરે છે
રોહન:- અરે મેડમ આપની સાથે જાવ છું જોવું તો પડે ને કેવો લાગુ છું ક્યાંક લોકો મને તમારો ડ્રાઇવર ના સમજે એમ કહી હસવા લાગે છે રશ્મિ એને હસતા અપલક પ્રેમ ભરી નજરે જોઈ રહે છે રશ્મિ ને આમ જોતાં રોહન ચપટી વગાડી કહે છે " ઓહ મેડમ શુ થયું શુ જુવે છે સાચે જ ડ્રાઇવર લાગુ છું શુ?
રશ્મિ:- ના હવે હીરો લાગે છે
રોહન :- ચલો હવે વધારે ખોટા વખાણ કરી મને ચણા ના ઝાડ પર ચડાવે એ પેલા બાઇક ભગાવું પડશે અને રોહન બાઇક સ્ટાર્ટ કરી બજાર તરફ હંકારે છે...

          એક મોલ માં જઇ બન્ને કપડાં જુવે છે છોકરીઓ ની આદત મુજબ ઘણા બધા કપડાં જોયા બાદ રશ્મિ ઓરેન્જ અને પિંક ચણીયા ચોલી અને  બ્લુ અને ગ્રીન અનારકલી પાર્ટીવેર ડ્રેસ પસંદ કરે છે એના મેચિંગ જ્વેલરી અને સેન્ડલ અને કચ્છી વર્ક ની મોજડી ખરીદે છે અને બીજી નાની મોટી જરૂરી વસ્તુ લે છે ખાલી રશ્મિ માટે ખરીદી કરતા જ 3 કલાક વીતી જાય છે..
રશ્મિ :-  રોહન તારા માટે ખરીદી નો તો ટાઈમ જ ન રહ્યો
રોહન :- કાઈ વાંધો નહીં હું તો ત્યાં થી પણ કરી લઈશ કૈક સેટિંગ તારી બધી ખરીદી થઈ ગઈ???
રશ્મિ:- (ખુશ થઈ ) હા થઈ ગઈ થેન્ક્સ ટુ યુ
રોહન:- બસ ફોર્મલિટી ના કર ચલ મોડું થઈ ગયું છે હવે નીકળીએ
રશ્મિ :- હા ભલે...
રોહન:- તે આ મારી મામા ની દીકરી ના મેરેજ માટે ની શોપિંગ માં આટલી વાર લગાડી અને મને કુલી બનાવી દીધો તું તારા મેરેજ ની શોપિંગ 2 વર્ષ પહેલાં ચાલુ કરી દેજે ઓકે હાહાહા...
રશ્મિ:-( મનમાં કહે છે તું હા પાડ તો હમણાં થી જ કરી દઉં પણ બહાર થી ખોટો ગુસ્સો બતાવતા ) હા  ભલે તમે કહો એમ હવે નીકળીએ???
રોહન :- હા હા ચલ અને કાલ બધું પેકીંગ કરી લેજે પરમ દિવસ નિકળશું અને રજા લેવાનું કામ તારું છે એ ભૂલી ના જતી
રશ્મિ:- હા બાબા યાદ જ છે આપણી ઘણી રજા પેન્ડિંગ છે તો ચિંતા ના કર મેં સર સાથે વાત કરી લીધી છે અને 10 દિવસ ની રજા માંગી લીધી છે
રોહન :- ઓહ સરસ ચાલ તો હું ટીકીટ કન્ફોર્મ કરું છું...!

રોહન બાઇક રશ્મિ ના ઘર બાજુ ભગાવી મૂકે છે
રશ્મિ ખૂબ જ ખુશ હોઈ છે કે એને રોહન સાથે આટલો સમય વીતાવા મળશે પણ આ બાજુ રોહન પેલી છોકરી ને કેમ શોધવી એ વિચારતો હોઈ છે ત્યાં જ રશ્મિ નું ઘર આવી જાય છે
રશ્મિ :- રોહન મોડું થઈ ગયું છે જમી ને જાજે આમ પણ આંટી તને યાદ કરતા હોય છે
( રશ્મિ ના માતા પિતા એના બાળપણ માં એક કાર અકસ્માત માં મૃત્યુ પામે છે એ પછી એના આંટી એને ઉછેરી ને મોટી કરે છે )
રોહન :- ના ફરી ક્યારેક અત્યારે બધા મિત્રો રાહ જોતા હશે હું નીકળું
રશ્મિ :- હા સારું ધ્યાન રાખી ને જાજે બાય......

                   2 દિવસ પછી બન્ને નીકળી પડે છે રોહન ના વતન એટલે કે ગાંધીજી અને સુદામા ની જન્મ ભૂમિ પોરબંદર જ્યાં એ બન્ને ની જિંદગી બદલી જવાની હતી કૈક એવી સરપ્રાઈઝ એની વાટ જોઈ રહી હતી જેના વિશે ના તો રોહન એ વિચાર્યું હતું ના તો રશ્મિ એ શુ હશે એ સરપ્રાઈઝ નેગેટિવ કે પોઝિટિવ  એતો સમય જ બતાવશે...

      (શુ થવાનું હતું એની જિંદગી માં કે એને સપને પણ વિચાર્યું ના હતું ???  રોહન પેલી છોકરી ને ફરી વાર મળી શકશે કે કેમ??પોરબંદર ની સફર કેવી રહેશે એ બન્ને માટે ??? રશ્મિ ના પ્રેમ નો અંજામ શુ હશે?? એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા A love story...)

          મિત્રો એક વાત હું જણાવા માંગુ છું કે આ સ્ટોરી માટે મેં કોઈ પ્લોટ તૈયાર નથી કર્યો કે નથી હું પ્રોફેશનલ લેખક શોખ થી લખવાની શરૂ કરી અને આપ સૌ નો પ્રેમ મળતો ગયો તો લખવાની પ્રેરણા મળી અને કોશિશ કરું છું કે સારું લખી સકુ...

               અને હવે આગળ ના ભાગ માં સુદામા જી અને ગાંધી     જન્મ ભૂમિ એવાં પોરબંદર ની તમને ઝલક જોવા મળશે જો આપે પોરબંદર નથી જોયું તો એક કાલ્પનિક પીકનીક મનાવશું પોરબંદર માં અને જો આપ પોરબંદર ના હશો તો તો સોના માં સુગંધ ભળશે તો તૈયાર થઈ જાઓ પોરહીલા પોરબંદર ની સફર માટે અને  તમારો કિંમતી અભિપ્રાય આપતા રહેજો ધન્યવાદ???
       
    

Rate & Review

Vipul

Vipul 3 months ago

Niral Bhanderi

Niral Bhanderi 2 years ago

Hetal Patel

Hetal Patel 2 years ago

namrata

namrata 2 years ago

Aryan shah

Aryan shah 2 years ago