દિલ કા રિશ્તા a love story - 6 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા A LOVE STORY - (ભાગ-6)

               (ભાગ 6)


    (આગળ જોયું કે રોહન ઓફિસ ની બાલ્કની માં થી પેલી છોકરી ને જુવે છે એ દોડી એની પાસે જાય છે પણ એ ત્યાં પહોચે પેલા જ એ છોકરી ત્યાં થી ચાલી જાય છે રશ્મિ રોહન ને બુમ પાડે છે રોહન રશ્મિ પાસે જાય છે પણ ત્યાં જ અચાનક બસ સામે આવી જાય છે હવે આગળ)



                 રોહન એ છોકરી ને મળવાની તક એના હાથ માંથી નીકળી ગઈ હોવા થી હતાશ બની જાય છે ત્યાં એના કાને બુમ સંભળાય છે "રોહન ઓ રોહન" રોહન જુવે તો રશ્મિ એને બોલાવી રહી હોય છે ટ્રાફિક ઘણો હોવા થી રોહન એને હાથ થી ઈશારો કરે છે કે ઉભ હું ત્યાં આવું છું રોહન રોડ ક્રોસ કરવા જાય છે ત્યાં જ સામે થી બસ આવતા જુવે છે રોહન ને લાગ્યું આજ તો રામનામ સત્ય જ છે રોહન હજી તો કાઈ વિચારે ત્યાં જ અચાનક રશ્મિ એનો હાથ ખેંચી અને બચાવી લે છે રશ્મિ એને વળગી અને રડવા લાગે છે
 રશ્મિ:~ક્યાં છે તારો મગજ હમણાં એક્સિડન્ટ થઈ જાત કેમ પાગલ ની જેમ દોડી ને ચાલ્યો ગયો શુ થયું છે તને ?
 રોહન : રિલેક્સ રશ્મિ કાઈ નથી થયું મને..
રશ્મિ:- શુ કાઈ નથી થયું મારા શ્વાસ અધ્ધર થઈ ગયા તને કૈક થઈ જાત તો પાગલ એમ કહી ફરી રોહન ને વળગી અને રડવા  લાગે છે 
રોહન:- અરે યાર કાઈ નથી થયું અને મારી બેસ્ટ ફ્રેન્ડ મારી સાથે હોઈ પછી થોડું મને કાઈ થવાનું હતું એમ કહી એ એની આંખ માંથી આંસુ લૂછે છે ચલ હવે મસ્ત સ્માઈલ આપી દે... અને ચલ જમી લઈએ ભૂખ લાગી છે યાર રશ્મિ એને પ્રેમ થી ધબો મારે છે અને કહે છે  પાગલ એ માટે તો આવી હતી હું 
રોહન:-  હા તો ચલ ને વાતો શુ કામ કરે છે મારી ભૂખ મરી ગઈ તને રડતા જોઈ ને એમ કહી એ રશ્મિ ની મજાક કરે છે
 રશ્મિ:- (ખોટો ગુસ્સો કરતા) "શુ? મારા રડવા પાછળ એમ?? ઉભ તું" એમ કહી એની પાછળ દોડે છે રોહન ત્યાં થી હસતા હસતા ભાગે છે....

        **************

        રશ્મિ અને રોહન જમી અને થોડી વાર હોઈ છે તો ઓપન ગાર્ડન એરિયા માં આવે છે અને બેસે છે રશ્મિ રોહન ની સામે જુવે છે રોહન સમજી જાય છે કે રશ્મિ હમણાં એના અચાનક રોડ પર ભાગતા જવા નું કારણ પૂછશે એટલે એને પોતેજ અલગ ટોપિક ઉપાડ્યો 
રોહન:- હમણાં આપણે કોઈ મુવી જોવા નથી ગયા રાઈટ ચલ આ સનડે બધા જઈએ..
રશ્મિ:-તું એ બધું છોડ પેલા મને એ કે તું શા માટે પાગલ બની અને રોડ પર દોડ્યો હતો શુ થયું છે તને હું સવાર ની જોવ છું કે તું કૈક બદલાયેલો લાગે છે મને કહે શુ થયું છે 
રોહન :- અરે યાર કાઈ નથી થયું
(રશ્મિ રોહન નો હાથ પોતાના હાથ માં લેતા કહે છે)
રશ્મિ:- જૂઠું ના બોલ હું તને ઓળખું છું ત્યાં સુધી કૈક તો થયું જ છે પરેશાન પણ છો મને નહિ કે??
રોહન:-અરે કાઈ જ નહીં યાર એતો મને એવું લાગ્યું કે મારો એક બાળપણ નો મિત્ર હોઈ પણ એ મારો ભ્રમ હતો એ કોઈ બીજું હતું અને હા.. હજી રોહન કાઈ બોલે પેલા મોબાઈલ રણકી ઉઠ્યો રોહન સ્ક્રીન જુવે તો MAA લખેલું હતું મતલબ ફોન એના મમ્મી નો હતો રોહન ચેહરો ખીલી ઉઠે છે રશ્મિ સમજી ગઈ કે ફોન એના મમ્મી નો જ હશે કેમકે  રોહન એના મમ્મી થી ખૂબ નજીક હતો
 રોહન:- હા મમ્મી કેમ છો ?
રોહન ના મમ્મી :- બસ દીકરા મજા માં છું શુ કરે તું જમી લીધું ??
રોહન:- હા મમ્મી હમણાં જ જમ્યુ.
રોહન ના મમ્મી:- સારું બેટા ફોન એટલે કર્યો કે તારા મામા ની દીકરી પૂજા ના લગ્ન છે મામા મામીઅને પૂજા બધા અહિયાજ છે બધા તને યાદ કરે છે આલે પૂજા સાથે વાત કર ત્યાં તો પૂજા એના હાથ માંથી ફોન છીનવી લે છે..


પૂજા:- એય રોહન મારી સગાઈ વખતે તું ઓફિસ માં રજા ના મળી એમ કહી અને ના આવ્યો પણ હું આ વખતે તારું કોઈ  બહાનું નહિ સાંભળું ચૂપચાપ કોઈ પણ દલીલ કર્યા વિના 7 દિવસ માટે પહોચી જજે અને આ કોઈ રિકવેસ્ટ નથી મારો ઓર્ડર છે અને જો એનું પાલન ના થયું તો તને મારા થી તારા મમ્મી કે તારી બોડીગાર્ડ રશ્મિ કોઈ નહિ બચાવી શકે (રશ્મિ ઘણીવાર રોહન સાથે એના ઘરે ગઈ હોવા થી રશ્મિ ને બધા સારી રીતે ઓળખે છે અને રશ્મિ ના મળતાવડા સ્વભાવ ને લીધે એ  પૂજા ની પણ મિત્ર બની ગઈ હોય છે ) 
રોહન :- અરે હા બાબા આવી જઈશ પણ મને તો ચિંતા તારા ઘરવાળા ની થાય છે કે એને કોણ બચાવશે તારા થી હાહાહા..
પૂજા :- બદમાશ તું એ અહીંયા આવ પછી હું કહીશ તને ચલ હવે આવી જજે હું તારી રાહ જોઇશ અને હા રશ્મિ ને પણ કેજે કે ચોક્કસ આવવાનું છે કંકોત્રી કદાચ આજે જ મળી જશે તમને 
રોહન :- હા રશ્મિ બાજુ માં જ છે લે તું જ કહી દે 
પૂજા:- હા આપ એને ફોન.. (રોહન રશ્મિ ને ફોન આપે છે )
રશ્મિ:- હાય ખૂબ ખૂબ અભિનંદન 
પૂજા:- થેન્ક યુ થેન્ક યુ પણ ખાલી ફોન માં અભિનંદન આપ્યે નહિ ચાલે તારે પણ આવવાનું છે ઓકે 
રશ્મિ :- હા ચોક્કસ મારી બેસ્ટ ફ્રેન્ડ ના લગ્ન હોઈ ને હું ના આવું એવું બને? હું જરૂર આવીશ...  (આમ કહી રશ્મિ રોહન ને ફોન આપે છે) 
પૂજા:- સારું હવે બેય આવી જજો ઓકે 
રોહન :- ચોક્કસ તારા માટે શું લઇ આવું બોલ
પૂજા:- આમ તો કઈ નથી જોતું પણ હા તારે લઇ આવવું જ હોઈ તો સરસ મજા ની ભાભી લઇ આવ મારા માટે જે મારો સાથ આપે તને મેથીપાક ચખાડવા માં હાહા..
રોહન:- અરે યાર શુ કામ શહીદ કરવા માંગે છે.
પૂજા:- હા સારું સારું તારા મમ્મી ને આપું છું આવી જજે ટાઈમસર હો.. આટલું કહી રોહન ના મમ્મી ને ફોન આપે છે 
રોહન ના મમ્મી:- હા બેટા હવે આવી જાજે આ વખતે નહિ તો પૂજા ને ખોટું લાગશે અને તને જોવાનું પણ મન થયું છે દીકરા તો જલ્દી આવજે 
રોહન:- હા મમ્મી તમારું ધ્યાન રાખજો બાય...
રોહન ફોન મૂકી અને રશ્મિ ને કહે છે આ વખતે તો જવું જ પડશે ચલ રજા નું પણ કંઈક કરવું પડશે એ કામ હું તને સોંપૂ છું 
રશ્મિ:- હા એતો નહીં વાંધો આવે આપણી ઘણી રજા જમા છે એટલે મળી જશે પણ મારી પાસે તો અત્યારે બધા વેસ્ટર્ન જ કપડાં છે તો મેરેજ માટે શોપિંગ પણ કરવું પડશે 
રોહન:-  હા તો ચાલ જલ્દી તૈયારીઓ શરૂ કરી દઈએ તું 6 વાગે મને પાર્કિંગ માં મલજે ત્યાં થી આપણે શોપિંગ માટે જશું 
રશ્મિ:- હા ઓકે ચલ હવે બાય 6 વાગે મળીયે..

           બન્ને પોતપોતાના કામે લાગે છે ઓફિસ થી છૂટી અને શોપિંગ કરવા નું નક્કી કરે છે બન્ને પૂજા ના લગ્ન માં જવા ની  તૈયારી કરી રહ્યા છે પણ રોહન અને રશ્મિ એ વાત થી અજાણ છે કે ત્યાં એક સરપ્રાઈઝ એ બન્ને ની રાહ જોઈ રહી છે જે એની બન્ને ની જિંદગી બદલી નાખશે એ નેગેટિવ છે કે પોઝિટિવ એતો સમય આવ્યે જ ખબર પડશે..... 




to be continue........




      (શુ થશે એવું કે બન્ને ની જિંદગી બદલી જાશે???? રોહન એ છોકરી ને શોધવા શુ કરશે ??? રોહન એને શોધી શકશે કે નહીં??? રશ્મિ ના રોહન પ્રત્યે ના પ્રેમ નો શુ અંજામ આવશે??? એ બધું જાણવા માટે વાંચતા રહો દિલ  કા રિશ્તા A love story....