jai shree Krushn kaheje books and stories free download online pdf in Gujarati

જય શ્રી કૃષ્ણ કહેજે

આમ તો માર્ચ મહિનો પરીક્ષા નો કહેવાય અને મેં મહિનો પરીક્ષા ના પરિણામ નો કહેવાય... અને પરિણામ આવે ત્યારે ઘણા પ્રસંગો બને છે... ક્યાંક ખુશી ક્યાંક ગમ... ક્યાંક માતમ.... પણ ક્યાંક પરિણામ આવે ત્યારે હાસ્ય ના પણ પ્રસંગ બને છે... આપણા માટે કૉમેડી સર્જાય છે એવા કિસ્સા પણ બને છે.... 

આજનો દિવસ મગન માટે જિંદગી નો અગત્ય નો દિવસ છે... 12માં ધોરણ નું પરિણામ આવવાનું હતું... સવાર થી જ મગજ માં ટેન્શન કે શું પરિણામ આવશે?... કેટલા ટકા હશે?... પરિણામ online આવવાનું હતું એટલે મગન એ નક્કી કર્યું કે એ પહેલાં પોતાનું result નહીં જોવે.. પોતાના મિત્ર છગન ને કીધું કે કે તું મારું પરિણામ જોવે ... છગન મારું પરિણામ તું જોજે અને મને મારું રીઝલ્ટ જોઇને મને આવીને જણાવજે .... છગન એ પોતાનું પરિણામ જોયુ એ તો બે વિષય માં ફેઈલ હતો... પણ મગન......

એટલે મગન એ કહ્યું જો પાસ થઈ ગયો તો જય શ્રી કૃષ્ણ કહેજે.....

પણ યાદ રાખજે મારા બાપા ત્યાં બેઠા હોય અને  હું એક માં ફેઈલ હઉ તો

"એક વૈષ્ણવ ના જય શ્રીકૃષ્ણ" કહેજે,

 બે માં ફેઈલ હઉ તો "બે વૈષ્ણવ ના જય શ્રીકૃષ્ણ કહેજે "

એટલે હું સમજી જઈશ"  મારું પરિણામ શુ આવ્યું હશે...
એનો મિત્ર રીઝલ્ટ જોઇને આવ્યો,

ઘરે  છોકરાની સામે બાપા બેઠા હતા,

છગને આવીને કહ્યું :- *પુરા વૈષ્ણવ સમાજ ના જય શ્રીકૃષ્ણ"!!!!!!!*
????????

એટલે મગન બધા વિષય માં ફેઈલ હતો ચેહરો થોડો નિરાશ હતો... મગન ના બાપા મગન કરતા પણ ચાલાક અને સમજદાર એટલે.બાપા ને ખબર પડી ગઈ હતી કે પુરા વૈષ્ણવ સમાજ ના જય શ્રી કૃષ્ણ કહેવાય ગયા હોય તો પરિણામ શુ હશે??... મગન ના ખંભે હાથ રાખી બાપા એ કહ્યું બેટા "જય શ્રી કૃષ્ણ" કરવાના છે.... એટલેેે મગન સમજી ગયો.. એટલે બાપા ને કહ્યું કે હા બાપા જય શ્રી કૃષ્ણ. ....???

આપ સૌને પણ બાપા સામે જય શ્રી કૃષ્ણ બોલો એવું પરિણામ આવે એવી શુુુભકામના.... ???

પણ મિત્રો પરીક્ષા તો આવે ને જાય પરિણામ જે પણ આવે એનાથી ચિંતા ના કરતા... ક્યારેય નબળું ના વિચારતા જે પણ થશે સારું જ થશે.. એટલે તમારા બધા student માટે એક સરસ મજા ની કવિતા.....

દોસ્ત પરીક્ષા તો આવે ને જાય,
એક પેપર માટે જિંદગી થોડી ટુંકવાય,

ભાગ્યશાળી બની ને જ જિંદગી મેળવાય છે,
આ વાત તો સત્ય સાથે કહેવાય છે,
પરીક્ષા તો સાચી જીંદગી ની લેવાય છે,
પછી દોસ્ત પેપર માટે જિંદગી થોડી ટુંકવાય,

ઉગે કમળ કીચડ માં એટલે જ રાષ્ટ્રીય ફૂલ ગણાય છે,
વાત વિચારો કે કીચડ માં રહી ને પણ ક્યાં મુંજાય છે,
હીરા થવા માટે થોડુંક તો ઘસાય જવાય,
પણ એક પેપર માટે જિંદગી થોડી ટુંકવાય,

કીડી પણ દાણો લઇ દીવાલે ચડે છે,
ચડી ને પડે તો પણ ફરી પ્રયત્નો કરે,
કીડી પણ નવી કેડી કંડારતી જાય છે,
પછી એક પેપર માટે જિંદગી થોડી ટુંકવાય,

મોતી તો ઊંડા પાણી માં જ પંકાય છે,
કાંઠા પર તો માત્ર છીપલા જ દેખાય છે,
એટલે જ મોતી ઊંચી કિંમતે વેંચાય છે,
તો આપણી જિંદગી કેમ આમ ટુંકવાય...

હવે તો મેહનત ને જ મંત્ર બનાવી લેવાય,
પછી ડર ને દૂર થી જ સલામ કરાય,
પછી જો આમ દુનિયા પર વિજય મેળવાય,
દોસ્ત જિંદગી ના ટુંકવાય એ તો વટ થી જીવાય...

દોસ્ત પરીક્ષા તો આવે ને જાય,
એક પેપર માટે જિંદગી થોડી ટુંકવાય,

----અમિત વડગામા''અટલ''

........આપ સૌ વાચક મિત્રો ને જય શ્રી કૃષ્ણ........