Ek anokho prem books and stories free download online pdf in Gujarati

એક અનોખો પ્રેમ

પ્રેમ તો માણસ ને જીવાડે , તો પ્રેમ માણસ ને સમ્માન આપે છે... પણ પ્રેમ ફક્ત માણસ માણસ સાથે થઈ જાય એને જ પ્રેમ નથી કહેવાતો.. પ્રેમ પ્રકૃતિ સાથે પણ થાય.. વસ્તુ સાથે પણ થાય... પુસ્તકો સાથે પણ થઈ શકે છે..પણ આ એક અનોખા પ્રેમ ની વાર્તા જે વ્યક્તિ સાથે નહીં પણ.... પણ એક પક્ષી સાથેની છે...

એપ્રિલ મહિનો ચાલતો હતો અને કૉલેજ નું વેકેશન અને તેમાં આજે રવિવાર નો દિવસ હતો...

રવિવાર નો દિવસ ઉગ્યો ... સવાર પડી એટલે સવાર ના 6 વાગ્યા હતા... ક્યાંકથી ચકલી નો ચી...ચી.. નો અવાજ આવતો હતો.. અર્ધ નિંદ્રા માં હતો એટલે પેહલા તો કોઈ ચકલી નું સપનું જોતો હોઉ એવું લાગ્યું.. કારણ કે ઘણા સમય થી ચકલી નો અવાજ નોહતો સાંભળીયો...અને આજ અચાનક ઘરે ચકલી નો અવાજ સંભળાયો એટલે નવાઈ લાગી.. પેહલા તો જોયું તો સપનું તો નહતું એટલે સવાર ના 6:15 થયા હશે રવિવારે હું પહેલી વાર 6:15 એ ઉઠ્યો... આમ તો 7 વાગે ઉઠવાનું થાય પણ આજ વહેલો હતો... હું એ જોવા માટે ઉત્સુકતા થી ઉઠ્યો તો કે આ ચકલી નો અવાજ આવે છે ક્યાંથી... એટલે હું રૂમ ની બહાર આવી ને જોયું તો ચકો અને ચકી બેય ઝાડ પર બેસી ચી ચી ચી કરતા તા... હું થોડી વાર ત્યાં ઉભો રહી ચકા ચકી નો મધુર અવાજને સાંભળતો રહયો મન માં શાંતિ થઈ... કારણ કે જ્યારે આપણે સવાર ના કોઈ પક્ષીઓ ની ક્લબલ સાંભળીયે ને ત્યારે તમે એમને આંખ બંધ કરી ને સાંભળજો તમને અંતર થી શાંતિ નો અનુભવ થશે.. એ અનુભવ આજે પક્ષી ના ક્લબલ થી થતો હતી... એને જોઈ મને પહેલી બાળપણ ની કવિતા યાદ આવી ગઈ. જેના શબ્દો છે
ચક્કી બેન ચક્કી બેન મારી સાથે રમવા
આવશો કે નહીં
આવશો ક નહીં... (2)
બેસવા ને પાટલો ,સુવા ને ખાટલો(2)
ઓઢવાને પીંછા આપીશ તને...
ચક્કી બેન ચક્કી બેન મારી સાથે રમવા
આવશો કે નહીં....
ચક ચક ચણજે ને ચી ચી કરજે(2)
ખાવા ને દાણા આપીશ તને.....
એટલે મેં તરત ચક્કી ની આંખ માં જોયું તો લાગ્યું કે ચકી મને કહેતી હોઈ અમિત ભાઈ અમિત ભાઈ મારી સાથે રમશો ક નહીં..... ત્યારે વિચાર આવ્યો સમય કેટલો બદલાઈ ગયો છે... બાળપણ માં આપણે ચકી ને સહેજ માં કહેતા કે તમે રમવા આવશો કે નહીં આજે એ અબોલ પક્ષી આપણી સાથે રમવા આવે ત્યારે આપણે ભૌતિક વસ્તુઓ માં ખોવાઈ ગયા છે...

એટલે હું થોડી વાર વિચાર માં પડી ગયો કે ચકી બેન મારી સાથે રમે તે માટે મારે શું કરવું જોઈએ...?

એટલે મને ખબર પડી કે ચકલીઓ ઝાડ પર ઓછા માળા બનાવે છે એ ઘરમાં બહારે લગાળેલી ત્રાંસી ફોટોફ્રેમ ની પાછળ જે ત્રાંસ બને ત્યાં ત માળો બનાવી ને રહે છે... હું સાંજે ગયો બજાર માં અને એક મોટી ગણેશજી ની ફોટોફ્રેમ લઈ આવ્યો અને ઘર ના બહાર ન ભાગ માં ત્રાંસી લગાડી દીધી જેથી એ ચકી અને ચકો માળો બનાવી શકે...  અને ત્યાં દાણા પાણી માટે એક નાનું પરબ પણ રાખી દીધું... આમ અડવાડિયું વીત્યું બીજો રવિવાર આવ્યો હું આજે સવારે 6 વાગ્યે ઉઠ્યો અને જોયું કે ત્યાં ચકી ચકા એ માળો બાંધી ને રહેવા લાગ્યા હતા... મન માં શાંતિ નો અનુભવ થયો.... અને ચકી ચકી ચી ચી કરી જાણે મને આભાર વ્યક્ત કરતી હોય એવું લાગ્યું... આમ દિવસો વીત્યા વેકેશન પૂરું થયું જૂન મહિનો આવ્યો ત્યાં સુધી ચકી એ ઈંડા પણ મૂકી દીધા અને તેના 12-14 દિવસ માં ઈંડા માંથી ચકી ના બચ્ચાં પણ બહાર આવી ગયા.. પછી તો ચકી બેન બચ્ચાંઓ માં વ્યસ્ત અને બચ્ચાં પણ ક્લબલ કરે.. એ દ્રશ્ય જોવા જેવું હોઈ છે જ્યારે કોઈ પક્ષી તેમના નવા જન્મેલા કંઈ રીતે સંભાળ રાખે છે... એટલે પછી મેં એ ચકી અને તેના ફેમિલી માટે જમવાની વ્યવસ્થા પણ ગોઠવી દીધી.. થોડા દિવસો વીત્યા ત્યાં બચ્ચા પણ ઉડવાની શીખવા મંડ્યા.. એનો ઉત્સાહ જોઈ મને પણ આકાશ માં ઉડવાનો જોશ આવ્યો મન માં નક્કી કર્યું કે હું પણ આવી રીતે એક દિવસ ઉડીશ...  થોડી વાર માં એ બચ્ચું મારા હાથ પર આવી ને બેઠું ત્યારે સાચા પ્રેમ નો અનુભવ થયો કે પક્ષીઓ પણ પ્રેમ ને ઓળખે છે.... અને આમ જ થોડા દિવસો માં બચ્ચું પણ ઉડતું થઈ ગયું.. ચકી બેન તેમના પરિવાર સાથે રોજ સવારે જાય અને સાંજે ફરી ને પાછા આવે તેમના માળા માં... અને મારું દિલ પણ એટલું જ ખુશ થાય કારણ કે ચકી અને ચકો મારા ઘરે મહેમાન થઇ ને આવ્યા છે અને ત્યાં ખૂબ મજા કરી... મહેમાન હતા તો હવે મહેમાન પણ પોતાના ઘરે જાય જ ને તો એ દિવસ પણ આવ્યો કે સોમવાર હતો અને મારે 9 વાગે કૉલેજ માટે નીકળવું મેં જોયું કે ચકી ચકો અને તેમના બચ્ચાં દરવાજે જાણે મારા માટે રાહ જોતા હોય એ કહેવા માટે કે હવે અમે જાય છીએ.. ફરી ક્યારેક મળશું... મારો આભાર માની એ ઉડી ગયા ને હું કૉલેજ માટે નીકળી ગયો.... એનો માળો મેં હજી એમ જ રાખ્યો છે... ચકી ચકો ક્યારેક ક્યારેક આવે તો ત્યાં રહેવા થાય....
 
તો આ હતો અનોખો પ્રેમ એક પક્ષી સાથે....

તો મિત્રો આ હતી વાર્તા કેવી લાગી ... પક્ષીઓ માં પણ પ્રેમ ની લાગણીઓ હોય છે... અને પક્ષીઓ સાથે પણ પ્રેમ થઈ શકે છે...

જમાનો જ્યારે ભૌતિકવાદ માં પડ્યો છે ત્યારે કરુણતા સાથે લખવું પડે છે કે,

"ક્લબલ કરતા પક્ષીઓની ગુંજ ક્યાં ખોવાય ગઇ,
લાગે જાણે આપણી પૃથ્વી તો નથી બદલાઈ ગઈ ને?"

માણસ આજે ભોતિક વસ્તુ માં એટલે ગુંચવાયો છે કે એને ચકલી, કોયલ  વગેરે પક્ષીઓ ના મધુર સ્વર ને સાંભળવા સમય જ નથી અને એની જીવન માં અનુપસ્થિતિ હોવાનો કોઈ દુઃખ નથી એ દુઃખ ની વાત છે...આપણા ભૌતિક જીવન માંથી બહાર આવી આવા પક્ષીઓ ને સાંભળીયે.... અને એને નવું જીવન આપીએ..
ધન્યવાદ....