Jadui Paththar books and stories free download online pdf in Gujarati

જાદુઈ પથ્થર

એક વખત એક ગામ મા બાદશાહ એ ગામવાસી ની સૂઝ અને સમજણ ના પારખાં કરવા માટે રાત ના સમય પર રસ્તા પર એક મોટો પથ્થર મૂકી દીધો .... અને એ પથ્થર ની નીચે એક ચિઠ્ઠી મૂકી દીધો.  .. ..  એટલે  બીજે દિવસે બાદશાહ ગુપ્ત વેશ માં આવી ને રસ્તા પર જોવા લાગ્યા એટલે પહેલે દિવસે એને જોયું કે અમુક લોકો એ પથ્થર ની બાજુ માંથી ચાલી ને નીકળી ગયા .... અમુક લોકો એ પોતાનો રસ્તો બદલી નાખ્યો તો વળી અમુક લોકો એ પથ્થર ને ખસેડવાની થોડી ઘણી કોશિશ કરી અને પથ્થર ના ખસ્યો તો તે ભી ત્યાં થી ચાલ્યા ગયા .... બીજે દિવસે પણ તે જ થયું લોકો એ પથ્થર પર કોઈ એ ધ્યાન ના ગયું અને એ પથ્થર ત્યાં ને ત્યાં જ રહ્યો.... બે દિવસ, 3દિવસ , ...... એમ કરતાં કરતાં સાત દિવસ વીતી ગયા ... કોઈને પણ એ પથ્થર દેખાયને પણ ના દેખાયો.... બાદશાહ પણ અકળાય ગયા પોતાના મંત્રી ને કેહવા લાગ્યા કે શું આપણા ગામ ના લોકો આળસુ છે? કેમ આ પથ્થર ને જોઈ ને પણ નથી હટાવતા? એટલે વાદશાહ ના મંત્રી એ કહ્યું કે બાદશાહ તમે થોડા હજી રાહ જોવો કોઈ તો હશે જે આ પથ્થર ને હટાવશે તેથી કરીને થોડી હજી રાહ જોઈ... મંત્રી ની વાત સાંભળી ને બાદશાહ એ રાહ જોવાનું નક્કી કર્યું .... એ દિવસ ની સાંજે એક ગરીબ ખેડૂત પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો એટલે એને પણ જોયું કે પથ્થર તો હું પણ રોજ જોવ છું અને વચ્ચે પડ્યો છે છતાં કોઈ દૂર કરવા તૈયાર નથી એટલે એ ખેડૂતે બે ત્રણ લોકો ને એ પથ્થર દૂર કરવા માટે મદદ માંગી પણ બધા એ જવાબ આપ્યો કે પથ્થર હટાવવા થી તને કોઈ ઇનામ નહીં આપે એટલે ના હટાવ તું પણ.... આ વાત સંભાળી ને ખેડૂતે એકલા હાથે પથ્થર ને દૂર કરવાનું નક્કી કરી લીધું.... પોતાના પાસે જે ઔજાર હતા  પાવડો, કોદાળી (pickaxe) અને તીકમ (pick mattok) લઈને પથ્થર હટાવવા લાગ્યો.... એકલો હતો એટલે ધીમે ધીમે થોડી વાર માં પથ્થર ને દૂર કરી નાખ્યો .... ત્યાં ના લોકો પણ ખેડૂત પથ્થર હટાવતો હતો ત્યારે તેના પર હસતા હતા અને મૂર્ખ સમજતા હતા પણ ખેડૂતે એ  પથ્થર હટાવી દીધો ત્યારે તે પથ્થર ની નીચે રાખેલી એક ચિઠ્ઠી મળી ... એ ચિઠ્ઠી માં લખ્યું હતું કે બાદશાહ ની મુલાકાત લો... એટલે એ ખેડૂત સાંજે જ ત્યાં ગયો અને એ ચિઠ્ઠી બાદશાહ ને આપી એટલે એ સમજી ગયા કે પથ્થર હટાવી દીધો.... એટલે રાજાએ એ ખેડૂત ને એક પ્રશ્ન પૂછ્યો કે આખું ગામ એ પથ્થર હટાવવા માટે તૈયાર ના થયું તો તે હિંમત કેમ કરી? ખેડૂતે સરસ જવાબ આપ્યો, "બાદશાહ એ પથ્થર ફકત મારા માટે જ અડચણ રૂપ નહતો એ બધા લોકો માટે અડચણ રૂપ હતો પણ બધા એમ સમજતા હતા કે એ પથ્થર હટાવવા થી શુ ફરક પડશે અને હટાવવા થી ઇનામ થોડુ મળશે? પણ હું એક ખેડૂત છું અને આ ધરતી પર અનાજ ઉગાવી ને લોકો ની પેટ નક આગ દૂર કરું છું જો હું એમ વિચારું કે મારા અનાજ ઉગાવાથી મને શું ઇનામ મળશે એટલે હું ના ઉગાવું તો આ બધાં લોકો ભૂખ્યા સુવે.... એટલા માટે એ પથ્થર હટાવાની જવાબદારી મેં લીધી..... બાદશાહ અને એના મંત્રીઓ એ ખેડૂત ની વાહ વાહી કરીને એ ગરીબ ખેડૂતને એ ગામ ની જમીન ભેંટ માં આપી... એટલે એ પથ્થર ગરીબ ખેડૂત માટે જાદુઈ પથ્થર સાબિત થયો.... 

બોધ:- ઈશ્વર પણ આપણને પથ્થર રૂપી અડચણ/તકલીફ આપે છે સાથે નીચે ચિઠ્ઠી પણ મૂકે છે.. એ અડચણ ક્યારેક વ્યક્તિગત હોઈ છે તો ક્યારેક સામાજિક હોય છે.. અને જે વ્યક્તિ એ અડચણ ને જવાબદારી પૂર્વક દૂર કરે છે એને એ ચિઠ્ઠી મળે છે અને ઈશ્વર હંમેશા કંઈક ને કંઈક ભેંટ જરૂર આપે છે.... અને દિલ થી કરેલી મેહનત નું ફળ કયારેક ને ક્યારેક મળી જ જાય છે..