Ae hati ek andhari raat books and stories free download online pdf in Gujarati

એ હતી એક અંધારી રાત

વાત એ અંધારી રાત ની હતી જ્યારે ગામ ની સીમમાં કુતરાઓ નો ભસવાનો અવાજ આવવા મંડ્યો..એ શુંકામ આવતો હતો એ પેહલા શું થયું એ જાણી લઇએ...


વાત હતી ગીર ના સીમ ની એક વખત એક વ્યક્તિ (નામ જોરાવર) સિંહ દાર્શન માટે ગયેલો... કામ હતું તેનું ચોરી અને લૂંટફાટ કરવાનું એટલે ત્યાં ભી હાથ અજમાવાનો વિચાર આવ્યો એટલે એને ત્યાં લાકડા કાપી ચોરી કરી ને વેંચી મારવાનું વિચારી લીધું પણ બન્યું એવું જ્યારે તે લાકડા કાપી લઇ જતો હતો ત્યારે ફોરેસ્ટ વિભાગ એ પકડી લીધો અને માર્યો...અને છોડી મુક્યો...એટલે  અઘમુવા હાલત માં એ ઘેર ગયો ને ત્યાં થોડા દિવસો પછી સાજો થઈ ને એને ફોરેસ્ટ વિભાગ અને સિંહ ને હેરાન કરી મારવાનું નક્કી કરી લીધું... બધી યોજનાઓ બનાવી ... એટલે જે યોજના બનાવી હતી એ યોજના તેને તેના એક સારા મિત્ર અરજણ ને કહી ... યોજના સાંભળી એના મિત્ર ને ખૂબ દુઃખ લાગ્યું અને ગુસ્સો આવ્યો એટલ જોરાવર ને સમજવાનું નક્કી કરી લીધું પણ જોરાવર માન્યો જ નહીં.... એમના મિત્ર ને કહું દીધું હવે ટુંબી રોકીસ તો હું તને પેહલા ઢાળી દઈશ... એટલે જોરાવર નો મિત્ર ચૂપ રહ્યો... પણ એ નોહતો ચાહતો કે જોરાવર આવું કામ કરે પણ હવે એ માને એમ નોહતો એટલે મિત્રતા તૂટી ગઈ.... અરજણ આ બધી વાત ફોરેસ્ટ વિભાગ ને કહી... ફોરેસ્ટ વિભાગે પણ એક યોજના બનાવી કે જોરાવર પણ બચવો નો જોઈ એટલે અરજણ ને પણ યોજના માં સામેલ કરીયો... હવે અરજણ નું કામ હતું જોરાવર ને સબક શિખાડવાનો... જોરાવર ને ખબર ના પડે એમ જોરાવર ની મદદ કરવાની સીમ માં કઈ જગ્યા એ જવાનું,ને યોજના પુરી પડવાનું...એટલે એ રાત પણ આવી કે જોરાવર ગીર ની સીમ માં જાવા નીકળ્યો એટલે અરજણએ ફોરેસ્ટ વિભાગ ને વૉકિટોકી દ્વારા જાણકારી આપી... જોરાવર એકલો જ સીમ માં એટલે બંદૂક ભી સાથે હતી.... સાથે હતી સાથે ટોર્ચ ભી.... હવે સીમ માં વચ્ચે એક ઝૂંપડું હતું ત્યાં તે રાતે એક હત્યા કરી ને કોઈએ લાશ નાખી હતી ... આજુ બાજુ લોહી ના નિશાન હતા એના લીધે એટલે જ્યારે જોરાવર થોડી આગળ ગયો ત્યાં કુતરાઓ નો ભસવાનો રોવાનો અવાજ આવ્યો... જોરાવર એ એ દિશા માં ચાલવાનું નક્કી કર્યું એટલે એને ત્યાં જવાનું નક્કી કર્યું એટલે ફોરેસ્ટ ની યોજના સંપૂર્ણ પણે સફળ જ થતી જતી હતી.. જેમ જેમ નજીકના આવતો ગયો કુતરાઓ નો અવાજ પણ વધતો ગ્યો... અવાજ પણ ડરાવનો.. પણ ત્યાં તરત એક ચીસ સંભળાઈ... એ ચીસ એવી ચીસ હતી કે જાણે કોઈ વ્યક્તિ ની હત્યા થઈ હોય ખૂન થયુ હોઈ જાણે એ વ્યક્તિ એ કણસવા ના કારણે પાડી હોઈ .......એટલે કુતરાઓ નો આવાજ પણ વધ્યો એટલે જોરાવર એ એક રાઉન્ડ ફાયરિંગ કરીયું હવા મા ને કુતરાઓ નો અવાજ પણ થમી ગયો એટલે જ્યાં લાશ પડી હતી ત્યાં ગયો જોઈ ને ડરી ગયો લાશ નું મોઢું નહોતું અને અચાનક એવું બન્યું કે લાશ આખી ઊંધે માથે થઈ ગઈ ને ઝાડ પર લટકાઈ એટલે જોરાવર એ 2-3 રાઉન્ડ ફાયરિંગ કર્યું ...ગોળી વેળફવા લાગ્યો અને હજી વિચાર કરે ના કરે ત્યાં તો ગીર નો સાવજ એટલા માં આવી ગયો એક નહિ બે સાવજ આવી ગયા હતા ... જોતા જોતા તો સિંહ એ હુમલો કરી જોરાવર નું ઢીમ ઢાળી દીધું ને જોરાવર ની યોજના નિષ્ફળ બનાવી...આ રીતે એક વાત નક્કી થઈ કે તમે કોઈને હાનિ પહોચાડવા ગયા હોય તો હાનિ તમને થાય છે... અને આ રીતે ખતમ કર્યું જોરાવર ના કાંડ ને... 

(કૂતરા નો રડવાનો ભસવાનો અવાજ અને ચીસ સ્પીકર માં રેકોર્ડ કરી હતી એ વગાડી હતી જોરાવર ને ડરાવવા)

(અને એ લાશ ખોટી હતી specially તૈયાર કરાઈ હતી જે સાચી લાગતી હતી).

.---અમિત વડગામા''અટલ''